Last Update : 22-October-2012, Monday

 

સંજય જોશીને ગુજરાતમાં આવતા રોકવા:મોદી નાગપુર

 

- દોઢ માસમાં ગુજરાતની ત્રણ મુલાકાત

 

 

- ગત નવરાત્રિથી આ નવરાત્રિ સુધી મોદી માટે ''સંજય જોશી'' એક મુદ્દો બની રહ્યો

 

 

- જોશીને ફરજ મુક્ત કર્યા પછી ગડકરી હવે કશું કહી શકે તેવી સ્થિતિમાં ન રહ્યા

 

 

ગાંધીનગર, તા.૨૧
ભાજપના રાષ્ટ્રીય નેતા અને સંઘના પ્રચારક સંજય જોષીની દોઢ માસમાં ત્રણ મુલાકાતોની અસર ગુજરાતના રાજકારણમાં શું રહી તેનો જવાબ આજે મુખ્યમંત્રીની નાગપુર મુલાકાતથી મળી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચાર્ટર પ્લેનમાં નાગપુર સંઘના વડા મથકે પહોંચી જઈ સંઘના વડાંઓને મળી સંજય જોષીને ગુજરાતમાં પ્રવેશ કરતાં અટકાવવા રજૂઆત - દલીલ અને વિનંતી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગત નવરાત્રીથી આ નવરાત્રી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે સંજય જોષીના મુદ્દે લડતા રહેવાનો સમયગાળો બની રહ્યો છે. ૨૦૧૧ની સાલમાં નવરાત્રીના સમયે દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારી યોજાઈ હતી તેમાં ગુજરાતના મુખ્યમંત્રીએ હાજર રહેવાનું ટાળ્યું હતું. કારણ કે તેમાં સંજય જોષી હાજર રહેવાના હતા અને ઉત્તર પ્રદેશની ચૂંટણીનો હવાલો તેમને સોંપવાનું નક્કી થઈ ચૂક્યું હતું. જોકે મોદીની ગેરહાજરી અંગે પ્રદેશ મહામંત્રી રૃપાણીએ સ્પષ્ટતા કરી હતી કે નરેન્દ્રભાઈ નવરાત્રીમાં નકોરડા ઉપવાસ કરતાં હોવાથી ક્યાંય પ્રવાસ કરતાં નથી. જોકે આજે નવરાત્રીના નકોરડા ઉપવાસ છતાં નાગપુરનો પ્રવાસ કર્યો હતો.
ઉત્તર પ્રદેશની ચૂંટણી પછી મુંબઈમાં મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં મુખ્યમંત્રીના બે દૂત મુંબઈ પહોંચી જઈને સંજય જોષીને કારોબારીમાંથી દૂર કરવાનું કરેલુ ત્રાગુ જાણીતું છે. ત્યારબાદ સંજય જોષીને રેલવે માર્ગે મુંબઈથી દિલ્હી જવામાં ગુજરાતમાંથી પસાર પણ થાય તે માટે વિમાન માર્ગે મોકલવા મોદીએ ગડકરીને વિનંતી નહીં આદેશ કર્યો હોવાની વાત પણ જગજાહેર છે. એટલું જ નહીં ઉત્તર પ્રદેશની તમામ જવાબદારીમાંથી સંજય જોષીને મુક્ત કરાવી દેવામાં પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સફળ રહ્યા છે. જોકે ભાજપમાં જવાબદારી મુક્ત થવાથી સંજય જોષી આઝાદ પંખી બની શક્યા. હવે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ સંજય જોષીને કોઈ જ સુચના આપી શકે તેમ નથી.
આ સંજોગોમાં સંજય જોષીએ ગુજરાતના એક પછી એક પ્રવાસો ગોઠવ્યા. પ્રવાસનું કારણ પણ કોઈ વિરોધ ન કરી શકે એવું રહ્યું છે. ભાજપના જુના કાર્યકરો દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતા વિવેકાનંદજીના કાર્યક્રમોમાં સંજય જોષી પ્રમુખ વક્તા તરીકે આવે છે. ઉપરાંત ભાજપના કાર્યકરોના પરિવારમાં કોઈ અવસાનનો પ્રસંગ ઘટયો હોય તેમના ઘર આશ્વાસન આપવા તેઓ જતા હોય છે. સંજય જોષી ગુજરાતમાં પગ મુકે ત્યારથી ગુજરાતની સરહદ ઓળંગે ત્યાં સુધી ગુજરાત સરકારનું આઈ.બી. તેમના પર વોચ રાખે છે. છેલ્લે અમદાવાદ અને સુરત-નવસારીના પ્રવાસ અંગે આઈ.બી.નો જે અહેવાલ મુખ્યમંત્રીને મળ્યો હશે, તેનાથી તેમને નાગપુર જવાની ફરજ પડી છે.
સંજય જોષી આજે પણ સંઘના પ્રચારક છે. સંઘના વડા સરસંઘ ચાલક મોહન ભાગવતની વાત-સુચન કે આદેશ તેઓ ઉથાપી શકે નહીં. આ વાસ્તવિકતાને મુખ્યમંત્રીએ ઉપયોગ કરીને આજે નાગપુર ખાતે મોહન ભાગવત, સુરેશ સોની, ભયૈજી જોષી વગેરેને મળીને ગમે તેમ કરો પણ સંજય જોષીને ગુજરાતમાં આવતા રોકો એવી વાત કરીને પરત આવ્યા છે.
જોકે સંજય જોષીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે ''હું મધ્યપ્રદેશના પ્રવાસે છું અને મને હજુ સુધી સંઘ તરફથી કોઈ સુચના મળી નથી. થોડા દિવસોમાં ગુજરાતનો પ્રવાસ નક્કી થતાં ગુજરાતના પ્રવાસે આવવાનો છું.''

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved