Last Update : 20-October-2012, Saturday

 

કોકપીટમાં ઉતારુઓ ઘૂસી જતા
મહિલા પાઇલોટે હાઇજેક એલર્ટ બટન દબાવતાં સનસનાટી

અબુ ધાબીથી કોચી જતી ફ્લાઇટને તિરૃવનંતપુરમ ખાતે લઇ જતાં ઉતારુઓ ઉશ્કેરાયા ઃ છની ધરપકડ

(પી.ટી.આઇ.) તિરૃવનંતપુરમ/કોચી, તા. ૧૯
અબુ ધાબીથી કોચી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના વિમાનચાલકને કોચી વિમાનમથકે ધૂંધળા વાતાવરણને કારણે ઓછું દેખાતાં તેણે વિમાન પાછું તિરૃવનંતપુરમ ખાતે લઇ જતાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આમાંથી કેટલાક મુસાફરો કોકપિટમાં ઘુસી જતાં મહિલા પાઇલટે ગભરાટમાં વિમાન અપહરણ થયાની ચેતવણી આપતું બટન દબાવી દેતાં ભારે અફરા-તફરી સર્જાઇ હતી. જેના કારણે એરપોર્ટ પર સલામતી વ્યવસ્થા એકદમ સજાગ બનાવી દેવામાં આવી હતી અને સમગ્ર તંત્ર સાબદુ બની ગયું હતું. સલામતી જવાનોએ છ મુસાફરોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરાઇ હતી.
એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ૪૪૨૨ના મુસાફરોએ મચાવેલાં આ હોબાળાને કારણે નવ કલાકનો વિલંબ થયો હતો. કમાંડર રૃપાલી વાઘમારેએ કરેલી ફરિયાદને આધારે મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રૃપાલીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે કેટલાક મુસાફરો કોકપિટમાં ધસી આવ્યા હતા અને ધમકી આપી હતી કે જો તે વિમાનને કોચી નહિ લઇ જાય તો ગંભીર પરિણામો જોવા પડશે. તેમણે છ મુસાફરોને ઓળખી બતાવ્યા હતા. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સના જવાનોએ તમામની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી.
જોકે આ ડ્રામાનો અંત અહીયા જ આવ્યો નહતો. કોચી એરપોર્ટ પર વિમાને જ્યારે ઉતરાણ કર્યું ત્યારે કેટલાક મુસાફરોએ તેમની સાથે ખરાબ વર્તનની અને માર્ગથી કોચી જતા રહેવાનું કહેવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી. આને કારણે જ તેઓ રોષે ભરાયા હતા અને થિરૃવનંતપુરમમાં રોકવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે અમારી સામે ખોટા કેસો કરવાનો પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમ એક મુસાફરે કહ્યું હતું.
કેરળના મુખ્ય પ્રધાન ઓમેન ચાંદીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. તેમણે રાજ્યના ડીજીપીને આ ઘટનામાં તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ આ ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે તેમ જણાવતાં એર ઇન્ડિયાના સુત્રોએ જણાવ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved