Last Update : 19-October-2012, Friday

 

ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું

કાર્યકારી મૂડીની જરૃર પૂરા કરવા માટે શેર ગિરવે મૂકીને નાણાં લેવાનું સૌથી સરળ

અમદાવાદ, ગુરૃવાર
પ્રમોટરોએ શેરો ગિરવે મૂકીને લીધેલી લોન પરત ન ચુકવી શકવાના કારણે ગિરવી શેરો વેચાવાનું પ્રમાણ ચરમસીમાએ આંબ્યું છે. આ વર્ષે આજ દિન સુધીમાં પ્રમોટરોના રૃ. ૬૦૦ કરોડના ગિરવી શેરો વેચાઇ ગયા છે.જે ૨૦૧૧ના વર્ષની સરખામણીએ સાત ગણાં વધારે તો છે જ પરંતુ આમે ય ઓલ ટાઇમ હાઇ સપાટીએ વેચાણ પહોંચી ગયું છે.
શેરબજારમાંથી ઉપલબ્ધ આંકડા પ્રમાણે જે પ્રમોટરોના ગિરવે શેરો મુકાયા છે તે કંપનીઓમાં જેએસડબલ્યુ સ્ટીલ, યુનિટેક લિમિટેડ, ઓરબિટ કોર્પોરેશન, એસ.કુમાર નેશનવાઇડ, ઓનમોબાઇલ ગ્લોબલ, અંસલ પ્રોપર્ટીઝ, શ્રી રામ ઇપીસી, આંધ્ર સિમેન્ટ અને અન્ય સંખ્યાબંધ કંપનીઓનો સમાવેશ થાય છે. આમાંની એકે ય કંપનીઓએ ગિરવે મૂકાયેલા શેરો વેચાિ જવા સંદર્ભે કોઇ પણ પ્રતિભાવ આપવાનું ટાળ્યું છે.
ુનિટેકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્રમોટરોનું કંપનીમાં શેહહોલ્ડિંગ યથાવત છે અને શેરહોલ્ડરોના સંપત્તિ સર્જન માટે પ્રોજેક્ટ પર કામ ચાલુ છે. કાર્યકારી મૂડીની જરૃરિયાત માટે શેર ગિરવે મૂકીને નાણાં ઊભા કરવાનું સરળ પડતું હોઇ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રમોટરોએ મોટા પાયે શેરો ગિરવે મૂકીને નાણાં ઊભા કર્યાં છે.
ધીમી પડેલી આર્થિક વૃદ્ધિ, ભાવ વધારો જેવા પરિબળોના કારણે કપનીઓના નફાના માર્જિન દબાણ હેઠળ આવી ગયા છે. આના કારણે ઘણી કંપનીઓ ગિરવે શેરો છોડાવવામાં નિષ્ફળ રહી છે. નક્કી કરેલી તારીખે લોનના નાણાં ન ચુકવી શકે અથવા શેરનો બજારભાવ એકદમ ઝડપથી ઘટવા માંડે અને આપેલી લોનના વેલ્યુએશન કરતાં મૂલ્ય નીચું જાય ત્યારે લોન આપનાર વ્યક્તિ ગિરવે શેરો વેચતો હોય છે.
જામકારોનું કહેવું છે કે, ભારતીય કેપિટલ માર્કેટમાં લાંબા સમયથી મંદીનો માહોલ છે તેના કારણેેે સારી સારી કંપનીઓના શેરના ભાવ પણ ઘટી ગયા છે. આ ઉપરાંત આથતંત્રમાં સુસ્તી હોવાને કારણે કંપની લોન પાછી ચુકવવામાં નિષ્ફળ જવા માંડી છે. બીએસઇ અને એનએસઇના ડેટા પ્રમાણે વર્ષ ૨૦૧૧માં ૮૭ કરોડના શેરો વેચાયા હતાં. ૨૦૦૯ અને ૨૦૧૦માં એકેય ગિરવે શેર વેચાયા ન હતાં.
છેલ્લા કેટલાક વર્ષથી પ્રાઇમરી માર્કેટમાંથી પણ ખાસ કંપનીઓ મૂડી ઉઠાવી શકી નથી. આથી તેમણે શેરો ગિરવે મૂક્યા છે.અત્યારની સ્થિતિમાં પ્રાઇવેટ ઇક્વિટી ખેલાડીઓ પણ રોકાણ કરવા તૈયાર નથી. આમ એકબાજુ પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટની નબળી સ્થિતિ અને બીજી બાજુ નફાના માર્જિનમાં ધોવાણના કારણ કોર્પોરેટ સેક્ટરની સ્થિતિ કફોડી બની છે. ગિરવે શેરોની સંખ્યા આશરે ૬૦,૦૦૦ કરોડ જેવી હોવાનો અંદાજ છે. કેટલાક પ્રમોટરો બજારમાં પ્રતિષ્ઠા બગડતી બચાવવા માટે પણ હવે ગિરવે શેરો છોડાવવા માંડયા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved