Last Update : 19-October-2012, Friday

 

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા

- ૧૯૯૧ની નવરાત્રિમાં સેટેલાઇટ જેવા વિસ્તારમાં નવરાત્રિમાં શરૃ થયેલા ભાંગડા નૃત્યના ખરા સ્ટેપથી હજી ખેલૈયાઓ અજાણ છે. સનેડાની એન્ટ્રી બાદ ભાંગડા રિપ્લેસ થઇ ગયા છે.

નવરાત્રિમાં આજે ભલે ખેલૈયાઓ અવનવી સ્ટાઇલમાં ગરબા ગુમતા હોય પણ વર્ષોથી ગરબામાં એક તાલી, બે તાલી અને ગરબાની અંતે હીંચ અને ભાંગડા રમવામાં આવતા હતા, ખરેખર હીંચ અને ભાંગડાના કેટલા સ્ટેપ હોય છે અને તેને કેવી રીતે રજૂ કરી શકાય એ વાતથી ખેલૈયાઓ અજાણ છે, ભાંગડાની શરૃઆત ૧૯૯૧માં સેટેલાઇટ જેવા પોસ વિસ્તારમાં કરવામાં આવી હતી. ભાંગડાના અંતે ખેલૈયાઓ મોજમસ્તી સાથે ઝુમવા માટે ભાંગડાને નવરાત્રિ સાથે જોડી દેવામાં આવ્યો હતો. જે ૨૦૦૬-૦૭ સુધી પંજાબી ભાંગડા ખુબ જ પ્રચલિત બન્યા પણ આજ વર્ષમાં સનેડાની એન્ટ્રી થતાં ભાંગડા નૃત્યને રિપ્લસ થવું પડયું. નવરાત્રિમાં ભાંગડા નૃત્યમાં ઢોલનો તાલ તો ખરો હોય છે પણ ખેલૈયાઓના સ્ટેપ ખોટા હોય છે. આવી જ રીતે ગુજરાતી ગરબાના ઘરેણા સમાન હીંચમાં પણ જોવા મળે છે. હીંચ એટલે ઢોલનો તાલ બદલાય છે, એક પગ પાછળ લઇ જઇને શરીરને ખભે સુધી લઇ જઇને આગળનો ભાગ એટલો જ વળે તેને હીંચનો સ્ટેપ કહેવાય, ઘણી જગ્યાએ ત્રણ તાલીને હીંચ માનીને રમવામાં આવે છે પણ ખરેખર હીંચ એ ગરબાનો એક અલગ અને આગવો પ્રકાર છે જેમાં ઢોલનો તાલ પણ અલગ હોય છે, આજે બહું ઓછા ઢોલીએ હીંચનો તાલ જાણે છે. મોટા ભાગના લોકો ત્રણ તાલીના તાલમાં હીંચ રમતા હોય છે. ખરેખર હીંચમાં ઢોલની બીપ મહત્વની હોય છે.
આ અંગે ભરત બારીયા કહે છે કે નવરાત્રિમાં ખેલૈયાઓનો જુસ્સો વધે ત્યારે ભાંગડા વગાડવામાં આવતા હતા. પંજાબી નૃત્યને ગુજરાતી ગરબામાં એવી રીતે ભેળી ગયુ હતું કે જાણે ભાંગડા પણ ગરબાો એક પ્રકાર જ માનવામાં આવતો હતો ત્યાર બાદ જ્યારે સનેડાની એન્ટ્રી થઇ ત્યારે ભાગડા રમવાનું ઓછું થઇ ગયું. આજે જે લોકો ભાંગડા રમે છે તેમાં મોટા ભાગના સ્ટેપ ખોટા ભરવામાં આવે છે. માત્ર ખભા કે પગ ઉછાડવા એને ભાગડા ન કહેવાય ભાંગડાની શરૃઆતથી લઇને અંત સુધી દરેક સ્ટેપના ચોકસ સ્ટાઇલ હોય છે અને તે જ રીતે શરીરનું હલન ચલન કરવાનું હોય છે.
આ અંગે નિરાલી શાહ કહે છે કે ગુજરાતી ગરબાના કેટલા પ્રકારો છે અને દરેક પ્રકારની એક આગવી વિશેષતા હોય છે તેના વિશે કોઇ જાણતું નથી, આજે તો ગરબા ગાઇડ પોતાની મન પ્રમાણે સ્ટાઇલો શીખવે છે પણ ખરેખર તેમાં કેટલા સ્ટેપ હોય છે એ વિશે અજાણ હોય છે. ચહેરાથી માંડીને પગ સુધી શરીરના તમામ અંગોનું હીંચમાં યોગદાન હોય છે.
આ અંગે રોહીત પટેલ કહે છે કે ખરેખર હીંચ અને ભાંગડાને તેના મુળ રૃપમાં રમવામાં આવે તો ગરબાની રમઝટ અલગ જ હોય છે. હીંચ અને ભાંગડા એવા નૃત્યો છે જેમાં ઢોલનો તાલ મહત્વનો બની રહે છે. આજે તો ખુદ ઢોલીડા જ તાલ જાણતા નથી અને જુના ઢોલના સ્થાને આધુનિક ઇલેક્ટ્રિક ઇન્સ્ટુમેન્ટ આવી ગયા છે જેથી સ્ટેપ પણ બલવાયા અને તાલ પણ બદલાય છે. આમ સમયની સાથે ગરબામાં અવનવી ચેન્જ આવી રહ્યા છે. ખેલૈયાઓને અનુકુળ સ્ટાઇલ સાથે સૂરો અને તાલ પણ પોતાનો બદલાવ કરી રહ્યા છે. જુના સ્ટેપ્સ સાથે નવા સ્ટેપ્સ ખેલૈયાઓમાં ઘર કરી ગયા છે નવરાત્રિ એટલે નવી સ્ટાઇલ અને નવા સૂરો સાથે ઝૂમવાનો પ્રસંગ કહેવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved