Last Update : 22-October-2012, Monday

 

આમાં એરલાઈન્સની ચિંતા કોણ કરશે?
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત

સિદ્ધાર્થની ટ્વિટમાં કિંગફિશરનો કોઈ ઉલ્લેખ નથી ઃ માલ્યા લંડનમાં આરામ કરે છે

નવી દિલ્હી, તા. ૨૧
લિકર કિંગ વિજય માલ્યાની એરલાઈન્સ કિંગફિશરનું ફ્લાઈંગ લાઈસન્સ અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કરી દેવાતા એરલાઈન્સના કર્મચારીઓની ચિંતાનો પાર રહ્યો નથી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માલ્યા પરિવાર તો પરદેશમાં પ્રવાસમાં વ્યસ્ત છે.
કિંગફિશરના માલિક વિજય માલ્યા તેમની સહારા ફોર્મ્યૂલા વન કાર રેસિંગ ટીમ સાથે છેલ્લે દક્ષિણ કોરિયામાં જોવા મળ્યા હતા અને ત્યાંથી તેઓ રજા ગાળવા સીધા લંડન પહોંચી ગયા છે. જ્યારે પુત્ર સિદ્ધાર્થ કિંગફિશર કેલેન્ડર ગર્લની શોધ માટે પહેલેથી જ લંડનમાં છે.
એરલાઈન્સના કામકાજ પર 'બ્રેક' મરાયા બાદ સિદ્ધાર્થે ટ્વિટર પર લખ્યું હતું કે ''મિત્રો, ખાસ તમારા માટે બનાવાયેલો ધ હંટ ફોર કિંગફિશર કેલેન્ડર ગર્લ ૨૦૧૩નો પ્રોમો નિહાળો અને કહે કે તમને તે કેવો લાગ્યો.'' આ ટ્વિટના એક દિવસ અગાઉ સિદ્ધાર્થે ટ્વિટર પર જણાવ્યું હતું કે લંડનમાં સાંજે પાંચ વાગ્યા બાદ ઉમટતાં માનવમહેરાણને કોઇ પહોંચી શકે તેમ નથી. લંડનમાં વાતાવરણ ઘણું સારું છે અને તેમને ત્યાં રહેવું ગમે છે.
કિંગફિશરની કટોકટીભરી સ્થિતિ દરમિયાન સિદ્ધાર્થની ટ્વિટર પરની આ ટિપ્પણીઓથી સ્પષ્ટ થાય છે કે તેમને કિંગફિશરની કથળેલી હાલત સાથે કંઇ લેવા દેવા નથી. તેમણે લખ્યું હતું કે ''હું અત્યારે બીચ પર બિકિની મોડેલ્સ સાથે વોલીબોલ રમીને આવ્યો છું. હવે મને સમજાય છે કે લોકો મારાથી આટલા ચીડાય છે શા માટે? દુનિયાભરમાં ગ્રાંડપ્રિક્સ સામેલ થવું મારા માટે ખુશનસીબીની બાબત છે.''
બીજી બાજુ સિદ્ધાર્થના પિતા વિજય માલ્યા ૨૦ દિવસ અગાઉ તેમના ખાનગી વિમાન મારફતે ભારતથી રવાના થયા હોવાનું માનવામાં આવે છે. જોકે હાલ તેઓ ક્યાં છે તેની ચોક્કસ માહિતી મળી શકી નથી.
સૂત્રો કહે છે કે આગામી સપ્તાહે ગ્રેટર નોઇડા સ્થિત બુધ્ધ એફ-૧ સર્ફિટમાં તેમની ટીમ પણ ભાગ લેવાની છે.. ટૂંકમાં કિંગફિશર અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હોય તેવા કોઇ સમાચારો પ્રકાશમાં આવ્યા નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved