Last Update : 22-October-2012, Monday

 

ફિલ્મસર્જનમાં સતત 'યશ' અને રોમાન્સ પર 'રાજ'

યશ ચોપડાએ અનેક એવા પ્રયોગો શરૃ કર્યા હતા જેનો આજે પણ બોલીવુડમાં હાલતા-ચાલતા ઉપયોગ થઈ રહ્યા છે

 

૧૯૫૯માં 'ધૂલ કા ફુલ'માં મુસ્લિમ દ્વારા નાજાયઝ હિન્દુ બાળકનો ઉછેર, ૧૯૬૧માં 'ધર્મપુત્ર'માં દેશના ભાગલા અને હિન્દુત્વ પ્રત્યેની સંવેદનશીલતા, ૧૯૬૫માં આવેલી 'વક્ત'માં 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ' પ્રકારની સ્ટોરીનો ઉપયોગ અને અનેક જાણીતા કલાકારોને એક જ સ્ક્રીન પર બતાવવા, ૧૯૬૯માં 'ઇત્તેફાક' વડે બોલીવુડની ફિલ્મમાં કોઈ પણ ગીત કે ઇન્ટરવલની ગેરહાજરી, ૧૯૭૧માં 'દાગ' વડે એકથી વધુ પત્ની સાથે જીવન વીતાવતા પુરુષની સ્ટોરી, ૧૯૮૧માં 'સિલસિલા'માં કલાકારોના અંગત જીવનને જ લગભગ સ્ક્રીન પર બતાવવાની કોશિશ તથા ૧૯૮૯માં 'ચાંદની' વડે ફરી રોમાન્સ-સંગીતનો સંપૂર્ણ સમન્વય અને સ્વિત્ઝર્લેન્ડના રમણીય સ્થળોએ શૂટિંગ જેવા પ્રયોગો યશ ચોપડા દ્વારા બોલીવુડને આપવામાં આવેલી ભેટ ગણી શકાય. વર્ષોથી ઉપરોક્ત ગણાવવામાં આવેલા પ્રયોગો બોલીવુડના ફિલ્મસર્જકો ઉપયોગ કરી જ રહ્યા છે. રવિવારે ભારતીય ફિલ્મજગતે આ અનન્ય ગણી શકાય એવા ડિરેક્ટર-પ્રોડયુસર-રાઇટરને ગુમાવ્યા છે.
૨૭ સપ્ટેમ્બર, ૧૯૩૨ના દિવસે લાહોરમાં પંજાબી કુટુંબમાં જન્મેલા યશ રાજ ચોપડા આઠ બાળકોમાં સૌથી નાના હતા. એન્જિનિયરિંગ કરવા માગતા યુવા યશ ચોપડાએ ફિલ્મસર્જન પ્રત્યેના પોતાના પ્રેમ અને જુસ્સાને પ્રાધાન્ય આપી મુંબઈની રાહ પકડી હતી. આઇ.એસ.જોહર અને ભાઈ બી.આર.ચોપડા હેઠળ આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કર્યા પછી તેમણે સોશ્યલ ડ્રામા 'ધૂલ કા ફુલ' વડે ડિરેક્ટર તરીકેની કારકિર્દી શરૃ કરી હતી. ૧૯૫૯માં આવેલી ફિલ્મ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી. શશી કપૂરને લીડ એક્ટર તરીકે ચમકાવતી 'ધર્મપુત્ર'નો મુદ્દો સામાજિક હતો, પણ ભાગલા વખતેના હિંસક તોફાનોના વિડિયોને બતાવવાની કોશિશને વખોડી કાઢવામાં આવી હતી. જોકે ફિલ્મને વિવેચકોએ વધાવી લીધી હતી અને તેમને પહેલો નેશનલ અવોર્ડ મળ્યો હતો.
ભાઈ બી.આર.ચોપરા સાથે જ રાજકુમાર, સુનીલ દત્ત, શશી કપૂર, સાધના, બલરાજ સાહની, મદન પુરી, અચલા સચદેવ, શર્મિલા ટાગોર અને રેહમાન સાથેની ૧૯૬૫માં આવેલી મલ્ટિ-સ્ટારર 'વક્ત' બોલીવુડમાં પહેલી હતી. આ પ્રકારનો પ્રયોગ એકંદરે થઈ રહ્યો છે.આ ફિલ્મ માટે શ્રેષ્ઠ ડિરેક્ટરનો તેમણે પહેલી વખત અવોર્ડ જીત્યો હતો. અમીર-ગરીબ વચ્ચેના ભેદને મોટા પડદા પર લાવવાની તેમની સફળતાની પણ ત્યાર પછી ઘણી પ્રેરણા લેવામાં આવી હતી. ૧૯૬૯માં ધર્મેન્દ્ર સાથેની 'આદમી ઔર ઇન્સાન' અને રાજેશ ખન્ના સાથેની 'ઇત્તેફાક' સેમી-હિટ થઈ હતી. જોકે ગુજરાતી નાટક પરથી બનેલી 'ઇત્તેફાક' બોલીવુડની સૌથી સારી સસ્પેન્સ ફિલ્મોમાંની એક ગણાય છે.
૧૯૭૧માં યશરાજ ફિલ્મ્સનું સ્થાપન કરી તેમણે ભાઈ બી.આર.ચોપડા સાથે છેડો ફાડયો હતો. આ પ્રોડક્શન હાઉસ હેઠળની પહેલી ફિલ્મ 'દાગ' એ વર્ષની સૌથી સફળ ફિલ્મોમાંની એક હતી. ૧૯૭૫માં અમિતાભ બચ્ચનનો'એન્ગ્રી યન્ગ મેન'નો અવતાર વધુ મજબૂત 'દીવાર' વડે બતાવી યશ ચોપડાએ સલિમ-જાવેદ સાથે ફેમિલી ડ્રામાને એક અલગ ઉંચાઈ આપી હતી. 'ત્રિશુલ' પણ આ પાર્ટનરશિપની એક યાદગાર ફિલ્મ બની હતી. ત્યાર પછી યશ ચોપડા અને અમિતાભ બચ્ચને 'કભી કભી' અને 'સિલસિલા'માં પણ સાથે કામ કર્યું હતું.
જોકે ૧૯૮૦નો દાયકો તેમના માટે સૌથી અઘરો રહ્યો હતો. શ્રેષ્ઠ એક્ટરોમાંના એક ગણાતા દિલીપકુમાર સાથેની 'મશાલ'ના વખાણ થયા હતા, પણ એ સફળ નહોતી રહી. સુનીલ દત્ત અને રેખા સાથેની 'ફાસલે' વિવેચકો અને પ્રેક્ષકો દ્વારા વખોડી કાઢવામાં આવી હતી. ઘણા લોકો આ ફિલ્મને તેમની સૌથી ખરાબ ગણે છે. ૧૯૮૮ની 'વિજય'નો પણ એ જ હાલ થયો હતો.
યશ ચોપડાની ક્ષમતા પર સવાલ ઊભા થતા હતા ત્યારે જ ૧૯૮૯માં 'ચાંદની' સાથે તેમણે ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. બોલીવુડમાં એ સમયે એક્શન ફિલ્મોનો વણઝાર હતો, પણ મ્યુઝિકલ રોમાન્ટિક ફિલ્મે 'ંયશ ચોપડા સ્ટાઇલ'નો સિક્કો જમાવી દીધો હતો. આ ફિલ્મમાં સ્વિત્ઝર્લેન્ડમાં શૂટ કરાયેલા દ્રશ્યો એટલા રમણીય હતા કે ભારતીયોને એ દેશ પ્રત્યે જબરદસ્ત આકર્ષણ ઊભું થયું હતું. આ ફિલ્મ માટે પણ તેમને નેશનલ અવોર્ડ મળ્યો હતો. ૧૯૯૧માં આવેલી 'લમ્હે'ને યશ ચોપડાએ ખુદ પોતાની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાવી છે. ઇન્ટરનેશનલ પ્રમોશન અને ટુરનો સમય ન હતો તો પણ એ સમયે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરી હતી.
૧૯૯૩ની 'ડર' લવ-ટ્રાયેંગલમાં યાદગાર ફિલ્મોમાંની એક છે. સંગીત અને શાહરુખ-જુહી-સનીના જબરદસ્ત પર્ફોર્મન્સને ખૂબ વખાણવામાં આવ્યા હતા.
૧૯૯૭માં 'દિલ તો પાગલ હૈ' પણ રોમેન્ટિક મ્યુઝિકલ તરીકે ઘણી પસંદ થઈ હતી અને જર્મનીમાં શૂટ થનારી પહેલી ભારતીય ફિલ્મ બની હતી. અમુક વર્ષના વિરામ બાદ બનાવેલી 'વીર ઝારા' મુખ્યત્વે મદન મોહનના સંગીત અને ભાગલાને કારણે છૂટા પડેલા બે પ્રેમીની સ્ટોરીને કારણે ૨૦૦૪ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.
આ વર્ષે સપ્ટેમ્બરમાં જન્મદિવસે જ તેમણે જાહેર કર્યું હતું કે શાહરુખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા સાથેની આ દિવાળીએ રિલીઝ થતી 'જબ તક હૈ જાન' તેમની અંતિમ ફિલ્મ હશે. એ જ રોમેન્ટિક અંદાજથી બનાવવામાં આવેલી આ ફિલ્મની સ્ટોરી માટે તો હજી સસ્પેન્સ બરકરાર છે, પણ હજી એક વખત આપણે એ તમામ બાબતો માણી શકીશું જેના પર યશ ચોપડાનો 'ટ્રેડમાર્ક'નો સિક્કો જડેલો હોય. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં તેઓ શાહરુખ અને કેટરિના સાથે સ્વિત્ઝર્લેન્ડ જવા માગતા હતા, પણ ખરાબ તબિયતને કારણે તેમની યોજનાને મુલતવી રાખવી પડી હતી. ડિરેક્શનની સાથે-સાથે યશરાજ બેનર હેઠળ અનેક ફિલ્મોનું પ્રોડક્શન થયું છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ છેલ્લા દાયકામાં અનેક ડિરેક્ટરો અને એક્ટર્સને બોલીવુડમાં પહેલી તક મળી હતી. યુવાનોને તક મળી રહે એ માટે આ પ્રોડક્શન હાઉસ હેઠળ 'વાય ફિલ્મ્સ'ની પણ સ્થાપના થઈ છે અને એના હેઠળની બે ફિલ્મો 'લવ કા ધી એન્ડ' અને 'મુઝસે ફ્રેન્ડશિપ કરોગે' યુવાનો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. ૧૯૭૦માં પામેલા સિંહ સાથે પરણેલા યશ ચોપડાના બન્ને દીકરાઓ આદિત્ય અને ઉદય ફિલ્મજગત સાથે સંકળાયેલા છે. આદિત્યની 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' બોલીવુડના ઇતિહાસની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. આ ઉપરાંત 'મોહબ્બતેં' અને 'રબ ને બના દી જોડી' પણ તેણે ડિરેક્ટ કરી છે. ઉદયની એક્ટિંગ કેરિયર ઉતાર-ચડાવ સાથેની રહી હોય, પણ અત્યારે તે યશરાજ બેનરને આંતરરાષ્ટ્રીય ઓળખાણ અપાવવા લોસ એન્જલસમાં પ્રોડક્શન હાઉસ માટે કામ કરી રહ્યો છે. ભારતીય ફિલ્મજગતમાં પાંચ દાયકાથી વધુ કામ કરીને અંતિમ શ્વાસ લીધા બાદ પણ એક ફિલ્મની ભેટ આપનારા યશ ચોપડાનો બોલીવુડ પ્રત્યેનો પ્રેમ જ્વલંત હતો એ ચોક્કસ છે.

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved