Last Update : 22-October-2012, Monday

 

ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને
મોદી RSSના શરણે ઃ મોહન ભાગવતને મળ્યા

ચર્ચામાં સંજય જોશી મુખ્ય મુદ્દો ઃ જોકે મુલાકાતનો હેતુ રાજકીય ન હોવાની અને પીએમનો ઉમેદવાર નક્કી કરવામાં સંઘ હસ્તક્ષેપ કરતો નથી તેવી મોદીની સ્પષ્ટતા

(પીટીઆઇ) પુણે, તા.૨૧
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેદન્દ્ર મોદી રવિવારે નાગપુરમાં આર.એસ.એસ.(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના વડા મોહન ભાગવત તથા બીજા ટોચના નેતાઓને મળ્યા હતા. જોકે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાનપદના ભાજપના ઉમેદવાર તરીકે કોને રજૂ કરવા એ વિશેની ચર્ચા કરવા માટે આ મુલાકાત ગોઠવવામાં આવી હોવાનો મોદીએ ઇનકાર કરી દીધો હતો. જોકે ભાજપના વર્તુળો કહે છે કે મોદીના નાગપુર મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સંજય જોષીને ગુજરાતમાં આવતાં રોકવા માટેનો જ હતો. સંજય જોષીની સતત વધી રહેલી ગુજરાત મુલાકાતના તારણોએ મુખ્યમંત્રીને સંઘને શરણે જવાની ફરજ પાડી હતી.
લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ભાજપમાંથી કોનું નામ જાહેર કરવું એ નક્કી કરવા માટે આ બેઠક યોજાઈ છે? એવું પૂછવામાં આવતા મોદીએ પત્રકારોને કહ્યું હતું કે 'આરએસએસ આવી બાબતોમાં હસ્તક્ષેપ કરતું નથી.'
ડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાગવત સાથે બેઠક યોજનારા મોદીએ કહ્યું હતું કે 'હું લાંબા સમય પછી સંઘના વડા મોહન ભાગવત, મહામંત્રી ભય્યાજી જોષી અને સુરેશ સોનીને મળવા માટે અહીં આવ્યો હતો અને અમે વિવિધ મુદ્દે સહકારપૂર્ણ ચર્ચા કરી હતી.' ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ખાસ વિમાનમાં અહીં આવ્યા હતા અને મુલાકાત બાદ તરત જ પરત રવાના થઈ ગયા હતા. ભાજપના સાંસદ રામ જેઠમલાણીએ તાજેતરમાં એવું બયાન આપ્યું હતું કે 'મોદીને ૨૦૧૪માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં વડા પ્રધાનપદના ભાજપના ઉમેદવાર ઘોષીત કરવા જોઇએ.'
આ બયાનના ગણતરીના દિવસોમાં જ મોદીની મુલાકાત મોહન ભાગવત સાથે યોજાઈ છે. ભાજપે પણ આવા કોઇ હેતુસર બેઠક યોજાઈ હોવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે 'આ એક સૌજન્યપૂર્ણ મુલાકાત હતી. તેના રાજકીય અર્થો કરવાની જરૃર નથી.'
ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ દિલ્હીમાં કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી અથવા પક્ષાના બીજા વરિષ્ઠ નેતાઓ સંઘના નેતાઓ સાથે સૌજન્યપૂર્ણ મુલાકાત યોજતા રહે છે. આ પણ એ જ પ્રકારની મુલાકાત હતી. તેના જુદા-જુદા રાજકીય અર્થો કાઢવા યોગ્ય ગણાય નહીં.'

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved