Last Update : 22-October-2012, Monday

 

ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે
જાહેરમાં ચર્ચા માટે વડાપ્રધાન, સોનિયા અને રાહુલને કેજરીવાલનો પડકાર

કોંગ્રેસ અને વાઢેરા ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી મુક્ત થાય પછી જવાબ આપીશ ઃ કેજરીવાલ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૧
અરવિંદ કેજરીવાલે આજે વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન પોતાની વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનાં જવાબ ત્યારે જ આપશે જ્યારે કોંગ્રેસ નેતૃત્વ અને રોબર્ટ વાઢેરા ભ્રષ્ટાચારના આરોપોમાંથી નિર્દોષ બહાર આવી જશે.
કોંગ્રેસે આઇએસીના પડકારને ફગાવી દેતા જણાવ્યું હતું કે અમારા તાલુકા કક્ષાના કાર્યકરો પણ કેજરીવાલને જવાબ આપી શકે છે.
કેજરીવાલના બિન સરકારી સંગઠનને મળેલ નાણા અને અન્ય મુદ્દાઓને લઇને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ દ્વારા તેમને નિશાન બનાવવામાં આવ્યા પછીના એક દિવસ પછી આ સામાજિક કાર્યકરે વળતો પ્રહાર કર્યો છે. કેજરીવાલે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે તે દિગ્વિજય સિહં દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે પરંતુ આ પહેલા દિગ્વિજય સિંહે પ્રજા દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવા માટે મનમોહન સિંહ અને અન્યોને મનાવવા પડશે.
કેજરીવાલે જણાવ્યું હતું કે અમે રોબર્ટ વાઢેરા અને વડાપ્રધાનને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતાં. પ્રથમ તેમને જવાબ આપવા દો. ત્યારબાદ અમે દિગ્વિજય સિંહ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપીશું. જાહેરમાં ચર્ચા કરવા માટે સોનિયા ગાંધી, વડાપ્રધાન અને રાહુલ ગાંધીને મનાવવા માટે હું દિગ્વિજય સિંહને અપીલ કરુ છું.
કેજરીવાલે જણાવ્યું હતું કે આપણે એકબીજાને પ્રશ્નો પૂછીશું અને પ્રજા પણ આપણને વ્યકિતગત અને જાહેર મુદ્દાઓ અંગે પ્રશ્નો પૂછશે. શું દિગ્વિજય સિંહ તૈયાર છે? જો તે પોતાના પક્ષના પ્રમુખ અને વડાપ્રધાનને મનાવી નહીં શકે તો લોકો સમજી શકે તે આ બધુ માત્ર હલકી પ્રસિદ્ધિ મેળવવા તથા ધ્યાન બીજી તરફ વાળવા માટે કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વ દ્વારા વાઢેરા અને લોકપાલ મુદ્દે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા નથી. અમારી માંગ છે કે આ મુદ્દાઓ પર વડાપ્રધાન, વાઢેરા અને હરિયાણાના મુખ્યપ્રધાન ભુપિન્દરસિંહ હુડા દ્વારા જવાબ આપવામાં આવે. તેઓ અમારા વ્યકિતગત જીવન અંગે ગમે તેટલા પ્રશ્નો પૂછી શકે છે અમે તેના જવાબ આપીશું. ત્યારબાદ અમે તેમને પ્રશ્નો પૂછીશું. તેમણે જાહેરમાં જવાબ આપવા પડશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved