Last Update : 20-October-2012, Saturday

 

ઘરના ભૂવા ને ઘરના જતી
ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર કેજરીવાલના સાથીઓજ ભ્રષ્ટાચારી

અંજલીએ જમીન સોદામાં ગેરરીતિ કર્યાનો તેમજ મયંક ગાંધી સામે બિલ્ડરો સાથે સાંઠગાંઠનો આક્ષેપ

નવી દિલ્હી, તા. ૧૯
ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરી દેશભરમાં ચર્ચાનો વિષય બનનાર ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સભ્યો સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં તેમણે પોતાની ટીમની 'આંતરિક તપાસ' કરાવવાની જાહેરાત કરી છે. આઈએસી ટીમે તેમના સબ્યો પ્રશાંત ભૂષણ, અંજલિ દમણિયા અને મયંક ગાંધી પર થયેલા આક્ષેપોની તપાસ ૩ નિવૃત્ત ન્યાયાધીશોના બનેલા આંતરિક લોકપાલ દ્વારા કરવાની જાહેરાત કરી છે.
આઈએસીની ટીમે પોતાની તપાસ દિલ્હી કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસ એ.પી. શાહ, બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત જજ બી.એચ. માલપિલ્લે અને દિલ્હી હાઈકોર્ટના નિવૃત જજ જસપાલ સિંહ દ્વારા કરાવવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલના સૂચિત પક્ષનું નામ હજી જાહેર થયું નથી. તપાસ કરવા નિમાયેલા આ 'લોકપાલ'ને આઈએસી સોમવાર સુધીમાં દસ્તાવેજો રજુ કરશે.
ટીમની આંતરિક તપાસની જાહેરાત કરતાં કેજરીવાલે જણાવ્યું હતું કે તેમની ટીમના સભ્યો પ્રશાંત ભૂષણ, મયંગ ગાંધી અને આરતી દમણિયા સામે થયેલા આક્ષેપો પૂરવાર થશે તો તેઓ ટીમમાંથી રાજીનામાં આપશે.
ભૂષણ, દમણિયા અને મયંક ગાંધીએ કેજરીવાલના નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ તમામ તપાસ માટે તૈયાર છે. તેમને કશું છુપાવવાનું નથી. તપાસ દ્વારા તેઓના આક્ષેપો અંગે સ્પષ્ટતા થઇ જશે.
ઉલ્લેખનીય છે કે ગડકરી પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરનાર અંજલિ દમણિયા સામે પણ જમીનના સોદામાં કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. દમણિયાએ ૨૦૦૭માં કરજત તાલુકાના કોન્ડીવેડ ગામમાં ૭ એકર જમીન ખરીદી હતી. જેને ૨૦૦૧૧માં બીનખેતી કરીને વેચી દેવાનો હેતુ હતો. ૭ એકરમાં પથરાયેલા ખેડૂતોના ૩૦ પ્લોટો ઉલ્હાસ નદી પર બંધ બંધાતા ડૂબમાં જવાના હતાં. રાઇગઢના કલેકટરે દમણિયાએ ખરીદેલી જમીનને બીનખેતી કરવાના હુકમ કર્યા હતા.
કેજરીવાલના બીજા સાથી મયંક ગાંધી પર મુંબઈની એક જમીન સોદામાં વિવાદાસ્પદ ભૂમિકાનો આક્ષેપ છે. મુંબઈના એક આરટીઆઈ એક્ટીવિસ્ટ ક્રિષ્નાજી રાવે કરેલા આક્ષેપ મુજબ મયંક ગાંધીએ પોતાના કાકાની રીયલ એસ્ટેટ કંપનીના જમીન સોદામાં મદદ કરવા માટે એનજીઓની સ્થાપના કરી છે. રાજ્ય સરકારે આ સોદાઓમાં ગેરરીતિ આચરાઈ હોવાનું જણાવી તપાસના હુકમ કરેલા છે. મયંક ગાંધીના સ્વર્ગસ્થ કાકા લલિત ગાંધી રીયલ એસ્ટેટ હિતો ધરાવતી લોક ગુ્રપના વડા હતા. ૨૦૦૭માં આ ગુ્રપે 'રીમેકિંગ ઓફ મુંબઈ ફેડરેશન' નામની એનજીઓ સ્થાપી હતી જેના મંત્રી મયંક ગાંધી હતા. દરમિયાન મુંબઈ મ્યુનિસીપલ કોર્પોરેશને ચીરા બઝારમાં ૩૫૦ મકાનો ખરીદીને ૪૦૦૦૦ લોકો માટે એપાર્ટમેન્ટ બાંધવાની યોજના મુકી. ક્રિશ્નાજી રાવના જણાવ્યા મુજબ ૬૦૦૦ કરોડને સંડોવતી આ યોજના તમામ નિયમોને નેવે મુકીને મયંક ગાંધીના એનજીઓને આપવામાં આવી.

ભૂષણ, દમણિયા અને ગાંધી ઉપર થયેલા આક્ષેપ
* અંજલિ દમણિયાએ ૨૦૦૭માં કરજત તાલુકાના કોન્ડીવાડે ખાતે ખેડૂતોના ૭ એકરમાં આવેલા ૩૯ પ્લોટો ખરીદ્યા હતા. આ જમીન કોંડીવાડે નજીક ઉલ્હાસ નદી પર બંધાઈ રહેલા બંધમાં ડૂબી જવાની હતી. દમણિયાએ આ પ્લોટને બીનખેતી કરાવીને મોટી કિંમતે વેચવાના હેતુથી ખરીદ્યા હતા.
* મુંબઈના આર.ટી.આઇ. કાર્યકર ક્રિશ્નાજી રાવે કરેલા આક્ષેપ મુજબ મયંક ગાંધી જમીન પચાવનાર ભેજાબાજ વ્યક્તિ છે મુંબઈમાં તેના કાકાની રીયલ એસ્ટેટ કંપની 'લોકગુ્રપ' દ્વારા ઉભી કરવામાં આવેલી 'રીમેકિંગ ઓફ મુંબઈ ફેડરેશન' એનજીઓના ગાંધી સેક્રેટરી છે. આ સંસ્થા તેમના કાકાની કંપનીનું હિત સાચવવા માટે ઉભી કરાયેલી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મીરા બજારમાં ગરીબોના પુનર્વસનની ૬૦૦૦ કરોડની યોજના નિયમોનો ભંગ કરીને ગાંધીની એનજીઓને આપી હતી.
* પ્રશાંત ભૂષણની હિમાચલ પ્રદેશમાં આવેલી સંપત્તિ અંગે સીબીઆઇએ તપાસ કરવી જોઈએ તેવી જાહેરાત કેજરીવાલે પોતે જ કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved