Last Update : 20-October-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૦-૧૦-૨૦૧૨, શનિવાર
આસો સુદ છઠ્ઠ
સરસ્વતી આહ્વાન અને સ્થાપના

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૧ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૨૮ મિ. (સૂ) ૭ ક. ૨૫ મિ. (મું) ૭ ક. ૨૩ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મુળ સાંજના ૭ ક. ૩૫ મિ. સુધી પછી પૂર્વાષાઢા આજે સાંજના ૭ ક. ૩૫ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે મૂળ શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય- તુલા, મંગળ- વૃશ્ચિક, બુધ- તુલા, ગુરૃ- વૃષભ, શુક્ર- સિંહ, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ.આ/૨૮/ માસ- તિથિ- વાર- આસો સુદ છઠ્ઠ ને શનિવાર સરસ્વતી આહ્વાન અને સ્થાપના.
મુસલમાની હિજરી સન ઃ ૧૪૩૩ જીલ્હેજ માસનો ૪ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૨ ખોરદાદ માસનો ૪ રોજ શહેરેવર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ધર્મકાર્યથી- શુભકાર્યથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે. પરદેશની કાર્યવાહીમાં, કામકાજમાં પ્રગતિ સાનુકૂળતા જણાય.

 

વૃષભ ઃ નોકરી- ધંધાના કામકાજમાં આપને રૃકાવટ- મુશ્કેલી અનુભવાય, વધુ પડતો કામકાજનો બોજ, શ્રમ- દોડધામના લીધે થાક- કંટાળો અનુભવો.

 

મિથુન ઃ આપને કામકાજમાં અનુકૂળતા જણાય. અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાતમાં પ્રગતિ જણાય, મહત્ત્વના નિર્ણય લઈ શકાય.

 

કર્ક ઃ નોકરી- ધંધાના કામકાજમાં વ્યસ્ત રહો, દોડધામ, શ્રમ અનુભવાય પરંતુ કામનો ઉકેલ આવવાથી આપ રાહત- શાંતિ અનુભવો.

 

સિંહ ઃ આપના રૃકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. પુત્ર- પૌત્રાદિકના સાથ સહકારથી રાહત અનુભવાય.

 

કન્યા ઃ નોકરી- ધંધાના કામમાં રૃકાવટ- મુશ્કેલી અનુભવાય, નોકર- ચાકર વર્ગની તકલીફ અનુભવાય, કૌટુંબિક- પારિવારિક ચિંતા અનુભવાય.

 

તુલા ઃ યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ ઉત્સાહમાં વધારો થાય, આપના કામની કદર- પ્રશંસા થાય.

 

વૃશ્ચિક ઃ સામાજિક- વ્યવહારિક, કૌટુંબિક, પારિવારિક કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. ધંધામાં સાનુકૂળતા જણાય.

 

ધન ઃ માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહી તેનો ઉકેલ લાવી શકો. મહત્ત્વના નિર્ણયોમાં ધીરજ રાખવી.

 

મકર ઃ દિવસ દરમ્યાન કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહો. આપની દોડધામ- શ્રમ- ખર્ચમાં વધારો થાય, ધંધામાં નુકસાનીથી સંભાળવું.

 

કુંભ ઃ નોકરી- ધંધામાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે આપની બુદ્ધિ- અનુભવ- આવડતના આધારે પ્રગતિ કરી શકો. કામનો ઉકેલ આવે.

 

મીન ઃ નોકરી- ધંધાના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પુત્ર- પૌત્રાદિકના સાથ- સહકારના લીધે આપને રાહત- શાંતિ રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૦-૧૦-૨૦૧૨, શનિવાર

 

વર્ષ દરમિયાન આપે મોટા ખર્ચાઓ પર કાપ મૂકીને ખૂબ જ સાવધાનીપૂર્વક નાણાંકીય આયોજન કરવું વર્ષ દરમિયાન કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહો પરંતુ રૃકાવટ વિલંબના લીધે આપના કામમાં ધાર્યું પરિણામ લાવી શકો નહીં. માનસિક પરિતાપ, વિચારોની દ્વિધાના લીધે મહત્ત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલી અનુભવાય. ચર્ચા- વિચારણાને અંતે આગળ વધવું કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને આપની ચિંતા- દોડધામ- શ્રમ ખર્ચમાં વધારો થાય આપે આવેશ ઉતાવળમાં આવીને કોઈ નિર્ણયો કરવા નહિ. કોર્ટ- કચેરીના પ્રશ્ને આપની મુશ્કેલીમાં વધારો થાય સ્ત્રી વર્ગને શાંતિ અને ધીરજ રાખી વર્ષ પસાર કરી લેવું. વિદ્યાર્થી બંધુને મિત્રવર્ગથી ચિંતા- પરેશાની અનુભવાય.

 

સુપ્રભાતમ્

વનમાં વસતા અને પોતાનું કાર્ય કરતા રહેતા મુનિને પણ ત્યાં મિત્ર, તટસ્થ અને શત્રુઓ થાય એ સંભવિત છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

રાજસ્થાનથી આવેલા નોકર લલ્લુને છગને કહ્યું ''તું બજારમાં જઈને એક સારો અરીસો લઈ આવ જેમાં મારો ચહેરો જોઈને હું મારી દાઢી સરખી રીતે કરી શકું.''
કલાક પછી લલ્લુ પાછો આવ્યો. છગને પુછ્યું, ''કેમ, મળ્યોને અરીસો ?''
''ના જી શેઠ,'' લલ્લુએ જવાબ આપ્યો, ''હું દરેક દુકાને ફર્યો અને બધા અરીસા જોયા પણ બધામાં મારો ચહેરો જ દેખાતો હતો... એકેયમાં તમારો ચહેરો નહોતો.''

[Top]
 

આજ ની રેસીપી

દશેરા-દિવાળીનાં અવનવાં મીઠાઈ-ફરસાણની મિજબાની

માવા ટોસ્ટ

 


સામગ્રી ઃ ૭-૮ બ્રેડની સ્લાઈસ, ૧ વાટકી છીણલો માવો, ૧ વાટકી બાફેલી સમારેલી પાલક,થોડા વાટેલા મરી, ૨ ચમચા ટામેટાનો સોસ, ૨ ટામેટા, ૧ ચમચો માખણ, ૧/૨ ચમચી મીઠું.

 

રીત ઃ બ્રેડની સ્લાઈસને ગોળ કાપી લો. સ્લાઈસ પર થોડું મોખણ લગાવો. પાલક અને ટામેટાનો સોસ મિક્સ કરીને સ્લાઈસ પર લગાવી દો. માવો ભભરાવી દો. વાટેલા મરી નાખી બેક કરો. ટામેટાં કાપીને સજાવો અને ફરી બેક કરી પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved