Last Update : 20-October-2012, Saturday

 
દસ દસ વર્ષ સુધી અજીત પવાર અને ટુકડી દેશને લૂંટતા રહ્યા અને કોંગ્રેસ ભાજપના તથા બીજા નેતા દેશને લૂંટાતો જોઈ રહ્યા
- લૂંટો ભાઈ લૂંટો ! લૂંટાઈ એટલું લૂંટો !
- કોંગ્રેસીઓએ દેશ લૂંટયો અને હવે પોતાને દેશભક્ત કહેનાર ભાજપ તથા સંઘના સ્વયં સેવકો દેશને લૂંટી રહ્યા છે
- ભાજપના મિતેશ ભંગાડીયા, એનસીપીના ચૌહાણ અને બાજોરીયા કોણ છે ? એમણે આપણા દેશને કઈ કઈ રીતે લૂંટયો ?
- મહારાષ્ટ્રની નહેર યોજનાઓ દ્વારા તેમજ કર્ણાટકની ખાણો દ્વારા અને મુંબઈની આદર્શ સોસાયટી દ્વારા દેશને લૂંટનાર અજય સંચેતીનું આખું કુટુંબ સંઘી છે અને ભાજપ પ્રમુખ ગડકરી સાથે એમના ''વેપારી'' સંબંધો છે

દેશના કેટલાક મુખ્ય પ્રધાનોની જેમ મહારાષ્ટ્રના પ્રધાનોમાંના એક પ્રધાન અજીત પવારે મહારાષ્ટ્રને એટલે દેશને એટલે જનતાને આપણને લૂંટયા કરીને રૃપિયા ૭,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૭ ખર્વ એટલે ૭૦૦ અબજ)નો ભ્રષ્ટાચાર કરીને ખિસ્સા ભર્યા અને ભરાવ્યા. (ગુજરાતના મુખ્યપ્રધાને પણ બે ત્રણ જ ઉદ્યોગપતિ પાસે ૬ કરોડ ગુજરાતીઓને લૂંટવાની છૂટ આપી છે. પોતાની બાદશાહી માટે જનતાના આપણા ૧૮૦ કરોડ રૃપિયા ખર્ચા છે અને હેલિકોપ્ટર સિવાય તો બહાર નીકળતા નથી. તેમજ હવે અબજો રૃપિયાના ખર્ચે પોતાના નામની ટીવી ચેનલો શરૃ કરશે. આ બધો ભ્રષ્ટાચાર નથી તો શું છે ? બીઆરટીએસ અને રીવરફ્રન્ટના નામે અબજો અબજો રૃપિયા ખર્ચવા એમાંપણ ભ્રષ્ટાચાર જ થતો હોય છે.)
આપણે સામાન્ય જનતાને સવાલ એ થાય છે કે, દસ દસ વર્ષ સુધી દેશના એક રાજ્યના એક મંત્રાલયના એક નાના વિભાગ દ્વારા એના પ્રધાન આપણને એટલે દેશને છડેચોક લૂંટતા રહ્યા તો સરકાર ક્યાં ગઈ હતી ? એના મુખ્યપ્રધાનો શું ઊંઘતા હતા ? વિરોધ પક્ષોમાંનો એક ભાજપ લૂંટવામાં ભાગીદાર હતો એટલે માનો કે ચૂપ રહે પણ બીજો વિરોધપક્ષ શિવસેના એના નેતા બાળ ઠાકરે પણ ચૂપ રહ્યા ! ૭ ખર્વ રૃપિયા એ કંઈ નાનીસુની રકમ ન કહેવાય. સીએજી આ દસ વર્ષ સુધી શું કરતું હતું ? આ ખુલ્લી લુંટ શું શિવસેના જોતું નહોતું ? અણ્ણા હઝારેએ મહારાષ્ટ્રના ચાર પ્રધાનોને ભ્રષ્ટાચાર કરવા બદલ છૂટા કરાવ્યા હતા... તો તેઓ આ ભ્રષ્ટાચાર જોઈ શકતા નહોતા ? આ ૧૦ વર્ષ દરમ્યાન ત્રણ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ, સુશીલકુમાર શિન્દે અને અશોક ચવાણ બદલાય ગયા એમણે પણ આ કૌભાંડ સામે આંખ મિંચામણા કર્યા ? આ ભ્રષ્ટાચાર બદલ એનસીપી અને ભાજપ ઉપરાંત કોંગ્રેસને પણ દોષિત ગણવી જ જોઈએ. જૂની સિંચાઈ યોજનાઓ પૂરી થયા વિના નવી સિંચાઈ યોજનાઓ કઈ રીતે શરૃ થઈ શકે ? અને જૂની યોજનાનું ફંડ નવી યોજનામાં કેમ વાપરી શકાય ? (ગુજરાતની ભાજપ સરકાર તો વળી કેન્દ્ર સરકારે આપેલા રૃપિયાઓને મુખ્યપ્રધાનની પ્રસિધ્ધિ અને ગુણગાન કરવામાં વાપરે છે !) જે સિંચાઈ યોજનાઓ ૧૯૬૦માં શરૃ કરેલી એ પણ હજી પૂરી કરી નથી છતાં કોઈ પૂછનાર જ નથી ! આપણા જનતાના ૭૦ હજાર કરોડ રૃપિયા વાપરવા છતાં મહારાષ્ટ્રની સિંચાઈની કુલ યોજનાઓમાં ૧ જ ટકાનો વધારો થયો.
મહારાષ્ટ્રની સૌથી મોટી સિંચાઈ યોજના ગોસીખુર્દનો કોન્ટ્રાક્ટ મેળવવનાર ભાજપના સંસદ સભ્ય અજય સંચેતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જન્મસ્થાન અને મુખ્યમથક નાગપુર છે ત્યાંના છે. નાગપુરમાં લગભગ દરેક કુટુંબ સંઘનું સ્વયંસેવક હોય છે એમ આ સંચેતીનું આખું કુટુંબ પોતાને મહાન દેશભકત, રાષ્ટ્રપ્રેમી, પ્રમાણિક, નીતિમાન, શિસ્તબધ્ધ પણ સંઘના ચુસ્ત સ્વયંસેવક છે. એમના પિતા પણ સ્વયંસેવક અને કાકા પણ સ્વયંસેવક. એમના કાકા ચેનસુખ સંચેતી મલકાપુરના ભાજપના ધારાસભ્ય છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગડકરી અને સંચેતી જુના મિત્રો છે અને પછી બન્ને વચ્ચે વેપારી સંબંધો પણ હોવા જોઈએ. (ગડકરી હાડોહાડ વેપારી છે. સંઘ કે સરકાર કે દેશ પછી... પહેલાં ધંધો-વેપાર) ગડકરીએ સંચેતીને સંસદમાં મોકલવા ઉપરાંત ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પણ બનાવ્યા છે.
ગડકરી જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની સરકાર હતી ત્યારે પીડબલ્યુડી ખાતાના પ્રધાન હતા. એ દરમ્યાન એમણે ૧૯૯૫-૯૬ દરમ્યાન જ્યારે ૧૯૯૫-૯૬ સુધી સંચેતી એક સામાન્ય કક્ષાના કોન્ટ્રાક્ટર હતા. પણ ગડકરી સાથેની દોસ્તીના કારણે એમને જે કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા એના કારણે એ ખર્વોપતિમાં ખપવા લાગ્યા. મહારાષ્ટ્ર છત્તીસગઢ અને ઝારખંડમાં એમનું સામ્રાજ્ય પથરાયેલું છે. એ ઠીક જ્યાં જ્યાં ભાજપનું રાજ્ય છે ત્યાં સંચેતીને અબજો રૃપિયાના કામો મળે એવી એ પહોંચેલી માયા છે. કર્ણાટકમાં લોખંડ ખાણોના કૌભાંડ સુધી અને મુંબઈની કોલાબાની આદર્શ સોસાયટીના કૌભાંડ સુધી એ પહોંચેલા છે. ઝારખંડમાં ભાજપની સરકાર બનાવવામાં પણ એમણે ભાગ ભજવેલો. મુંબઈની આદર્શ સોસાયટીમાં અજયના ડ્રાઈવર સુધાકર લક્ષ્મણ મડકે અને ભત્રીજાને ફલેટ આપ્યાની તપાસ સીબીઆઈ ચલાવી રહી છે.
એ ઉપરાંત વર્ધમાન સહકારી બેન્કમાં કુટુંબના સભ્યોના નામે બનાવટી ખાતા પણ એમણે ખોલાવ્યા છે. ૧૦ મહિનામાં રૃપિયા ૪૦ કરોડની બેન્કમાંથી હેરાફેરી થએલી એની તપાસ ચાલી રહી છે.
ગોસીખુર્દ સિંચાઈ યોજનાનો બીજા તબક્કાનો કોન્ટ્રાક્ટ પણ અજય સંચેતીની કંપની શાંતિકુમાર એચ. સંચેતી લિમિટેડ અને એસ.એન. ઠક્કર પ્રા.લી.ને ૨૦૦૬-૦૭માં આપવામાં આવેલો.
કેન્દ્રમાં જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે નિતિન ગડકરી રાષ્ટ્રીય સડક સમિતિના પ્રમુખ હતા ત્યારે પણ નેશનલ હાઈવેના બે મોટા કોન્ટ્રાક્ટ સંચેતીની કંપનીને સંઘના કહેવાથી આપવામાં આવેલા. એમણો એક માર્ગ દુર્ગ-અંજોરાનો એમને આપવામાં આવેલો.
એ ઉપરાંત નિયમોને બાજુ પર રાખીને ગુજરાતની ભાજપ સરકાર જેમ કાર્યો કરે છે એમ અજય સંચેતીની કંપની શાંતિકુમાર એમ. સંચેતી લિમિટેડને ૧૩,૫૦,૦૦,૦૦,૦૦૦ (૧૩ અબજ ૫૦ કરોડ) રૃપિયાના કામ ૨૦૦૭માં વિદર્ભ સિંચાઈ વિકાસ મંડળે આપેલા.
હજી ૧૦ વર્ષ પહેલાં ૨૭ લાખ રૃપિયા સુધીના જ કોન્ટ્રાક્ટ લઈ શકનાર અને છેલ્લા ૪ વર્ષમાં ૫૦૦ કરોડ રૃપિયાના કોન્ટ્રાક્ટ લઈ શકવાની શક્તિએ પહોંચનાર મીતેશ ભાંગડીયા પણ ભાજપ અને સંઘની ''આયા'' છે. દસ વર્ષ પહેલાં એમને કોઈ જાણતું નહોતું.
પોતાના કાળા કામોને છૂપાવવા એક કાળાનાણાએ ઠેકાણે પાડવા એક ગુજરાતી-હિંદી દૈનિક સમુહની જેમ મીતેશે પણ ! નાગપુર ''લોકશાહી વાર્તા'' નામનું મરાઠી દૈનિક શરૃ કર્યું છે. એ દૈનિકમાં ગોસીખુર્દ સિંચાઈ યોજનાના વખાણ કરતા સમાચારો અને લેખો છાપવા માંડયા- ગડકરી સાથેની દોસ્તી અને વેપારી સંબંધના કારણે એમને ભાજપે નક્સલવાદીઓના ગઢ ગણાતા ગડચિરોલીની ચૂંટણીની ટિકીટ આપી અને કોંગ્રેસના ઉમેદવાર રાહુલ પુગલિયાને ૨૦૩ વોટથી હરાવેલા. ભાજપ આ ઉમેદવારને કોંગ્રેસના સાથી પક્ષ એનસીપીનો અંદરખાનેથી ટેકો હતો. એનું દૈનિક વિદર્ભના ત્રણ જિલ્લામાંથી પ્રગટ થાય છે અને એનો ઉપયોગ પોતાનો વેપાર વધારવા માટે કરવામાં આવે છે. (પેલા ગુજરાતી-હિંદી દૈનિક સમુહની પણ આ જ રમત છે. એનો આખો ચહેલ ભ્રષ્ટાચાર અને જૂઠાણા ઉપર ઊભો કરેલો છે. કોલસાની ખાણોમાં એના હાથ અને પગ બધું કાળું થયા પછી એની નાગપુરની ઓફિસો ઉપર ઈન્કમટેક્ષ અને બીજા વિભાગોના દરોડા પડયા હતા.) મિતેશનું દૈનિક પણ જૂઠાણા ફેલાવે છે. દા.ત. ગોસે ખુર્દ નહેર યોજનાનું કામકાજ હલકી કક્ષાનું છે એવા સીડબલ્યુસીના ચેરમેનના રિપોર્ટને એ દૈનિકમાં ખોટો અને વાહીયાત બતાવાયો હતો. હકીકતમાં એ યોજનાની નહેરમાં ગાબડા પડેલા જ છે.
૭૦ હજાર કરોડના આ ભ્રષ્ટાચાર વિષે સૌ પ્રથમ ૨૦૦૯માં મરાઠીમાં સૌથી વધુ વેચાણ ધરાવતા દૈનિક ''લોકસત્તા''માં પ્રગટ થવા લાગેલો. આ દૈનિક ઈન્ડિયન એક્સપ્રેસ દૈનિક જૂથનું છે. એના કારણે મહારાષ્ટ્રના સિંચાઈ પ્રધાન અજીત પવારને એ ખાતુ છોડી દેવું પડયું અને પોતાના ખાસ માણસ સુનીલ તટકરેને સોંપ્યું.
કોંગ્રેસ અને એનસીપીને સકંજામાં લઈ શકનાર આ કૌભાંડ વિષે ભાજપ ચૂપ છે અને એની ચૂપકીદીનું કારણ સમજી શકાય તેમ છે.
પેલી બાજુ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે એ લેખમાળાના આધારે ભાગોડિયા કંપનીની નાગપુર, મુંબઈ અમરાવતી અને ચિમુરની ઓફિસોમાં ૨૦૧૧ના જુલાઈમાં એક સાથે દરોડા પાડીને ૩૫ કરોડ રૃપિયા રોકડા અને બેહિસાબી પકડી પાડયા હતા. ઉપરાંત ૧૬ કરોડ રૃપિયાના ધરેલા પકડાયા હતા. બીજી એક ઓફિસમાંથી ૨૦ કરોડ બેહિસાબી રૃપિયા, ૧૫ કરોડ રૃપિયા રોકડા અને ૫ કરોડ રૃપિયાના ઘરેણાં મળ્યા હતા. એના સાળા સંજય હેડા અને એના ભાઈ મદનગોપાળ ભાંગડિયાના ઘરો અને ઓફિસ ઉપર પણ દરોડા પાડવામાં આવેલા.
આ કૌભાંડનો એક નાનો ખેલાડી એનસીપીનો સતીશ ચૌહાણ છે. એ પણ ૧૦ વર્ષ પહેલાં મામુલી કોન્ટ્રાક્ટર હતો. અજીત પવાર સિંચાઈ પ્રધાન બનતા એનું નસીબ ખુલી ગયું. અજીત પવારે ચૌહાણની કંપની એશ્લીને વિદર્ભમાં ૪૭૫ કરોડ રૃપિયાનો કોન્ટ્રાક્ટ ૨૦૦૯માં આપી દીધો. એ પછી એને મહારાષ્ટ્રનો ધારાસભ્ય પણ બનાવ્યો. એ ઉપરાંત ૧૦૦૦ કરોડ રૃપિયાના બીજા કોન્ટ્રાક્ટ પણ એને આપવામાં આવ્યા છે.
એવો જ બીજો નાનો ખેલાડી એનસીપીનો સંદિપ બાજોરિયા છે. અજીત પવારનો એ ખાસ ચમચો છે. ૨૦૦૯માં પવારે એને ૮૨૦ કરોડ રૃપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો અને પછી ધારાસભામાં વિરોધપક્ષોએ ઉહાપોહ કરતા રૃપિયા ૫૩૨ કરોડનો કોન્ટ્રાક્ટ રદ કર્યો.
ગુજરાતમાં પણ આવા કૌભાંડો થાય છે પરંતુ ગુજરાત સરકાર માહિતી આપવના આપણા અધિકારને ગાંઠતી નથી અને લોકાયુક્તની નિમણુંક કરતી નથી એટલે ગુજરાત સરકારનો ભ્રષ્ટાચાર પ્રકાશમાં નથી આવતો. તો પણ ગુજરાતના અખબારો પોતાની રીતે ખણખોદ કરીને સમાચારો મેળવવાનો પ્રયત્ન તો કરે જ છે.
- ગુણવંત છો. શાહ

 

સખળ-ડખળ....
દેશમાં ૧ કરોડ કરતા વધુ મકાનો ખાલી પડયા છે
આવાસ અને શહેરી ગરીબી ઉન્મૂલન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશભરમાં અત્યારે લગભગ ૧ કરોડ કરતા વધુ મકાનો ખાલી પડયા છે. એકલા અમદાવાદ કે મુંબઈ- વડોદરા- રાજકોટ- ભાવનગર કે બીજા કોઈ પણ બોટાદ- બોરસદ જેવા નાના શહેરોની પણ વાત કરીએ તો ત્યાં પણ ચારે બાજુ બિલ્ડરો ફ્લેટો બાંધતા દેખાય છે. જૂના ત્રણ ચાર માળના ફ્લેટો હોય એના પણ મો માંગ્યા ભાવ આપીને બિલ્ડરો (એને હવે 'ડેવલોપર' કહે છે.) એને તોડીને ૧૫- ૧૭ માળના ફ્લેટો કરવા લાગ્યા છે.
બીજી બાજુ આ જ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૨૦૧૨ની શરુઆતમાં દેશમાં ૧ કરોડ ૮૮ લાખ મકાનની જરૃરત હતી જ્યારે ૨૦૦૭થી ૨૦૧૨ સુધીમાં દેશમાં ૧ કરોડ ૭૯ લાખ ફ્લેટ બન્યા. એમાંના લગભગ ૬૨ ટકા એટલે કે ૧ કરોડ ૭ લાખ મકાનો ખાલી પડયા છે.
રીયાલીટી કંપનીઓની સંસ્થા 'ક્રેડાઇ' છે એને સરકારની આ ગણતરી બરોબર નથી લાગતી એટલે એ પોતાની રીતે મોજણી કરાવે છે.
એ જે હો તે, પણ ખરી વાત એ છે કે, બિલ્ડરોને અથવા ખાલી પડેલા મકાનોના માલિકોને ઉંચો નફો લેવો છે અથવા ઉંચુ ભાડું લેવું છે. આ ખાલી પડેલા મકાનોના માલિકો કાળા ધનના રોકાણકારો હોય છે એમને કાળા ધનનો ગુણાકાર જ કરવાની દાનત છે. કેટલાક કાળા ધનના માલિકો બિલ્ડરોને મકાનો (જેમાં ફ્લેટ પણ આવી જાય અને બંગલા પણ આવી ગયા.) બાંધવા રૃપિયા આપે છે જેના બદલમાં બિલ્ડર એમને બે-ત્રણ ફ્લેટો આપે છે અને પછી વ્યાજ આપે છે (જેવી શરત) એ વિષે કશી કાગળની લખાપટી નથી થતી. એ ફ્લેટ કે બંગલો એમને બજાર ભાવ કરતાં ઓછા ભાવે આપવામાં આવે છે એટલે એનો નફો વધુ ઘણો વધુ મળે.
બિલ્ડરને પણ રોકાણ અને વ્યાજ વધુ આપવા પડયા હોય છે એટલે એને પણ નફો ઉંચો લેવાની ગણતરી હોય છે.
પરિણામે ચારે બાજુ ફ્લેટો ખાલી પડયા છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved