Last Update : 19-October-2012, Friday

 
 

ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

ડેક્કનના ટર્મિશન પર સ્ટે આપવાનો કોર્ટનો ઇનકારઃબોર્ડે રાહત અનુભવી

મુંબઇ,તા.૧૮
આઇપીએલમાંથી ડેક્કનને ટર્મિનેટ કરવાના ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્ણયને હાલમાં ચાલુ રાખવાનો ચુકાદો બોમ્બે હાઇકોર્ટે આપ્યો છે. હાઇકોર્ટે આઇપીએલમાં ડેક્કનના સભ્યપદને ચાલુ રાખવા અંગે આપેલા આર્બિટરના પસાર કરેલા પરિસ્થિતીને સ્થગિત રાખવાના ચુકાદાને કાઢી નાંખ્યો હતો.
ભારતીય ક્રિકેટ બોર્ડ અને ડેક્કન ચાર્જર્સના માલિકો વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે હાઇકોર્ટે એક આર્બિટરની નિમણૂક કરી હતી. તેણે બોર્ડના પગલાની વિરૃદ્ધનો ચુકાદો આપતાં પરિસ્થિતીને જાળવી રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેની સામે ભારતીય ક્રિકેટ બોર્ડે હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનાવણીમાં જસ્ટીસ આરડી ધનુકાએ આર્બિટરના ચુકાદાને નકારી કાઢ્યો હતો. જેના કારણે આઇપીએલમાંથી ડેક્કનનું ટર્મિનેશન યથાવત રહેશે.
દરમિયાનમાં ડેક્કનના માલિક ડીસીએચએલે કોર્ટમાં આઇપીએલની ફ્રેન્ચાઇઝીનો કોન્ટ્રાક્ટર રદ કરવાની સામે બીજી એક અરજી કરી હતી, જેમાં પણ કોર્ટે તેમને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે તેમણે કહ્યું હતુ કે, ટર્મિનેશનની કાયેદસરતાનો નિર્ણય આર્બિટર લેશે.કાયદાકીય વર્તુળો જણાવે છે કે, આ બે ચુકાદાઓને પરિણાંમે આઇપીએલના સભ્ય તરીકે ડેક્કનનું કરવામાં આવેલું ટર્મિનેશન ચાલુ જ રહેશે.
આર્બિટર તરીકે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ સીકે ઠક્કર છે. તેમણે ગત સપ્તાહે જ ડેક્કનના ટર્મિનેશન સામે સ્ટે ઓર્ડર આપ્યો હતો. જે પછી બીસીસીઆઇએ આ મામલે હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટીસ ધનુકાએ કહ્યું કે, સ્ટે ઓર્ડર આપવાની સત્તા આર્બિટરને નથી. કોર્ટે ૧લી ઓક્ટોબરે આપેલા નિર્દેશો પ્રમાણે ડેક્કનના માલિકોને ૧૨મી ઓક્ટોબર સુધીમાં રૃપિયા ૧૦૦ કરોડની બેન્ક ગેરેન્ટી પુરી પાડવાની હતી. હવે ૧૨મીએ જ હાઇકોર્ટે આ ડેડલાઇનને લંબાવવાનો ઇનકાર કરી દીધો હતો. આર્બિટર કંઇ હાઇકોર્ટ કરતાં ચડિયાતો નથી, એટલે તે એવો કોઇ ઓર્ડર પસાર ના કરી શકે કે જે હાઇકોર્ટના માર્ગદર્શનથી વિપરિત હોય.એક વખત હાઇ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો પછી આ અંગે આર્બિટર સમક્ષ આ અંગેની અરજી ચલાવી જ ના શકાય.
કોર્ટે આપેલી મુદતમાં ડેક્કન ચાર્જર્સ ૧૦૦ કરોડની બેન્ક ગેરેન્ટી આપી શક્યું નહતુ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved