Last Update : 22-October-2012, Monday

 

અમે ખાતુ ખોલાવ્યા વિના પરત ફરવા માટે નથી ઇચ્છતા
મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે

ઘણી વખત કોઇને કોઇ કારણસર નિષ્ફળતા મળતી હોય છે

ગંભીરની કોલમ

 

છેલ્લા ૨૪ કલાકમાં મારી અસ્વસ્થતા વધી રહી છે. આઇપીએલની ચેમ્પિયન ટીમ હોવાથી અમે ખાલી હાથે પરત ફરવા ઇચ્છતા નથી. અમારી ટીમના દરેક ખેલાડીઓએ ખાતુ ખોલાવ્યા વિના જ પરત ફરવાની નાલેશીને મિટાવવા માટેની કટિબદ્ધતા દર્શાવી છે. ટુર્નામેન્ટની રીતે જોઇએ તો અમારી મેચ ઔપચારિક છે પણ જો કે ટીમ તરીકે અને વ્યક્તિગત રીતે સારો દેખાવ કરવાના અમારા માટે અનેક કારણો છે.ક્રિકેટ ભલે ટીમ ગેમ હોય પણ વ્યક્તિગત દબાણ તો ખેલાડી પર રહેતું જ હોય છે.
મને ખબર છે કે નવી સિઝન આવી રહી છે અને મારા પર તે પહેલા ફોર્મ મેળવવાનું દબાણ છે. હું અનુભવું છું કે મારા કંગાળ ફોર્મને કારણે ભારતમાં તો તેની મીડિયામાં ચર્ચા હશે અને નિષ્ણાતો તેનું વિશ્લેષણ કરતાં હશે. હું તે બધા પ્રત્યે આદર વ્યક્ત કરતા સારો દેખાવ કરવાનો પ્રયાસ કરૃ છું. મારો વિશ્વાસ કરો કે દરેક ખેલાડી જ્યારે રમવા ઉતરે ત્યારે સદી ફટકારવાનો કે તમામ ૧૦ વિકેટ ઝડપવાનો ઇરાદો જ રાખતો હોય છે પણ ઘણી વખત તે તેની પ્રતિભા પ્રમાણેનો દેખાવ કરી શકતો નથી.
આ એવા સેલ્સમેન જેવું છે કે જે યોગ્ય રીતે રજુઆત કરે છે, તેના ગ્રાહકની જરૃરીયાતને સમજે છે અને તેમ છતાં તે સોદો કરી શકતો નથી. ત્યાર બાદ તે ડ્રોઈંગ બોર્ડ પર પરત ફરે છે અને પોતાના આયોજનનું ફરી વખત મૂલ્યાંકન કરે છે. આંતરખોજ જુદા-જુદા દ્રષ્ટીકોણથી અને અલગ-અલગ લોકોના અભિપ્રાયોને આધારે કરવામાં આવે છે. સતત નિષ્ફળતાને કારણે તનાવ વધે છે અને તેના બીન જરૃરી પ્રતિભાવની શક્યતા વધે છે.
મને હાલમાં અહેસાસ છે કે યોગ્ય રીતે કામગીરી કરવા છતાં સોદો ન થવાથી પેલા સેલ્સમેનને કેવો અનુભવ થતો હશે. હું સારી રીતે ફૂટવર્ક કરી રહ્યો છું. બોલને સારી રીતે ફટકારી રહ્યો છું પણ હવે પીચ પર ટકીને મોટો સ્કોર કરવાની જ રાહ છે. અમારી છેલ્લી મેચમાં મારો પ્રયાસ એ હતો કે હું પીચ પર ટકીને મારી જાતને લાંબી ઇનિંગ રમવાની તક આપું. જોઇએ હવે તેમ થાય છે નહીં.
ગઇકાલે હું અને નતાશા ખરીદી કરવા ગયા હતા. જો કે મારી અને મારા સાથી મિત્ર સુનિલ નારાયણની પસંદગી તદ્દન ભિન્ન છે. સુનિલને ગુલાબી રંગ ખુબ જ ગમે છે. તેની મોબાઇલ એસેસરીઝથી માંડીને ટીશર્ટ પર ગુલાબી શેડની જ હોય છે. જો કે મને આટલા બધા પ્રમાણમાં ગુલાબી રંગ પસંદ નથી. આપણે બધા જાણીએ છીએ કે ડે-નાઇટ ટેસ્ટ માટે ગુલાબી રંગના બોલનો ઉપયોગ કરવામાં આવે તેમ છે. જો તેઓ નક્કી ના કરી શકતાં હોય કે કયા પ્રકારના ગુલાબી રંગનો બોલ ઉપયોગમાં લેવો તો તેમને નારાયણ મદદ કરી શકે છે. (૩૬૦ કોર્પોરેટ રિલેશન્સ)

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved