Last Update : 22-October-2012, Monday

 

રાવણને પણ લાગ્યો મોંઘવારીનો રંગ

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

લંકામાં સોનું સસ્તું હોય તો એનું શું કરવું છે? ભારતમાં તો સોનાની ક્યાં વાત કરીએ? ખુદ લંકેશના ભાવ પણ વધી ગયા છે. દશ માથાળા રાવણને પણ મોંઘવારીનો રંગ લાગ્યો છે. દશેરાને દિવસે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળા બાળવાની સદીઓથી પરંપરા ચાલી આવે છે. ભગવાન રામને ભાવથી ભજવાના ને રાવણને ઊંચા ભાવથી સળગાવવાના. રામને અંતરના ભાવથી ભજવાતા અને લંકેશને વધતા જતા ભાવથી સળગાવવાના.
રાજધાની દિલ્હીમાં રાવણના પૂતળા બનાવવાની તડામાર તૈયારી થાય છે. દેશની રાજધાનીમાં જ વધુમાં વધુ 'રાવણો' ભેગા થાયને? દિલ્હીના તાતારપુર વિસ્તારમાં રાવણના પૂતળા બનાવવામાં આવે છે. કેટલાય દાયકાઓ પહેલા એક મુસ્લિમ માણસે પૂતળા બનાવવાનું કામ શરૃ કર્યું હતું. એનું તો પછી નામ જ રાવણબાબા પડી ગયું હતું. હવે કેટલાંય લોકો રાવણબાબાની પરંપરા આગળ વધારીને 'રાવણ' ઊભાં કરે છે. જોકે પૂતળા બનાવવામાં વપરાતી સામગ્રીના ભાવ ગયા વર્ષ કરતા ઘણા વધી ગયા છે. વીસ બાંબૂની એક ભારી ગયા વર્ષે ૩૦૦ રૃપિયે મળતી એનાં ૭૦૦ રૃપિયા થઈ ગયા છે. વાંસતી ચીપોને બાંધવામાં વપરાતા તારના ભાવ કિલોના ૪૦ રૃપિયા હતા એ આ વખતે ૮૦થી ૧૦૦ રૃપિયા થઈ ગયા છે. રંગબેરંગી કાગળના ભાવ પણ ૫૦ ટકા વધી ગયા છે. ઉપરાંત રાવણના પૂતળા બનાવવાની મજૂરી પણ બહુ વધી ગઈ છે. પરિણામે રાવણના તૈયાર પૂતળાની કિંમત ૫૦થી ૭૫ ટકા ઊંચે ગઈ છે. પચાસ ફૂટના પૂતળાના ભાવ પંદર હજારની આસપાસ બોલાય છે. ઊંચી કિંમતને લીધે લોકો પૈસા બચાવવા થોડાં નાના કદના એટલે વીસ-ત્રીસ ફૂટના પૂતળાનો ઓર્ડર આપવા લાગ્યા છે. ગયા વર્ષે જ્યાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના ત્રણ ત્રણ પૂતળા બાળવામાં આવ્યા હતાં એ મંડળવાળામાંથી કેટલાક તો આ વર્ષે વિજ્યા દશમીને દિવસે ફક્ત રાવણનું એક જ પૂતળું વાળીને સંતોષ માનશે એવું લાગે છે. યુપીએ સરકારના રાજ્યમાં આવી દશા છે બોલો, રાવણના ભાવ ઊંચકાય છે. દશેરાને દિવસે નેતાઓ અગ્નિબાણ મારીને રાવણના પૂતળા સળગાવે એ વખતે લોકોએ સાથે મળીને એક અવાજમાં લલકારવું જોઈએ ઃ ચલાવોના મહંગાઈ કા બાણ રે.. જાન લેલો ના જાન રે.. કહી નીકલ ના જાયે કહી નીકલના જાયે હમરી બોડી સે પ્રાણ રે...
જે કરે કોલસાની દલાલી
ઓળખાણ એ તો ખાણ છે, એટલે જ શું ઓળખાણ હોય એને (કોલસાની) ખાણ અપાય છે? ઓળખાણ એ તો ખાણ છે એવી જ બીજી કહેવત કોંગ્રેસીઓ સહિત બીજા કેટલાય પક્ષોના નેતાઓને લાગુ પડે એવી છે, કોલસાની દલાલીમાં હાથ કાળા થયા વિના ન રહે. જોકે આ કહેવત તો બહુ જ જૂની પુરાણી થઈ ગઈ છે. એટલે મેં એક નવી જ કહેવત કોઈન કરો છેઃ 'જે કરે કોલસાની દલાલી એના ગાલ પર લાલી અને રાજનેતા ઊઠીને જ કરવા માંડે દલાલી ત્યારે પ્રજાના ખીસ્સા થાય ખાલી.'
આ છે શાંતિનિકેતન
જ્યાં કણ કણમાં ગીતાંજલિના સ્વર રણઝણે છે એ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શાંતિ-નિકેતનની વિશ્વ-ભારત યુનિવર્સિટીની આજે કેવી દશા થઈ છે? દસ વર્ષની વિદ્યાર્થીનીને હોસ્ટેલની વોર્ડને સ્વમૂત્ર પીવાની સજા કરી ત્યારે ભારે ઊહાપોહ થયો હતો. આ શરમજનક ઘટનાને હજી માંડ ચાર મહિના વિત્યા છે ત્યાં પીએચ.ડી.નો અભ્યાસ કરતી મણિપુરની વિદ્યાર્થિનીનીની છેડતીની ઘટના બની હતી. ચોવીસ વર્ષની આ યુવતીએ વિદ્યાર્થી કલ્યાણ વિભાગના ડીન સામે વિનયભંગનો આરોપ મૂક્યો હતો. આ ફરિયાદ મળતાની સાથે જ યુનિવર્સિટીએ ડીનને પદ પરથી હટાવી રજા ઉપર ચાલ્યા જવાનો આદેશ આપ્યો હતો. યુવતી પીએચ.ડી. કરવાની હતી. અને આરોપી ડીન તેનાં રિસર્ચ ગાઈડ બનવાના હતી. પરંતુ ડીને વિદ્યાર્થિનીને પોતાની ચેમ્બરમાં બોલાવીને અડપલું કરી વિનયભંગ કરતા વિફરેલી યુવતીએ તરત જ ફરિયાદ કરતા પગલાં લેવાયા હતા. પરંતુ જ્યાં સ્ત્રીઓનું સન્માન જળવાતું ન હોય અને વિનયભંગની ઘટના બની હોય ત્યાં રહીને ભણવાનો શું મતલબ? એમ કહીને મણિપુરી વિદ્યાર્થિની પોતાના સ્વમાનની રક્ષા ખાતર યુનિવર્સિટી છોડીને ચાલ્યા જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આવા બનાવોથી ગુરુદેવ ટાગોરના આભાને કેટલું દુઃખ થતું હશે? જ્યાં ગુરુ જ ઊઠીને બુરુ કરે ત્યાં કે રહેવાય?
રોમન સમ્રાટનિરોનું નામ તિરુપતિમાં તાજું થયું
રોમ જ્યારે ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાતો હતો, એવી જ દશા ભારતની છે. ભ્રષ્ટાચાર, લાંચરૃશ્વત, કરોડોના અને અબજોના કૌભાંડો તેમજ રીતસર દઝાડતી અને ચટકા દેતી મોંઘવારી દેશની આમ જનતાનું રોમેરોમ ભડકે બળે છે ત્યારે સમ્રાત નીરોના અવગુણો લઈ અવતરેલા સત્તાધીશો ટેસથી ફિડલ કે રાવણહથ્થો વગાડતા બેઠાં રહે છે. પણ ભારતમાં અત્યારે ઓરિજિનલ સમ્રાટ નીરોનું નામ તાજું થવાનું એક કારણ છે. તિરૃપતિમાં ભગવાન વેંકટેશના મંદિરના ખજાના ખુલ્લા મૂકીને ગણતરી કરવામાં આવી ત્યારે ભારત સહિત ૨૦૦ દેશોના ૩૬ ટન સિક્કા મળ્યા હતા. આમાં રોમન સમ્રાટ નીરોના સામ્રાજ્યનો પણ કિંમતી સિક્કો મળ્યો છે. તિરૃપતિના મંદિરને દાનમાં આવેલા આ સિક્કાનું લીલામ કરવામાં આવશે. તાજેતરમાં જ દેશ-વિદેશના સિક્કાની ગણતરી પૂરી થઈ હતી. ૨૦૦ દેશના સિક્કા અલગ રાખવામાં આવ્યા છે. એવી જ રીતે ભારતીય રાજવંશોના સિક્કા પણ જુદા પાડવામાં આવ્યાં છે પાંચ વર્ષ બાદ સિક્કાની ગણતરી કરવામાં આવી હતી. આમાંથી ૧૨૦૦ સિક્કા સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યાં છે. સાતસો સિક્કા મહાન વિજયનગર સામ્રાજ્યના છે. પહેલી સદીના રોમન સમ્રાટ નીરોનો સિક્કો પણ ખાસ ધ્યાન ખેંચે છે. રોમન સત્તાધીશ નીરોના પણ સિક્કા પડતા અને આજે પિયર પક્ષે રોમ સાથે સંબંધ ધરાવતા ઇટાલિયન મૂળના સોનિયાજીના નામનો કોંગ્રેસમાં સિક્કો પડે છેને? કોઈ ભેજાબાજે એવું ગતકડું સંભાળ્યું હતું કે એક જમાનામાં ભગવાન રામ તો રોમમાં પણ પૂજાતા હતા. સવાલ કર્યો 'એ કેવી રીતે?' ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે પેલા ફિલ્મી ભજનમાં જ ગવાય છે ને કેઃ મેરે રોમ રોમ મેં બસને વાલે રામ જગત કે સ્વામી કે અંતરયામી મેં તૂઝસે કયા માંગુ...
મોરારાબાદી
દામાદ કો પહેચાનો
ચકલામાં ચેતીને ચાલો નવાઈલાલ હોળીનો પૈસો આલો નવાઈલાલ... પ્રાથમિક શાળામાં એક સાથે અને ઊંચા સાદે માસ્તર આ કવિતા ગવડાવતા અત્યારે જરા ફેરવીને કવિતા ગાવાનો વખત આવ્યો છે કે ચકલામાં ચેતીને ચાલો જમાઈલાલ... જમાઈલાલ એટલે સોનિયાજીના જમાઈરાજ રોબર્ટ બાડરા ચેતીને ચાલવાનો ઈશારો છે. આપણે ત્યાં ગમે તે બાજુ લુઢકી જાય એવાં માણસને મોરાદાબાદી લોટો કહેવામાં આવે છે. આ મોરાદાબાદનો સંબંધ રોબર્ટ રાજા સાથે છે. વાડરા પરિવાર મૂળ મોરાદાબાદનો સંબંધ રોબર્ટ રાજા સાથે છે. વાડરા પરિવાર મૂળ મોરાદાબાદનો. રોબર્ટજી પરણીને મોરાદાબાદી લોટાની જેમ ગાંધી કુટુંબ તરફ લુઢકી ગયા એવો વિપક્ષોનો આક્ષેપ નહોતો, તેના પિતાનું માનવું હતું. રોબર્ટનાં પિતા અને પ્રિયંકાના સસરા રાજિંદર વાડરાનો દિલ્હીમાં એકદમ પોશ બંગલો હોવા છતાં ૨૦૦૯માં સાવ સસ્તા ગેસ્ટ હાઉસમાં તેમનું રહસ્યમય રીાતે મૃત્યુ થયું હતું.
ગાંધી પરિવારના વેવાઈ ઘણા વર્ષોથી આ ગેેસ્ટ હાઉસમાં દુનિયાથી જાણે અલિપ્ત થઈ ગયા હોય એમ સાવ એકલા રહેતા હતા. ફેમિલીના કોઈ સભ્ય મળવા નહોતા આવતા. રાજિન્દર વાડરા ચા-નાસ્તો બાજુની એક હોટેલમાંથી મગાવી લેતા. આમ સાવ એકલવાયું જીવન જીવવા વાડરા ભેદી સંજોગોમાં દુનિયા છોડી ગયા હતા. એ વખતે એક અગ્રેજી સામયિકના અહેવાલ મુજબ પ્રિયંકાના પતિએ અત્યાર સુધીમાં કેટલાય આઘાતો સહન કર્યા છે. ૨૦૦૧માં તેની બહેન મિશેલ દિલ્હી-જયપુર હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામી હતી. ૨૦૦૩માં રોબર્ટના ભાઈ રિચર્ડે કથિત આત્મહત્યા કરી હતી. ૨૦૦૯માં પિતા ગુમાવ્યા હતા.
વાડરા ઉપર અત્યારે જાતજાતના આક્ષેપ થાય છે ત્યારે એ જાણીને નનાઈ લાગે છે કે આ જ રોબર્ટ વાડરાએ પોતાના ભાઈ અને પિતાને એક વખત પોતાનું નામ ન વાપરવાની તાકીદ કરી હતી. દેશના સૌથી પાવરફુલ પરિવારનો દામાદ પોતાનો પુત્ર હોવાથી કહે છે કે રાજીન્દર વાડરા અને બીજો પુત્ર રિચર્ડ કામ કઢાવવા માંડયા હતા. સ્થાનિક કોંગ્રેસ કમિટિમાં પણ ઓળખીતા-પાળખતાની નિમણૂક કરાવવા માટે આ લોકો ગાંધી પરિવારનું નામ નટાવતા હતા. આને કારણે ઉહાપોહ પણ થયો હતો. આથી કહેવાય છે કે રોબર્ટે પરિવાર સાથે છેડો ફાડી નાખ્યો હતો. આજે આ જ રોબર્ટ ઉપર આક્ષેપોની ઝડી વરસાવવામાં આવે છે. સન-ઈન-લો સામે એક્શન લો એવો ગોકીરો તો મચાવવામાં આવ્યો. પ્રિયંકા પતિ બની જોતજોતામાં કરોડપતિ થઈ જાય તો નવાઈ જ લાગેને ? અમિતાભ બચ્નના કૌન બનેગા કરોડપતિ શોમાં પણ કરોડપતિ બનવા એટલીસ્ટ સાચા જવાબો આપવાની જહેમત ઉઠાવવી પડે છે ને? પણ આવી કોઈ મહેનત વિના કોઈ કરોડપતિ બને ત્યારે આશ્ચર્ય થયા વિના રહે જ નહીં. એક નવો શો ચાલુ થવો જોઈએ પહેલે કૌન બનેગા પતિ ઔર ફિર કરોડપતિ.
પંચ-વાણી
જોરદાર પરિવારના જામી પડેલા જમાઈરાજો માટે અલાયદું અમદાવાદ જેવું ગામ વસાવ્યું હોય તો એને શું નામ આપી શકાય ખબર છે? દામાદાબાદ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved