Last Update : 20-October-2012, Saturday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૧-૧૦-૨૦૧૨ રવિવારથી તા.૨૭-૧૦-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ)

 

આસો નવરાત્રિની સમાપ્તિએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. વિજયાદશમીના પર્વથી વેપાર-ધંધામાં ધીમે ધીમે વ્યસ્તતા-પ્રગતિમાં વધારો થાય. નોકરીમાં અન્યની ગેરહાજરીના કારણે તમારી કામગીરીમાં, જવાબદારીમાં વધારો થવાથી આપ શ્રમ-થાક-કંટાળો અનુભવો. તે સિવાય પેટ, કમરની તકલીફ, પીડાના કારણે અસ્વસ્થતા જણાય. વાહન શાંતિથી ધીમેથી ચલાવવું. સીઝનલ ધંધામાં, ખાણીપીણીના ધંધામાં એકદમ માલનો ભરાવો કરવો નહીં. તા. ૨૧ ઓક્ટોબર રવિ, સગા સંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય. ૨૨ સોમ દુર્ગાષ્ટમી-મહાઅષ્ટમીએ ધર્મકાર્ય થાય, હૃદય-મન પ્રસન્ન રહે. ૨૩ મંગળ માહ નવરાત્રિની સમાપ્તિએ આનંદ રહે. ૨૪ બુધ વિજયા દશમી-દશેરાએ નોકરી-ધંધાના તેમજ અન્ય કામમાં સાનુકૂળતા, વ્યસ્તતા. ૨૫ ગુરૃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૬ શુક્ર હળવાશ-રાહત રહે. ૨૭ શનિ ચિંતા-ખર્ચ, બેચેની રહે.

 

વૃષભ (બ.વ.ઉ)

 

આસો નવરાત્રિની સમાપ્તિએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. બહાર જવાનું થાય. યાત્રા પ્રવાસ થાય. તે સિવાય નોકરી-ધંધામાં યશ-ધનમાં, વેપાર-ધંધામાં વધારો થાય. મકાન-જમીન-વાહનનું કામ થાય, નવીન ખરીદી થાય. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. વેપાર-ધંધાના જુના-નવા સંબંધો તાજા થાય. સીઝનલ નોકરી, વેપારમાં આપને કામ મળવાથી નાણાંકીય ચિંતા-મુંઝવણ ઓછી થાય. તા. ૨૧ ઓક્ટોબર રવિ, શારીરિક-માનસિક શ્રમ-થાક જણાય, વાહન શાંતિથી ચલાવવું. ૨૨ સોમ ધર્મકાર્ય-આધ્યાત્મિકતાથી હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨૩ મંગળ આનંદથી તમારું તેમજ અન્યનું કામ કરી શકો. ૨૪ બુધ વિજયાદશમીએ ધંધામાં ફાયદો-લાભ-આનંદ. ૨૫ ગુરૃ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ૨૬ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૭ શનિ કામકાજમાં સફળતા, પ્રગતિ.

 

મિથુન (ક.છ.ઘ)

 

નવરાત્રિની સમાપ્તિએ આપે શરીર-મનની અસ્વસ્થતા અનુભવાય નહીં તેની તકેદારી રાખવી. લપસી પડવાથી, પડવા વાગવાથી સંભાળવું. પુત્ર-પૌત્રાદિકની ચિંતા રહે, વાત વાતમાં મતભેદ, મનદુઃખ અનુભવાય. નોકરી-ધંધાના કામમાં, નાણાંકીય જવાબદારીવાળા કામમાં જાગૃતિ, સાવધાની રાખવી. વસ્તુની લેવડ દેવડમાં કે ખરીદીમાં બેધ્યાન થઈ જવું નહીં. ધર્મકાર્ય થાય, હૃદય-મનની પ્રસન્નતા રહે. મકાન, વાહનની ખરીદી અંગેનું કામ થઈ શકે. તા. ૨૧ ઓક્ટોબર રવિ, પત્ની-સંતાન-પરિવારનું કામ થાય. ૨૨ સોમ ધર્મકાર્યમાં જાગૃતિ, સાવધાની રાખવી. ૨૩ મંગળ આકસ્મિક ચિંતા-ઉપાધિ, ૨૪ બુધ વિજ્યા-દશમીએ ચિંતા-વ્યથા હળવી થાય, રાહત રહે. ૨૫ ગુરૃ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ, સાનુકૂળતા, ૨૬ શુક્ર રોજીંદા કામમાં ધ્યાન આપવું પડે. ૨૭ શનિ સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય.

 

કર્ક (ડ.હ.)

 

નવરાત્રિની સમાપ્તિ, વિજયાદશમી-દશેરાના પર્વે નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય. જુના-નવા સંબંધો તાજા થાય. ધર્મકાર્ય તેમજ આધ્યાત્મિકતાથી હૃદય-મનની હળવાશ, રાહત, આનંદ અનુભવાય. આકસ્મિક કોઈને મળવાનું થાય. સંતાન બહાર જાય કે બહારગામ ગયેલ હોય તો આપ ચિંતા અનુભવો. પરંતુ સંતાનના કામમાં પ્રગતિ, સફળતાથી આનંદ જણાય. સોના-ચાંદીના, કાગળ, કાપડના ધંધામાં, પરચૂરણ ધંધામાં ધંધો-આવક થાય. તા. ૨૧ ઓક્ટોબર રવિ, વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. ૨૨ સોમ દુર્ગાષ્ટમીએ ધર્મકાર્યથી આનંદ રહે. ૨૩ મંગળ હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨૪ બુધ દશેરા-વિજયાદશમીએ તન-મન-ધનથી- વાહનથી સંભાળવું. ૨૫ ગુરૃ શારીરિક, માનસિક અસ્વસ્થતા, ચિંતા. ૨૬ શુક્ર શાંતિથી દિવસ પસાર કરવો. ૨૭ શનિ હળવાશ, રાહત જણાય.

 

સિંહ (મ.ટ.)

 

આસો નવરાત્રિની સમાપ્તિ અને વિજયા દશમીના પર્વે નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં આપને વ્યસ્ત રહેવાનું થાય. પુત્ર-પૌત્રાદિક, પત્ની, પરિવાર, મિત્રવર્ગને સહકાર આપવા પ્રયત્ન કરવો પડે. ખર્ચ થાય. પરંતુ પરદેશમાં રહેતા વડીલ વર્ગની ચિંતા રહે. તમે મહેનત કરો, ખર્ચ કરો, સારા દેખાવા માટે પ્રયત્ન કરો છતાં તમને જસ મળે નહીં. માતાપિતા, ભાઇભાંડુ, વેવાઇ પક્ષ, સાસરી પક્ષના કારણે ચિંતા રહે. મકાન- જમીન- ટ્રાવેલ્સના ધંધામાં, ખાણીપીણીના ધંધામાં જાગૃતિ રાખવી. તા. ૨૧ ઓકટોબર રવિ, કામકાજમાં પ્રગતિ, બહાર જવાનું થાય. ૨૨. સોમ ધર્મકાર્યથી હૃદય-મન પ્રસન્ન રહે, આનંદ અનુભવો. ૨૩. મંગળ નોકરી-ધંધાના કામમાં રુકાવટ ચિંતા. ૨૪. બુધ વિજયાદશમીએ આનંદ રહે. સગા સંબંધી- મિત્રવર્ગને મળવાનું થાય. ૨૫. ગુરુ નોકરી-ધંધાનું કામ થાય. ૨૬. શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૭. શનિ તન મન ધનથી વાહનથી સંભાળવું પડે.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

નવરાત્રિની સમાપ્તિએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. પુત્ર-પૌત્રાદિકનું કામ હળવાશ- રાહતવાળુ થતું જાય. પરંતુ તેમના માટે ખર્ચ કરવો પડે. બહાર જવું પડે. નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા વધતી જાય. રોજીંદા કામકાજ ઉપરાંત વધારાનું કામ આવવાની શરૃઆત થતાં આવક વધે. નાણાંકીય ખેંચ ચિંતા મુંઝવણ ઓછી થાય. કૌટુંબીક, વ્યવહારીક, સામાજીક કામકાજ અંગે, માનસિક તણાવ રહે. વાતવાતમાં મતભેદ - મનદુઃખ થાય નહીં તેની સાવધાની રાખવી. તા. ૨૧ ઓકટોબર રવિ ઘર- પરિવારના કામ અંગે વ્યસ્તતા રહે. ૨૨. સોમ દુર્ગાષ્ટમી- મહાષ્ટમીએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨૩. મંગળ આસો નવરાત્રિની સમાપ્તિએ આનંદ અનુભવાય. ૨૪. બુધ વિજયાદશમી- દશેરાએ વેપાર - ધંધામાં સફળતા, પ્રગતિ. ૨૫. ગુરુ નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહો. ૨૬. શુક્ર બપોર પછી વિલંબમાં પડેલ કામ ઉકેલાય, હળવાશ જણાય. ૨૭. શનિ કામકાજમાં સફળતા, પ્રગતિ.

 

તુલા (ર.ત.)

 

આપના સગા સંબંધી, મિત્રવર્ગના આડોશ પાડોશના કારણે નવરાત્રિની સમાપ્તિએ ચિંતા ખર્ચ વ્યસ્તતા અનુભવાય. અન્યને સહકાર આપવા પ્રયત્ન કરવો પડે. ઇચ્છા- અનિચછાએ બહાર જવાનું થાય પરંતુ કોઇની વાતોથી પ્રભાવિત થઈ જવું નહીં. તેમજ કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં. મિત્રવર્ગના કારણે માનસિક તણાવ રહે. પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચિંતામાં રહો. મસ્તક, ગરદન, આંખમાં દર્દ પીડા અનુભવાય. તે સિવાય ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. સલામતી, સાવધાનીપૂર્વકનો ધંધો જ કરવો. જોખમ કરવું નહીં. તા. ૨૧ ઓકટોબરથી રવિ આનંદ-ઉત્સાહ રહે. ૨૨. સોમ ધર્મકાર્યમાં અન્યના કારણે એકાગ્રતા જળવાય નહીં. ૨૩. મંગળ સગા સંબંધી-મિત્રવર્ગથી, આડોશ પાડોશથી ચિંતા ખર્ચ વ્યસ્તતા રહે. ૨૪. બુધ વિજયાદશમીએ આનંદ-ઉત્સાહ રહે. ૨૫. ગુરુ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ. ૨૬. શુક્ર વધારાના કામની વ્યસ્તતા રહે. ૨૭. શનિ નોકરી-ધંધાનું વધારાનું કામ થાય.

 

વૃશ્ચિક (ન.ય.)

 

નવરાત્રિની સમાપ્તિએ તેમજ વિજયા દશમી પર્વના પ્રારંભથી આગામી સમય દરમ્યાન નોકરી-ધંધાના કામમાં એક ચિંતા ઉપાધિ હોય એટલામાં અન્ય ચિંતા ઉપાધિના કારણે તમારું કામ ધંધો રુકાવટવાળા રહે. ધંધાને, ધંધાની આવકને અસર પહોંચે. અગાઉ જેમની પાસેથી ધંધો મળતો હોય તે ધંધો મળે નહીં અથવા તેમાં કાપકૂપ થઇ જાય. મસ્તક, ગરદન, કમર, આંખમાં દર્દ પીડાથી સંભાળવું. સરકારી નોકરીમાં કે કરારી ધંધામાં નાણાંની લેવડ દેવડમાં, વાતવાતમાં સહી સિક્કા કરવામાં જાગૃતિ રાખવી. બંધનમાં આવી જાવ તેવા કોઇ નિર્ણય કરવા નહીં. તા. ૨૧ ઓકટોબર રવિ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. ૨૨. સોમ ધર્મકાર્ય, યાત્રા-પ્રવાસ, મુલાકાતથી આનંદ. ૨૩. મંગળ નોકરી-ધંધાના કામ અંગેની વ્યસ્તતા રહે. ૨૪. બુધ દશેરા વિજયાદશમી ચિંતા ઉચાટ રહે. ૨૫. ગુરુ નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૨૬. શુક્ર શાંતિથી દિવસ પસાર કરવો. ૨૭. શનિ નોકરી-ધંધાના કામમાં ચિંતા હળવી થાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

નવરાત્રિની સમાપ્તિએ આપને પૌત્ર-પૌત્રાદિકની ચિંતા રહે. નોકરી-ધંધાના કામકાજમાં નુકસાન, વિવાદ થાય તેવા કોઇ નિર્ણય કરવા નહીં. દેવું કરીને સીઝનલ ધંધો, દૈનિક ધંધો કરવો નહીં. શેરોની લે-વેચમાં, સોના-ચાંદી-તાંબાના, રૃના, ખાંડના તેલના વેપારમાં સાવધાની રાખવી. કાગળ, કાપડના ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. જેમનો ધંધો ભાગીદારીમાં હોય, સીઝનલ ભાગીદારી હોય તેમને ધંધામાં વધુ તકલીફ અનુભવાય. પરદેશમાં રહેતા સંતાન અંગે, સગાસબંધી અંગે ચિંતા, ખર્ચ, બેચેની અનુભવો. તા. ૨૧ ઓકટો. રવિ માનસિક પરિતાપ રહે. ૨૨ સોમ ધર્મકાર્ય થાય, આનંદ રહે. ૨૩ મંગળ ઘર-પરિવાર-સંતાનની ચિંતા રહે. ૨૪ બુધ નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય, વ્યસ્તતા રહે. ૨૫ ગુરૃ રોજીંદા કામમાં ધ્યાન આપવું. ૨૬ શુક્ર બપોર પછી ચિંતા-ઉચાટ. ૨૭ શનિ શાંતિથી નોકરી-ધંધાના, ઘર પરિવારના કામમાં ધ્યાન આપવું.

 

મકર (ખ.જ.)

 

આસો નવરાત્રિની સમાપ્તિએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા, આનંદ રહે. નિકટના સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. પૌત્ર-પૌત્રાદિક માટે ખર્ચ થાય, બહાર જવાનું થાય. દશેરા-વિજયાદશમીથી નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય, વ્યસ્તતામાં વધારો થાય. વધારાની આવક આવવાની શરૃઆત થાય. સીઝનલ નોકરી-ધંધો આવકમાં વધારો કરાવે. પરંતુ રાજકીય-સરકારી કામકાજમાં, અન્યની સોંપેલી કામગીરીમાં, જવાબદારીમાં આપને તકલીફ અનુભવાય. સમય-શ્રમ-નાણાંનો વ્યય થાય. વડીલ વર્ગના આરોગ્ય અંગે ચિંતા રહે. તા. ૨૧ ઓકટોબર રવિ કામકાજમાં વ્યસ્તતા રહે, ખર્ચ થાય. ૨૨ સોમ દુર્ગાષ્ટમી-મહાઅષ્ટમીએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨૩ મંગળ આસો નવરાત્રિની સમાપ્તિએ આનંદ રહે. ૨૪ બુધ દશેરા-વિજયાદશમીએ કાર્યસફળતા, પ્રગતિ. ૨૫ ગુરૃ નોકરી-ધંધાનું કામ ઉકેલાય, આવક થાય. ૨૬ શુક્ર મહત્વના કામ અંગે કોઇને મળવાનું થાય. ૨૭ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાતા હળવાશ અનુભવો.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

આસો નવરાત્રિની સમાપ્તિએ ધર્મકાર્યથી આનંદ રહે પરંતુ સ્થિરતા- એકાગ્રતા જળવાય નહીં. અન્યના કારણે તમારી ભક્તિ-પૂજા-ધર્મકાર્યમાં વિલંબ થતાં શારિરીક, માનસિક શ્રમ-થાક અનુભવાય. નોકરી-ધંધાના કામમાં આપને વ્યસ્ત રહેવાનું થાય. પરચુરણ-છુટક વેપારધંધામાં વધારો થાય. આવક થાય. પરંતુ પત્નીના નામે ધંધો હોય, પરરાજ્ય, પરદેશનો ધંધો હોય તેમણે ધંધામાં ગાફેલ રહેવું નહીં, વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. રાજકીય- સરકારી- ખાતાકીય કામની ફરજમાં આરામ મળે નહીં, મહેનતના પ્રમાણમાં જસ મળે નહીં. મકાન-મીલકત-વાહનના પ્રશ્નમાં જાગૃતિ રાખવી. તા. ૨૧ ઓકટોબર રવિ કામકાજમાં પ્રગતિ, સાનુકૂળતા. ૨૨ સોમ ધર્મકાર્ય થાય પરંતુ અન્યના કારણે ચિંતા, રૃકાવટ. ૨૩ મંગળ રોજીંદા કામમાં તકલીફ અનુભવાય. ૨૪ બુધ વિજયાદસમીએ માનસિક પરિતાપ રહે પરંતુ કામ થાય. ૨૫ ગુરૃ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. ૨૬ શુક્ર બપોર પછી હળવાશ, રાહત થતી જાય. ૨૭ શનિ કામકાજમાં સાનુકૂળતા, આનંદ.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

આસો નવરાત્રિ સમાપ્તિએ તેમજ જેમ જેમ દિપાવલી પર્વ નજીક આવતા જાય તેમ તેમ આપે તન-મન-ધનથી સંભાળવું પડે. આકસ્મિક ચિંતા, બિમારી, ઉપાધિના કારણે આપને શાંતિ, સ્વસ્થતા જણાય નહીં. હરો ફરો, કામકાજ કરો પરંતુ આનંદ, ઉત્સાહ, આત્મવિશ્વાસ જણાય નહીં. જેમને દેવું થઇ ગયું હોય, નાણાંની ચૂકવણી કરવાની હોય તેમની ઊંઘ હરામ થતી જાય. નોકરી-ધંધામાં એકાગ્રતા, સ્થિરતા જળવાય નહીં. વાહનથી, પડવા વાગવાથી સંભાળવું. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. તા. ૨૧ ઓકટોબર રવિ ઘર-પરિવારનું કામ થઇ શકે. ૨૨ સોમ દુર્ગાષ્ટમીએ ધર્મકાર્યથી હળવાશ, આનંદ રહે. ૨૩ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૪ બુધ વિજયાદસમીએ તન-મન-ધનથી- વાહનથી સંભાળવું. ૨૫ ગુરૃ શારિરીક-માનસિક અસ્વસ્થતા, ઉદ્વેગ, અશાંતિ. ૨૬ શુક્ર હૃદય-મનને ઉચાટ રહે. ૨૭ શનિ શાંતિથી દિવસ પસાર કરવો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved