Last Update : 20-October-2012, Saturday

 

કેજરીવાલ કંપનીનું વિશ્વદર્શન


અન્ના હજારે જેવું લોકપ્રિય, ધોતી-ટોપીધારી, 'ગાંધીવાદી' પ્રતીક ગુમાવ્યા પછી, અરવિંદ કેજરીવાલ માટે રસ્તો સહેલો નથી એ સાફ હતું. અન્ના થકી જાણીતું બનેલું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન અસલમાં કેજરીવાલના ભેજાની પેદાશ હતું, એ હવે જાણીતી વાત છે. કેજરીવાલને સહજતાથી લોકસ્વીકૃતિ મેળવી શકે અને લોકોના મનમાં રહેલા અસંતોષનો દેખીતો પડઘો પાડી શકે એવા કોઇ ચહેરાની જરૃર હતી. હા, ફક્ત ચહેરો જ, જેની ફરતે પ્રામાણિકતા અને સાદગીની આભા હોય. જેમાં લોકોને કામચલાઉ ધોરણે ગાંધીનાં દર્શન કરાવી શકાય.
અન્ના એ ભૂમિકા માટે તૈયાર થઇ ગયા અને થોડા શૉ પૂરતી એમની ભૂમિકા હિટ નીવડી. પણ માસ્ટરમાઇન્ડ કેજરીવાલ અને લોકોની દૃષ્ટિએ નાયક એવા અન્ના વચ્ચે તિરાડનો પ્રસંગ ધાર્યા કરતાં ઝડપથી આવી ગયો. રાજકારણમાં દાખલ થવાના મુદ્દે, કેજરીવાલને અન્નાના આશીર્વાદ હતા એવું શરૃઆતમાં લાગતું હતું. એ બાબતે સંમતિ સધાઇ હોવાનું પણ કહેવામાં આવ્યું. પછી અચાનક અન્નાએ તેમની લાક્ષણિક શૈલીમાં ટેટો ફોડયો કે કેજરીવાલને તેમના આશીર્વાદ છે, પણ તેમનાં નામ-ફોટો વાપરવાની મંજૂરી નથી. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સાથે તેમણે છેડો ફાડી નાખ્યો.
અન્ના વગર કેજરીવાલનું આંદોલન તૂટી પડવાનો પ્રશ્ન એટલા માટે નથી કે આંદોલનની કેટલીક પાયારૃપ માળખાકીય બાબતો કેજરીવાલની સરજત હતી. પરંતુ ચબરાક કેજરીવાલ જાણતા હતા કે એ પોતે જંતરમંતર પર જઇને ઊભા રહે તો બીજા અનેક દેખાવકારોની જેમ, તેમની પડખે કોઇ નહીં આવે. પોતાની નેતાગીરી લોકજુવાળ પેદા નહીં કરી શકે એ કેજરીવાલ બરાબર સમજતા હતા. હવે સ્થિતિ જુદી છે. કેજરીવાલ ભલે અન્ના હજારે ન હોય, પણ તે અન્નાનો ભૂતપૂર્વ જમણો હાથ તો છે જ. અન્નાને અને જનલોકપાલ નિમિત્તે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને ટેકો આપનાર લોકોએ કેજરીવાલને અન્નાના સેનાપતિ તરીકે જોયા છે. એટલે અન્ના આંદોલન સાથે હોંશે હોંશે સંકળાયેલા લોકોમાંથી બધા નહીં તો થોડાના ટેકાની અપેક્ષા કેજરીવાલ રાખી શકે છે.
રાજકીય પક્ષ રચવાના કેજરીવાલના નિર્ણય અંગે એક પ્રતિભાવ 'આ તો લોકશાહી છે. જેને પક્ષ રચવો હોય તે રચી શકે' એવો હોય છે. આ અભિપ્રાય મોટે ભાગે રીઢા રાજકીય પક્ષોનો હોય છે, જેનો અર્થ થાયઃ 'તમે રાજકારણમાં આવો, તો અમને કશી ચિંતા નથી. એમાં તો અમે પહોંચી વળીશું.' નાગરિકદૃષ્ટિએ નવો રાજકીય પક્ષ રચાય, તે બેશક આવકારદાયક ગણાય. પણ રાજકારણનું વર્તમાન ચિત્ર આટલું ખરડાયેલું હોય ત્યારે મુદ્દાનો સવાલ એ થાય કે કેજરીવાલનો નવો રાજકીય પક્ષ શું કરવા માગે છે?
અન્નાથી છૂટા પડયા પછી અત્યાર સુધી કેજરીવાલ એક યા બીજી રીતે ટીવી ચેનલો પર સતત ચમકતા રહેવામાં સફળ નીવડયા છે. પરંતુ તેમના નવા પક્ષનો મુખ્ય કાર્યક્રમ ભ્રષ્ટાચારકેન્દ્રી જણાયો છે. દિલ્હીમાં વીજળીનાં બિલ ફાડવાનો તેમનો કાર્યક્રમ, માર્કેટિંગની ભાષામાં કહીએ તો, એટલો 'ક્લિક' ન થયો. પણ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા અને કાનૂનમંત્રી સલમાન ખુર્શીદ સામે ખુલ્લેઆમ આરોપો લગાડીને કેજરીવાલે રાજકીય ક્ષેત્રે ખાસ્સી હલચલ પેદા કરી છે. તેના કારણે ટીવી ચેનલો પર તેમની હાજરી એટલી નિયમિત બની છે કે એક ટીવી સમીક્ષકે કેજરીવાલને 'ટીવી સ્ટાર' તરીકે ઓળખાવ્યા હતા. કેજરીવાલ અને અન્નામાં મતભેદનું એક સંભવિત કારણ ભાજપ પ્રત્યેનો અભિગમ છે. કેજરીવાલ કોંગ્રેસ-ભાજપ બન્નેને ભ્રષ્ટાચારવિરોધની એક જ લાકડીએ હાંકવા માગે છે, જ્યારે અન્ના કદાચ ભાજપ પ્રત્યે નરમાશ દાખવવાના મતના છે. તેમણે રામદેવ સાથે હાથ મિલાવ્યા પછી એ બાબતે ભાગ્યે જ શંકા રહે છે.
અરવિંદ કેજરીવાલના અનામી રાજકીય પક્ષ માટે મુદ્દાનો સવાલ એ છે કે હાલના રાજકીય પક્ષો ભ્રષ્ટાચારી છે એવું સાબીત કરી દીધા પછી શું? હકીકતમાં મોટા ભાગના લોકો માને છે કે રાજકારણમાં ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે. તેમાં દર વખતે નવાં પાત્રો ઉમેરાય, એટલા પૂરતાં રસરોમાંચ રહે છે, પણ તેનાથી કશો નવો મુદ્દો સિદ્ધ થતો નથી. કેજરીવાલ એન્ડ કંપની હજુ પણ એમ માનતી હોય કે ભ્રષ્ટાચારવિરોધના એક માત્ર મુદ્દાથી ભારતના રાજકારણમાં સ્થાન બનાવી શકાશે, તો એ બહુ માનવાજોગ લાગતું નથી. ધારો કે એકાદ વારની સફળતા મળે તો પણ, ભારત જેવા દેશને પીડતા મૂળભૂત મુદ્દામાં ભ્રષ્ટાચાર બહુ પછીના ક્રમે આવે છે. જળ-જમીન-જંગલના અધિકારો, વિકાસનું નવું મોડેલ, આર્થિક નીતિ, ઉદારીકરણની આગેકૂચ, જ્ઞાાતિના ભેદભાવો, વધતી અસમાનતા- આ બધી બાબતો અંગે કેજરીવાલ એન્ડ કંપની શું વિચારે છે અને એ વિષયોમાં તેમનું વિશ્વદર્શન કેવું છે, એ હજુ સુધી ભ્રષ્ટાચારવિરોધના સૂત્રોચ્ચારો અને 'મૈં આમઆદમી હું'ના પ્રચારમારા વચ્ચે જાણવા મળ્યું નથી. 'આમઆદમી'ની ભૂમિકા ઝુંબેશકાર તરીકે બરાબર છે, પણ રાજકારણમાં પ્રવેશ્યા પછી એક મુદ્દા પર આધારિત રહી શકાતું નથી. ભ્રષ્ટાચાર સિવાયના મુદ્દા અંગે કેજરીવાલ પક્ષનું વલણ જાહેર કરે, એ તેમને ગંભીરતાથી લેવા માટેની એક મુખ્ય શરત છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved