Last Update : 22-October-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૧૦-૨૦૧૨ સોમવાર
દુર્ગાષ્ટમી - મહાષ્ટમી
હેમંત ઋતુ પ્રારંભ

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૮ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૦ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરાષાઢા સાંજના ૫ ક. ૩૯ મિ. સુધી પછી શ્રવણ.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા, ગુરૃ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ-યુરેનસ (મીન), નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મકર
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ.આ./૩૦
માસ-તિથિ-વાર ઃ- આસો સુદ આઠમ ને સોમવાર.
- આજે દુર્ગાષ્ટમી, મહાષ્ટમી.
- સરસ્વતિ બલીદાન વિસર્જન
- વિષ્ટી સવારના ૯ ક. ૦૨ મિ. સુધી.
- મૃત્યુયોગ સાંજના ૫ ક. ૩૯ મિ. સુધી.
- જૈન આયંબિલ ઓળી પ્રારંભ.
- સાયન સૂર્ય વૃશ્ચિકમાં ૨૯ ક. ૪૫ મિ.થી. આજથી હેમંત ઋતુ શરૃ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૬ રોજ
પારસી શહેનશાહી ૧૩૮૨ ખોરદાદ માસનો ૬ રોજ ખોરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દિવસ દરમ્યાન આપે કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકીાન-વાહનની લે-વેચ અંગેના કામમાં સાનુકૂળતા જણાય.
વૃષભ ઃ આપનો માનસિક પરિતાપ- ઉચાટ ધીરે ધીરે ઘટતો જાય. કામમાં મન લગાવી શકો. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ અનુભવાય.
મિથુન ઃ બેંકના કામમાં, વીમા કંપનીના કામમાં આપે સાવધાની રાખવી પડે. શેરોની લે-વેચમાં ઉતાવળે નિર્ણયો લેવા નહીં. વ્યગ્રતા જણાય.
કર્ક ઃ જાહેર-સંસ્થાકીય કામકાજ અંગેની બાબતમાં આપે સાવધાની રાખવી. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં પ્રગતિ જણાય.
સિંહ ઃ સાસરીપક્ષે- મોસાળપક્ષે કામકાજ અંગે જવાનું થાય. દોડધામ- શ્રમ- ખર્ચમાં વધારો થાય. કોર્ટ-કચેરીના કામમાં સાનુકૂળતા જણાય.
કન્યા ઃ આપના રોજિંદા કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રૃકાવટ-વિલંબમાં અટવાઇ પડેલા કામનો ઉકેલ લાવી શકો.
તુલા ઃ નોકરી-ધંધાના કોઇ કામ અંગે આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ કરી શકો નહીં.
વૃશ્ચિક ઃ ધર્મકાર્ય-શુભકાર્ય આપના હૃદય-મન હળવાશ અનુભવે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો.
ધન ઃ કૌટુંબિક - પારિવારીક - સામાજિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જમાય.
મકર ઃ માનસિક પરિતાપ - વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી શકો. પત્ની - સંતાનના સ્વાસ્થ્ય - અભ્યાસની ચિંતા રહ્યા કરે.
કુંભ ઃ નોકરી-ધંધાના કામમાં હરિફવર્ગનો સામનો કરવો પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. નુકસાનીથી સંભાળવું પડે.
મીન ઃ આપને કામકાજમાં સાનુકૂળતા - પ્રગતિ જણાતા કામ કરવાનો ઉત્સાહ રહે. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય.

 

જન્મતારીખ વર્ષસંકેત
તા. ૨૨ ઓકટોબર
આજથી શરૃ થઇ રહેલા જન્મવર્ષનો પ્રારંભ સાનુકૂળ રહે. આપની બુધ્ધિ-અનુભવ-આવડતના આધારે પ્રગતિ કરી શકો. આપના કામની કદર-પ્રશંસા થાય. પરદેશની કાર્યવાહીમાં સાનુકૂળતા મળી રહે. નોકરી-ધંધામાં આકસ્મિક સાનુકૂળતા સફળતા પ્રાપ્ત થાય. નવો કોઇ ઓર્ડર મળે કે નવી કોઇ ઓફર આવે. પરંતુ જેમ-જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ ધીરે ધીરે આપને પ્રતિકૂળતા રહે. આપની દોડધામ - શ્રમમાં વધારો થાય. અન્ય કર્મચારીનું કામ આપની પાસે આવવાથી કાર્યબોજ વધે. કોર્ટ-કચેરીની કાર્યવાહી અંગે ચર્ચા-વિચારણા જણાય. સ્ત્રીવર્ગને પતિ-સંતાનથી આનંદ-ઉત્સાહ રહે. કામકાજમાં સાનુકૂળતા મળી રહે. વિદ્યાર્થીબંધુને સાનુકૂળતા.

 

 

સુપ્રભાતમ્

વનમાં વસતા અને પોતાનું કાર્ય કરતા રહેતા મુનિને પણ ત્યાં મિત્ર, તટસ્થ અને શત્રુઓ થાય એ સંભવિત છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

રાજસ્થાનથી આવેલા નોકર લલ્લુને છગને કહ્યું ''તું બજારમાં જઈને એક સારો અરીસો લઈ આવ જેમાં મારો ચહેરો જોઈને હું મારી દાઢી સરખી રીતે કરી શકું.''
કલાક પછી લલ્લુ પાછો આવ્યો. છગને પુછ્યું, ''કેમ, મળ્યોને અરીસો ?''
''ના જી શેઠ,'' લલ્લુએ જવાબ આપ્યો, ''હું દરેક દુકાને ફર્યો અને બધા અરીસા જોયા પણ બધામાં મારો ચહેરો જ દેખાતો હતો... એકેયમાં તમારો ચહેરો નહોતો.''

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved