Last Update : 20-October-2012, Saturday

 

માનવીની શસ્ત્રઘેલછાએ નિર્દોષ શિશુઓ પર બેરહમ સિતમ ગુજાર્યો !
મુશ્કેલીઓના ઊંડા વિચારને બદલે લક્ષ્યસિદ્ધિનો અડગ પ્રયત્ન કરીએ

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

 

 

દિલકી બાત કભી લબોં પર લાતે નહીં હૈ
દેખતે હૈ હમ ફિર ભી ખુદસે છિપાતે હૈ
સોચા હૈ બહુત ફિર ભી ખામોશ બન ગયે હૈ
હમ ખુદ હી અપને દુશ્મન બન ગયે હૈ.

માનવજાતિની આંધળી શસ્ત્રઘેલછાએ આ દુનિયા પર કેવા કેવા દાનવો ઊભા કર્યા છે ! પોતાની સત્તા જાળવવા ઇચ્છતો માનવી કેવાં વિકરાળ કૃત્યો કરે છે ! એના મનમાં હિંસા ફાટફાટ થાય છે, શરીરથી હિંસા અને હત્યા કર્યે જાય છે, જીવન આખું હિંસાભર્યા વર્તનોથી ખદબદે છે.
હિંસાની ટોચ પર દુનિયા માંડ માંડ શ્વાસ લેતી ધુ્રજી રહી છે, પણ હજી એને આ અનિષ્ટનાં ઘોર પરિણામો જોવાનાં બાકી છે.
તાજેતરમાં ઇરાકમાં થયેલા યુદ્ધ દરમિયાન મનુષ્યજાતિએ સર્જેલાં સૌથી ભયાનક શસ્ત્રોનો પ્રયોગ થયો. ઇરાકે કૅમિકલ શસ્ત્રોની અજમાયશ કરી, પણ અજમાયશને પરિણામે જાગેલા પ્રદૂષણ અને સર્જાયેલી પારાવાર આપત્તિએ એવાં પિશાચી રૃપ લીધા કે માતાના ગર્ભમાં રહેલા કે પછી પૃથ્વી પર આંખો ખોલતાં શિશુઓના જીવનને તબાહ કરી નાખ્યું.
ક્યારેક જિંદગી એવો રંગ બતાવે છે કે જેને કોઇ વિજ્ઞાાની પણ સમજી શકતો નથી. કયારેક માણસ સાથે તકદીર એવો ખેલ-પ્રપંચ ખેલે છે, કે જેને માનવી બેબસ બનીને સ્વીકારે છે. માનવી પર આવેલી આપત્તિઓનો શાસ્ત્રગ્રંથો ઉત્તર આપી શકતા નથી. વિચારકો અને અનુભવીઓ પણ એને જોઇને ખામોશ બની જાય છે.
જિંદગીના રંગ અને તકદીરના ખેલનાં વાવાઝોડાંનો ઇરાકમાં ૧૯૯૧માં જન્મેલ અહેમદ અને ઇમેન્યુલ નામના બે ભાઈઓને તત્કાળ અનુભવ થયો. વિધાતાએ આ નાનાં ભૂલકાંઓની શી દશા, કરી તેની તો વાત શી કરું ! પરમાણુ શસ્ત્રોની પ્રતિકૂળ અસરને પરિણામે આ બંને બાળકો હાથ-પગ વગરના જન્મ્યા ! માતા પિતા વિચારવા લાગ્યા કે હાથ-પગ વગરના આ બાળકોને ઘરમાં કઇ રીતે રાખી શકાય ? એમનો ઉછેર આપણે કરી શકીશું ખરાં ?
આવાં બાળકો જન્મતાની સાથે જ એના માતાપિતા એને ઇરાકના બગદાદ શહેરમાં આવેલા એક અનાથાશ્રમમાં છોડી ગયા. મોટા અહેમદને અનાથાશ્રમના દરવાજે ત્યજી દીધો અને નાના ઇમેન્યુલને બાજુમાં આવેલા એક ઉદ્યાનમાં એક નાનકડી પેટીમાં મૂકી દીધો. માનવીની શસ્ત્રઘેલછાએ નિર્દોષ શિશુઓ પર બેરહમ સીતમ વરસાવ્યો.
અનાથાશ્રમના સંચાલકોને બે ત્યજાયેલાં શિશુઓ મળ્યા. એમને માટે પણ આ મોટો પડકાર હતો. હાથ અને પગ વિનાનાં બાળકોની સંભાળ લેવી કઇ રીતે ?
પરંતુ જેનું કોઈ નથી એનું ઈશ્વર હોય છે અને એ રીતે આ બાળકોને ૧૯૯૮માં મોઇરા કેલી નામની એક દયાની દેવી મળી. મોઇરા કેલીએ દુનિયાભરના બાળકોને મદદ કરવાનો ભેખ લીધો છે.
એની સંસ્થાનું નામ જ 'ચિલ્ડ્રન ફર્સ્ટ ફાઉન્ડેશન' એ બગદાદના અનાથાશ્રમમાં આવી. એણે અહેમદ અને ઇમેન્યુલને અતિ દુર્દશા વચ્ચે તર્કની જિંદગી જીવતા જોયા. સાત વર્ષના આ બાળકોને અનાથાશ્રમમાં અરેરાટીભરી જિંદગી જીવતા હતા.
મોઇરા કેલીએ આજથી બાર વર્ષ પહેલાં ઇ. ૨૦૦૦માં આ બે બાળકો આપવાની અનાથાશ્રમને વિનંતી કરી. બાળકો અત્યંત બદતર સ્થિતિમાં અનાથાશ્રમમાં જીવતા હતા, પરંતુ આવાં બાળકોને પણ બીજાને દત્તક આપવાની અનાથાશ્રમની કોઇ તૈયારી નહોતી. મોઇરા કેલીના પ્રયત્નો પર પાણી ફરી વળ્યું. એની વિનંતીઓ અનાથાશ્રમના સંચાલકોના બહેરા કાન પર અથડાઈ.
ગમે તે થશે પણ અમે હરગીઝ આ બાળકોને આપીશું નહીં, એવો ઉત્તર મળ્યો. મોઇરા કેલીના મનમાં તો એટલી જ તમન્ના હતી કે આ બાળકોને સાચવીને ઑસ્ટ્રેલિયા લઇ જઉં. ઓસ્ટ્રેલિયાના વાતાવરણથી આ બાળકોને જીવવાની આશા મળશે. ઓસ્ટ્રેલિયાની અતિઆધુનિક ચિકિત્સા - પદ્ધતિનો લાભ મેળવી શકશે અને તકદીરની બલિહારી હશે તો એમને જિંદગી જીવવાનું આશાકિરણ સાંપડશે.
સંસ્થાની ઉપેક્ષા અને જનસમૂહનો ઉપહાસ મોઇરા કેલી સહન કરતી હતી, પણ મનમાં તો એમ હતું કે ગમે તે થાય, પણ આ બે બાળકોને માટે કશુંક કરી છુટવું છે. એમને હાથ અને પગ નથી પણ એવું હૈયું આપું કે જેથી એ પોતાના પગ પર જીવી શકે. આખરે મોઇરા કેલીએ અદાલતના બારણાં ખખડાવ્યાં અને અનાથાશ્રમે આ યુવતીને હાથ-પગ વિનાના બે શિશુઓ આપ્યા. એમને લઇને મોઇરા કેલી ઓસ્ટ્રેલિયા આવી. મોઇરાને માટે આ કામ અતિ કઠન હતું, પરંતુ મનમાં હિંમત પણ એટલી જ હતી. એ આ બંને ભાઈઓને હિંમતભેર ઉછેરવા લાગી.
મોટાભાઈ અહેમદના પગના નીચેના ભાગ અતિ વિકૃત હતા. એને આખો પગ તો નહોતો, માત્ર ઢીંચણની આગળ લબડતો બેડોળ, વિચિત્ર નાનકડો પગ હતો. આવા પગને પરિણામે એ ઊભો થઈ શકતો નહીં, પછી ચાલવાની તો વાત જ શી ? પરંતુ આ પરિસ્થિતિથી મોઇરા સહેજે હિંમત હારી નહીં. એણે અહેમદના પગનું ઑપરેશન કરાવ્યું. એની એ વિકૃતિ દૂર કરી અને પછી કૃત્રિમ પગ લઈ આવી. અહેમદને ધીરે ધીરે આ કૃત્રિમ પગ પહેરીને ચાલતાં શીખવ્યું. પહેલીવાર એણે ધરતી પર ડગ માંડયા, ત્યારે હૃદયમાં અતિ રોમાંચ થયો. એણે અનુભવ્યું કે ઓહ ! ધરતી કેવી કઠણ છે ! એની પાસે પગની પાની નહોતી, પગનાં તળિયાં નહોતાં, પગનો પંજો નહોતો, પરંતુ એના શરીરનો બાકીનો ભાગ ધરતી પર પગ મૂકવાથી થતો અહેસાસ અને રોમાંચ અનુભવી રહ્યા.
આમ કૃત્રિમ પગથી અહેમદ ધીરે ધીરે ચાલવા લાગ્યો. સમય જતા પોતાની ચાલ વેગીલી બનાવી. ત્યારબાદ દોડવા લાગ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે મેદાનમાં દોડવા લાગું તો કેવું ?
તવારીખ તો કહેતી હતી કે વિકલાંગ માનવી કદાચ શિક્ષક કે સંગીતકાર બની શકે, પરંતુ ખેલનો દુનિયાનો ખેલંદો નહીં.
અહેમદના દિલમાં તો એક જ ભાવ હતો અને તે 'હિંમતે મર્દા, તો મદદે ખુદા.' મુશ્કેલી આવે એટલે પાછા વળી જવું નહીં, આફત દેખાય એટલે અટકી જવું નહીં, પરંતુ જિંદગીનું તમામ જોશ જગાડીને એનો સામનો કરવા માટે તૈયારી કરવી. આ જોશને કારણે જ એ તમામ મુશ્કેલીઓને પડકાર માનતો હતો. એવો પડકાર કે જેને પહોંચી વળવામાં ભારે આનંદ આવે. બે કૃત્રિમ પગથી અહેમદ દોડવા લાગ્યો. એની જિંદગીનું આ જોશ જોઈને એને બગદાદના બિસ્માર અનાથાલયમાંથી ઓસ્ટ્રેલિયા લઈ આવનાર હિંમતબાજ મોઇરા કેલી આનંદથી ઝૂમી ઊઠી. વિકટોરિયા રાજ્યની આ મહિલાએ એવાં બાળકોની હિફાજત કરવાનું નક્કી કર્યું હતું કે જે બાળકોને મોતને હવાલે કરી દેવામાં આવ્યા હોય. એ શ્વાસ એ માટે લેતા હોય કે એમને માત્ર અંતિમ શ્વાસની જ રાહ હોય.
મોઇરા કેલી આવાં બાળકોની માતા બનીને એમને ઉછેરતી હતી અને તેથી મોઇરાએ અહેમદને નાસીપાસ થયા વિના કાર્ય સિદ્ધ કરવા પ્રોત્સાહન આપ્યું. બંને કૃત્રિમ પગથી બરાબર દોડવા લાગેલા અહેમદને એક નવી ઇચ્છા જાગી. એના મનમાં થયું કે જો ફૂટબોલ રમવા મળે તો કેવું સારું. જેને 'ફૂટ' નથી, એ ફૂટબોલ કઇ રીતે રમી શકે ? પણ મોઇરા એના હોંસલાને વધાવતી રહી, પ્રેરણા આપતી રહી અને ધીરે ધીરે અહેમદ વિકટોરિયા રાજ્યની કિલમેરે નામની ફૂટબોલ કલબમાં જોડાયો.
ફૂટબોલની રમત ક્રિકેટની રમત કરતાં વધુ થકવનારી ગણાય, કારણ કે એમાં ખેલાડીને સતત દોડતા રહેવું પડે. અહેમદ વિરોધીઓનો જોરદાર મુકાબલો કરતો હોવાથી તથા 'નખ જેવી સખત' એની રમવાની શૈલીને કારણે અહેમદ 'નેઇલ્સ' તરીકે ફૂટબોલના સાથીઓમાં જાણીતો થયો. ફૂટબોલમાં તો પડવાનું, આથડવાનું, ટકરાવાનું, લાત મારવાની, અને લાત ખાવાની- એ બધું જ હોય. અહેમદ પોતાની દ્રઢ સંકલ્પશક્તિથી આ બધાને પાર કરતો ગયો. એણે કાબેલિયતથી પોતાના હરીફોને થાપ આપવા માંડી અને ટીમના ખેલાડીઓમાં આ પગ વગરનો ખેલાડી એની ફૂટબોલની રમતને કારણે ચાહના પામ્યો.
એ પછી આજથી ચાર વર્ષ પૂર્વે ૨૦૦૮માં એણે વળી નવો દાવ અજમાવ્યો. એના મનમાં થયું કે તરણ સ્પર્ધામાં પણ ભાગ લેવો જોઈએ. બગદાદના અનાથાલયમાં જેની કલ્પના પણ ન કરી હોય તેવી બાબતો ઓસ્ટ્રેલિયાના વિકટોરિયા રાજ્યમાં સાકાર થવા લાગી. પોતાના વિસ્તારમાં આવેલા સ્નાનાગારમાં અહેમદ તરવાની તાલીમ મેળવવા લાગ્યો. બે કૃત્રિમ પગ ધરાવનાર માનવી પ્રબળ ઇચ્છાશકિત હોય, તો જ પાણીમાં તરવાનું સાહસ વિચારી શકે. અહેમદની દ્રઢ ઇચ્છાશકિતને પરિણામે જ એ સતત આગળ વધતો રહ્યો અને પછી એણે વિચાર કર્યો કે હવે તરણ સ્પર્ધામાં પણ ભાગ લેવો જોઈએ.
જેમ દર ચાર વર્ષે રમતવીરો માટેની ઑલિમ્પિક સ્પર્ધા યોજાય છે, એ જ રીતે વિકલાંગ રમતવીરો માટે એક જુદી જ ઓલિમ્પિક સ્પર્ધા યોજાય છે. આ સ્પધામાં જુદી જુદી અનેક રમતોમાં દુનિયાભરના વિકલાંગો પોતાનું હીર કસવા માટે મેદાનમાં ઊતરે છે. અહેમદને આવી ઑલિમ્પિકમાં ભાગ લેવાના સ્વપ્નાં આવવાં લાગ્યાં. એ આને માટે સખત અને સતત તાલીમ લેવા માંડયો. માત્ર એક વર્ષ અગાઉ જેણે ગંભીર રીતે તરવાનો પ્રયાસ કર્યો હતો તેવો અહેમદ ૨૦૦૯માં તો ઓસનિયા પેરાલિમ્પિક ચેમ્પિયનશીપમાં તરણબાજ તરીકે ભાગ લેવા આવ્યો અને ત્યારબાદ એણે વિકલાંગોની ઓસ્ટ્રેલિયન ચેમ્પિયનશીપમાં (૨૦૧૦-૨૦૧૧) ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકની સ્પર્ધામાં ભાગ લેવા ગયો અને આ સ્પર્ધામાં અહેમદે નવો વિશ્વકીર્તિમાન રચ્યો.
એની પાલક માતા મોઇરા કેલીના આનંદનો પાર ન રહ્યો. એનો ભાઇ ઇમેન્યુઅલ તો ગીત ગાઇને પોતાની ખુશી પ્રગટ કરવા લાગ્યો. માતા મોઇરા કેલીની સાથે એની બે દત્તક પાલક પુત્રીઓ તૃષ્ણા અને ક્રિષ્ના પણ અહેમદની સિદ્ધિ પર મીટ માંડીને બેઠી હતી. આ તૃષ્ણા અને ક્રિષ્ના બંનેનાં માથાં જન્મથી જ એકબીજાના અંગ સાથે જોડાયેલા હતા. એમની સ્થિતિ પણ અહેમદ અને ઇમેન્યુલ જેવી બની હતી. આ બંને બહેનોને એમના પિતાએ જન્મ આપતાની સાથે ત્યજી દીધી હતી. પ્રેમની દેવી મોઇરા કેલી એમને લઇ આવી. બંનેના માથા જોડાયેલા હોવાથી એમની જીવવાની આશા પણ ઘણી ઓછી હતી. ૩૨ કલાક સુધી સર્જરી કરીને ડોકટરોએ બંને બહેનોના માથાં જુદાં પાડયાં અને આ બંને બહેનો પણ અહેમદની સિદ્ધિ મેળવતી વખતે આનંદિત બની ગઈ.
આજે ૧૭ની વર્ષની ઉંમરે પહોંચેલો અહેમદ કહે છે, 'તમે અડગ હો અને તમારા લક્ષ્યને સિદ્ધ કરવા માગતા હો, તો તમારી મુશ્કેલીનો કદી વિચાર કરતા નહીં, તમે તમારા લક્ષ્યને સિદ્ધ કરવા માટે સતત મથ્યા રહો અને તેને સિદ્ધ કરવા માટે જે કંઇ કરવું પડે તે કરો. આ જ છે લક્ષ્યસિદ્ધિનું રહસ્ય.'
અહેમદની આ સિદ્ધિ જોઇને એના ભાઈ ઇમેન્યુલના દિલમાં પણ કંઇક કરી છુટવાના અરમાન જાગ્યા. જે વિશે હવે પછી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved