Last Update : 20-October-2012, Saturday

 

શરદ પવાર સામે અત્યાર સુધીમાં કૌભાંડોના અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે

પવારના સાથીદાર ભુજબળ પણ ત્રણ દાયકા પહેલા તેમની સામે પડયા હતા

મુંબઈ, તા.૧૮
કેન્દ્રીય કૃષિ પ્રધાન શરદ પવાર તથા તેમના સાંસદ પુત્રી સુપ્રિયા સુળેએ લવાસા ટાઉનશિપ પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી વાય. પી. સિંહે ગુરુવારે કર્યો હતો. જોકે શરદ પવાર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકવામાં આવ્યો હોય એવું પ્રથમવાર નથી બન્યું. તેઓ ભ્રષ્ટાચારના આક્ષેપનો કલંકીત ઇતિહાસ ધરાવે છે.
વાય. પી. સિંહે મૂકેલા આક્ષેપોના પ્રત્યાઘાત આપતા શરદ પવારે કહ્યું હતું કે 'મારા પર મૂકવામાં આવેલા આક્ષેપોમાં કઇ નવું નથી.'
ત્રણ દાયકા અગાઉ છગન ભુજબળ જ્યારે શિવસેનામાં હતા ત્યારે તેમણે પવાર પર જમીન કૌભાંડનો આક્ષેપ મૂકીને તેમની સામે ચળવળ શરૃ કરી હતી. ત્યાર બાદ શરદ પવારે તેમને કાયદાકીય નોટીસ ફટકારતા ભુજબળે પવાર-વિરોધી અભિયાન પડતું મૂક્યું હતું.
ત્યાર બાદ ભુજબળ કોંગ્રેસમાં જોડાયા અને ૧૯૯૯માં જ્યારે શરદ પવારે એન.સી.પી.(નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી) શરૃ કરી ત્યારે તેમાં જોડાયા. ૧૯૯૪માં ભાજપના નેતા ગોપીનાથ મુંડે અને મુંબઈ મહાનગરપાલિકાના તત્કાલીન ડેપ્યુટી કમિશનર જી. આર. ખૈરનારે પવાર સામે આંદોલન શરૃ કર્યું હતું. એ સમયે શરદ પવાર ભારતના સંરક્ષણ પ્રધાન હતા અને તેમના પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે અંડરવર્લ્ડ ડોન સાથે સંપર્ક ધરાવતા બે શખસોએ સંરક્ષણ ખાતાના વિમાનમાં મુસાફરી કરી હતી.
ખૈરનાર કે મુંડે આ વિશે પુરાવા આપી શક્યા નહોતા, પરંતુ તેમના આંદોલનને લીધે રાજ્યમાં કોંગ્રેસ વિરોધી વાતાવરણ જરૃર ઊભું થયું હતું. ત્યાર બાદ મુંડેએ રાજ્યવ્યાપી અભિયાન શરૃ કર્યું. તેના લીધે ૧૯૯૫માં ભાજપને પ્રથમ વખત મહારાષ્ટ્ર વિધાનસભામાં સત્તા હાસલ થઈ. એન.સી.પી.ના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે પવાર જ્યારથી મહારાષ્ટ્રના સક્ષમ નેતા તરીકે ઉભરી આવ્યા છે ત્યારથી ભાજપ તેમના પર નિશાન સાધતું રહ્યું છે. તેમણે કહ્યું હતું કે 'તેમણે રાજકીય કારણોસર પવાર પર નિશાન સાધ્યું હતું, પરંતુ તેઓ સફળ થયા નથી. જોકે શરદ પવારની અંગત છબી જરૃર ખરડાઈ છે.'

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved