Last Update : 20-October-2012, Saturday

 

કસ્ટડીમાં થયેલા મૃત્યુનાં કેસમાંથી છૂટવા માટે
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

પત્રમાં ભૂલો અને ખરાબ અક્ષરો હોવાથી બન્ને પોલીસ ઊલમાંથી ચૂલમાં પડયા

(પીટીઆઈ) મુંબઈ,તા.૧૯
કસ્ટડીમાં મૃત્યુનાં એક કેસમાં નોકરીમાંથી હાંકી કઢાયેલા બે પોલીસને રાષ્ટ્રપતિ ભવનનો બનાવટી પત્ર બનાવવાનું ભારે પડયું હતું. બન્નેએ રાષ્ટ્રપતિ ભવને તેમને માફ કરીને ફરીથી એ જ પદે લેવા માટે મંજૂરી આપી હોવાનો બનાવટી પત્ર મુંબઈ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ કેટલીક ભૂલો અને ખરાબ અક્ષરોએ તેમનો ભાંડો ફોડી નાંખ્યો હતો.
મહારાષ્ટ્ર સરકારે આ અંગે રાષ્ટ્રપતિ ભવનમાં તપાસ કરતા તેમણે આવો કોઈ પત્ર ઈશ્યુ કર્યો ન હોવાનું કહ્યું હતું.
આ પત્ર બનાવટી છે અને રાજ્ય સરકાર છેતરપિંડી કરવા બદલ તેમની વિરુદ્ધ પગલા લેશે, એમ એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર જયેશ યાજ્ઞિાકે ગઈકાલે જસ્ટિશ અભય ઓકા અને સાધના જાધવની બનેવી ડિવિઝન બેંચને કહ્યું હતું.
કોર્ટે રાજ્ય સરકારને ૨૫ ઓક્ટોબર સુધીમાં સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું કોર્ટે આગામી સુનાવણી ૩૦ ઓક્ટોબરે રાખી હતી.
૫૬ વર્ષીય પીએસઆઈ દિલીપ પરમાર અને કોન્સ્ટેબલ કાન્તિલાલ મંડોલેએ તેમની અરજીમાં એવો દાવો કર્યો હતો કે તેમને ૨૦૧૦માં રાષ્ટ્રપતિ ભવને માફી આપી હતી.
જ્યારે સરકારી વકીલે રાજ્ય સરકારનાં ગૃહ વિભાગમાં તપાસ કરી ત્યારે આ પત્ર મળતો ન હોવાનું તેમને જણાવાયું હતું. આથી ગૃહવિભાગે રાષ્ટ્રપતિ ભવનનો સંપર્ક સાધતા તેમણે આવો કોઈ માફી પત્ર આપ્યો ન હોવાનું કહ્યું હતું. તે સિવાય માફીપત્ર ખરાબ હોવાથી કોર્ટને પણ શંકા ગઈ હતી.
પરમાર અને મંડોલેએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે તેમની સાથે અન્ય પાંચ કોન્સ્ટેબલ વિરુદ્ધ ૧૯૯૦માં એક શંકાસ્પદનું કસ્ડીમાં મોત થતા ગુનો નોંધાયો હતો. તે સમયે તેઓ ડીએન નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. સેસન્સ કોર્ટે એપ્રિલ ૧૯૯૬માં ત્રણ વર્ષની સજા ફટકારતા તેમને નોકરીમાંથી પાણીચું અપાયું હતું.
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી રદ્દ કરીને તેમની સજાને બહાલી આપી હતી.
સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ બન્ને આરોપીએ ફેબુ્રઆરી ૨૦૧૦માં રાષ્ટ્રપતિની ઓફિસમાં દયાની અરજી કરી હતી. જેમાં તેમને માફી આપવામાં આવી હતી અને રાજ્ય સરકારને તેમને પરત ફરજ પર લેવા નિર્દેશ કર્યો હતો, એમ તેમણે અરજીમાં જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved