Last Update : 20-October-2012, Saturday

 

સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪

પાવર, મેટલ, રિલાયન્સ ગુ્રપ, ઓટો, બેંકિંગ શેરોમાં વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, શુક્રવાર
કોર્પોરેટ ઈન્ડિયાના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નબળા પરિણામ રજૂ કર્યા બાદ એફઆઈઆઈ- વિદેશી ફંડોની શેરોમાં ખરીદી ધીમી પડયા બાદ ગઈકાલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૩૦, ઓક્ટોબરની ધિરાણ નીતિ સમીક્ષામાં પ્રમુખ દરોમાં ઘટાડાની અપેક્ષાએ શેરોમાં વ્યાપક તેજી આવ્યા બાદ આજે ફરી સપ્તાહના અંતિમ દિવસે વ્યાપક નફારૃપી વેચવાલી જોવાઈ હતી. એફએમસીજી જાયન્ટ આઈટીસીના બીજા ત્રિમાસિકના પ્રોત્સાહક પરિણામ જાહેર થતા પસંદગીના એફએમસીજી શેરોમાં ફંડોની ખરીદી સામે પાવર, મેટલ, ઓટો, બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, રીયાલ્ટી શેરોમાં પ્રોફીટ બુકીંગ સાથે નવી ખરીદીમાં સાવચેતીએ સેન્સેક્ષ, નિફટી આરંભથી જ નેગેટીવ ખુલ્યા હતા. રિઝર્વ બેંક ૩૦, ઓક્ટોબરના પ્રમુખ દરોમાં ઘટાડો નહીં કરે એવા ફરી અમુક વર્ગના નેગેટીવ અનુમાને ફ્રન્ટલાઈન શેરોમાં શરૃઆતથી જ વેચવાલીમાં હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ, ભેલ, ટાટા પાવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોલ ઈન્ડિયા, એનટીપીસી, લાર્સન, એચડીએફસી, ટીસીએસ, સિપ્લા, એચડીએફસી બેંક ઘટી આવ્યા બાદ છેલ્લા કલાકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઓફ લોડીંગ વધતા સેન્સેક્ષ- નિફટી તીવ્ર ઝડપે ઘટયા હતા. સેન્સેક્ષ આગલા બંધ ૧૮૭૯૧.૯૩ સામે ૧૮૭૬૮ મથાળે ખુલીને ૧૮૭૬૯.૫૯ થઈ સતત ઘટતો રહી એક વાગ્યા બાદ યુરોપ- એશીયાના બજારોની નરમાઈ સાથે રૃપિયા સામે ડોલર મજબૂત થતો જઈ એક મહિનાની ઊંચી સપાટીએ આંબી જતાં ફરી આયાતો મોંઘી બનવાની કોર્પોરેટ ઈન્ડિયાની નફાશક્તિ પર નેગેટીવ અસરના અંદાજો સાથે રિલાયન્સમાં વેચવાલી નીકળતા સેન્સેક્ષ એક તબક્કે ૧૮૦.૧૭ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૮૬૧૧.૭૬ સુધી ગબડી જઈ ઘટાડે આર્થિક શોર્ટ કવરીંગ સાથે આઈટીસી, હીરો મોટોકોર્પ, ડો. રેડ્ડીઝ લેબ., ભારતી એરટેલ, ઈન્ફોસીસમાં આર્કષણે ઘટાડો આંશિક પચાવી અંતે ૧૦૯.૬૨ પોઈન્ટના ઘટાડે ૧૮૬૮૨.૩૧ મથાળે બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૫૭૧૧ થઈ તૂટી નીચામાં ૫૬૬૦ બોલાયોઃ મેટલ, રિલાયન્સ શેરોમાં વેચવાલી
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૭૧૮.૭૦ સામે ૫૭૦૩.૩૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૭૧૧.૭૦ થઈ સતત ઘટતો જઈ જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો, ભેલ, બીપીસીએલ, ગ્રાસીમ, ગેઈલ ઈન્ડિયા, રેનબેક્સી લેબ., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા પાવર, રિલાયન્સ ઈન્ફ્રા., કોટક મહિન્દ્રા બેંક, કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનીલીવર, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલીના દબાણે નિફટી નીચામાં ૫૬૬૦ સુધી ગબડી ગયો હતો. જે અંતે આંશિક ઘટાડો પચાવીને ૩૪.૪૫ પોઈન્ટ ઘટીને ૫૬૮૪.૨૫ બંધ રહ્યો હતો.
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉનઃ નિફટી સ્પોટ ૫૭૩૦ ઉપર બંધ જરૃરીઃ ૫૫૮૫ મજબૂત સપોર્ટ
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉન બતાવાઈ રહ્યો છે. ટેકનીકલી, નિફટી સ્પોટ ૫૭૩૦ ઉપર બંધ આવવાના સંજોગોમાં જ નજીકનો ટ્રેન્ડ બદલાશે. મજબૂત સપોર્ટ ૫૫૮૫ બતાવાઈ રહ્યો છે.
નિફટી ૫૬૦૦નો પુટ ૮.૧૦થી ઉછળી ૧૬.૨૦ થઈ ૯.૧૦ઃ ૫૭૦૦નો કોલ ૬૪.૧૦થી તૂટી ૨૭.૯૦ઃ ઓક્ટોબર ફયુચર ૫૬૬૫ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૫૭૦૦નો કોલ ૮,૬૫,૧૯૯ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૪૮૦૯.૧૪ કરોડના ટર્નઓવરે ૬૪.૧૦ સામે ૪૯.૯૫ ખુલી ઉપરમાં ૫૧.૬૫થી નીચામાં ૨૨.૩૫ સુધી ગબડી જઈ અંતે ૨૭.૯૦ હતો. નિફટી ૫૭૦૦નો પુટ ૭,૯૨,૦૩૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૨૭૩૮.૨૫ કરોડના ટર્નઓવરે ૨૭.૬૦ સામે ૩૩.૧૦ ખુલી નીચામાં ૩૦.૬૫થી ઉપરમાં ૫૭.૯૦ સુધી જઈ અંતે ૪૩.૧૦ હતો. નિફટી ૫૮૦૦નો કોલ ૬,૨૫,૧૮૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૮૧૫૪.૬૯ કરોડના ટર્નઓવરે ૧૯.૦૫ સામે ૧૩.૯૫ ખુલી નીચામાં ૪૦.૪૦ સુધી ગબડી અંતે ૪.૮૦ હતો. નિફટી ૫૬૦૦નો પુટ ૮.૧૦ સામે ૮.૯૦ ખુલી નીચામાં ૭.૬૦થી ઉપરમાં ૧૬.૨૦ સુધી જઈ અંતે ૯.૧૦ હતો. નિફટી ઓક્ટોબર ફયુચર ૨,૪૦,૨૧૯ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૮૩૮.૭૮ કરોડના ટર્નઓવરે ૫૭૩૬.૪૫ સામે ૫૭૧૭ ખુલી ઉપરમાં ૫૭૨૧.૫૦ થઈ નીચામાં ૫૬૬૫ સુધી ઘટી અંતે ૫૬૮૪.૩૦ હતો. નિફટી ૫૯૦૦નો કોલ ૨,૦૩,૯૯૫ કોન્ટ્રેકટસમાં રૃ.૬૦૧૯.૩૭ કરોડના ટર્નઓવરે ૪ સામે ૨.૩૦ ખુલી ૨.૫૫ થઈ અંતે ઘટીને ૧.૦૫ હતો. નિફટી નવેમ્બર ફયુચર ૪૪૨૧૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૨૬૬.૩૨ કરોડના ટર્નઓવરે ૫૭૬૭.૪૦ સામે ૫૭૪૧.૩૦ ખુલી ઉપરમાં ૫૭૫૨.૧૫ થઈ નીચામાં ૫૬૯૮.૨૦ થઈ અંતે ૫૭૧૬ હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લી ઘડીમાં મોટું ઓફલોડીંગઃ હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ, ગેઈલ, ભેલ, લીવર ઘટયા
સેન્સેક્ષના પ્રમુખ ઘટનાર શેરોમાં હિન્દાલ્કો રૃ.૩ ઘટીને રૃ.૧૧૪.૯૦, જિન્દાલ સ્ટીલ રૃ.૧૦.૫૫ ઘટીને રૃ.૪૦૬.૮૫, ગેઈલ ઈન્ડિયા રૃ.૮.૫૦ ઘટીને રૃ.૩૫૯.૯૫, ભેલ રૃ.૫ ઘટીને રૃ.૨૪૨.૧૦, ટાટા પાવર રૃ.૧.૯૫ ઘટીને રૃ.૧૦૫, હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૯.૧૦ ઘટીને રૃ.૫૬૬.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૧૩.૧૫ ઘટીને રૃ.૮૨૩.૪૦, કોલ ઈન્ડિયા રૃ.૫.૬૫ ઘટીને રૃ.૩૫૩.૭૦, એનટીપીસી રૃ.૨.૨૦ ઘટીને રૃ.૧૬૬.૩૦, લાર્સન રૃ.૧૯.૫૦ ઘટીને રૃ.૧૬૩૨.૭૦, એચડીએફસી રૃ.૮.૯૦ ઘટીને રૃ.૭૫૨.૧૦, ટીસીએસ રૃ.૧૪.૯૦ ઘટીને રૃ.૧૨૯૦.૩૦, સિપ્લા રૃ.૪.૦૫ ઘટીને રૃ.૩૫૯.૧૦, એચડીએફસી બેંક રૃ.૭.૦૫ ઘટીને રૃ.૬૨૮.૨૫, ટાટા સ્ટીલ રૃ.૪.૫૫ ઘટીને રૃ.૪૦૭.૧૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૭.૭૫ ઘટીને રૃ.૮૦૩.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૨૦ ઘટીને રૃ.૨૮૫૬.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૯.૧૫ ઘટીને રૃ.૧૦૫૫.૭૫ રહ્યા હતા.
ડોલર ૪૯ પૈસા ઉછળી રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ ક્રુડ ૧૧૩ ડોલરઃ ઓઈલ-ગેસ શેરોમાં નરમાઈ
રૃપિયા સામે ડોલર ફરી સતત મજબૂત થતો જઈ આજે ૪૯ પૈસા ઉછળી રૃ.૫૩.૯૦ની એક મહિનાની ઊંચાઈએ પહોંચતા અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૩૪ સેન્ટ વધીને ૧૧૨.૭૬ ડોલર અને નાયમેક્ષ ક્રુડના બેરલ દીઠ ૯૨.૧૪ ડોલર થઈ જતાં ઓઈલ- માર્કેટીંગ પીએસયુ કંપનીઓ પર નેગેટીવ અસરના અંદાજે શેરોમાં નરમાઈ હતી. બીપીસીએલ રૃ.૭.૬૦ ઘટીને રૃ.૩૩૯.૩૦, ગેઈલ ઈન્ડિયા રૃ.૮.૫૦ ઘટીને રૃ.૩૫૯.૯૫, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ રૃ.૧.૪૫ ઘટીને રૃ.૭૯.૦૫, કેઈર્ન ઈન્ડિયા રૃ.૪.૨૦ ઘટીને રૃ.૩૩૩.૬૦, એચપીસીએલ રૃ.૧.૭૦ ઘટીને રૃ.૨૯૯.૯૫ રહ્યા હતા.
ફરી રિઝર્વ બેંક વ્યાજ દર નહીં ઘટાડેની અટકળોએ બેંક શેરો ઘટયાઃ યશ બેંક, સ્ટેટ બેંક, કોટક, પીએનબી ઘટયા
બેંકિંગ શેરોમાં ગઈકાલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૩૦, ઓક્ટોબરના ધિરાણ નીતિની સમીક્ષા વખતે પ્રમુખ દરોમાં ઘટાડાની અટકળો બાદ આજે ફરી ફુગાવાનું જોખમ બતાવી વ્યાજ દરોમાં ઘટાડો નહીં થવાના અમુક વર્ગના અનુમાને બેંક શેરોમાં વેચવાલી નીકળી હતી. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૧૧૪.૯૪ પોઈન્ટ ઘટીને ૧૩૧૯૩.૦૫ હતો. યશ બેંક રૃ.૬.૧૦ ઘટીને રૃ.૩૮૨.૯૦, આઈડીબીઆઈ બેંક રૃ.૧.૫૫ ઘટીને રૃ.૯૯.૪૦, કોટક મહિન્દ્રા બેંક રૃ.૯.૭૦ ઘટીને રૃ.૬૨૭.૩૦, પીએનબી રૃ.૯.૪૦ ઘટીને રૃ.૮૨૨.૧૫, એચડીએફસી બેંક રૃ.૭.૦૫ ઘટીને રૃ.૬૨૮.૨૫, સ્ટેટ બેંક રૃ.૨૦ ઘટીને રૃ.૨૨૫૬.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૯.૧૫ ઘટીને રૃ.૧૦૫૫.૭૫, સ્ટેટ બેંક ઓફ મૈસુર રૃ.૧૦.૯૦ ઘટીને રૃ.૫૦૩, સેન્ટ્રલ બેંક રૃ.૧.૫૦ ઘટીને રૃ.૭૫.૫૦, વિજયા બેંક રૃ.૧.૧૦ ઘટીને રૃ.૫૬.૯૫ રહ્યા હતા.
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફીટ બુકીંગઃ લેન્કો ઈન્ફ્રા., ટોરન્ટ પાવર, અદાણી પાવર ઘટયા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પણ નફારૃપી વેચવાલીએ બીએસઈ પાવર ઈન્ડેક્ષ ૨૯.૪૨ પોઈન્ટ ઘટીને ૨૦૧૮.૨૬ રહ્યો હતો. લેન્કો ઈન્ફ્રા. ૪૫ પૈસા ઘટીને રૃ.૧૩.૭૦, ટોરન્ટ પાવર રૃ.૪ ઘટીને રૃ.૧૬૧.૧૫, અદાણી પાવર બીજા ત્રિમાસિકના પરિણામમાં ગત વર્ષના રૃ.૧૭૨.૬૪ કરોડના ચોખ્ખા નફાની તુલનાએ આ વખતે કોન્સોલિડેટેડ રૃ.૨૬૦.૯૧ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવતા શેરમાં વેચવાલીએ રૃ.૧.૨૦ ઘટીને રૃ.૪૮.૯૫, જેએસડબલ્યુ એનર્જી રૃ.૧.૪૦ ઘટીને રૃ.૬૧.૮૫, રિલાયન્સ પાવર રૃ.૨ ઘટીને રૃ.૧૦૧.૦૫, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૨.૨૫ ઘટીને રૃ.૧૨૯.૯૦, રિલાયન્સ ઈન્ફ્રા. રૃ.૭.૭૫ ઘટીને રૃ.૫૦૭.૯૦ રહ્યા હતા.
માર્કેટબ્રેડથ નેગેટીવ છતાં ૨૪૦ શેરોમાં તેજીની સર્કિટઃ ૧૫૮૬ શેરો ઘટયાઃ ૧૨૭૫ શેરોમાં આર્કષણ
સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં પણ સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગ સાથે નવી લેવાલીથી દૂર રહેવાના માનસે માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૯૭ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૬ અને વધનારની ૧૨૭૫ રહી હતી. અલબત્ત ૨૪૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
પેટ્રોલ- ડીઝલના ભાવ ફરી વધશેઃ એકસાઈડ રૃ.૧૪ તૂટયોઃ મહિન્દ્રા, કયુમિન્સ, ભારત ફોર્જ ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં પણ પેટ્રોલ- ડીઝલના ભાવો ફરી વધવાના નાણાપ્રધાન પી. ચિદમ્બરમના તાજેતરના સંકેતે વેચવાલી નીકળી હતી. તહેવારોની સીઝનમાં કાર કંપનીઓ નવા મોડલો લાવી આર્કષણ ઊભુ કરવામાં આંશિક સફળતા બાદ આર્કષણ ઓસરતું જોવાયું હતું. એકસાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૪.૩૫ ઘટીને રૃ.૧૪૮.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૧૩.૧૫ ઘટીને રૃ.૮૨૩.૪૦, કયુમિન્સ ઈન્ડિયા રૃ.૭.૫૫ ઘટીને રૃ.૪૯૮.૦૫, ભારત ફોર્જ રૃ.૨.૫૦ ઘટીને રૃ.૩૦૩.૯૫, મારૃતી સુઝુકી રૃ.૧૦.૧૦ ઘટીને રૃ.૧૩૬૯.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્ષ ૯૩.૩૧ પોઈન્ટ ઘટીને ૧૦૨૪૪.૩૩ રહ્યો હતો.
આઈટીસીનો નફો ૨૧ ટકા વધ્યોઃ શેર રૃ.૨૯૭ રેકોર્ડ ઊંચાઈએઃ હીરો મોટોકોર્પ, ડો. રેડ્ડીઝ લેબ, ઈન્ફોસીસ વધ્યા
એફએમસીજી જાયન્ટ આઈટીસીએ ૩૦, સપ્ટેમ્બર ૨૦૧૨ના પૂરા થયેલા બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ૨૧.૨૭ ટકા વધીને રૃ.૧૮૩૬.૪૨ કરોડ અને આવક ૧૮.૬૫ ટકા વધીને રૃ.૭૨૨૬.૫૮ કરોડ નોંધાવતા શેર રૃ.૨૯૭.૯૦ની નવી રેકોર્ડ ટોચ બનાવી અંતે રૃ.૬.૧૦ વધીને રૃ.૨૯૭.૫૦ રહ્યો હતો. હીરો મોટોકોર્પ રૃ.૯.૯૦ વધીને રૃ.૧૮૪૯.૪૦, ડો. રેડ્ડીઝ લેબ., રૃ.૭.૨૦ વધીને રૃ.૧૭૦૧.૦૫, ભારતી એરટેલ રૃ.૨૬૬.૬૫, ઈન્ફોસીસ રૃ.૭.૫૦ વધીને રૃ.૨૩૮૩.૩૦ રહ્યા હતા.
ડીઆઈઆઈની રૃ.૧૧૨ કરોડ અને એફઆઈઆઈની રૃ.૮૦ કરોડના શેરોની કેશમાં ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૮૦.૧૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૨૨૫૫.૮૯ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૧૭૫.૭૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૧૧૨.૦૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૧૦૨૫.૯૯ કરોડના શેરોની ખરીદી સામે રૃ.૯૧૩.૯૩ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વર્ષ ૨૦૧૨-૧૩ માટે ઈપીએફઓ ૮.૬% વ્યાજ આપવા સંભવ
નોકરીમાંથી હાંકી કઢાયેલા પોલીસવાળાઓએ રાષ્ટ્રપતિનો બનાવટી માફી પત્ર બનાવ્યો

રૃા.દસના સિક્કાની આરપાર ગોળી ન નીકળી અને ચમત્કારિક બચાવ

મોલ કૌભાંડમાં દિગ્વિજય સામે CBIતપાસનો હાઈકોર્ટનો આદેશ
'શોલે'માં રામગઢના વીરૃની જેમ ૬૦ ગ્રામજનો પાણીની ટાંકી પર ચડી ગયા
હવે હેડન પણ વિવાદમાં જોડાયો ઃ તેંડુલકરને ઓસ્ટ્રેલિયાએ સન્માન ના આપવું જોઈએ

વિશ્વ ફૂટબોલમાં ભારત શરમજનક ૧૬૮ ક્રમે છે

ગાવસ્કરના ૮૧ સદીના રેકોર્ડથી તેંડુલકર માત્ર ત્રણ જ સદી દૂર

વિજ્ઞાાન માટે જીવ જોખમમાં મૂકનાર ફેલિક્સ બોમગાર્ટનર એકલો નથી

ગૂગલના શેરના ભાવમાં આઠ મિનિટમાં ૨૪ અબજ ડોલરનું નાટકીય ગાબડું
બ્રિટનની ફર્મે ટેકનોલોજી દ્વારા હવામાંથી પેટ્રોલ બનાવ્યું

ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર

સેમસંગ સામે એપલે કરેલી અપીલને બ્રિટનની કોર્ટે ફગાવી
સપ્તાહના અંતે પ્રોફીટ બુકીંગઃ ડોલર રૃ.૫૩.૯૦ એક મહિનાની ટોચેઃ સેન્સેક્ષ ૧૧૦ પોઈન્ટ ઘટીને ૧૮૬૮૨ઃ નિફટી ૫૬૮૪
સોનામાં તેજી આગળ વધતાં ભાવો વધુ રૃ.૨૦૦ ઉછળ્યા ઃ ડોલરમાં આગેકૂચ
 
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved