Last Update : 20-October-2012, Saturday

 

ભારત-ચીન યુદ્ધની અડધી સદી

 

આઝાદ ભારતના ઈતિહાસમાં ભારતે એક જ યુદ્ધ હારવાનો વખત આવ્યો છે, ૧૯૬૨નું ભારત ચીન યુદ્ધ. ચીને જાહેરમાં ભારત સાથે દોસ્તી બતાવી ૧૯૬૨ની ૨૦મી ઓક્ટોબરે ભારત પર આક્રમણ કરી દીધું. એકાદ મહિનો ચાલેલું એ યુદ્ધ ભારત હારી ગયું તેનાં કારણોમાં લશ્કરી નિષ્ફળતાં કરતાં રાજકિય મોરચે નબળાઈ વધારે કારણભૂત હતી. આંતરરાષ્ટ્રીય નેતા થવા નિકળેલા જવાહરલાલ નહેરુને ઘર-આંગણાની સમસ્યાઓમાં ખાસ રસ ન હતો. પરિણામ? ૧૯૬૨ના યુદ્ધમાં ટાંચા સાધનો વડે લડી રહેલા ભારતે પિછેહટ કરવી પડી. ૫૦ વર્ષ પહેલાના એ શિયાળાએ આખા ભારતની ઠંડી ઊડાડી મુકી હતી. એ સમયની કેટલીક દુર્લભ તસવીરો..

લદ્દાખના ખ્યાતનામ પેનગોંગ સરોવરના કાંઠેનો વિસ્તાર આમ તો વેરાન છે, પણ ભારતની ટોચ પર છે. ચીની સૈનિકોએ ત્યાં આક્રમણ કરી પ્રદેશ પચાવી પાડયો ત્યારે જવાહરલાલ નહેરુએ ચીનતરફી લુલો બચાવ કરતાં કહેલું કે એ જમીન પર તો કશું ઊગતું નથી. એટલે કોઈ સાંસદે જવાબ આપતા નહેરુ પર કટાક્ષ કરેલો કે એમ તો નહેરુના માથામાં પણ વાળ ઊગતાં નથી! તો શું માથાનું મહત્ત્વ ઘટી જાય છે?

ચીને આક્રમણ કરી દીધું છે એવી ખબર પડતાં સૈનિકો જ્યાં હોય ત્યાંથી ઉત્તર-પૂર્વ ભારતની સરહદે પહોંચવા સાબદા થયા હતા. જોકે જંગે ચડવા દોડતા સૈનિકોને એ ખબર ન હતી કે ઘરે પાછા અવાશે કે કેમ. અને અવાશે તો ક્યાં સંજોગોમાં અને ક્યારે?

ભારતીય સૈનિકો પાસે લડવા માટે ખાસ્સી જુની થઈ ગયેલી .૩૦૩ એનફિલ્ડ રાઈફલ હતી, જ્યારે ચીની સૈનિકો ઓટોમેટિક ગનથી સજ્જ હતા. પરિણામે ભારતીય સૈનિકો બંદૂક તાકી રહે એટલી વારમાં ચીનાઓ મશિનગન ખાલી કરી દેતાં હતા.

ભારત-ચીનના લશ્કરની આંકડાકીય સરખામણીઃ કોણ કેટલું પાણીમાં?
૨૦૧૦-૧૧માં ભારતનું સંરક્ષણ બજેટ ૩૭.૯ અબજ ડોલર હતું, જ્યારે ચીનનું ૮૯.૯ અબજ ડોલર
અમદાવાદ, તા. ૧૯
કોઈ બે દેશના શસ્ત્રોની સરખાણીથી તાકાતનો પુરો અંદાજ આવી શકે નહીં. યુદ્ધ વખતે વ્યૂહાત્મક ઓપરેશનો, સરહદની સ્થિતિ, જે-તે દેશના પક્ષમાં કે વિરૃદ્ધમાં આતરરાષ્ટ્રીય વલણ વગેરે અનેક પરિબળો કામ કરતાં હોય છે. એ બધા સાથે લશ્કરમાં કોનું સંખ્યાબળ કેટલું છે એ પણ મહત્ત્વનું છે. ભારત અને ચીન એશિયામાં અને દુનિયામાં સૈન્ય મહાસત્તાઓ તરીકે જાણીતા દેશો છે. ૨૦૧૦-૧૧ના વર્ષ માટે ચીનનું સંરક્ષણ બજેટ ૮૯.૯ અબજ ડોલર હતું, જ્યારે ભારતનું ૩૭.૭ અબજ ડોલર. ભારતનું બજેટ ઓછુ હોવા ઉપરાંત ભારતમાં લશ્કરમાં અપગ્રેડેશન થતાં વર્ષો નીકળી જાય છે, જ્યારે ચીન સતત આધુનિક ટેકનોલોજી અપનાવતું રહે છે. એ સિવાય અહીં બન્નેના સૈન્યનો આંકડાકિય ચિતાર જુઓ..

વિગત

ભારત

 ચીન

 

સશસ્ત્ર સૈનિકો

૧૩,૨૫,૦૦૦

૨૨,૮૫,૦૦૦

 

અનામત સૈનિકો

૧૧,૫૫,૦૦૦

,૧૦,૦૦૦

 

અર્ધસૈનિક દળો

૧૩,૦૧,૦૦૦

,૬૦,૦૦૦

 

ટેન્ક (રણગાડી)

૫૬૮

,૮૦૦

 

લડાકુ હેલિકોપ્ટર

૨૦

૧૬

 

સબમરીન

૧૫

૬૦

 

અત્યાધુનિક

-

-

 

ફાઈટર વિમાન

૨૮૦

૭૪૭

 

અન્ય લડાકુ વિમાન

૭૮૪

૧૬૬૯

 

બખ્તરબંધ સૈનિક વાહનો

૧૧૦૫

૨૩૯૦

 

વિમાનવાહક જહાજ

 

નાના લડાયક જહાજો

૧૧

૬૫

 


(સોર્સઃ ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડી)

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved