Last Update : 22-October-2012, Monday

 
 

ફાઇનલમાં જર્મનીની જુલીયન ચેંકને ૨૧-૭, ૨૧-૮થી હરાવી
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

ફાનઇલ અગાઉ ભુલથી ફાયર એલાર્મ વાગતા ચિંતા સર્જાઇ

ઇન્ડોનેશિયા ઓપન બાદ સિઝનનું બીજુ ટાઇટલ જીતી

નવી દિલ્હી,તા.૨૧
ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે ફાઇનલમાં જર્મનીની જુલીયન ચેંકને ૨૧-૧૭, ૨૧-૮થી પરાજય આપીને ડેનમાર્ક ઓપન ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતુ. સાયનાએ અત્યંત પ્રભુત્વસભરનો દેખાવ કરતાં માત્ર ૩૫ જ મિનિટમાં ફાઇનલ જીતી લઇને કારકિર્દીનું છઠ્ઠુ પ્રીમિયર ટાઇટલ જીત્યું હતુ. આ ટાઇટલ તેની કારકિર્દીનું ઓવરઓલ ૧૧મું અને સિઝનનું બીજુ હતું. સાયનાએ અગાઉ સેમિ ફાઇનલમાં વર્લ્ડ નંબર વન ચાઇનીઝ ખેલાડી વાંગ યીહાન સામે સૌપ્રથમ વખત વિજય મેળવતા ટાઇટલ લગભગ પોતાના નામે કરી દીધું હતુ. ફાઇનલ જેવી તીવ્રતાવાળી રહેલી તે સેમિ ફાઇનલમાં સાયના વર્લ્ડ નંબર વન વાંગ સામે ૨૧-૧૨, ૧૨-૭થી આગળ હતી ત્યારે વાંગને ઘુંટણની ઇજા થઇ હતી અને તે પછી તેણે મેદાન છોડતાં સાયનાને આગેકૂચ પ્રાપ્ત થઇ હતી.
ફાઇનલ અગાઉ જ્યારે સાયના અને ચેંક પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ફાયર એલાર્મ વાગ્યું હતુ અને પ્રેક્ષકોને સ્ટેડિયમ છોડવા જણાવાયું હતુ. ખેલાડીઓ પણ બે ઘડીચિંતામાં પડયા હતા, જો કે તરત જ સ્પષ્ટતા કરાઇ હતી કે, એલાર્મ ભુલથી વાગ્યું હતુઅને મેચ શરૃ થઇ હતી. પ્રથમ ગેમમાં સાયનાએ એક તબક્કે ૮-૪થી સરસાઇ મેળવી લીધી હતી. જે પછી ચેંકે મેચમાં પાછા ફરવાનો પ્રયાસ કરતાં સ્કોરને ૯-૮ કરી દીધો હતો. જો કે સાયનાએ ત્યાર બાદ લડાયક દેખાવ કરતાં ૨૧-૧૭થી વિજય મેળવ્યો હતો.
બીજી ગેમમાં પણ શરૃઆતમાં ચેંકની લડતને કારણે એક તબક્કે સાયનાની સરસાઇ ૬-૫ની જ હતી. જો કે ત્યાર બાદ તેણે સ્કોરને ૧૬-૭ કરી દીધો હતો અને આખરે ૨૧-૮થી વિજય મેળવતા ટુર્નામેન્ટ પોતાના નામે કરી હતી. તે અગાઉ ઇન્ડોનેશિયા સુપર સિરિઝ પ્રીમિયર ટાઇટલ જીતી ચુકી છે. આ ઉપરાંત તેણે સ્વિસ ઓપન પણ આ વર્ષે પોતાના નામે કરી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved