Last Update : 20-October-2012, Saturday

 

ઇન્ટરનેટની તેજીનો સૂર્ય આથમી રહ્યો છે
ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું

બે કલાક સુધી શેરોના સોદા અટકાવાયા, માંદી કંપની મોટોરોલાને ખરીદવા સહિતની અનેક ભૂલો નડી

ન્યૂ યોર્ક, તા. ૧૯
હવે એવું લાગે છે કે ઇન્ટરનેટ કંપનીઓની તેજીનો ફુગ્ગો ફૂટી ગયો છે. ટોચની ઇન્ટરનેટ કંપની ગૂગલના નબળા પરિણામો આકસ્મિકરીતે જાહેર થઇ જતા તેના શેરોમાં માત્ર આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું શેરબજારના ઇતિહાસ અત્યારસુધીનું સૌથી મોટું ગાબડું પડયું છે. એના કારણે હવે અગ્રણી રોકાણકારોમાં એવો ભય ફેલાયો છે કે શું હવે ઇન્ટરનેટમાં રહેલી 'તેજી' પૂરી થઇ ગઇ છે.
અમેરિકાની કંપનીઓની આવકમાં મંદી તેમજ પ્રદેશની દેવા કટોકટી અંગેની સમિટ પૂરી થતા યૂરોપીય નેતાઓ પાસેથી પ્રોગ્રેસ રિપોર્ટની રોકાણકારો રાહ જોતાં હોઇ આજે સવારે વૈશ્વિક શેરબજારોમાં મંદી નોંધાઇ હતી. જોકે ગૂગલે તેના શેરોમાં નાટકીય ગાબડા માટે ફાયનાન્સિયલ પ્રિન્ટિંગ કંપની આર.આર. ડોન્નલી એન્ડ સન્સ કંપની દ્વારા પરિણામોને વહેલાં જાહેર કરી દેવાનું કારણ આગળ ધર્યું હતું.
કંપનીનો નફો ઘટયો હોવાનું તેના પરિણામોમાં દર્શાવવામાં આવ્યું હતું અને આ ત્રણ મહિનાના પરિણામો નિયમનકારો પાસે ફાઇલ થઇ ગયા હતા અને તે સમાચાર આપતી સંસ્થાઓને મળી ગયા હતા. આમાં કોઇ ભૂલ થઇ છે તે તરત જ દેખાઇ આવી હતી. ફાઇલિંગના બીજા પેરાગ્રાફમાં ગૂગલના સીઇઓ લેરી પેજના વાસ્તવિક ક્વોટને બદલે 'પેન્ડિંગ લેરી ક્વોટ'લખવામાં આવ્યું હતું.
ગૂગલે આ મામલો ખુલાસો કર્યો હતો કે આર.આર. ડોનિલીએ કોઇ સત્તા વગર તેના દસ્તાવેજો જાહેર કરી દીધા હતા. એક જાણીતા ફાયનાન્સિઅર અને ૫૦ વર્ષોથી શેરબજારોના અભ્યાસી ડેવિડ બલ્કે જણાવ્યું હતું કે 'આવું મેં ક્યારેય જોયું નથી. ફુગ્ગો ફૂટી ગયો છે. જેરીતે ગૂગલ તેજીના તોખાર સાથે આગળ આવી હતી તે જોતાં આવું તો થવાનું જ હતું.'
ગૂગલના પ્રિન્ટિંગ ફર્મે ભૂલથી જે પરિણામો જાહેર કર્યા હતા તેમાં કંપનીનો નફામાં ૨૦ ટકાનો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. તેને પગલે માત્ર આઠ મિનિટમાં કંપનીના શેરોના ભાવમાં નવ ટકા જેટલો ધરખમ ઘટાડો નોંધાઇ ગયો હતો અને જોત-જોતાં રોકાણકારો કરોડોમાં ન્હાઇ ગયા હતા. શેરનો ભાવ ગગડીને ૬૯૫ ડોલરે પહોંચી ગયો હતો. અગાઉ ૧૩ સપ્ટેમ્બરે શેરનો ભાવ આ સપાટીને પહોંચ્યો હતો. ત્યારે ઘણાં રોકાણકારોએ તકનો લાભ લઇને શેરોની ખરીદી કરી હતી.
હવે તેને પગલે ફેસબુકના શેરોના ભાવમાં ગાબડા પડયા હતા તો તેની સાથે સાથે ગુ્રપોન અને ઝિંગા જેવી નવી કંપનીઓને પણ ભારે ફટકો પડયો છે. ગત મહિને ફેસબુકના માર્ક ઝુકરબર્ગે કબૂલ્યું હતું કે કંપનીનો શેરબજારમાં પ્રવેશને કારણે તેની પ્રતિષ્ઠાને ફટકો પડયો છે.
ગૂગલની નિષ્ફળતાના કારણો
કંપનીની નબળાઇ માટે અનેક કારણો દર્શાવવામાં આવ્યા છે. તાજેતરમાં મંદીમાં ફસાયેલી મોબાઇલ કંપની મોટોરોલાને ૧૨.૫ અબજ ડોલરમાં હસ્તગત કરવાની ભૂલ તેને નડી હતી. મોટોરોલાએ ત્રણ મહિનામાં ૫૦ કરોડ ડોલરનું નુકસાન વેઠયું હતું. જેના કારણે તેને ખર્ચમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. ગૂગલને તેની આવક માટે સર્ચ આધારિત જાહેરાતો પર મોટાપાયે આધાર રાખવું પણ ભારે પડયું હતુ કેમ કે ગ્રાહકો હવે મોબાઇલ ડિવાઇસ તરફ વળ્યા હોવાથી જાહેરખબર આપનારાઓએ તેમનું પેમેન્ટ ઘટાડી દીધું હતું. કંપનીનો ત્રીજા ત્રણ મહિનાનો નફો ૨૦ ટકા જેટલો ઘટીને ૨.૧૮ અબજ ડોલરે પહોંચી ગયો હતો.
ગૂગલના શેરના ભાવમાં સેકન્ડે રૃ. ૨૩૦ કરોડ ધોવાયા
ટ્રેડિંગ અટકાવવામાં આવ્યું તેની પહેલાં જ કંપનીના શેરનો ભાવ નવ ટકા (શેરદીઠ ૬૮.૧૯ ડોલર) ઘટીને ૬૮૭.૩૦એ પહોંચી ગયો હતો. એકરીતે જોઇએ તો તેના શેરના ભાવમાં એક સેકેન્ડે ૪.૫ કરોડ ડોલર (રૃ. ૨૩૦ કરોડ)નું જોરદાર ગાબડું પડયું હતું. બે કલાક પછી જ્યારે ટ્રેડિંગની શરૃઆત થઇ ત્યારે તેનો ભાવ ઉંચકાઇને ૬૯૫ ડોલરે પહોંચ્યો હતો.
પેજે ખુલાસો કરવો પડયો
કંપનીના સીઇઓ પેજે એક નિવેદન રજૂ કરીને કહ્યું હતું કે કંપનીનો આ ત્રણ મહિનાનો દેખાવ સારો રહ્યો છે. વાર્ષિક ધોરણે કંપનીની આવકમાં ૪૫ ટકાનો સારો વધારો થયો છે. કંપની માત્ર ૧૪ વર્ષ જૂની હોવા છતાં આ ત્રણ મહિનામાં આવક ૧૪ અબજ ડોલરે પહોંચી છે. જે એક પ્રોત્સાહક પ્રગતિ છે. આર.આર. ડોન્નલીએ કોઇ સત્તા વગર તેના દસ્તાવેજો પ્રગટ કરી દીધા હતા. સપ્ટેમ્બર ૨૦૧૨એ પૂરા થયેલાં ત્રણ મહિનામાં કંપનીએ ૨.૧૮ અબજ ડોલર (શેરદીઠ ૬.૫૩ ડોલર)ની કમાણી કરી છે. જોકે ગત વર્ષના આ ગાળામાં તેની આવક ગગડીને ૨.૭૩ અબજ ડોલર રહી હતી.

ગૂગલની યુટયુબની સાઇટ ક્રેશ થઇ
સર્ચ એન્જિન ગૂગલના શેરોના ભાવમાં નાટકીય ગાબડું શરૃ થતાં જ તેની યૂટયૂબની સાઇટ ક્રેશ થઇ હતી. જેના કારણે વ્યાપક ગભરાટ વ્યાપી ગયો હતો. આ સાઇટના વપરાશકર્તાઓએ સાઇટ ખોલે ત્યારે તેમને ખોટા મેસેજો મળવાના શરૃ થયા હતા અને તે હેકરોનું કૃત્ય છે તેવા મેસેજો આવતા થયા હતા. ગૂગલે ૨૦૦૬માં ૧.૬૫ અબજ ડોલરમાં યૂટયૂબની ખરીદી કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved