Last Update : 20-October-2012, Saturday

 
 

જો તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક હોય તો તેને વડાપ્રધાન પણ બનાવો
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

'સર્વોચ્ચ સન્માન દેશના નાગરિકો માટે હોવા જોઈએ,
મહાન છે પણ આખરે તો તેંડુલકર ભારતીય છે'

 

મેલબોર્ન, તા. ૧૯
ઓસ્ટ્રેલિયાન વડાપ્રધાન ગિલાર્ડે ભારતની મુલાકાત દરમિયાન તેંડુલકરને ઓસ્ટ્રેલિયાનું પ્રતિષ્ઠિત 'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા'નું સન્માન જાહેર કરતા ઓસ્ટ્રેલિયાના નાગરિકોના એક બહોળા વર્ગે ગિલાર્ડના આ નિર્ણયને મનસ્વી જણાવી ટીકા કરી છે અને તેને રાષ્ટ્રના ગૌરવનું અપમાન ગણાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના ઘણા ક્રિકેટરોમાં અંદરખાને આ અંગે રોષ પ્રવર્તતો જ હતો પણ આજે ભૂતપૂર્વ ઓપનર હેડને જાહેરમાં નિડર વિરોધ અને નારાજગી વ્યક્ત કરતા કટાક્ષમય શૈલીમાં એક રેડિયો ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા જેવું પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ઓસ્ટ્રેલિયાના નાગરિક પૂરતું જ સીમિત હોવું જોઈએ. તેંડુલકર ક્રિકેટ વિશ્વની એક મહાન પ્રતિભા છે તેમાં બેમત નથી પણ અંતે તો તે ભારતીય છે. જો તેંડુલકર ઓસ્ટ્રેલિયાનો નાગરિક હોત અને તેને વડાપ્રધાન બનાવવામાં આવે તો પણ મને વાંધો નથી.
હેડને જો કે ૨૦૦૮ની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં મેદાન પર જ હરભજન અને સાયમન્ડસ વચ્ચેના વંશિય કોમેન્ટ સાથે ઝઘડો થયેલો અને એકબીજાને 'મન્કી' કહેવાનું જે કાંડ સર્જાયું હતું તેમાં તેંડુલકરની ભૂમિકાની ટીકા કરવાનું ટાળ્યું હતું.
'મન્કી ગેટ' તરીકે ઓળખાતો ક્રિકેટ ઇતિહાસનો આ કલંકિત ઘટના મેદાન પર જ્યારે બનીહતી ત્યારે તેંડુલકર તેનો નજીકનો સાક્ષી હતો. અમ્પાયરોના રિપોર્ટ પ્રમાણે હરભજને અપશબ્દો કહીને સાયમન્ડસને ઉશ્કેર્યો હતો વિડિયો ક્લિપિંગ પણ તેમ જ ઇશારો કરતા હતા આમ છતાં તેંડુલકરે તેની જુબાનીમાં હરભજનની ભૂમિકા નહોતી તે રીતે અવલોકન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયનો તે પછી તેંડુલકરથી ભારે નારાજ થયા હતા તેઓનું એવું કહેવું હતું કે, તેંડુલકર જેવા જેન્ટલમેન ખેલાડી પાસેથી આવી અપેક્ષા નહોતી. તેંડુલકરની હરભજન તરફી કોમેન્ટ છતાં હરભજનને પણ સજા થઈજ હતી પણ સાયમન્ડસ પણ એટલો જ કસૂરવાર હતો તેમ પણ પુરવાર થયું હતું.
હેડન અને હરભજન વચ્ચે પણ ઝઘડો થઇ ચૂક્યો છે. જો કે ઓસ્ટ્રેલિયનો તો સ્લેજિંગ અનેઆવી કોમેન્ટના પ્રણેતા છે. પણ કથિત ઘટના વખતે હરભજને ઉશ્કેરણી કરી હતી તે તેંડુલકર જાણતો હોવા છતાં તેણે હરભજનનો બચાવ કર્યો હતો તેથી ઓસ્ટ્રેલિયનો રોષે ભરાયા હતા.
વડાપ્રધાન ગિલાર્ડે તેંડુલકરને સન્માન આપ્યું તે સાથે જ ઘણા ઓસ્ટ્રેલિયન નાગરિકોએ ટ્વીટર પર ગિલાર્ડ અને તેંડુલકર વિરોધી તીખી કોમેન્ટ વ્યક્ત કરી હતી. ગિલાર્ડે તેના બચાવમાં કહ્યું હતું કે, તેંડુલકર બે દેશ વચ્ચે સેતુરૃપ ભૂમિકા ભજવી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પણ મોટી સંખ્યામાં છે.
ઓસ્ટ્રેલિયાના નાગરિકોએ ગિલાર્ડની આ જાહેરાત ભારત જોડે આર્થિક સંબંધો સબળ બનાવવાનો વ્યૂહ છે રીતે ગણાવ્યો હતો.
હેડન પોતે પણ આ સન્માન મેળવી ચૂક્યો છે. હેડનના પગલે અન્ય ક્રિકેટરો પણ વિરોધ માટે બહાર આવી શકે તેમ છે.

ટીકાકારોએ ઓસ્ટ્રેલિયાની વડાપ્રધાને આપેલો જવાબ
તેંડુલકર ભારતીયો જેમ ઓસ્ટ્રેલિયનો માટે પણ પ્રેરણાસ્ત્રોત છે ઃ ગીલાર્ડ
નવી દિલ્હી,તા.૧૯
તેંડુલકરને મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા એવોર્ડ આપવાની પોતાની જાહેરાત પર મક્કમ રહેતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જુલીયા ગીલાર્ડે ટીકાકારોને જવાબ આપ્યો હતો. હાલમાં ભારત પ્રવાસ કરી રહેલા ગીલાર્ડે કહ્યું હતુ કે, તેંડુલકર ભારતની જેમ ઓસ્ટ્રેલિયામાં પણ અનેકનો પ્રેરણાસ્ત્રોત છે. આ એવોર્ડ સ્વીકારવા બદલ હું તેંડુલકરનો આભાર માનું છું. તેંડુલકરને આ સન્માન આપવા સામે કેટલાક ઓસ્ટ્રેલિયન સાંસદ તેમજ નાગરિકોએ વિરોધ કર્યો હતો. જો કે મોટાભાગનાએ આ જાહેરાતને આવકારી હતી.
ઓસ્ટ્રેલિયન સંસદના વિરોધ પક્ષના નેતાએ પણ ગીલાર્ડના આ નિર્ણયને આવકાર્યો હતો. જ્યારે એક ફેડરલ ઇન્ડિપેન્ડેન્ટ સાંસદ ઓકશોટે કહ્યું હતુ કે, રાજદ્વારી સંબંધોમાં ફાયદો ઉઠાવવા માટે વિશિષ્ટ સન્માનોનો ઉપયોગ ના કરવો જોઇએ. મને પણ તેંડુલકર ગમે છે. હું તેનો ચાહક છું પણ આ પ્રકારને તેને એવોર્ડ આપવાની જાહેરાત યોગ્ય નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved