Last Update : 20-October-2012, Saturday

 
વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

યુરી ગાગરીને ૧૯૬૧માં વિજ્ઞાાન માટે બલિનો બકરા બનવાનું પસંદ કરેલું

લંડન, તા. ૧૮
વૈજ્ઞાાનિક શોધ અને સંશોધનો પર 'ઓ. કે. ટેસ્ટેડ'નો સિક્કો મારવા માટે જીવ જોખમમાં મૂકીને પણ પ્રદાન આપનારા વિરલાઓની સાહસગાથા ઘણી રોમાંચક છે. અવાજની ગતિને ભેદીને આગળ નીકળનારી પહેલી વ્યક્તિ બનેલા ફેલિક્સ બોમગાર્ટનરની ટીમ જણાવે છે કે અવકાશયાત્રીઓને સ્ટ્રેટોસ્ફેયર યાન છોડવાનું થાય ત્યારે સર્વાધિક ઉંચાઈએ પણ કામ લાગી શકે તેવો પેરેશૂટ બનાવવાનો તેનો હેતુ હતો. આ તો માત્ર એક ઉદાહરણ હતું. અહીં પ્રસ્તુત છે વિજ્ઞાાનની મદદ માટે જીવ સટોસટનો ખેલ ખેલનારા પાંચ સાહસિકો વિશે થોડી રસપ્રદ માહિતી...
* યુરી ગેગરિન ઃ
રશિયન અવકાશયાત્રી યુરી ગેગરિને ૧૨મી એપ્રિલ, ૧૯૬૧ના રોજ અવકાશમાં પગ મુકનારી પહેલી વ્યક્તિ બનીને ગૌરવ હાંસલ કરવાની સાથે નવો ઇતિહાસ પણ રચી દીધો હતો. બીજી દ્રષ્ટિએ વિચારીએ તો યુરીએ બલિનો બકરો બનવાનું સ્વીકાર્યું હતું.
તેમણે પૃથ્વીની કક્ષામાં ૧૦૮ મિનિટ સુધી આંટો માર્યો ત્યારબાદ અંદાજે ૩૨૭ કિ.મી. ઉંચે ગયા અને પ્રતિ કલાકે ૨૭ હજાર કિ.મી.ની ઝડપનો સામનો કર્ય હતો. તેમના આ ઉડ્ડયને સાબિત કર્યું હતું કે માણસ ગંભીર ઉડ્ડયન, વાયુ મંડળમા પરત ફરવા અને ગુરુત્વાકર્ષણ વિહીનતા સહિતની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. અવકાશયાન સ્પુટનિકની સાથે ગેગરિને સામાન્ય અવકાશ યાત્રાના યુગની શરુઆત કરી હતી. ગુરુત્વાકર્ષણવિહીન સ્થિતિની માનવ શરીર પર થનારી અસરો અંગે તે વખતે કોઈને કંઈ જ ગતાગમ પડતી નહોતી. આવી સ્થિતિ માણસને વિકલાંગ બનાવી શકે તેવું પણ માનવામાં આવતું હતું...
* જોન પોલ સ્ટેપ ઃ
અમેરિકી વાયુસેનામાં ચિકિત્સા સંશોધક તરીકે ફરજ બજાવતા જોન પોલ સ્ટેપે રોકેટ સાથે જોડાયેલા સ્લેજ પર સવારી કરીને ૧૯૫૪માં વિશ્વના સૌથી ઝડપી જીવિત વ્યક્તિ બનવાનું બહુમાન મેળવ્યું હતું.
આ પરીક્ષણ દરમિયાન સ્ટેપે પ્રતિ કલાક ૧૦૧૭ કિ.મી.ની ઝડપ હાંસલ કરી હતી. તેમણે શૂન્યથી .૪૫ બોરની ગોળી જેટલી ઝડપ માત્ર પાંચ સેકન્ડમાં જ મેળવી અને ત્યારબાદ ૧.૪ સેકન્ડમાં શૂન્ય ગતિએ આવી ગયા તેઓ અટક્યા ત્યારે તેમના શરીર પર ગુરૃત્વાકર્ષણ બળ કરતાં ૪૬.૨ ગણું વધારે જોર લાગતું હતું.
આ પરીક્ષણમાં માનવ શરીરની મર્યાદાનો અને ક્ષમતાની પરીક્ષા લેવાઈ હતી. આ જીવલેણ પરીક્ષણમાં સ્ટેપ બચી તો ગયા પણ તેમના હાડકા ભાંગી ગયા અને આંખની રેટિના તેની જગ્યાએથી ખસી ગઈ છતાં સ્ટેપે આવા ૨૯ રોકેટ પરીક્ષણોમાંભાગ લીધો હતો. સ્ટેપે કારની સીટમાં સેફ્ટી બેલ્ટ લગાડવાની ઝુંબેશ હાથ ધરી હતી અને યુદ્ધ વિમાનોમાં વપરાતી સલામતી પ્રણાલીને યાત્રી વિમાનમાં ઉપયોગમાં લેવાની પણ માગણી કરી હતી. એકવાર સ્ટેપને તેમના સહયોગી કેપ્ટન મર્ફીના કારણે ઇજાનો સામનો કરવો પડયો હોત જેના પગલે સ્ટેપે કહ્યું કે, 'જે કંઈ ખોટું થવાનુ હશે તે થઈને જ રહેશે.' આ વાતને મર્ફીના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે.
* કેપ્ટન સ્કોટ ઃ
રોબર્ટ ફેલ્કન સ્કોટનું નામ ઇતિહાસમાં જરા જુદી રીતે જાણીતું છે. તેઓ દક્ષિણ ધૂ્રવ સામેની તેમની લડાઈ હારી ગયા હતા અને પોતાની ટીમને મોતના મુખ તરફ આગળ લઈ ગયા હતા. પરંતુ ઇતિહાસકાર ડેવિડ વિલસનના કહેવા મુજબ સ્કોટના સભ્યનોને જ આધુનિક ધૂ્રવીય વિજ્ઞાાનનો પાયો નાખ્યો હતો. ડેવિડ વિલ્સન રોબર્ટ ફેલ્કનના ટીમના પ્રકૃતિવાદી એડવર્ડ વિલ્સનના પ્રપૌત્ર હતા. બરફમાં જામેલા સ્કોટના શરીરના અવશેષોની પાસે એક વૃક્ષ મળી આવ્યું હતું. આ વૃક્ષ સામાન્ય રીતે સમુદ્ર કાંઠે જોવા મળે છે જેના પરથી એવું તારણ નીકળ્યું કે પુરાતન કાળમાં એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા જેવા ખંડો એક જ વિશાળ ખંડના ભાગ હતા.
વિલ્સનના કહેવા પ્રમાણે આ શોધે આપમા ગૃહ અંગેની માનવજાતની વિચારધારાને જ બદલી નાખી સ્કોટે એંપેટર પેંગ્વિનના ઇંડા પણ એકઠા કર્યા હતા. વૈજ્ઞાાનિકોને આશા હતી કે આ ઇંડા ડાયનાસોર અને પક્ષીઓ વચ્ચે કોઈ સંબંધ સ્થાપવામાં મદદરૃપ થશે. પરંતુ તેમની આશા ફળી નહીં તે જુદી વાત છે.
* ડેન માર્ટિન
ડેન માર્ટિને એવરેસ્ટ પર જઈને માનવ શરીરમાં ઓક્સિજનનું સૌથી ઓછા સ્તરને નોંધ્યું હતું અને તે પણ બીજા કોઈના નહી પરંતુ પોતાના જ શરીરમાં... પહેલી નજરે આ કામ ભલે બહુ હિંમતભર્યું ન લાગે પરંતુ તેઓ તબીબોની એક એવી ટુકડીનો હિસ્સો હતા જેણે માનવ શરીરમાં ઓક્સિજનની ઓછા પ્રમાણની માનવ શરીર પર પડતી અસરો અંગે શોધ કરવાનું બીડું ઝડપ્યું હતું. ગંભીરરૃપે ઇજાગ્રસ્ત વ્યક્તિઓમાં ઓક્સિજનનું સ્તર ઓછું થઈ જાય તેવી સ્થિતિમાં કેવી રીતે કામ પાર પાડવું એ દિશામાં શોધ કરવાનો આ ટુકડીનો હતો.
માર્ટિનના જણાવ્યા પ્રમાણે જે લોકો ગંભીર ચિકિત્સા એકમમાં હોય છે તેમા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘણીવાર ઓછું થઈ જાય છે. કોઈક વીરલા આ સ્થિતિની ઝીંક ઝીલી શકે છે પણ દરેક માટે આવું શક્ય બનતું નથી. તબીબોએ તારણ કાઢ્યું હતું કે શેરપાઓના લોહીમાં નાઇટ્રિક એસિડનું પ્રમાણ વધારે હોય છે અને હવે તેઓ દર્દીઓના લોહીમાં પણ આ તત્ત્વની હાજરી અંગે શોધખોળ કરી રહ્યા છે.
* જ્યોર્જ હેડલી સ્ટેનફોર્થ ઃ
રોયલ એરફોર્સના પાઇલોટ રહી ચૂકેલા જ્યોર્જ હેડલી સ્ટનેફોર્થ ૨૮મી સપ્ટેમ્બર ૧૯૩૧ના રોજ પ્રતિ કલાકના ૬૪૩ કિ.મી.ની ઝડપે ઉડ્ડયન કરીને ઇતિહાસ રચી દીધો. શ્નાઇડર ટ્રોફી માટે થયેલા મુકાબલમાં તેમણે આ રેકોર્ડ સ્થાપ્યો હતો. આ ઉડ્ડયનમાં ઉપયોગમાં લેવાયેલા સુપર મરીન વિમાનને આર જે નિશેલે ડિઝાઇન કર્યું હતું. મિશેલે આ ડિઝાઇનનો ઉપયોગ સેફાયર વિમાન બનાવવા માટે કર્યો હતો. સેફાયર વિમાન રોયલ વાયુદળ માટે બીજા વિશ્વયુદ્ધમાં ઘણું ઉપયોગી સાબિત થયું હતું.
પાઇલોટ જોન રસેલના કહેવા પ્રમાણે જર્મનીને હરાવવા માટે આ ટ્રોફી જરૃરી હતી. તેમણે વિમાની ટેકનોલોજીને આટલી સુધારી ન હોત તો તેમની પાસે સેફાયર જેવું વિમાન ન હોત. આ એન્જિનના વિકાસમાં ૧૮ વર્ષનો સમય લાગ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved