Last Update : 19-October-2012, Friday

 

સંયુક્ત રાષ્ટ્રસંઘના તજજ્ઞાોએ તૈયાર કરેલા રિપોર્ટ મુજબ, ભારતમાં શહેરોનો વિકાસ તદ્દન રેઢિયાળ
ભારતના દિલ્હી અને મુંબઈ દુનિયાના બદહાલ શહેરોે છે!

વાત-વાતમાં ભારતીય શહેરોને શાંઘાઈ જેવા બનાવી દેવાની ગુલબાંગો હાંકતા આપણાં નેતાલોગને ખબર પડવી જોઈએ કે ભારતના સૌથી મોટા બે મેટ્રો સિટી દુનિયાના સૌૈથી ગંદા શહેર ગણાય છેઃ કાઠમંડુ, કરાચી અને રંગુન પણ ભારતના શહેરો કરતાં પ્રમાણમાં સારા ગણાયા

સમસ્યા આમ તો જરા દૂરની છે પરંતુ તેની આગળ વધવાની ગતિ જોતાં એ બહુ ઝડપથી ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરને પણ સ્પર્શી જશે એ નક્કી છે. ગત વર્ષે ઓક્ટોબરમાં દુનિયાની વસ્તી ૭ અબજના આંકને પાર ગઈ એ પછી વિશ્વભરમાં વધી રહેલા શહેરીકરણ અને પ્રાથમિક માળખાગત સુવિધાઓ વગર વસ્તીથી ખદબદતા મહાનગરો વિશે સંયુક્ત રાષ્ટ્રસંઘે એક વિશેષ સમિતિ નીમી હતી. નોબેલ પ્રાઈઝ વિજેતા અલ ગોરેના વડપણ હેઠળની દુનિયાભરના વિશેષજ્ઞાોને સમાવતી આ કમિટિએ તાજેતરમાં જે અહેવાલ આપ્યો છે એ ભારતમાં વિકાસની ગતિ કેટલી મંથર અને વિકાસનું આયોજન કેટલું રેઢિયાળ છે તેની ચાડી ખાય છે.
આજની તારીખે વિશ્વની કુલ વસ્તીનો ૨૪% હિસ્સો શહેરોમાં રહે છે અને એ શહેરી વસ્તીનો કુલ ૪૨% હિસ્સો મહાનગરોમાં રહે છે. આ આંકડા વધવાનો દર ૧૯૮૦ સુધી પ્રમાણમાં ધીમો હતો. મહાનગરોની વસ્તીમાં દર દસ વર્ષના હિસાબે ૧૪% જેટલો વસ્તી વધારો થતો હતો. મતલબ, ધારો કે મુંબઈની વસ્તી ૫૦ લાખ હોય તો દર દસ વર્ષે તેમાં ૭-૮ લાખ નવા મુંબઈગરા ઉમેરાય. પરંતુ ૧૯૮૦ પછી જગતભરના દેશામાં વૈશ્વિકિકરણ આધારિત અર્થતંત્રનો દૌર ગોઠવાયો એ સાથે દુનિયાના મહાનગરોનો વસ્તીવૃદ્ધિ દર પ્રતિ વર્ષે સરેરાશ ૧૦%ને આંબવા માંડયો. જેનું કદ મહાનગર જેટલું પહેલેથી જ હતું તે મહાનગરો વસ્તીથી ફાટાફાટ થવા લાગ્યા ત્યારે બીજા મધ્યમકદના શહેરો પ્રમોશન મેળવીને મહાનગરો બનવા ભણી આગેકૂચ કરી રહ્યા છે.
હવે હાલત એવી છે કે, મહાનગરોની માળખાગત સુવિધા ઠપ્પ થવાના આરે છે. સર્વાધિક વસ્તી ધરાવતા ટોક્યો, ન્યૂયોર્ક, શાંઘાઈ કે લંડન જેવા મહાનગરોમાં શિસ્તબદ્ધ વ્યવસ્થાતંત્રને લીધે હજુ ય મામલો સાવ ફાટીને ધૂમાડો નથી ગયો પરંતુ ભારત જેવા દેશોમાં દિલ્હી, મુંબઈ જેવા શહેરોની હાલત શર્ટના બે બટન તોડીને બહાર આવી રહેલી ફાંદ જેવી થઈ ચૂકી છે. એકવાર મહાનગરોનું વ્યવસ્થાતંત્ર બગડે પછી એક કરોડની વસ્તી બેકાબુ બને, રોજગારી પર સીધી અસર થાય અને સમગ્ર અર્થવ્યવસ્થા માટે એ સ્થિતિ જોખમી બની જાય.
આવું ભવિષ્યમાં કદી ન થાય એ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૦૦૪માં એક ઠરાવ પસાર કરીને વિશ્વના મહાનગરોની માળખાગત સુવિધાઓ માટે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના માધ્યમથી વિશેષ સહાય આપવાનું નક્કી કર્યું છે. પરંતુ એમાં મોટી તકલીફ એ છે કે, મહાનગરની વ્યાખ્યા શું નક્કી કરવી? એ માટે ક્યો આધાર પ્રમાણ લેખાય, વસ્તી કે વિસ્તાર? સંયુક્ત રાષ્ટ્રસંઘે અત્યાર સુધીમાં આઠ વાર વિશ્વભરના નિષ્ણાતોની કમિટી પાસે મહાનગરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ વિશે કસરત કરાવી છે. ભૂતકાળમાં આપણા વડાપ્રધાન મનમોહન સિંઘ અને આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્તેકસિંઘ આહલુવાલિયા પણ આવી કમિટીમાં નિષ્ણાત તરીકે સેવા આપી ચૂક્યા છે.
તાજેતરના સંયુક્ત રાષ્ટ્રસંઘના રિપોર્ટમાં ઝડપભેર વિકસી રહેલા ૧૦૦ શહેરોની યાદી તૈયાર કરી છે અને આગામી પાંચ વર્ષમાં આ શહેરોમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ વિશેષ ભંડોળ આપશે. આ ૧૦૦ શહેરોની યાદીમાં ભારતના દિલ્હી અને મુંબઈ પણ સામેલ છે. આ ટોચના ૧૦૦ મહાનગોરની વસ્તી, પ્રતિ ચોરસ કિમી વિસ્તારમાં વસ્તીની ઘનતા, બે સ્થળો વચ્ચેનું લઘુત્તમ અને મહત્તમ અંતર, જમીન-મકાનના સરેરાશ ભાવ, પબ્લિક ટ્રાન્સપોર્ટની ગુણવત્તા, પર્યાવરણની જાળવણી વગેરે કુલ ૪૪ માપદંડોના આધારે આ ૧૦૦ શહેરોને શ્રેષ્ઠ, મધ્યમ અને ખરાબ એવી શ્રેણીમાં વહેંચ્યા છે. આપણા માટે માઠા સમાચાર એ છે કે ભારતના દિલ્હી અને મુંબઈ બંને જીવનધોરણ, પ્રાથમિક માળખાગત સુવિધાઓ વગેરે દરેક દૃષ્ટિકોણથી ખરાબ શહેરોની શ્રેણીમાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના રિપોર્ટ મુજબ દુનિયાના જે શહેરો જીવનધોરણની દૃષ્ટિથી શ્રેષ્ઠતમ સુવિધાઓ ધરાવે છે એ પાંચ શહેરો વિયેના (ઓસ્ટ્રિયા), ન્યુયોર્ક (અમેરિકા), લંડન (બ્રિટન), સ્ટોકહોમ (સ્વિડન) અને ટોરન્ટો (કેનેડા) છે.
જ્યારે મધ્યમ પ્રકારે સુવિધા ધરાવતા શહેરોમાં સાઓ પાઓલો (બ્રાઝિલ), ટોક્યો (જાપાન), ઈસ્તંબુલ (તુર્કી) સામેલ છે. આ દરેક દેશો ભારતની સરખામણીએ વિકસિત હોવાથી આપણને દિલ્હી અને મુંબઈની બદહાલી માટે આશ્વાસન લેવાનું મન થાય પરંતુ ખરાબ જીવનધોરણ ધરાવતા શહેરોની સૂચિમાં દિલ્હી અને મુંબઈ કરતાં પાકિસ્તાનનું કરાંચી, બર્માનું રંગૂન, બાંગ્લાદેશનું ઢાકા અને નેપાળનું કાઠમંડુ આગળ છે.
હવે ભારતીય શહેરોને જ ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રસંઘની નિષ્ણાત કમિટિએ નોંધેલા કેટલાંક તારણો જોઈએ. ભારતમાં ગામડાના ભોગે શહેરોને વિકસિત કરાઈ રહ્યા છે. અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં છેલ્લા અઢી-ત્રણ દાયકાથી નાના અને મધ્યમકદના શહેરોને વિકસાવીને વસ્તીનું કેન્દ્રીકરણ રોકી શકાયું છે ત્યારે ભારતમાં સરકારી નીતિઓ જ એવી છે કે ગામડાંઓ તૂટતા જાય અને શહેરો વસ્તીથી ખદબદીને ફાટાફાટ થતા જાય. ભારતના આ બંને શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની પણ ભારે ટિકા થઈ છે. આપણે મુંબઈની લોકલ ટ્રેન અને દિલ્હીની મેટ્રોના ગુણગાન ગાતા રહીએ છીએ પરંતુ આ બંને પબ્લિક ટ્રાન્સપોર્ટ વૈશ્વિક માપદંડ કરતાં ચોથા ભાગની કાર્યક્ષમતા પણ ધરાવતા ન હોવાનું ટકોર આપણા પગ ધરતી પર લાવી દેવા માટે પૂરતી થવી જોઈએ.
ભારતની સરખામણીએ વસ્તીનું એટલું જ ઊંચું ઘનત્વ ધરાવતું દ. કોરિયાનું સિઉલ રસ્તા, વીજળી, ગટર, શૌચાલય જેવી અતિ પ્રાથમિક સુવિધાઓના મામલે ભારત કરતાં ક્યાંય આગળ છે. જ્યારે પાકિસ્તાન અને તુર્કી જેવા ભારતની સરખામણીએ ઓછા વિકસિત દેશોના શહેરો અનુક્રમે કરાચી અને ઈસ્તંબુલ પણ દિલ્હી અને મુંબઈની સરખામણીએ પબ્લિક ટ્રાન્સપોર્ટ, ગટર તેમજ પર્યાવરણિય જાળવણીના મુદ્દે દિલ્હી અને મુંબઈને મ્હાત કરી ગયા છે. સૌથી ઝડપભેર અને સૌથી વધુ આયોજનબધ્ધ વિકાસ કરી રહેલા શહેરોમાં ચીનનું શાંઘાઈ અને બેજિંગ મોખરે છે.
સુવિધાની ગુણવત્તા અને શહેરી વસવાટના આયોજન માટે ભારતમાં તદ્દન રેઢિયાળ તંત્ર હોવાનું કોઈથી અજાણ્યું નથી પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘના આ રિપોર્ટ પછી આશા રાખીએ કે આપણા નેતાલોગ શાંઘાઈનું નામ ફક્ત ગુલબાંગો ઠોકવા પૂરતું જ લીધે રાખવાને બદલે શાંઘાઈના વિકાસમાંથી આયોજન અને વહીવટની હકારાત્મક પ્રેરણા લે.

પ્રાથમિક સુવિધાની દૃષ્ટિએ
શ્રેષ્ઠ ત્રણ શહેર ઃ વિયેના (ઓસ્ટ્રિયા), ન્યુયોર્ક (અમેરિકા), લંડન (ઈંગ્લેન્ડ)
મધ્યમ ત્રણ શહેર ઃ ટોક્યો (જાપાન), સાઓ પાઓલો (બ્રાઝિલ), ઈસ્તંબુલ (તુર્કી)
ખરાબ ત્રણ શહેર ઃ મુંબઈ (ભારત), દિલ્હી (ભારત), ઢાકા (બાંગ્લાદેશ)
(આંકડા અને અનુમાનઃ સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્લ્ડ અર્બનાઈઝેશન પ્રોજેક્ટના ઓક્ટોબર, ૨૦૧૨ના રિપોર્ટના આધારે)

ટોપ ટેન મેટ્રો સિટી
આમ તો આ સવાલનો જવાબ દસ નામથી આપવાનો હોય છતાં એમાં દસ પ્રકારના અભિપ્રાયો આવી શકે. સંયુક્ત રાષ્ટ્રસંઘની વ્યાખ્યા મુજબ, ટોક્યો દુનિયાનું સૌથી મોટું શહેર છે તો અમેરિકા શાંઘાઈને પહેલો નંબર આપે છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના મત મુજબ દિલ્હી અને શાંઘાઈ ટોક્યો કરતાં મોટા છે. વાસ્તવમાં મહાનગરોમાં ક્યું મહાનગર સૌથી વિરાટ એ સવાલનો જવાબ મેળવવા માટે જનસંખ્યા ઉપરાંત વિસ્તાર, પ્રતિ ચોરસ કિલોમીટર વિસ્તારમાં વસતા લોકોની સંખ્યા ઉપરાંત જે તે મહાનગરમાં રોજ કેટલે દૂરથી અન્ય વિસ્તારના લોકો આવે છે, મહાનગરના મૂળ વિસ્તારમાં અન્ય કેટલા શહેરોનો વિસ્તાર ભળેલો છે વગેરે તમામ બાબતો ગણતરીમાં લેવી પડે. એ હિસાબે, આ ક્રમ ખુદ સંયુક્ત રાષ્ટ્રસંઘ માટે જ વિવાદાસ્પદ બનતો રહ્યો છે તો આપણે કઈ વિસાતમાં? હા, ક્રમને બાજુમાં મૂકીને આપણે કેટલીક આંકડાબાજી જરૃર કરી શકીએ.

મહાનગર

દેશ

વસ્તી

વિસ્તાર

ઘનતા

-

-

-

(ચો.કિમી.)

(જનસંખ્યા પ્રતિ ચો.કિમી.)

શાંઘાઈ

ચીન

,૭૮,૩૬,૧૩૩

૨૬૦૬

,૮૪૫

ઈસ્તંબુલ

તુર્કી

,૩૨,૫૫,૬૮૫

૧૮૩૧

,૧૬૬

કરાચી

પાકિસ્તાન

,૨૯,૯૯,૧૭૬

૩૫૨૭

૩૬૮૩

મુંબઈ

ભારત

,૨૪,૭૮,૪૪૭

૬૦૩

૨૦,૬૯૪

બેજિંગ

ચીન

,૧૭,૧૬,૬૩૨

૧૩૬૮

૭૪૦૦

મોસ્કો

રશિયા

,૧૫,૫૧,૯૩૫

૧૦૯૧

૧૦,૫૮૮

સાઓ પાઓલો

બ્રાઝિલ

,૧૩,૧૬,૩૪૯

૧૫૨૩

૭૩૮૩

ગોંગ્ઝો

ચીન

,૧૦,૭૦,૬૫૪

૩૮૪૩

૨૮૪૧

દિલ્હી

ભારત

,૧૦,૦૭,૮૩૫

૧૩૯૮

૭૮૭૭

સિઉલ

દ.કોરિયા

,૦૫,૭૫,૪૪૭

૬૦૫

૧૭,૪૭૩

Share |
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved