Last Update : 19-October-2012, Friday

 

ફેસબુકની અનોખી યોજના!
મોબાઈલ સાઈટથી સાઈન અપ કરનારને રૃ. ૫૦નો ટોક ટાઈમ!

આ પ્રોત્સાહક યોજનાથી ફેસબુક પર નકલી પ્રોફાઈલ્સની સંખ્યા વધવાની ચિંતા

દિલ્હી, તા. ૧૮
ફેસબુક ઈન્ડિયા હાલ દેશમાં પ્રમોશન યોજના ચલાવી રહ્યું છે. જે અંતર્ગત સોશિયલ નેટવર્કની મોબાઈલ વેબસાઈટ પરથી સાઈનઅપ કરનારને રૃ. ૫૦નો ટોકટાઈમ મળશે. આ ઉપરાંત તમારા રેફરન્સથી કોઈ સાઈનઅપ કરે તો તેને પણ આટલો જ ટોકટાઈમ મળી શકશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોત્સાહક યોજનાનો વાજબી લાભ કેટલાને મળશે તે તો સમય નક્કી કરશે પણ યોજનાના પગલે ફેસબુક પર નકલી પ્રોફાઈલની સંખ્યા વધશે તે ચોક્કસ બાબત છે.
ફેસબુકે તાજેતરમાં જ તેના નકલી એકાઉન્ટ અથવા પ્રોફાઈલનો આંકડો ૮.૩ કરોડ સુધી પહોંચતા ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ બીજીબાજુ આ ટોકટાઈમની યોજનાથી તો તેની ચિંતામાં વધારો થાય તેવા પૂરા સંકેતો મળી રહ્યા છે. નવા યુઝર્સને સાઈનઅપ માટે ચોક્કસ લીંક દ્વારા મફત ટોક ટાઈમ મળી શકશે. આ ટોકટાઈમ જે-તે યુઝરના મોબાઈલ એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જમા થઈ જશે. આ યોજનાનો લાભ વર્તમાન યુઝરને મળી શકશે નહીં.
આ ઉપરાંત નવા યુઝરને સાઈનઅપ કરવા માટે ઈમેલ એડ્રેસની પણ જરૃર નહીં પડે. નવું એકાઉન્ટ ખોલાવતી વખતે માત્ર અન્ય ફેસબુક એકાઉન્ટ સાથે સંકળાયેલો ન હોય તેવો મોબાઈલ નંબર જ જરૃરી બનશે. જો કે આ યોજનાની વધુ વિગતો જાહેર થઈ નથી. ઉલ્લેખનીય છે કે ફેસબુક હવે બ્રાઝિલ, ભારત અને મેક્સિકો સહિતના દેશોમાં યુઝર વધારવાના પ્રયત્નો કરી રહી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved