Last Update : 19-October-2012, Friday

 

અમિતાભના સાત દાયકા


અમિતાભ બચ્ચન આજે ભલે સફળતા, સાહ્યબી અને સુપરસ્ટારપણાનો પર્યાય ગણાતા હોય, પણ તેમની ખરી ખૂબી અને સિદ્ધી ફક્ત આટલાં નથી. ફિલ્મઉદ્યોગમાં તેમનાથી પહેલાં અને પછી ઘણા સિતારા આવ્યા અને આવશે. પરંતુ અમિતાભની વિશિષ્ટતા સિદ્ધી અને સંઘર્ષ વચ્ચેના અવિરત ચાલતા દ્વંદ્વમાં રહેલી છે.
ફિલ્મી કારકિર્દીની શરૃઆતમાં અમિતાભને કોઇ માતબર ટેકો ન હતો. થોડી વિચિત્ર લાગે એવી ઊંચાઇ અને રાજેશ ખન્ના પરંપરામાં રૃપાળો ન કહી શકાય એવો ચહેરો તેમને ખાસ મદદરૃપ થાય એમ ન હતાં. તેમની મૂડી હતી રણકતો અવાજ, જે ઓલ ઇન્ડિયા રેડિયોમાં થિ ચૂક્યો હતો. શરૃઆતની ફિલ્મ 'રેશ્મા ઔર શેરા'માં અમિતાભનો રોલ એક મૂંગા જણનો હતો. આરંભિક નિષ્ફળતાઓ પછી સફળતાનો જાણે વિસ્ફોટ થયો. સમાજશાસ્ત્રીઓ કહે છે તેમ, સિત્તેરના દાયકામાં પ્રજાજીવનમાં વ્યાપેલાં હતાશા- રોષના વાતાવરણમાં, 'એંગ્રી યંગ મેન' અમિતાભમાં સૌએ પોતાનાં અધૂરાં અરમાન પૂરાં થતાં જોયાં. રાજેશ ખન્નાનો યુગ અકાળે આથમી ગયો અને અમિતાભયુગ શરૃ થઇ ગયો.
ચોટ અને ચબરાકી ખાતર એવું કહી દેવાની લાલચ થઇ આવે કે, 'બસ, ત્યારથી શરૃ થયેલો અમિતાભ યુગ હજુ પૂરો થયો નથી.' પરંતુ સહેજ સારી યાદદાસ્ત ધરાવનારા લોકોને યાદ હશે કે અમિતાભના જીવનમાં ભારે ચઢાવઉતાર આવ્યા હતા. 'કુલી'ના શૂટિંગ દરમિયાન પેટમાં મુક્કો વાગતાં થયેલી ઇજા તો શારીરિક હતી, પણ એના જેટલા જ કે ગંભીર માનસિક-આર્થિક પ્રહારો અમિતાભે વેઠવા પડયા. ફરક એટલો જ કે 'કુલી'ની શારીરિક માંદગી વખતે મોટી સંખ્યામાં ચાહકો અમિતાભ માટે પ્રાર્થના કરતા હતા, પણ ત્યાર પછીની મુસીબતો વખતે બહુ થોડા લોકો પડખે હતા.
ગાંધી-નેહરુ પરિવાર સાથે જૂનો સંબંધ ધરાવતા અમિતાભે રાજીવ ગાંધીના સમયમાં રાજકારણમાં પગ મૂક્યો, તે ખરેખર તો રાજકારણને બદલે કુંડાળામાં આવી પડયો. બોફર્સકાંડ જાહેર થતાં અમિતાભની સંડોવણી અંગે સવાલ ઊભા થયા. અમિતાભ 'એન્ગ્રી યંગ મેન'ને બદલે દયાજનક લાગવા માંડયા. વાત એટલી હદે વધી ગઇ કે બિમારીગ્રસ્ત પિતા હરિવંશરાય બચ્ચને દીકરાને બોલાવીને હકીકત પૂછી. મૂલ્યનિષ્ઠાના મેરુ જેવા પિતાને શંકા ગઇ, એ વાત જ અમિતાભને બહુ વસમી લાગી. પણ રાજીવ ગાંધીના મિત્ર તરીકે જાહેર જીવનમાં પડવાની એ કિંમત હતી.
ફક્ત રાજકારણમાં જ નહીં, ફિલ્મોમાં પણ અમિતાભનાં વળતાં પાણી થયાં. એંસીના દાયકામાં એક સમય એવો આવ્યો જ્યારે અમિતાભનું નામ ચલણી સિક્કો મટી ગયું. તેમની ફિલ્મો ફ્લોપ જવા માંડી. ત્યાર પછી બાકી હોય તેમ, 'અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ' - એબીસીએલના ધંધામાં અમિતાભ ફાવ્યા નહીં. એમ.બી.એ. મેનેજરોએ અમિતાભને દેવાના ખાડામાં ઉતારી દીધા. એ વખતે લાગ્યું કે અમિતાભ બચ્ચન હવે હિંદી ફિલ્મોની વધુ એક કરુણાંત દંતકથા બની રહેશે. પરંતુ અમિતાભ હિંમત હાર્યા નહીં. મુલાયમસિંઘ અને અમરસિંઘ જેવા વિવાદાસ્પદ રાજકારણીઓના સહયોગથી તેમણે વળતી લડત આપી. મળી તે જાહેરખબરોમાં કામ કર્યું અને દેવું ભરપાઇ કર્યું. દેવાની રકમના ચેકની ચૂકવણી થાય ત્યારે અમિતાભ જાણે દાન કરી રહ્યા હોય એવી રીતે ચેક અર્પણ કરતા અમિતાભના ફોટા છાપાંમાં આવે, એટલું અમરસિંઘ કરી શકતા હતા.
'કૌન બનેગા કરોડપતિ'થી જાણે અમિતાભનો પુનર્જન્મ થયો. તેમની આર્થિક સમૃદ્ધિ વધતી ચાલી. અમરસિંઘ સાથેના સંબંધ પૂરા થયા. પત્રકારોથી એકંદરે દુઃખી રહેતા અને પોતાના સુવર્ણકાળમાં પત્રકારો સાથે લાંબો સમય અબોલા રાખનાર અમિતાભે નવા જમાનામાં ટ્વીટર અને બ્લોગનો અસરકારક ઉપયોગ શરૃ કર્યો. ટીવી શૉમાં તે સૌથી વધુ મહેનતાણું લેનારા કલાકાર બન્યા. છતાં, પિતા પાસેથી મળેલી સંસ્કારિતા મુખ્યત્વે પાછલાં વર્ષોમાં તેમની વિશિષ્ટ ઓળખ બની રહી છે. 'અમિતાભે તેમના જમાનામાં મસાલા ફિલ્મો ઉપરાંત શ્યામ બેનેગલ- ગોવિંદ નિહલાણી જેવા દિગ્દર્શકો માટે પણ થોડું કામ કર્યું હોત તો?' એવો વસવસો રહે છે. છતાં, જે શિસ્તબદ્ધ રીતે તેમણે પોતાના મહાનાયકપદને દીપાવ્યું છે, તે ફક્ત કલાકારો માટે નહીં, સફળતા સાથે પનારો પાડતા સૌ માટે નમૂનારૃપ છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved