Last Update : 19-October-2012, Friday

 
 

ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાશે

મોહાલીની ડે-નાઈટ બપોરે ૧૨થી અને ધરમશાલાની વનડે હવે ડે મેચ

 

ભારત અને ઇંગ્લેન્ડની ટીમ દિવાળીની ઉજવણી અમદાવાદમાં જ કરશે

ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં ૮ નવેમ્બરથી ત્રણ દિવસની પ્રેકિટસ મેચ અને ૧૫ નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમશે

 

 

અમદાવાદ, ગુરુવાર
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આગામી ૩૦ ઓકટોબરથી ભારતનાં ક્રિકેટ પ્રવાસનો પ્રારંભ કરશે. ઇંગ્લેન્ડ ત્રણ-ત્રણ દિવસની ત્રણ પ્રેકિટસ મેચ, ચાર ટેસ્ટ મેચ અને પાંચ વન ડે રમશે. આખરી વન ડે ૨૭ જાન્યુઆરીના રોજ રમાશે. એટલે કે ઇંગ્લેન્ડની ટીમ ભારતમાં ત્રણ મહિના રહેશે. જો કે કેટલાક વન ડે સ્પેશ્યાલિસ્ટ ખેલાડીઓ ટીમ જોડે પાછળથી જોડાશે.
અમદાવાદના ક્રિકેટ ચાહકોને ભાગ્યે જ તક મળે તેમ ઇંગ્લેન્ડના યજમાન બનવાની તક લગભગ, બે અઠવાડિયા રહેશે. કદાચ ભારતમાં અગાઉ એક જ શહેરમાં કોઇ એક દેશની પ્રવાસી ટીમ આટલા દિવસો સળંગ રોકાણ કરે તેવું ભૂતકાળમાં બન્યું હોય તે યાદ નથી આવતું.
તેનું કારણ એ છે કે ઇંગ્લેન્ડ તેના પ્રવાસની ત્રીજી પ્રેકટિસ મેચ ૮ થી ૧૧ નવેમ્બર દરમ્યાન રમવાનું છે. જેમાં એક દિવસ આરામનો રહેશે. શકય છે કે તા. ૯ થી ૧૧ પણ આ મેચ રમાય.
જીસીએના સેક્રેટરી રાજેશ પટેલે જણાવ્યું હતું કે ભારતના ત્રણ દિવસના બ્રેક બાદ ૧૫ થી ૧૯ નવેમ્બર દરમ્યાન અમદાવાદમાં જ પ્રથમ ટેસ્ટ મેચ રમાનાર છે. સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડની ટીમ ત્રણ દિવસના બ્રેકમાં વિના કારણ કોઇ અન્ય શહેરમાં જવાનું પસંદ ના કરે. આમ પણ પ્રથમ ટેસ્ટ પહેલા અમદાવાદની કંડિશનમાં વધુ ને વધુ અનુકુળ થવું તેઓને પસંદ પડે.
આ રોકાણ દરમ્યાન જ દિવાળીનો તહેવાર આવતો હોઈ ઇંગ્લેન્ડના ખેલાડીઓ દિવાળી પણ અહીં જ ઉજવશે. ૧૫ નવેમ્બરે પ્રથમ ટેસ્ટ શરૃ થવાની છે ત્યારે ભાઈબીજ હશે. તેઓ ૧૩ નવેમ્બરે દિવાળીએ દિવસ દરમ્યાન નેટ પ્રેકિટસ કરશે અને રાત્રે આતશાબાજીનો નજારો નિહાળશે.ભારતીય ક્રિકેટ બોર્ડે આજે ઇંગ્લેન્ડના કાર્યક્રમમાં થોડો ફેરફાર પણ કર્યો છે.
અગાઉના કાર્યક્રમ પ્રમાણે ધરમશાલામાં ૨૩ જાન્યુઆરીથી અને મોહાલીમાં ૨૭ જાન્યુઆરીથી અનુક્રમે ચોથી અને પાંચમી વન ડે રમાનાર હતી જે બં ડે-નાઇટ તરીકે બપોરના ૨.૩૦ થી રમાનાર હતી.
પણ હવે ૨૩મીએ ધરમશાલાની જગાએ મોહાલીમાં અને ધરમશાલામાં મોહલાીની જગાએ ૨૭ જાન્યુઆરી પાંચમી વનડે રમાશે.
તે વખતે પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ વધુ હોઇ અગાુ બંને ડે નાઇટ મેચ રમાવાની હતી તેની જગાએ ધરમશાલાની મેચ ડે મેચ તરીકે રમાશે. એટલે કે સવારે ૯ થી શરૃ થશે અને મોહાલીમાં રાત્રે ઠંડી વધતી જતી હોઇ મેચ તો ડે-નાઇટ જ રહેશે પણ બપોરે ૧૨ થી શરૃ થઇ તે રાત્રે ૭.૪૫ વાગે પૂરી થઇ જશે.
અન્ય ત્રણ વનડે નિયમિત ડે-નાઇટ તરીકે બપોરે ૨.૩૦ થી રમાશે.

ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ
ઓકટો. ૩૦ થી નવે. ૧ પ્રેકિટસ મેચ મુંબઈ (બ્રેબ્રોર્ન) સવારે ૯.૩૦ થી
નવેમ્બર

૩ થી ૫

પ્રેકટિસ મેચ

મુંબઈ

સવારે ૯.૩૦ થી

૮ થી ૧૧

પ્રેકટિસ મેચ

અમદાવાદ

સવારે ૯.૩૦ થી

૧૫ થી ૧૯

પ્રથમ ટેસ્ટ

અમદાવાદ

સવારે ૯.૩૦ થી

૨૩ થી ૨૭

બીજી ટેસ્ટ

મુંબઈ

સવારે ૯.૩૦ થી

 

ડિસેમ્બર

૫ થી ૯

ત્રીજી ટેસ્ટ

કોલકાતા

સવારે ૯.૩૦ થી

૧૩ થી ૧૭

ચોથી ટેસ્ટ

નાગપુર

સવારે ૯.૩૦ થી

૨૦

પ્રથમ ટી-૨૦

પૂણે

રાત્રે ૮ થી

૨૨

બીજી ટી-૨૦

મુંબઇ

રાત્રે ૮ થી

 

જાન્યુઆરી

વન ડે ટુર મેચ

દિલ્હી

સવારે ૯ થી

વન ડે ટુર મેચ

દિલ્હી

સવારે ૯ થી

૧૧

પ્રથમ વન ડે

રાજકોટ

બપોરે ૨.૩૦ થી

૧૫

બીજી વન ડે

કોચી

બપોરે ૨.૩૦ થી

૧૯

ત્રીજી વન ડે

રાંચી

બપોરે ૨.૩૦ થી

૨૩

ચોથી વન ડે

મોહાલી

બપોરે ૧૨.૦૦ થી

૨૭

પાંચમી વનડે

ધરમશાલા

સવારે ૯ થી

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved