Last Update : 22-October-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
* દિલ્હીની કલાવતી શરણ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦,૦૮૧ બાળકોના મૃત્યુ નીપજતા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. દિલ્હીનિવાસી રાજહંસ બંસલે છેલ્લા પાંચ વર્ષોમાં સરકારી હોસ્પિટલોમાં મૃત્યુ પામેલા બાળકોનો આંકડો જાણવા આરટીઆઈ અરજી દાખલ કરી હતી જેમાં આ સત્ય બહાર આવ્યું છે. જો કે હોસ્પિટલના સત્તાવાળાઓએ કારણ રજૂ કર્યું છે કે મૃત્યુ પામેલા મોટાભાગના બાળકોને હોસ્પિટલમાં ગંભીર અવસ્થામાં જ દાખલ કરવામાં આવ્યાં હતાં.
* રૃા. ૧૦૦૦ કરોડના પીડીએસ કૌભાંડની તપાસ ચલાવી રહેલા અરૃણાચલ પ્રદેશના આઈપીએસ ઓફિસર એમ.એસ. ચૌહાણ ગઈ ૧૬મી ઓક્ટોબરે કામેન્ગ જિલ્લામાંથી રહસ્યમય રીતે ગુમ થયા બાદ આજે નવી દિલ્હીમાંથી મળી આવ્યાં છે. અરૃણાચલ પ્રદેશના ૨૦૦૮ના પીડીએસ કૌભાંડની તપાસ કરવા ગૌહત્તી હાઈકોર્ટે ચૌહાણની નિમણૂક કરી હતી. આ કૌભાંડ હેઠળ ચૌહાણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીગોન્ગ અપાન્ગ, કોંગ્રેસનાં પાંચ વિધાનસભ્યો, બે મંત્રીઓ અને ઘણાં આઈએએસ ઓફિસરો સહિત ૫૬ વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરેલી છે.
* છેલ્લા એક વર્ષમાં વિવિધ કામગીરી બજાવતા અથવા તો હુમલાનો ભોગ બનેલાં ૫૬૬ પોલીસકર્મીઓના મૃત્યુ નીપજ્યાં છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૧૩૩ પોલીસ કર્મચારીઓ મૃત્યુને ભેટયાં છે. ૧૫૫૯માં ૨૧ ઓક્ટોબરે ચીની લશ્કર સાથે સંઘર્ષમાં લદ્દાખ ખાતે શહીદ થયેલા જવાનોના માનમાં દર વર્ષે ૨૧ ઓક્ટોબરે ઉજવાતા 'કમેમરેશન ડે' નિમિત્તે આ આંકડાં બહાર પાડવામાં આવ્યાં છે.
* દિલ્હીના નાગરિકો વીજળીના તોતિંગ બિલો સામે ભારે હોબાળો મચાવી રહ્યાં છે ત્યારે દિલ્હી સરકાર ઊર્જા ક્ષેત્રનું ખાનગીકરણ કરીને રૃા. ૩૦ હજાર કરોડ બચાવ્યા હોવાનો દાવો કરી રહી છે. વળી આ રકમ દિલ્હીના રહેવાસીઓના જીવનધોરણ સુધારવા પાછળ વાપરી હોવાનું પણ સરકાર જણાવી રહી છે. હવે સવાલ એ છે કે વીજળીના મોટા મોટા બિલો સામાન્ય માનવીઓના માથે મારીને લોકોના જીવનધોરણ સુધારવાના દાવા કરવા કેટલા વ્યાજબી છે?
* બેન્કોની ગ્રામ્ય અને અર્ધ શહેરી શાખાઓના વિસ્તૃતીકરણ સાથે આગામી ચાર વર્ષમાં નવા એક લાખ એટીએમ ઉપલબ્ધ બનશે. છેલ્લાં ત્રણ વર્ષમાં એટીએમની સંખ્યા બમણી થઈને ૯૯,૨૧૮ પહોંચી છે અને ૨૦૧૬ સુધીમાં એટીએમની સંખ્યા બે લાખે પહોંચવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે દેશનું સૌપ્રથમ એટીએમ મશીન એચએસબીસી બેન્કે ૧૯૮૮માં મુંબઈ ખાતે સ્થાપ્યું હતું.

 

આંતરરાષ્ટ્રીય
* અમેરિકા ભૂતપૂર્વ પ્રમુખ રિચાર્ડ નિક્સન સામે ૧૯૭૨માં પ્રમુખપદની ચૂંટણીમાં કારમી હાર ખમનાર જ્યોર્જ મેકગોવર્ન ૯૦ વર્ષની જૈફ વયે અવસાન પામ્યા છે. સાઉથ ડાકોટાના સેનેટર તરીકે મેકગોવર્ને વિયેતનામ યુદ્ધનો ભારે વિરોધ કર્યો હતો. તેમના સ્વજનો અને મિત્રોએ તેમના લાંબા આયુષ્ય અને સફળ કારકિર્દી તેમજ શાંતિના પ્રચારક રહેવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
* ચીન અને જાપાન વચ્ચે વિવાદિત ટાપુની માલિકી બાબતે સંબંધો તંગ બનેલાં છે ત્યારે ઓકિનાવા નજીક આગમાં સપડાયેલા માલવાહક જહાજના ૬૪ ચીની ક્રૂ મેમ્બર્સને જાપાને સલામત બચાવી લીધા છે. ચીન અને જાપાન વચ્ચે સાર્વભૌમત્વના મુદ્દે તણખા ઝરી રહ્યા છે તેવા સંજોગોમાં જાપાનનું આ માનવતાભર્યું કૃત્ય દાદ માગી લે તેવુ છે.
* અમેરિકાના પ્રમુખ ઓબામા અને તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી મીટ રોમ્ની રિપબ્લીકન પ્રતિસ્પર્ધી અંતિમ ડિબેટ યોજાવાની છે ત્યારે બંને વચ્ચેની સ્પર્ધા તેજ બની છે. ઓનલાઇન પોલમાં ૪૬ ટકા મતદારોએ ઓબામાને મત આપવાની તરફેણ કરી છે જ્યારે ૪૫ ટકા મતદારોએ રોજનીના પક્ષમાં મત આપવાનું જણાવ્યું છે. ઓબામાની પાતળી સરસાઇ જોતા વિદેશ નીતિ ઉપરની અંતિમ ડિબેટ ભારે રસાકરીભરી બની રહેશે એ સ્પષ્ટ છે.
* અમેરિકાની ૮૬ વર્ષની બેવર્લી બ્લેવેટ્ટ નામની વૃદ્ધા ૩૦ ફૂટ ઉંચી કરાડ પરથી લપસી પડીને પણ જીવતી બચી ગઇ! ન્યૂયોર્કના ન્યૂફેન ખાતેના પોતાના નિવાસસ્થાનના વાડામાં પાંદડા સાફ કરી રહેલી બ્લેવેટ્ટનો પગ લપસતા તે સો ફૂટ ઊંડી ખાઇમાં પડીને મૃત્યુને ભેટી હોત પણ તેના નસીબ સારા કે તે એક વૃક્ષની ડાળીઓમાં અટવાઇ રહી. એકાદ કલાક સુધી મદદ માટે બૂમો માર્યા બાદ બ્લેવેટ્ટના પાડોશીને બનાવની જાણ થતાં તેણે રેસ્ક્યૂ ટીમને બોલાવી અને બ્લેવેટ્ટનો છૂટકારો થયો.
* પેલેસ્ટાઇનના વેસ્ટ બેન્કમાં ૨૦૦૬ બાદ પહેલી વખત ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. પેલેસ્ટાઇનના પ્રમુખ માહમૂગ અબ્બાસ તેમના ફતેહ પક્ષને આ ચૂંટણીઓ હેમખેમ પાર પાડવાની આશા છે. જો કે ૨૦૦૭થી આ વિસ્તારનો કબજો જમાવીને બેઠેલ હમાસ ચૂંટણીના વિરોધમાં છે. જો કે સ્થાનિક લોકો ચૂંટણી માટે ખાસ ઉત્સાહી જણાતા નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved