Last Update : 22-October-2012, Monday

 
ભાજપના નેતાઓને કોંગ્રેસ ક્ષોભમાં નહીં મૂકે
વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય

સોનિયા ગાંધી તેમના જમાઈ વાઢેરાના હિસાબો તપાસનારા સીએ નથી

(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૨૧
કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે તોપનું નાળચું ભાજપના બે વરિષ્ઠ નેતાઓ તરફ ફેરવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીના સંબંધીઓએ કરેલા ભ્રષ્ટાચારના પુરાવા હોવા છતાં કોંગ્રેસ ક્યારેય તેમને ક્ષોભજનક સ્થિતિમાં મુકવા માટે આ પુરાવાને હથિયાર બનાવશે નહીં.
હરિયાણામાં જમીન કરારોમાં વધારે પડતા લાભ આપવાના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરા, ડીએલએફ અને કોંગ્રેસની સરકાર વચ્ચે સાંઠગાંઠ હોવાના આરોપોને પણ દિગ્વિજયસિંહે પોકળ અને મિડિયા હાઈપ ગણાવ્યા હતાં. સોનિયા ગાંધીનો બચાવ કરતાં સિંહે કહ્યું હતું કે ગાંધી વાઢેરાના સી.એ. નથી કે તેમને વધતી સંપતિ અંગે સવાલ પૂછે.
સિંહે જણાવ્યું હતું કે, ''એનડીએના શાસનમાં અનેક બાબતો સપાટી પર આવી હતી પણ કોંગ્રેસે તેનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. અને કરશે પણ નહીં...મારી પાસે પુરાવા નથી તેવું કહીશ તો તે કદાચ ખોટું ગણાશે.'' વાજપેયી અને અડવાણીના સંબંધીઓ સામે પુરાવા હોવાના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે આ પુરાવાથી તેમના પર ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિના આરોપો ઘડાશે અને ભાજપના વરિષ્ઠ નેતાઓ તેનાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ઉમેર્યું હતું કે રાજકારણીઓ પણ માણસ છે આપણે કંઈ ભગવાન નથી. આપણા દરેક સંબંધોને આપણે સતત તપાસી શકીએ નહીં. વાઢેરા સામેના આરોપોને રદ્દીયો આપતા સિંહે જણાવ્યું હતું કે ડીએલએફ અને વાઢેરાના કરારોમાં જમીનના ઝડપી હેતુ ફેર અથવા જમીનના વપરાશની મંજૂરીમાં ઝડપી ફેરફારની પ્રક્રિયામાં કોઈ ગેરકાયદે જેવું નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved