Last Update : 22-October-2012, Monday

 

આઈએસીની પૂર્વ મહિલા સભ્યનો
કેજરીવાલને પ્રશ્ન ઃ તમે ગાંધીવાદી છો, ક્રાંતિકારી કે પછી રાજકારણી?

પત્રકાર પરિષદમાં ધસી જઈ મહિલાએ કેજરીવાલ વિરોધી સૂત્રો પોકારતાં હોબાળો

(પીટીઆઇ) ગાઝિયાબાદ, તા. ૨૧
અરવિંદ કેજરીવાલે યોજેલી પત્રકાર પરિષદમાં પોતે આઈએસીની ભૂતપૂર્વ કાર્યકર્તા હોવાનો દાવો કરતી એક મહિલાએ ધસી જઇને રોષપૂર્વક કેજરીવાલની કામગીરી અંગે સવાલો ઉઠાવતા ભારે નાટયાત્મક દ્રશ્યો સર્જાયા હતાં.
રોબર્ટ વાઢેરા-ડીએલએફ મુદ્દે હરિયાણાના મુખ્યપ્રધાન ભૂપિન્દર સિંહ હૂડાના નવી દિલ્હના પંડિત પંત માર્ગ ખાતેના નિવાસસ્થાને દેખાવો કરવા જઇ રહેલા કેજરીવાલના સમર્થકો પર પોલીસે બળપ્રદર્શન કર્યાનો વિરોધ દર્શાવવા કેજરીવાલે પત્રકાર પરિષદ બોલાવી હતી. પરિષદમાં કેજરીવાલ પોલીસના લાઠીચાર્જથી ઘવાયેલા કેટલાંક સમર્થકોને મિડિયા સમક્ષ રજૂ કરી રહ્યાં હતાં ત્યારે એની કોહલી નામની મહિલા તેના સમર્થકો સાથે ધસી આવી હતી અને સૂત્રોચ્ચારો કર્યા હતાં અને આક્ષેપો કર્યા હતાં કે કેજરીવાલ અને મનિષ સિસોદિયા ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ તેમના અંગત લાભ માટે ચલાવી રહ્યાં છે.
સૂત્રોચ્ચાર ચાલુ રહેતા કેજરીવાલે વિરોધીઓ સાથે વાત કરવાનું જણાવીને પત્રકાર પરિષદ સમેટી લીધી હતી. મુંબઇ નિવાસી એની કોહલીએ કેજરીવાલને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું કે તેઓ ક્રાંતિકારી છે કે ગાંધીવાદી છે કે પછી રાજકારણી છે. કોહલીએ કેજરીવાલને સંભળાવ્યું હતું કે તમે ક્રાંતિકારી નહીં પરંતુ રાજકારણી છો કારણ કે ક્રાંતિકારીઓ કદી યાતનાથી ભાગતા નથી પરંતુ તમે તો એવા સમયે નાસી છૂટો છો.
એની કોહલીએ સ્થળ ઉપર પેમ્ફલેટ પણ વહેંચ્યાં હતાં જેમાં કેજરીવાલને સવાલ કરાયો હતો કે તેમની વિચારધારા શી છે. પેમ્ફલેટમાં લખેલું હતું કે સ્વાતંત્ર્યની લડતના બે પ્રવાહ હતા- ભગતસિંહનો અને મહાત્મા ગાંધીનો; તો તમે કોને અનુસરો છો? પેમ્ફલેટમાં જણાવાયું હતું કે કેજરીવાલ આ પ્રશ્નનો ઉત્તર આપે તે પછી બીજા નવ સવાલો પૂછવામાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved