w

Last Update : 20-October-2012, Saturday

 

કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ

 

સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હોય છે કે જીવનમાં જોડીઓ તો ઉપરવાળો જ બનાવતો હોય છે પરંતુ ક્યારેક ક્યારેક એવું પણ બની જતું હોય છે કે વ્યક્તિઓની પ્રોફેશનલ લાઇફમાં મળતો એકબીજાનો સતત સાથ પણ તેઓને એકબીજાની વધુ પડતો 'નજીક' લાવી દેતો હોય છે અને આ નજીકના તેઓના એકમેકના પ્રેમમાં પરિણમી જતી હોય છે. જે આગળ જતાં જીવન સાથી અને જીવનસંગિનીના રૃપમાં પલ્ટાઈ જતી હોય છે. બોલીવુડનો પ્રતિષ્ઠિત કપુર પરિવાર જાણે કે પ્રેમની વાસ્તવિકતા અભિવ્યક્તિ માટે જ પેદા થયો હોય તેમ દરેક પેઢીના કલાકારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રેમ સાથે જ સંકળાયેલા રહ્યા છે. આમાં ય વળી કુદરતનો સંપૂર્ણ સાથ- સહકાર હોય તેમ ઇશ્વરે તેમને લાજવાબ ખુબસૂરતી પણ બક્ષી છે, જે પ્રેમની પાયાની જરૃરિયાત માનવામાં આવે છે.
કપુર પરિવારની વાત કરું તો રાજકપુરે પ્રેમની વ્યાખ્યા કચકડે એવી તો અદ્ભુત રીતે કંડારી કે દર્શકોને પ્રેમ- સાચો પ્રેમ કરવાની શીખવા મળી તેમની પ્રેમનો સંદેશો આપતી ફિલ્મો દર્શકો વારંવાર નિહાળવાનું પસંદ કરતા હતા. પૃથ્વીરાજ કપુર ઘણા અગમચેતી હોવાના કારણે જ રાજ સાહેબ જ્યારે રૃપેરી પરદે ચમકવાનું શરુ કરવાના હતા તે અગાઉ જ પૃથ્વીરાજે તેમને 'કૃષ્ણા' નામની સુંદરી સાથે પરણાવી દીધા કે જેથી તેમનો દીકરો ક્રિષ્નાની નિગરાનીમાં રહે ! આ પછી ૧૯૫૫માં ફિલ્મ 'રંગીન રાતે'ના શુટિંગ દરમ્યાન શમ્મી કપુર અભિનેત્રી ગીતાબાલી સાથે મળ્યો અને માત્ર ચાર જ મહિનાના ટૂંકા ગાળામાં બંને વચ્ચે એવો તો અગાધ પ્રેમ જાગ્યો કે તેઓએ એકમેકના જીવનસાથી બનવાનો નિર્ણય લઈ લીધો. શમ્મીકપુરની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ઓફસ્ક્રીનમાં પણ જોરદાર રંગ લાવી અને બન્ને પરણી ગયા હતા !
ત્યારબાદ શશીકપૂર અને અભિનેત્રી જેનીફર કેન્ડલ કોલકાતાના એક થિયેટર શૉ દરમિયાન મળ્યા હતા બન્ને વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા અને ૧૯૫૮ની સાલમાં તો શશીકપુર અને જેનીફર કેન્ડેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા પરંતુ જેનિફરના મૃત્યુ બાદ શશી કપૂર એકલો પડી ગયો છે !
રાજકપૂરનો મોટો પુત્ર રણધીર કપૂર અને અભિનેત્રી બબીતા ફિલ્મ 'કલ આજ ઔર કલ'ના શુટિંગ દરમ્યાન મળ્યા અને બંનેએ થોડાક દિવસોમાં એકબીજાની સાથે જિંદગી ગુજારવાનું નક્કી કર્યું. અંગત જીવનમાં બન્નેની જોડી સુંદર લાગતી હતી કરિશ્મા અને કરિનાના જન્મ બાદ બન્ને વચ્ચે ખટરાગો શરુ થયા અન તેઓ અલગ પડયા છે. આવી જ રીતે રીષીકપુર અને નીતુસિંહની જોડીએ પણ એક જમાનામાં પરદા ઉપર તરખાટ મચાવ્યો હતો. થોડાક વર્ષની મૈત્રીએ લગ્નનું રૃપ ધારણ કર્યું અને તેઓ પતિ- પત્ની બની ગયા આજે બોલીવુડમાં સૌ કોઈ આદર્શ જોડી તરીકે રીષી નીતુના નામનો ઉલ્લેખ કરે છે.આ પછી લેટેસ્ટમાં કપુર ખાનદાનની કરીના કપૂરે પોતાના સાથી અભિનેતા સૈફ અલીખાન સાથે પ્રભુતામાં પગલા પાડી પોતે 'બેગમ' બની ગઈ હોવાનો આનંદ વ્યક્ત કરી રહી છે. ટૂંકમાં કપુર પરિવારના સભ્યો પ્રેમના સહારે જ જીવનસાથીને શોધતા રહ્યા છે હવે રણબીર કપુર આ અંગે શૉ નિર્ણય કરે છે તે તો આવનારો સમય જ કહેશે !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved