Last Update : 19-October-2012, Friday

 

રોબર્ડ વડેરાના વ્યહારોના તપાસની હુકમ આપનારા
IAS અધિકારી અશોક ખેમકાની ૨૧ વર્ષમાં ૪૨ બદલી થઈ છે!

સામાન્ય રીતે બે વર્ષે બદલી થતી હોય છે, પરંતુ ખેમકાની સરેરાશ છ મહિને બદલી થઈ છે

ચંદીગઢ, તા.૧૮
રોબર્ટ વાડેરા અને રિઅલ એસ્ટેટ કંપની ડીએલએફ વચ્ચેના કથીક સોદાઓની તપાસનો હુમક આપનારા આઈએએસ અધિકારી અશોક ખેમકાની હરિયાણા સરકારે બદલી કરી નાખી છે. ૨૧ વર્ષની કારકિર્દીમાં તેમની આ ૪૨મી બદલી છે. જ્યાં જ્યાં તેઓ ઊંડાણપૂર્વક કૌભાંડની તપાસ કરવાનો પ્રયાસ કરે ત્યાં ત્યાંથી તેમની બદલી કરી દેવાય છે. હજુ તેમણે ડિરેક્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો તેને ૧૦૦ દિવસ પુરા નથી થયા ત્યાં તેમની ફરીથી બદલી કરી દેવાઈ છે.
જમીન મકાનના સોદાઓમાં મોટે પાયે ગેરરીતિઓ થતી હોય છે. ખેમકાએ લેન્ડ હોલ્ડિંગ એન્ડ લેન્ડ રેકોર્ડ વિભાગના ડિરેક્ટર જનરલ તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ વડેરા અને ડીએલએફના સોદાઓની તપાસ કરી. એ તપાસમાં ખબર પડી કે સોદાઓમાં જરૃર ક્યાંક ભ્રષ્ટ્રાચાર થયો છે. પરિણામે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને એમાં ઘણી વિગતો બહાર આવી પરિણામે ગાંધી પરિવારના જમાઈ છાપરે ચડયા છે.
ખેમકાના કહેવા પ્રમાણે તેમની તપાસથી કિન્નાખોરી રાખી તેમની બદલી કરી દેવાઈ છે, જ્યારે સરકાર આ બદલીને કાયદેસરની ગણાવે છે. હકીકતમાં આઈએએસ કે આઈપીએસ અધિકારીઓને સામાન્ય રીતે એક જ પોસ્ટ પર બે વર્ષ રહેવાનું થતું હોય છે. ખેમકાએ તેમની ૨૧ વર્ષની કારકિર્દીમાં ૪૨ જગ્યાએ પોસ્ટિંગ સંભાળ્યું છે. મતલબ કે તેમની એક જગ્યાએ સરેરાશ નોકરી ૬ મહિના ચાલી છે. સામાન્ય સંજોગોમાં કોઈ અધિકારીની ૨૧ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં બદલી ન કરવી પડે. સ્વાભાવિક રીતે જ ખેમકાની બદલીમાં સરકારી નિયમો ઉપરાંત બીજા ઘણા પરિબળો કામ કરે છે.
૧૯૯૭ની બેચના આઈએએસ ઓફિસર ખેમકા ખડકપુરની આઈઆઈટીમાં ભણ્યા છે અને મુંબઈની ખ્યાતનામ ટાટા ઈન્સ્ટીટયૂટ ઓફ ફન્ડામેન્ટલમાંથી તેમણે કમ્પ્યુટર સાયન્સમાં પીએચ.ડી. કર્યું છે. તેમણે પોતાની છેલ્લી બદલીનો હરિયાણાના મુખ્યમંત્રીને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે, જેનો જવાબ એમને હજુ સુધી મળ્યો નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved