Last Update : 19-October-2012, Friday

 
દિલ્હીની વાત
 


પોતાના ધ્યેય વિષે કેજરીવાલના ફાંફાં?
નવી દિલ્હી,તા.૧૮
લાંચવિરોધી કાર્યકર અરવિંદ કેજરીવાલે અને એમની ટીમે અત્યાર સુધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરા, કેન્દ્રના કાયદાપ્રધાન સલમાન ખુર્શીદ તથા ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીને ઉઘાડા પાડયા છે. જો કે એમની ભાવિ યોજનાઓ વિષે તેઓ ગૂંચવાયેલા સંકેતો પાઠવી રહ્યા છે. આ યોજનાઓ એમના ઉદ્દેશો વિષે શંકા ઊભી કરે છે. એમણે સ્પષ્ટ કર્યું છે કે પોતે કોઈ પણ કેસમાં અદાલતે ચઢશે નહિ. એમણે એમ પણ કહ્યું છે કે, એમની સરકાર પાસે કોઈ માગણી નથી. પોતાની ટીમે કરેલા આક્ષેપો વિષે કોઈ એજન્સી તપાસ કરે એવી પણ પોતાની અપેક્ષા નહિ હોવાનું એમણે જણાવ્યું છે. જો કે એમણે એ સમજાવ્યું નથી કે વિવિધ પક્ષોના નેતાઓને લક્ષ્યાંકક બનાવવાથી શો હેતુ સિધ્ધ થશે. આ નેતાઓએ એમની સામેના આક્ષેપોનો ઈન્કાર કરીને પોતાની વાત રજૂ કરી છે.

કેજરીવાલનું રાજકીય સમણું ઃ જો અને પણ
ટીમ કેજરીવાલ આગામી મહિને નવા રાજકીય પક્ષની ઘોષણા કરે ત્યાં સુધી સહુએ રાહ જોવાની છે ત્યારે રાજકીય વિશ્લેષણકારો કેજરીવાલના સૂચિત પક્ષની સફળતા વિષેની ચર્ચા કરવા માંડયા છે. આ પંડિતો રાજકીય પક્ષના સંચાલન માટે જરૃરી ભંડોળ, જાતિવાદ, બાહુબળ તેમજ સંસ્થાકીય માળખું જેવા મુદ્દાના સંદર્ભે આ ચર્ચા કરી રહ્યા છે. આ તમામ પ રિબળો આજની દુનિયામાં ચૂંટણી જીતવા માટેનો મુખ્ય માપદંડ બની રહ્યા છે. જો ટીમ કેજરીવાલ આ મુદ્દાને પ્રાધાન્ય આપવા માગતા ના હોય તો પણ એમના એ માટેના પ્રયાસોની સફળતા માટે પુષ્કળ સમય જોઈશે. તેઓ લાંબી લડાઈ માટે તૈયાર હોવા જોઈએ, અને એમણે પ્રજાનું જીવન સુધારી શકે એવા સંગીન વિચારો દર્શાવવા પડે. જો તેઓ આ સિધ્ધ કરી શકે નહિ તો એમના પ્રયાસો ફાંફાંરૃપ બની રહેશે. વળી, તેઓ કહે છે કે જોકે ટીમ કેજરીવાલે ભ્રષ્ટાચાર સામે જાગૃતિ ઉભી કરી છે, પરંતુ આ મુદ્દે એમની સાથે રહેલા બધા જ લોકો એમને મત આપશે? જંગી સંખ્યામાં મત મેળવવાની યોગ્યતા વિના કેજરીવાલનો પક્ષ સામાન્ય રાજકીય ખેલાડી બની રહેશે.

ગડકરીને ભાજપનું પીઠબળ પણ દ્વિધાસભર
ભાજપ પ્રમુખ નીતિન ગડકરી વિષે ચોંકાવનારા ઘટસ્ફોટ કરવાની ધમકી આપનારી ટીમ અરવિંદ કેજરીવાલ એના ધ્યેયમાં સફળ થયા નહિ હોવાથી પોતે રાહત અનુભવી રહ્યા હોવાનું ભાજપ નેતાઓએ જણાવ્યું છે. ખુદ કેજરીવાલે સ્વીકાર્યુ છે કે ગડકરી વિષેના એમના ઘટસ્ફોટ સમય અને માનવશક્તિના અભાવે બ્લોકબસ્ટર બની શક્યા નથી. ભાજપ નેતાઓને મન અપેક્ષાકૃત બોંબધડાકાના બદલે આક્ષેપો કંઇક નબળા હતા. ભાજપ નેતાઓને શાંતિ થવાનું અન્ય કારણ એ બન્યું કે રોબર્ટ વાઢેરા અને કાયદા પ્રધાન સલમાન ખુર્શીદના મામલે ભારે ફટકા સહી ચુક્યા હોવાથી કોંગ્રેસ પક્ષે ટીમ કેજરીવાલની ચુંગાલમાં ફસાઇ ના જવાય એ રીતે સાવધાનીપૂર્વક વ્યવહાર કર્યો અને એથી એ ટીમ કેજરીવાલના ગડકરી પરના હુમલાથી દુર રહ્યો. દરમિયાન ગડકરી સામે આક્ષેપો કરવા ટીમ કેજરીવાલ માટે કયુ બળ પ્રેરક બની રહ્યું એ વિષે ભાજપ નેતાએ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. ગડકરીએ કહ્યું હતું કે મારી સામે આક્ષેપો કરીને પોતે તમામ પક્ષો પ્રત્યે સમભાવ ધરાવતા હોવાની છાપ ઉભી કરીને વિશ્વસનીયતા પ્રાપ્ત કરવા માટેની ચાલ ટીમ કેજરીવાલ ચાલી રહી હોવાનું કહી ભાજપના કેટલાક નેતાઓ આશ્ચર્ય પ્રગટ કરી રહ્યા છે. પરંતુ, પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ અને ભાજપ બંનેએ ટીમ કેજરીવાલ પોતાના દુશ્મનનો પર્યાય હોવાનો આક્ષેપ કરતા જણાયા છે.

ભાજપને પોતાના સ્થાનની ચિંતા
ભાજપ, ટીમ કેજરીવાલ સાથે કામ પાર પાડવા માટેની નીતિ ઘડવા અંગે ગૂંચવાડામાં હોવાનું જણાય છે. ભાજપને ડર છે કે ટીમ કેજરીવાલ આગામી મહિને એના પોતાના નવા પક્ષની રચના સાથે પોતાનું રાજકીય સ્થાન ખુંચવી લેશે. પક્ષની આ વિષેની ફિકર એના પરથી સાબિત થઇ હતી કે ટીમે કેજરીવાલે કરેલા હુમલા પછી તુર્તજ ભાજપે, ગડકરી એમનો બચાવ કરી ચૂક્યા હોવા છતાં ગડકરીની પડખે રહેવા માટે પક્ષના ઉચ્ચ સ્તરીય નેતાઓની નિમણુંક કરી દીધી હતી. ભાજપના નેતાઓ કહેતા રહ્યા છે કે કેજરીવાલ દ્વારા અત્યારે ભજવાતી ભૂમિકા વિપક્ષ એટલે કે ભાજપે ભજવવાની હોય એવી છાપ હોવાથી ટીમ કેજરીવાલ ભાજપને નુકશાન પહોંચાડી શકે. રાજકીયપક્ષ રચવાના કેજરીવાલના નિર્ણયના વિરોધમાં કેજરીવાલ સાથે છેડો ફાડી નાંખનારા કિરણ બેદીએ જણાવ્યું છે કે ટીમ કેજરીવાલ વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે.

ખુર્શીદ - કેજરીવાલ વિવાદ હતાશાપ્રેરક
ટીમ કેજરીવાલે જાહેર કર્યું છે કે કાયદાપ્રધાન સલમાન ખુર્શીદ સામેનો એમનો આગામી વિરોધ કાર્યક્રમ ખુર્શીદનો મત વિસ્તાર ફરૃખાબાદ ખાતે યોજાશે. પરંતુ દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પત્રકારોને ઠપ કરનારા ખુર્શીદે કેજરીવાલને ધમકી આપતા કહ્યું હતું કે કેજરીવાલને ફરૃખાબાદમાં આવવા દો અને તેઓ ત્યાંથી પાછા વળી બતાવે.
જોકે એમણે એનાથી આગળ જે કંઇ કહ્યુ છે એનાથી રાજકીય તોફાન જાગ્યું છે. એમણે કહ્યું છે કે કાયદાપ્રધાન તરીકે મારે કલમથી કામ તો કરવાનું જ છે, પરંતુ તદુપરાંત લોહી સાથે પણ કામ પાર પાડવાનું છે. કેજરીવાલ મકકમ છે. એમણે કહ્યું કે એમનું જીવન ભગવાનના હાથમાં છે. અને પોતે સલામતપણે પાછા વળશે.

''ખુર્શીદને કાઢો '' નો બુલંદ બનતો સૂર
ખુર્શીદની આ ટિપ્પણીથી અળગા રહેલા કોંગ્રેસ પક્ષે સૂચવ્યું છે કે જો કેજરીવાલને કોઇએ પણ ધમકી આપી હોય તો એ પોલીસને જાણ કરી શકે છે. એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું છે કે આવી ભાષા વાપરીને ખુર્શીદ કોંગ્રેસ પક્ષની છબીને ભારે નુકશાન પહોંચાડયું છે. પક્ષની નેતાગીરી જો ખુર્શીદને એમનો હોદ્દો છોડી દેવા માટે ના કહે તો એમને ઝાટકી નાંખવાનું કામ તો પક્ષે કરવું જ જોઇએ. ટીમ કેજરીવાલના સભ્ય પ્રશાંત ભૂષણે કહ્યું કે ખુર્શીદ માફિયાડોનની જેમ વર્તન કરી રહ્યા છે. સીપીઆઇ નેતા ગુરૃદાસ કામતે કહ્યું કે આ ગુન્હાગારોની ભાષા છે. કાયદા પ્રધાનની નહિ.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved