Last Update : 20-October-2012, Saturday

 

કોંગ્રેસ અને ભાજપ ૧૫૦ બેઠકોની આસપાસ રમ્યા કરશે
બિહાર અને કર્ણાટક અંગે ભાજપને ટેન્શન

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- સોનિયા ગાંધીની પક્ષ પર મજબૂત પકડ ઃ સંગઠનના માળખામાં ફેરફાર કરાશે ઃ નેગેટીવ મૂડ વ્યૂહ લાંબો ચાલતો નથી ઃ દરેક રાજ્યની પોતાની સમસ્યા
- પી. ચિદમ્બરમની સક્રિય કામગીરી ઃ આર્થિક પરિવર્તનનો દોર આગળ વધે છે ઃ રાજકીય કિન્નાખોરીનો દોર ચાલે છે ઃ રોબર્ટ વાઢેરા પર સુયોજીત હુમલો

 

આપણી જીંદગીની સમસ્યા એ છે કે દરેક ઘટનાઓ આપણી સમસ્યાનો કોઈ અંત નથી, કોઈપણ પોઝીટીવ આગાહી બે મહિનાથી વધુ સમય માટે ટકતી નથી. ૨૦૧૪ અંગે મારો મત એવો છે કે કોંગ્રેસ ૧૫૦ બેઠકની આસપાસ રમ્યા કરશે. જેમાં દશ વત્તી ઓછી થઈ શકે છે. ભાજપ પણ ૧૫૦ જેટલી બેઠકો મેળવશે. જ્યારે ત્રીજો મોરચો કે ત્રીજું બળ ૨૪૦ જેટલી બેઠકો મેળવશે. ૨૪૦ બેઠકોના આ આંકડામાં ૧૦૦ બેઠકો એવા પ્રાદેશિક પક્ષોની હશે જેને કોઈપણ પ્રકારના રાજકીય મોરચામાં જોડાવાનો સિદ્ધાંત નહીં હોય કે સત્તાધારી પક્ષને કોઈ ચોક્કસ મુદ્દે ટેકો આપવાનો હેતુ પણ નહીં હોય!! ભવિષ્યમાં આ આંકડા કેવી વગ નવા જોડાણ પર પાડશે તે જોવાનું રહ્યું.
છેલ્લા બે અઠવાડીયામાં આપણે ઘણી રાજકીય મિસાઈલો ફૂટતી જોઈ છે. આવા કિસ્સામાં રાજકીય આક્ષેપોનો મારો વધુ થાય છે પરંતુ સાથે સાથે સિસ્ટમની સામેનો વિરોધ પણ જોવા મળે છે. બીજી તરફ માત્ર પોતાના અંગત હિત માટે વિચારનાર અને ટોળાં ભેગા કરીને આક્ષેપો કરનારા પણ છે. ઘણા મુદ્દા સામ સામી રાજકીય આક્ષેપબાજી પર આવી જાય છે જેના કારણે ઘણા રાજકીય મતભેદો પણ ઉભા થાય છે. કેટલાક નેતાઓ પ્રજા સાથેનો સંપર્ક ગુમાવી મુક્યા હોય છે તેમને આવા વિવાદમાં ચાન્સ મળી જાય છે. આપણે જોઈ રહ્યા છીએ કે અણ્ણા હજારે તેમની ટીમથી એકલાં પડી ગયા છે, ટીમ અણ્ણા નાના ટુકડામાં વહેંચાયેલી છે અને અચોક્કસ ભાવિનો સામનો કરી રહી છે.
કોંગ્રેસને ટોપ લેવલે કોઈ સમસ્યા નથી, સોનિયા ગાંધીની પક્ષ પર મજબુત પક્કડ છે. પક્ષ તેમજ સંગઠનના માળખામાં ફેરફારની ઘડીઓ ગણાઈ રહી છે. કોંગ્રેસ શાસિત કેટલાક રાજ્યોમાં સમસ્યા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્યાં ભાજપ મજબુત બની રહ્યું છે ત્યાં કોંગ્રેસે મહત્વના નિર્ણયો લેવા પડશે એવી જ રીતે આંધ્રપ્રદેશમાં પણ કોંગ્રેસે ઘણું કરવાનું છે. છત્તીસગઢ અને ઓરિસામાં કોંગ્રેસ મજબુત બની રહી છે જ્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષ વચ્ચે કોંગ્રેસના જૈસ-થે જેવા સંબંધો છે. દરેક રાજ્ય પાસે તેની પોતાની સમસ્યા હોય છે, અહીં રાજકીય પક્ષો ચૂંટણીમાં વ્યસ્ત છે. કેન્દ્રમાં કોંગ્રેસ આર્થિક પરિવર્તનો પર ભાર મુકી રહી છે, નાણા પ્રધાન તરીકે પી. ચિદમ્બરમ્ સક્રિય કામગીરી કરી રહ્યા છે અને આર્થિક પરિવર્તનોમાં આગળ વધી રહ્યા છે મને ૧૫૦ બેઠકો મેળવતી કોંગ્રેસમાં કોઈ લાભ ગેરલાભ દેખાતો નથી કેમકે નેગેટીવ મૂડ બહુ લાંબો ચાલતો નથી.
બિહાર અને કર્ણાટકમાં ભાજપ સામે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. આ તેમની ૧૫૦ બેઠકોના ટાર્ગેટ પર પણ અસર કરનાર નીવડશે. તેમજ તેમના મુખ્ય સાથી જેડી(યુ) સાથેના સંબંધો પર પણ અસરકર્તા બનશે. હજુ તો આ અનુમાનોના શરૃઆતના સ્ટેજ પર આપણે છીએ, આપણે રાહ પણ જોવાની જરૃર છે આગામી બે મહિનામાં પરિસ્થિતિ કદાચ વધુ ગુંચવાડાવાળી બનશે એમ મનાય છે. ગુજરાતના મુખ્યપ્રધાન તેમના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને વડાપ્રધાન તેમજ સોનિયા ગાંધી પર ટાર્ગેટ કરી રહ્યા છે. તે માત્ર ગુજરાતની ચૂંટણીઓ જીતવા નથી માગતા પણ ભાજપમાં પણ મજબૂત સ્થાન ઉભું કરીને ૨૦૧૪ની ચૂંટણીઓમાં ટોપ જોબ મેળવવા માગે છે. રાજકીય આક્ષેપબાજી આવકાર્ય છે પણ અંગત આક્ષેપોથી દૂર રહેવામાં મજા છે જેના કારણે નેગેટીવ સ્થિતિ ઉભી થાય છે. કોંગ્રેસ પ્રમુખે મેડીકલ ખર્ચા પાછળ ૧૮૮૦ કરોડ વાપર્યા છે એવો આક્ષેપ ગુજરાતના મુખ્ય પ્રધાને કર્યો હતો જ્યારે હકીકત એ હતી કે ૯૭ લાખનો ખર્ચ થયો હતો જ્યારે તેમના પ્રવાસ પર માત્ર ૩ લાખનો ખર્ચ થયો હતો.
હાલના અનુમાન પ્રમાણે ગુજરાતના મુખ્ય પ્રધાન ચૂંટણી જંગ જીતી જાય એમ છે પરંતુ વિજયનો માર્જીન ઓછો હશે કેમકે આદિવાસી વિસ્તારોમાં રિવર્સમાં મતદાન થશે. ભાજપમાં તેમના સ્વિકારવા બાબતે કોઈ મુદ્દો નથી પરંતુ વિવાદ તો સેક્યુલર અને નોન સેક્યુલર સંબંધિત વોટ બેંક પોલિટીક્સનો છે. બિહારમાં જેડી(યુ)ના નીતીશકુમાર સાથે મતભેદો છે, હવે જ્યારે ત્રીજા મોરચાનું પ્લેટફોર્મ બધાને સલામત લાગી રહ્યું છે. ગયા અઠવાડીયે જ મેં લખ્યું હતું કે જ્યારે રાજકીય પ્રવાહી સ્થિતિ છે ત્યારે ચોક્કસ સ્થિતિ અંગે કોઈ કહી શકે એમ નથી. કર્ણાટકમાં પણ ભાજપ સામે કટોકટી છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદુઆરપ્પાએ તેમના વિકલ્પો ખુલ્લા રાખ્યા હતા. તેઓ રાજકીય સિસ્ટમમાં દરેક રમે છે એવી ગેમ રમી રહ્યા છે.
હિમાચલ પ્રદેશ અને ગુજરાતના પરિણામો અંગેની સ્થિતિ પ્રવાહી છે. મને લાગે છે કે આપણે એ પણ નોંધવું જોઈએ કે ૨૦૦૪ પછી એન્ટી ઈન્કમબન્સી ટ્રેન્ડ દર વખતે ગણત્રીમાં લેવાતો નથી. હિમાચલ પ્રદેશ કે જ્યાં વહિવટી ખામીઓ હતી ત્યાં થોડા નેગેટીવ રીએકશન આવી શકે છે જેના કારણે ચૂંટણીમાં તીવ્ર સ્પર્ધા જોવા મળશે.
પરંતુ ગુજરાતમાં તો ટ્રેન્ડ પોઝીટીવ છે જેના કારણે પરિણામો નરેન્દ્ર મોદીને જીતાડનાર આવશે. આ બંને ચૂંટણીઓ તીવ્ર રસાકસીવાળી હશે, દરેક બેઠક પર રસાકસી હશે જે ભાજપ અને કોંગ્રેસ બંને માટે સારી વાત છે.
ગઈ બીજી ઓક્ટોબરે આપણને બાબા રામદેવની હાજરી જોવા ના મળી કેમકે તે હરદ્વારમાં આયાતી માલ સામાનને બાળવામાં વ્યસ્ત હતા, બીજી તરફ અરવિંદ કેજરીવાલ નવો પક્ષ ઉભો કરવામાં વ્યસ્ત હતા. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલ લાઈટ બીલ બાળવાનાં કાર્યક્રમો તેમજ રોબર્ટ વઢેરા પર સુઆયોજીત આક્ષેપોના હુમલામાં પણ વ્યસ્ત હતા. સત્યથી ઘણી દુરની વસ્તુઓ ભેગી કરીને આક્ષેપોનો મારો થયો હતો.
માર્ચ-૨૦૧૧ના ઈકોનોમીક ટાઈમ્સમાં છપાયેલ આર્ટીકલમાં આ વિગતો હતી, તે પરથી એમ લાગે છે કે કશું ગેરકાયદેસર થયું નથી. આ વિગતોમાં કોઈ નવા પુરાવા નહોતા પરંતુ કેટલીક વિગતોને નવેસરથી રજૂ કરાઈ હતી. આશ્ચર્ય તો એ વાતનું છે કે પીઆઈએલ કરવામાં નિષ્ણાત એવા શાંતિભૂષણ અને તેમના પુત્ર પ્રશાંત ભૂષણ શા માટે આ મુદ્દે કાયદેસરના પગલા લેવાનું ના વિચાર્યું ?? અથવા તો શું સમાચાર માધ્યમો દ્વારા હોબાળો મચાવીને નવો રાજકીય મોરચો ખોલવાનો તેમનો આશય હતો?
જ્યારે પણ કોઈ ડીબેટ થાય છે ત્યારે હકીકતો અને આંકડા વચ્ચેના મતભેદોના કારણે ડીબેટમાં ભાગ લેનારા વચ્ચે જોરદાર હોબાળો થાય છે. હાલમાં મેં દૂરદર્શન જોયું તો મને જોઈને આશ્ચર્ય થયું કે તેમાં અપાતા કોન્ટેન્ટસ અને પ્રેઝન્ટેશનમાં સુધારો થયો છે. અન્ય ચેનલો જેવી જ તે દેખાઈ રહી છે. બીજી તરફ જોઈએ તો રાજકીય કિન્નાખોરીનું પ્રમાણ વધતું જોવા મળે છે. જોકે આવી સ્થિતિ થોડા સમય માટે ચાલે છે. જેના કારણે કેટલાક મુદ્દા સપાટી પર આવી હોબાળો મચાવે છે પરંતુ અંતે તો શિકારી પોતે જ શિકાર બને છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved