Last Update : 22-October-2012, Monday

 

જબ તક હૈ જાન ઃ ફિલ્મ પૂરી કરીને જંપ્યા
રોમેન્સના રાજ્જા ગણાતા ફિલ્મ સર્જક યશ ચોપડાનું અવસાન

બે નેશનલ એવોર્ડ અને ૧૧ ફિલ્મફેર એવોર્ડ વિજેતા ઃ અંતિમવિધિ આજે થશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૧
લોર્ડ ઓફ લવ એન્ડ રોમેન્સ તરીકે મશહૂર બોલીવૂડના ખ્યાતનામ નિર્માતા-દિગ્દર્શક યશ ચોપડાનું આજે એંસી વર્ષની જૈફ વયે લીલાવતી હોસ્પિટલમાં અવસાન થયું હતું. યશજીની વિદાઈથી એક આખા યુગનો અંત આવી ગયો છે.
ડેંગ્યુની બીમારીને પગલે નવ દિવસ પહેલાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા યશ ચોપડાના એક પછી એક અવયવો કામ કરતા બંધ થઈ જવાથી (મલ્ટી ઓર્ગન ફેઈલ્યોર) તેમણે આખરી શ્વાસ લીધા હતા. સદ્ગતના મૃતદેહને અંતિમ-દર્શન માટે અંધેરી સ્થિત યશરાજ સ્ટુડિયોમાં આવતી કાલે રાખવામાં આવશે. ત્યાર પછી અંતિમ-સંસ્કાર માટે લઈ જવામાં આવશે.
મોટાભાઈ બલદેવ ચોપડાને પગલે બોલીવૂડમાં પગ મૂકી સૌથી પહેલી 'ધૂલ કા ફૂલ' ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આફિલ્મનું હિન્દુ-મુસ્લિમ એકતાનો પૈગામ આપતું ગીત તૂં હિંદુ બનેગા ન મુસલમા બનેગા... ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. દિગ્દર્શક તરીકેની કમાન સંભાળ્યા પછી નામ પ્રમાણે જ તેઓ એક પછી એક ફિલ્મોથી યશ મેળવતા ગયા હતા. બોલીવૂડની પહેલવહેલી મલ્ટી-સ્ટારર ફિલ્મ 'વક્ત'નું દિગ્દર્શન યશજીએ જ કર્યું હતું. આ ફિલ્મના બલરાજ સાહની ઉપર ફિલ્માવાયેલા લાજવાબ ગીત અય મેરી ઝોહરા જબી તુ અભી તક હૈ હસીં ઔર મૈં જવાન... આ મુખડાના શબ્દોને જીવનમાં ઉતારી તેઓ કાયમ દિલથી જવાન જ રહ્યાં હતા. તેઓ જીંદગીને ભરપૂર જાણવામાં અને માણવામાં માનતા હતા. અમિતાભ બચ્ચન, શશિ કપૂર, શાહરુખ ખાન અને શ્રીદેવી સહિત અનેકને સુપરસ્ટાર કે મેગાસ્ટારનું લેબલ લાગ્યું અને પાછળ યશ ચોપડાની દિગ્દર્શનની કાબેલિયતનો હિસ્સો નાનો સૂનો નહોતો.
બર્ફીલા પહાડો, હરિયાળી, ખળખળ વહેતા ઝરણા, સૂર્યોદય કે ઢળતા સૂરજથી સામે એકમેકમાં ખોવાઈ જતા પ્રેમી પાત્રો આવાં અનેક રોમેન્ટિક દ્રશ્યો પર્દા ઉપર જીવંત કરી જાણતા આ સ્નેહ-સંબંધના શહેનશાહ માટે એક વાર બોલીવૂડના કોઈ ગીતકારે કહ્યું હતું કે યશજી તો કેમેરાની મદદથી કવિતાને જીવતી કરે છે.
જીવનના છેલ્લા શ્વાસ સુધી ફિલ્મ નિર્માણમાં સક્રિય રહેલા યશ ચોપડાની છેલ્લી ફિલ્મનું નામ પાછળ પણ જાણે કુદરતનો કોઈ સંકેત લાગ્યે 'જબ તક હૈ જાન' ખોળિયામાં જીવ રહ્યો ત્યાં સુધી ફિલ્મ પૂરી કરીને જ જંપ્યા હતા. હજી તો ગયા મહિને ૮૦મો જન્મદિન ઉજવ્યો હતો, 'ડર' ફિલ્મથી શાહરુખને સ્ટાર બનાવનાર યશ ચોપડાનો ટીવી પર એસઆરકેએ જ લાઈવ ઈન્ટરવ્યુ લીધો હતો. ત્યારે જરા પણ માંદગી નહોતી જણાતી.
નવ દિવસ પહેલાં ડેંગ્યુની બીમારીએ તેમને સપાટામાં લીધા હતા. તરત જ વાંદરાની લીલાવતી હોસ્પિટલમાં ૧૧મા માળે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. પારિવારિક સભ્યની જેમ રાણી મુખર્જી અને યશજીનો દિગ્દર્શક પુત્ર આદિત્ય અને ઉદય ચોપડા સતત સંભાળ લેવા માટે દોડાદોડી કરતા હતા. નવ દિવસ માંદગી સામે ઝઝુમ્યા બાદ આજે આ કસબીએ વિદાઈ લીધી હતી.
યશ ચોપડાએ ફિલ્મ સર્જક તરીકે આપેલા ઉતકૃષ્ટ યોગદાન બદલ તેમને પદ્મ-ભૂષણના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. આવી જ રીતે ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન લિજિયન ઓફ ઓનરથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
યશ ચોપડાને ૧૯૯૮માં 'દિલ તો પાગલ હૈ' માટે અને ૨૦૦૫માં 'વીર-ઝારા' માટે નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. યશ ચોપડાએ ૨૨થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું અને ૬૨થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. મોટા ભાઈ બી.આર. ચોપડા અને આઈ.એસ. જોહરના આસિસ્ટન્ટ તરીકે અનુભવ લીધા પછી આપબળે આગળ વધેલા આ મુઠ્ઠી ઊંચેરા ફિલ્મ સર્જકને ૧૧ ફિલ્મફેર એવોર્ડ એનાયત થયા હતા.
વક્ત, ઈત્તેફાક, દાગ, દિવાર અને ફિલ્મફેર તરફથી તેમને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, દિલ તો પાગલ હૈ અને વીર-ઝારાને શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હતો.

વિવિધ અગ્રણીઓએ યશ ચોપરાને આપેલી શ્રદ્ધાંજલી
* યશ ચોપરા ભારતીય સિનેમાના આદર્શ હતાં. તેમણે ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોકપ્રિય બનાવ્યું હતું અને ઘણી સરકારો દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમના લાખો પ્રશંસકો તેમને હંમેશા યાદ કરતા રહેશે.
મનમોહન સિંહ, વડાપ્રધાન
* આજે ભારતીય સિનેમાએ એક આદર્શ અને સર્જનાત્મક પ્રતિભા ગુમાવી દીધી છે.
અંબિકા સોની, માહિતી અને પ્રસારણ પ્રધાન

* ઘણી સારી ફિલ્મો બનાવનારા ફિલ્મનિર્માતા યશ ચોપરાના મૃત્યુના સમાચાર ફિલ્મી રસિકો અને ફિલ્મ ઉદ્યોેગ માટે આઘાતજનક છે.
નિતીશકુમાર, બિહારના મુખ્યપ્રધાન
* આપણે એક આદર્શ, પ્રેરણાદાયક અને હંમેશા હસતા રહેતા ફિલ્મ નિર્માતા ગુમાવી દીધા છે. તેઓ હંમેશ માટે યાદ રહેશે.
બિપાશા બાસુ, અભિનેત્રી

* મને આ સમાચાર સાંભળી આંચકો લાગ્યો છે. મને વિશ્વાસ થતો નથી કે યશ ચોપરા હવે રહ્યા નથી.
અક્ષય કુમાર, અભિનેતા
* યશ ચોપરાના મૃત્યુથી આંચકો લાગ્યો છે. ભગવાન તેમના આત્માની શાતિ આપે.
વિરાટ કોહલી, ક્રિકેટર

 

 

અનેક નવોદિતોને તક આપી
અમદાવાદ, તા. ૨૧
યશ ચોપરાએ અનેક નવોદિતોની પ્રતિભા પારખીને તેમને તક આપી હતી. જાવેદ અખ્તર આમ તો કથા-લેખક તરીકે જાણીતા હતા, પરંતુ યશજીએ તેમને 'સિલસિલા' માટે ગીતો લખવાનું કહ્યું. એ પછી જાવેદ અખ્તર ગીતકાર તરીકે વિખ્યાત થયા.
'સિલસિલા'માં સંતૂરવાદક શિવકુમાર શર્મા તથા બંસીવાદક હરિપ્રસાદ ચૌરસિયાની જોડીને સંગીતકાર તરીકે તક આપી. શિવ-હરિની જોડીએ 'ડર' ફિલ્મ સુધી યશ ચોપરાની ફિલ્મોમાં સંગીત આપ્યું.
ઉત્તમસિંહને પણ 'દિલ તો પાગલ હૈ'માં સંગીતકાર તરીકે તક આપી, તેમની પાસેથી અદ્ભુત કામ લીધું. કોરિયોગ્રાફર શામક દાવરને પણ 'દિલ તો પાગલ હૈ'માં પોતાની કલા બતાવવાની તક આપી.
એ જ રીતે 'નૂરી'માં અભિનેતા મનમોહન ક્રિષ્નાને, 'દૂસરા આદમી'માં રમેશ તલવારને, 'યે દિલ્લગી'માં નરેશ મલ્હોત્રાને, 'મેરે યાર કી શાદી હૈ'માં ગુજરાતી સંજય ગઢવીને, 'મુઝ સે દોસ્તી કરોગી'માં ફિલ્મ વિવેચક કુણાલ કોહલીને દિગ્દર્શનની તક આપી.

 

સફેદ રંગના ચાહક યશ ચોપરાએ
અભિનેત્રીઓના સૌંદર્યને જરા હટકે રજૂ કર્યું
મુંબઈ, તા. ૨૧
બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શક યશ ચોપરાએ સિલ્વર સ્ક્રીન પર પાંચ દશક સુધી અનોખો જાદુ પાથર્યો હતો. તેમણે ભારતીય દર્શકો સમક્ષ પોતાની ફિલ્મો દ્વારા અભિનેત્રીઓની કરેલી રજૂઆત અન્ય તમામ નિર્માતાઓ કરતાં જરાં હટકે રહી છે. પીઢ અભિનેતા રાજકપૂરની જેમ યશ ચોપરાને સફેદ રંગ પ્રત્યે લગાવ હતો અને તેઓ અભિનેત્રીઓને સફેદ સાડીમાં કલાત્મક રીતે રજૂ કરવાનું પસંદ કરતાં.
રાજેશ ખન્નાની ખ્યાતી ટોચ પર હતી તે સમયે યશજીએ 'દાગ' ફિલ્મ બનાવી. જેમાં શર્મિલા ટાગોર અને રાજેશ ખન્નાની હિટ જોડીની સાથે તેમણે રાખિને પણ સામેલ કરીને રસપ્રદ પ્રણયત્રિકોણ રજૂ કર્યો. 'કભિ કભિ' ફિલ્મમાં પણ રાખિની સુંદરતા જોવા મળી. આ ફિલ્મમાં કાશ્મીરના કુદરતી સૌંદર્ય, હરિવંશ રાય બચ્ચનની કવિતા તેમજ અમિતાભ અને રાખીના રોમાંસનો ત્રિવેણી સંગમ દર્શકોને આજે પણ યાદ છે.
સિલસિલા ફિલ્મમાં રેખાનું કંઈક જુદું જ સૌંદર્ય જોવા મળ્યું. યશ ચોપરાએ આ ફિલ્મમાં રેખાને સલવાર કમીઝ, લાંબા કાળા વાળ અને આંજળ આંજેલી સુંદર આંખો સાથે રજૂ કરી તેવી જ રીતે ચાંદની બાદ શ્રીદેવીનું પણ તદ્દન જુદું જ રૃપ જોવા મળ્યું. યશજીની 'લમ્હે' દ્વારા શ્રીદેવી ભારતીય ફિલ્મ જગતની 'પરફેક્ટ બ્યૂટી' તરીકે જાણીતી થઈ. યશજીએ દિલ તો પાગલ હૈ ફિલ્મમાં માધુરી દિક્ષિતનો અદ્ભુત ડાન્સ રજૂ કર્યો. આ ફિલ્મમાં શાહરૃખ ખાન, માધુરી અને કરિશ્મા કપૂરનો પ્રણય ત્રિકોણ હતો. ડાન્સ ફલોર પર માધુરી અને શાહરૃખની જુગલબંધી ઓડીયન્સને આજે પણ યાદ છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રીનું સૌંદર્ય અનોખી રીતે રજૂ કરવામાં યશ ચોપરા હંમેશા અન્ય કરતાં એક ડગલું આગળ રહ્યા હતા. 'ડર' ફિલ્મ સાઈન કરી ત્યારે જુહી ચાવલા જાણતી બની ગઈ હતી. પણ આ ફિલ્મમાં જુહીનું જુદુ જ સ્વરૃપ જોવા મળ્યું.
કરિશ્મા કપૂર આમ તો 'સેક્સી સેક્સી લોગ બોલે જેવા ઘટિયા ગીતો અને ગોવિંદા સાથેની જોડી તરીકે જાણીતી હતી, પણ તેની પાસે યશજી જેવો અભિનય કોઈ સર્જક કઢાવી નથી શક્યો. યસ, એ ફિલ્મ હતી 'દિલ તો પાગલ હૈ.'
આ જ બાબત કાજોલના કિસ્સામાં પણ લાગુ પડે છે. જોકે કાજોલની એ 'દિલવાલે દુલ્હનિયા'નું દિગ્દર્શન કર્યું હતું તો આદિત્ય ચોપરાએ પણ તેના પર પૂરેપૂરી અસર યશજીની હતી જે આદિની ફિલ્મ 'મોહબ્બતેં'માં પણ જોવા મળે છે.
યશજીએ દિગ્દર્શક તરીકે છેલ્લે 'વીરઝારા' આપી તો એમાંય બંને હિરોઈનો પ્રીતિ ઝિંટા અને રાની મુખર્જીનાં મનમોહક રૃપો જોવા મળ્યાં હતાં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved