Last Update : 19-October-2012, Friday

 

વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...

- નવરાત્રિ દરમ્યાન ચહેરા પર લોન્ગ ટાઇમ રહે તેવા મેકઅપ હાલ ગર્લ્સમાં ઇનડિમાન્ડ છે. અન્ય કરતા તદ્દન અલગ દેખાવવા અને પાર્ટી પ્લોટમાં ગરબા દરમિયાન વટ પાડવા માટે યંગ ગર્લ્સ સહિત વિમેન પણ મેકઅપ કરાવવાનું વધુ પસંદ કરે છે.

નવરાત્રિની શરૃઆત થતાં જ બ્યુટિ પાર્લરમાં પણ જાણે કે વેઇટીંગના પાટીયા લાગી ગયા હોય એવું લાગી રહ્યું છે. નવરાત્રિને ધ્યાનમાં રાખીને હાલ મેકઅપમાં પણ નવી સ્ટાઇલ આવી ગઇ છે. નવરાત્રિમાં પરસેવાને કારણે ધોવાય નહીં અને લોન્ગ ટાઇમ ફેસ પર રહે તેવા મેકઅપને ગર્લ્સ વધુ પસંદ કરે છે. વળી બોયઝ પણ પાછળ કેમ રહી જાય. નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટમાં ગરબા ગવા જતા પહેલાં કેટલાંક બોયઝ પણ સ્પેશ્યલ બ્યૂટિપાર્લરમાં જઇને મેકઅપ કરાવવાનું પસંદ કરે છે.
નવાઇની વાત તો એ છે કે શહેરની ગર્લ્સમાં હાલ લાસ્ટ વન મંથ દરમ્યાન આવેલી કેટલીક ફિલ્મોમાં અભિનેત્રીઓએ કરેલો મેકઅપ હાલ ઇનડિમાન્ડમાં છે. હાલ નવરાત્રિ દરમ્યાન ગર્લ્સમાં સિલિકોન મેકઅપ, વેનિલા મેકઅપ, ઇવનિંગ આઇસેડમાં વિવિધ સ્ટાઇલ ઇનડિમાન્ડમાં છે. સિલિકોન મેકઅપ ચહેરાને નેચરલ લૂક આપે છે. પરસેવાને કારણે આ મેકઅપ ફેસ પરથી ઉતરતો નથી. જેથી મેકઅપ એવોને એવો જળવાઇ રહે છે.
આ અંગે બ્યુટિશિયન સોનલ કોઠારી કહે છે કે દર મહિને મેકઅપ, હેરસ્ટાઇલ અને કપડાંમાં નવી વિવિધતા આવતી હોય છે. નવરાત્રિ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે. બીજા અન્ય તહેવાર કરતાં નવરાત્રિ સમયે ઘણી ફેશન અને સ્ટાઇલ માર્કેટમાં આવતી હોય છે. આજે ગર્લ્સ પણ ચીલાચીલુ પાવડર, ફેશિયલ કે લિપસ્ટિક લગાવવા કરતાં કંઇક ડિફરન્ટ દેખાવવાનું પસંદ કરે છે. નવરાત્રિમાં પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઇને ગરબે ઝૂમવાની મજા જુદી હોય છે. તો શા માટે મેકઅપ પણ ચીલાચાલુ હોય, નાઇટમાં દરેકને પસંદ પડે તેવો અને હજારો વ્યક્તિઓ વચ્ચે બધાંથી અલગ તરી આવે તેવો મેકઅપ ગર્લ્સ કરાવવાનું પસંદ કરે છે.
વેનિલા મેકઅપ આમ તો કોઇપણ તહેવાર કે ફંક્શન દરમ્યાન ગર્લ્સ કરાવતી હોય છે. પરંતુ નવરાત્રિ સમયે વેનિલા મેકઅપમાં પણ નવા નવા ઇનોવેશન થયાં છે. લોન્ગ ટાઇમ રહે તવો ફ્લુઅડ ફાઉન્ડેશન વેનિલા કલર હાલ નવરાત્રિ દરમ્યાન ગર્લ્સ કરાવવાનું પસંદ કરે છે. નાઇટમાં ચહેરો ચમકે તે માટે ઓઇલ અને લિક્વીડનો ઉપયોગ કરીને નવી વેનિલા મેકઅપ સ્ટાઇલ તૈયાર કરવામાં આવી છે. માત્ર ચહેરાની ચમક જ મહત્વની નથી પરંતુ આંખની સુંદરતા પણ એટલી જ મહત્વની છે. આંખની સુંદરતા માટે ઇવનિંગ આઇસેડ ગર્લ્સ વધુ પસંદ કરે છે. નાઇટમાં આંખ વધુ આકર્ષક દેખાય તે માટે પર્પલ, ગેલેકસી અને ગ્રીન કલર આઇસેડ ઇનડિમાન્ડમાં છે. બ્યુટિશિયન અલ્પા પટેલ કહે છે કે આંખ ચહેરાને વધુ સુંદર બનાવે છે. એટલે જે આંખને વિવિધ કલરના સેડથી આકર્ષક બનાવવાનો ટ્રેન્ડ ગર્લ્સમાં વધુ છે.
જો કે, પાર્ટી પ્લોટમાં ગરબે ઘૂમતી મોટાભાગની ગર્લ્સ વારંવાર પોતાની ફ્રેન્ડને એવું કહેતી જોવા મળતી હોય છે કે, જો ને મારા ચહેરા પરથી મેકઅપ તો ઉતર્યો નથી ને? ભારેખમ ટ્રેડિશનલ ડ્રેસ સાચવવાની સાથે સાથે મેકઅપનું પણ ખાસ ધ્યાન રાખતી હોય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved