Last Update : 20-October-2012, Saturday

 
દિલ્હીની વાત
 

ઘેરાયેલા કેજરીવાલ વિકલ્પવિહીન ?
નવીદિલ્હી,તા.૧૯
લાંચરૃશ્વતવિરોધી કાર્યકર અરવિંદ કેજરીવાલના કમનસીબે, છેલ્લા થોડા દિવસોથી એમની સાથે બધું સારું બની રહ્યું નથી. કાયદા પ્રધાન સલમાન ખુર્શીદના મતવિસ્તાર ફારૃખાબાદની મુલાકાતસંબંધી એમના કાર્યક્રમ વિષે ખુર્શીદે 'લોહીછાંટયા મોત'ની વાત કરતા કેજરીવાલની ઝુંબેશ ગમગીન વળાંક પર આવી ઊભી હતી. એ પછી, એમના પૂર્વ સાથીદાર એવા પૂર્વ આઈપીએસ અધિકારી વાય.પી. સિંઘે કેજરીવાલ એનસીપી નેતા શરદ પવારને બચાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. જો કે ટીમ કેજરીવાલના પ્રશાંત ભૂષણ, અંજલિ દમણિયા અને મયંક ગાંધી જેવા મુખ્ય સભ્યો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં ટીમની વિશ્વસનીયતાને પ્રચંડ ફટકો પડયો. પોતાની ટીમને સ્વચ્છ બનાવવાનું નક્કી કરવા બદલ કેજરીવાલ પ્રશંસાના અધિકારી છે. એમણે ત્રણ નિવૃત્ત ન્યાયમૂર્તિઓની આંતરિક ટુકડી દ્વારા તપાસની જાહેરાત કરી છે. આ ટુકડીએ કેજરીવાલ નવા પક્ષની જાહેરાત કરે એ પહેલાં એનો અહેવાલ આપવાનો રહેશે. કેજરીવાલની ઈચ્છાનુસારની આ તપાસ ઢોંગ નહિ બની રહે એવી આશા છે, પરંતુ યોગ્ય તેઓ ને ઉપદેશ આપતા રહ્યા છે એનો વ્યવહારમાં અમલ કરવો એ વ્યાજબી કવાયત બની રહેશે.
દમણિયાના માથે ચિંતાનો ભાર
ભૂષણ સામે ઠગાઈભર્યા જમીન સોદાના આક્ષેપો છે ત્યારે દમણિયાની સામે કરાયેલા આક્ષેપો ગંભીર છે. પોતે ભાજપ અધ્યક્ષ ગડકરી સામે પડયાં હોવાથી પોતાને લક્ષ્યાંક બનાવી રહ્યા હોવાનું દમણિયા કહેતા રહ્યા હોવા છતાં એમની સામે આક્ષેપો થઇ રહ્યા છે. પહેલું એ કે ગડકરી સામેના ઘટસ્ફોટ દમણિયાના નિવાસસ્થાને કરાયા હતા. આક્ષેપો એ છે કે દમણિયાએ કરજતમાં સાત એકર જમીન ખરીદી હતી અને એનો છેવટનો ઉપયોગ બદલાતા એને કાઢી નાખી હતી. અન્ય એક આક્ષેપ એવો છે કે દમણિયાએ ચોક્કસ એક બંધને એમની પોતાની મિલકતની બહારના ભાગમાં ખસેડાવ્યો છે. કેજરીવાલની ટીમના સભ્યોમાં ગડકરી વિરોધી આક્ષેપો અને પુરાવા નબળા હોવા વિષે ચિંતા સેવાઇ રહી છે. આક્ષેપો અને પુરાવાને અસરકારક બનાવવા માટે ટીમ કેજરીવાલના સભ્યોએ વધુ સખત મહેનત કરવી પડશે. તદુપરાંત, કેજરીવાલના કાફલાનો તદુપરાંત જેની સામે ઠગાઇભર્યા જમીન સોદામાં સંડોવણીનો આક્ષેપ થઇ રહ્યો છે. ટીમ કેજરીવાલના કાફલાના એક મુખ્ય પ્રકાશપુંજ ભૂષણ આક્ષેપોમાંથી સ્વચ્છરૃપે બહાર આવશે કે કેમ એ વિષે શંકા છે.
કેજરીવાલના રાજકારણનું નકારાત્મક પરિણામ
કેજરીવાલના સ્વચ્છતાના અભિયાનના પરિણામ માટે રાહ જોવાની છ ત્યારે ઉચ્ચ સત્તાસુત્રો સાથેના પોતાના સંપર્કના પરિણામે આમ આદમીના ભોગે લાભ ખાટી રહેલા ખાસ આદમીઓને ઉઘાડા પાડવાની પ્રવૃતિઓના સપાટાની પૂંઠે આમઆદમીને મુંઝવતા અન્ય કેટલાક મુદ્દાઓ ઢંકાઇ જઇ રહ્યા છે. જમીનસંપાદન ખરડો, રીટેઇલમાં એફડીઆઇ અને સંસદના સમગ્ર ચોમાસુ સત્રને નિરૃપયોગી બનાવી દેનારા કોલસા કૌભાંડ વિષે ભાગ્યે જ કંઇક સંભળાય છે.
ફક્ત સમસ્યાઓ, ઉકેલ નહિ
ેકેજરીવાલના રાજકારણની એક મોટી ખામી એ છે કે તેઓ આંગળીના ઇશારે માત્ર આક્ષેપો ભણી જ નિર્દેશ કરે છે. અને સમસ્યાઓ ઉભી કરે છે. પરંતુ એમની પાસે ઉકેલ હોતા નથી. આ સારા રાજકારણના લક્ષણો નથી. ભ્રષ્ટ રાજકારણી સામે આક્ષેપો કરવા ઉપરાંત ન્યાયી અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજ માટેની એમની દ્રષ્ટિ પણ સ્પષ્ટ કરવી જોઇએ. તેઓ એ કહીકતથી વાકેફ હોવા જ જોઇએ કે એમણે કેટલાક લોકો સામે આક્ષેપ કર્યો છે. પરંતુ મોા ભાગના આક્ષેપો છેવટે સાબિત થવાના બાકી છે.
ગીફ્ટ ફેરનો રૃા.૧૧૩૦ કરોડનો વ્યાપાર
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલા ૩૪મા આંતર રાષ્ટ્રીય હેન્ડીક્રાફ્ટસ એન્ડ ગીફ્ટસ ફેર ગઇકાલે પુરો થયો. લગભગ ૭૦ દેશોના વિક્રમસર્જક ૫૩૦૦ ગ્રાહકો એની મુલાકાતે આવ્યા હતા. મેળામાં અંદાજે રૃા.૧૧૩૦ કરોડથી વધુ રકમનો વેપાર થયો, જે નક્કી કરેલા લક્ષ્યાંકને વટાવી ગયો. એમાં રજુ થયેલી ઉત્પાદન શ્રેણીમાં ગૃહોપયોગી વસ્તુઓ, સુશોભનની વસ્તુઓ, ભેટ માટેની વસ્તુઓ ગૃહોપયોગી વસ્ત્રો, ફર્નિશીંગ અને ફલોર કવરીંગ, ફર્નિચર, જર ઝવેરાત તેમજ ફેશન માટેની આઇટમો, નાતાલમાં સુશોભન માટે ઉપયોગી થનારી વસ્તુઓ, ધુપલોબાન, વાંસ અને નેતરની વસ્તુઓનો સમાવેશ થયો હતો.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved