Last Update : 19-October-2012, Friday

 

ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિના પ્રોત્સાહક આંકડાઃ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષાએ
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨

નિફટી ૫૮ પોઈન્ટની તેજીએ ૫૭૧૯ઃ બેંકેક્ષની ૨૭૨ પોઈન્ટની છલાંગ

ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરુવાર
કોર્પોરેટ પરિણામોની સીઝનમાં ગઈકાલે એચસીએલ ટેકનોલોજીસના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામ બાદ આજે સિમેન્ટ જાયન્ટ એસીસીની મજબૂત કામગીરીએ બીજા ત્રિમાસિકની સીઝન ધારણાથી સારી નીવડવાની અપેક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે પણ વૈશ્વિક આર્થિક રીકવરી માટે જરૃરી અને મહત્ત્વના દેશ ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃધ્ધિ સાથે રીટેલ વેચાણમાં સપ્ટેમ્બર ૨૦૧૨માં નોંધનીય વૃધ્ધિ થયાના આંકડાએ એશીયાના બજારોમાં ઝડપી સુધારા સાથે મુંબઈ શેરબજારોમાં પણ આરંભિક સાવચેતીએ સાધારણ ઘટાડાની ચાલ બદલાઈ ફરી શેરોમાં ઓલરાઉન્ડ વ્યાપક તેજી જોવાઈ હતી. એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ખરીદી છેલ્લા બે દિવસથી ધીમી પડયા બાદ આજે ફરી રીયાલ્ટી, બેંકિંગ, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, પાવર- કેપિટલ ગુડઝ, પીએસયુ, મેટલ શેરોમાં આક્રમક લેવાલી કરતા સેન્સેક્ષ ૧૮૧.૧૬ પોઈન્ટ ઉછળીને ૧૮૭૯૧.૯૩ અને નિફટી ૫૮.૪૫ પોઈન્ટની તેજીએ ૫૭૧૮.૭૦ બંધ રહ્યા હતા.
ચીનમાં સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૯.૨ ટકા, રીટેલ વેચાણમાં ૧૪.૨ ટકાની વૃધ્ધિએ ફરી તેજીનો પવન ફૂંકાયો
ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં સપ્ટેમ્બર ૨૦૧૨ મહિનામાં ગત વર્ષના સમાન મહિનાની તુલનાએ ૯.૨ ટકા વૃધ્ધિ નોંધાતા અને ઓગસ્ટના ૮.૯ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટી બાદ ઝડપી રીકવરી સાથે રીટેલ વેચાણમાં પણ ઓગસ્ટની ૧૩.૨ ટકા વૃધ્ધિ સામે સપ્ટેમ્બરમાં ૧૪.૨ ટકાની ઊંચી વૃધ્ધિ નોંધાતા રીકવરીના આ આંકડાથી યુરોપ- એશીયાના દેશોના અર્થતંત્રને પણ જરૃરી બુસ્ટર ડોઝ મળવાના અંદાજોએ આજે ફરી તેજીનો પવન ફૂંકાયો હતો. મુંબઈ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત સાવચેતીએ થઈ ભારતી એરટેલ, વિપ્રો, સન ફાર્મા, ગેઈલ ઈન્ડિયા, ઓએનજીસી, એનટીપીસીમાં નરમાઈ સાથે અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં નિરસતા વચ્ચે સેન્સક્ષ આગલા બંધ ૧૮૬૧૦.૭૭ સામે ૧૮૬૫૩.૬૦ મથાળે ખુલીને શરૃઆતમાં ૩૪.૩૬ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૮૫૭૬.૪૧ સુધી ગયો હતો. જે ૧૧ઃ૧૫ વાગ્યા સુધી સાંકડી વધઘટે એકંદર નેગેટીવ ઝોનમાં અથડાતો રહ્યા બાદ ચીનના આંકડા અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિની થનારી સમીક્ષામાં ફુગાવાને બદલે આર્થિક- ઔદ્યોગિક વૃધ્ધિને પ્રાથમિકતા આપવામાં આવશે એવી અટકળોએ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો મોટાપાયે લેવાલ બનતા અને ચીન પાછળ મેટલ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ઘટાડો પચાવી તેજીની ઝડપી ચાલે સ્ટેટ બેંક, ટાટા પાવર, ટીસીએસ, ટાટા મોટર્સ લાર્સન, કોલ ઈન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી, સ્ટરલાઈટ, જિન્દાલ સ્ટીલ, હિન્દુસ્તાન યુનીલીવર, આઈટીસી, ટાટા સ્ટીલ, ઈન્ફોસીસમાં આર્કષણે સેન્સેક્ષ ૧૯૫.૯૯ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૧૮૮૦૬.૫૬ની ઊંચાઈએ પહોંચી ગયો હતો. જે વધ્યા મથાળે સતત લેવાલીનું આર્કષણ જળવાઈ રહેતા અને સાઈડ માર્કેટમાં પણ સિમેન્ટ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં વ્યાપક આર્કષણ વચ્ચે સેન્સેક્ષ અંતે ૧૮૧.૧૬ પોઈન્ટના ઉછાળે ૧૮૭૯૧.૯૩ મજબૂત બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૫૭૦૦ની સપાટી કુદાવી ૫૭૨૨ બોલાયોઃ બેંકિંગ, આઈટી શેરોનો મજબૂત ટેકો
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૬૬૦.૨૫ સામે ૫૬૭૫.૩૦ મથાળે ખુલીને શરૃઆતમાં સાવચેતીએ સાંકડી વધઘટમાં વિપ્રો, ભારતી એરટેલ, સન ફાર્મા, ગ્રાસીમ, લુપીન, કેઈર્ન ઈન્ડિયા, ગેઈલ ઈન્ડિયા, એસીસી, રેનબેક્સી લેબ.ની નરમાઈએ નીચામાં ૫૬૫૦.૫૫ સુધી આવ્યો હતો. પરંતુ ૧૧ઃ૧૫ વાગ્યા બાદ ચીનના પ્રોત્સાહક આંકડા સાથે રિઝર્વ બેંકની ધિરાણ નીતિમાં પ્રમુખ દરોમાં ઘટાડાની અટકળોએ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, પાવર, મેટલ શેરોમાં એકસીસ બેંક, બેંક ઓફ બરોડા, એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, પીએનબી, સ્ટેટ બેંક, ડીએલએફ, જેપી એસોસીયેટસ, રિલાયન્સ ઈન્ફ્રા., હીરો મોટોકોર્પ, કોટક મહિન્દ્રા બેંક, લાર્સન, જિન્દાલ સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની તેજીએ નિફટીએ ૫૭૦૦ની સપાટી કુદાવી જઈ ઉપરમાં ૫૭૨૨.૫૦ સુધી જઈ અંતે ૫૮.૪૫ પોઈન્ટના ઉછાળે ૫૭૧૮.૭૦ બંધ રહ્યો હતો.
ટેકનીકલી નજીકના ટ્રેન્ડ બદલાવ માટે નિફટી સ્પોટ ૫૭૩૦ ઉપર બંધ જરૃરીઃ નજીકનો સપોર્ટ ૫૬૫૦ઃ મજબૂત સપોર્ટ ૫૫૮૫
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ હજુ ડાઉન બતાવાઈ રહ્યો છે. ટેકનીકલી નિફટી સ્પોટ ૫૭૩૦ ઉપર ટકવામાં સફળ રહેવાના સંજોગોમાં જ નજીકનો ટ્રેન્ડ બદલાશે. નિફટીમાં નજીકનો સપોર્ટ ૫૬૫૦ અને મજબૂત સપોર્ટ ૫૫૮૫ છે.
નિફટી ૫૭૦૦નો કોલ ૩૩.૮૦થી ઉછળી ૬૨.૧૫ઃ ઓક્ટોબર ફયુચર ઔઉપરમાં ૫૭૪૩ બોલાયોઃ ૫૬૦૦નો પુટ ૨૨.૨૦થી તૂટીને ૭.૯૫
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૫૭૦૦નો કોલ ૮,૦૧,૮૪૪ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૩૦૫૨.૦૯ કરોડના ટર્નઓવરે ૩૩.૮૦ સામે ૩૮ ખુલી નીચામાં ૨૯.૩૦ થઈ ઉપરમાં ૬૮.૪૫ સુધી જઈ અંતે ૬૨.૧૫ હતો. નિફટી ૫૭૦૦નો પુટ ૭,૩૪,૯૭૭ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૧૦૮૯.૦૨ કરોડના ટર્નઓવરે ૬૩.૦૫ સામે ૫૪ ખુલી ઉપરમાં ૬૪ થઈ નીચામાં ૨૫.૭૦ સુધી પટકાઈ અંતે ૨૮.૬૦ હતો. નિફટી ૫૮૦૦નો કોલ ૬,૮૫,૯૧૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૯૯૪૩.૪૭ કરોડના ટર્નઓવરે ૮.૯૦ સામે ૧૦ ખુલી નીચામાં ૬.૯૫ થઈ ઉપરમાં ૨૧.૬૫ સુધી જઈ અંતે ૧૮.૪૦ હતો. નિફટી ઓક્ટોબર ફયુચર ૨,૬૮,૬૧૯ કોન્ટ્રેકટસમાં રૃ.૭૬૭૩.૫૯ કરોડના ટર્નઓવરે ૫૬૬૯.૫૦ સામે ૫૬૮૫.૫૫ ખુલી નીચામાં ૫૬૬૪.૮૦ થઈ ઉપરમાં ૫૭૪૩.૯૫ સુધી જઈ અંતે ૫૭૩૪.૮૦ હતો. જ્યારે નિફટી ૫૬૦૦નો પુટ ૭,૦૨,૮૫૮ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૯૭૨૪.૨૬ કરોડના ટર્નઓવરે ૨૨.૨૦ સામે ૧૯ ખુલી ઉપરમાં ૨૨ થઈ નીચામાં ૭.૨૫ સુધી ગબડી અંતે ૭.૯૫ હતો. બેંક નિફટી ઓક્ટોબર ફયુચર ૯૫૮૩૭ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૭૬૧.૯૨ કરોડના ટર્નઓવરે ૧૧૩૮૮.૦૫ સામે ૧૧૪૨૮ ખુલી નીચામાં ૧૧૩૮૮થી ઉપરમાં ૧૧૬૩૬.૬૦ સુધી જઈ અંતે ૧૧૬૨૪ હતો.
આર્થિક વૃધ્ધિને વેગ આપવા રિઝર્વ બેંક માટે હવે હાઈટાઈમઃ બેંકરોનો મતઃ બેંકિંગ શેરોમાં તેજીનુ ંતોફાન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સપ્ટેમ્બર મહિનાનો ફુગાવો- મોંઘવારીનો આંક ૭.૮ ટકાની ૧૦ મહિનાની ઊંચાઈએ પહોંચતા ફરી પ્રમુખ દરોમાં ઘટાડો કરવાનું ૩૦, ઓક્ટોબરના ધિરાણ નીતિની સમીક્ષામાં ટાળશે એવો ગઈકાલ સુધી અંદાજ હતો, પરંતુ બેંકરોએ રિઝર્વ બેંક માટે હવે દેશના અર્થતંત્રને પુનઃ ઝડપી વૃધ્ધિના પંથે લઈ જવા વ્યાજ દરોમાં ઘટાડા માટે હાઈટાઈમ હોવાનો અને નહીં કરવાના સંજોગોમાં આર્થિક વિકાસ દર પાંચ ટકાની અંદર ઉતરી જવાનો ભય દર્શાવતા પ્રમુખ દરોમાં ૩૦, ઓક્ટોબરના ઘટાડાની અપેક્ષાએ બેંકિંગ શેરોમાં ફંડોએ મોટી તેજી કરી મૂકી હતી.
બેંકેક્ષની૨૭૨ પોઈન્ટની છલાંગઃ એકસીસ રૃ.૫૩, સ્ટેટ બેંક રૃ.૬૨, બીઓબી રૃ.૩૧, કેનરા બેંક રૃ.૧૨ ઉછળ્યા
બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૬૨ ઉછળીને રૃ.૨૨૭૬.૬૫, એકસીસ બેંકના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામે સતત લેવાલીએ રૃ.૫૨.૬૦ વધીને રૃ.૧૨૦૩.૨૫, બેંક ઓફ બરોડા રૃ.૩૧.૨૦ ઉછળીને રૃ.૭૯૯.૯૦, ફેડરલ બેંક રૃ.૧૪.૭૫ વધીને રૃ.૪૮૫.૦૫, આઈડીબીઆઈ બેંક રૃ.૨.૯૦ વધીને રૃ.૧૦૦.૯૫, કેનરા બેંક રૃ.૧૧.૮૫ વધીને રૃ.૪૩૬.૫૦, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૭.૧૫ વધીને રૃ.૩૦૨.૮૫, પીએનબી રૃ.૧૭.૯૫ વધીને રૃ.૮૩૧.૫૫, કોટક મહિન્દ્રા બેંક રૃ.૧૧.૩૦ વધીને રૃ.૬૩૭, ઈન્ડસઈન્ડ બેંક રૃ.૬.૩૦ વધીને રૃ.૩૬૩.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૧૫.૩૫ વધીને રૃ.૧૦૬૪.૯૦, એચડીએફસી બેંક રૃ.૮.૫૦ વધીને રૃ.૬૩૫, યુનીયન બેંક રૃ.૯.૯૫ વધીને રૃ.૨૦૯.૪૫, સિન્ડિકેટ બેંક રૃ.૫.૭૫ વધીને રૃ.૧૨૩.૯૦, આંધ્ર બેંક રૃ.૫ વધીને રૃ.૧૧૨.૦૫, દેના બેંક રૃ.૪.૭૫ વધીને રૃ.૧૧૧.૫૫, સ્ટેટ બેંક ઓફ મૈસુર રૃ.૨૦.૫૦ વધીને રૃ.૫૧૮.૫૦, અલ્હાબાદ બેંક રૃ.૪.૮૦ વધીને રૃ.૧૪૩.૧૫, સેન્ટ્રલ બેંક રૃ.૨.૬૦ વધીને રૃ.૭૭, યુકો બેંક રૃ.૨.૭૫ વધીને રૃ.૭૮.૯૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૨૭૧.૮૫ પોઈન્ટની છલાંગે ૧૩૩૦૭.૯૯ હતો.
રિઝર્વ બેંકની અપેક્ષા, ઓફીસ જગ્યાઓની માગ વધ્યાના અહેવાલે રીયાલ્ટી શેરો ઈન્ડિયા બુલ્સ, યુનીટેક, અનંતરાજ વધ્યા
રીયાલ્ટી ક્ષેત્રે પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમુખ દરોમાં ઘટાડાની અટકળોએ હોમલોન સસ્તી બનવાના અંદાજોએ તેમજ દેશના મહાનગરોમાં ઓફીસ જગ્યાઓની માગ વધી રહ્યાના અહેવાલોની પોઝિટીવ અસરે રીયાલ્ટી શેરોમાં લેવાલી હતી. બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્ષ ૪૬.૭૦ પોઈન્ટ વધીને ૧૮૫૭.૪૯ રહ્યો હતો. ઈન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૪.૬૦ ઉછળીને રૃ.૬૪.૫૫, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૫.૫૫ ઉછળીને રૃ.૭૯.૩૦, યુનીટેક ૯૫ પૈસા વધીને રૃ.૨૭, ડીબી રીયાલ્ટી રૃ.૩.૫૫ વધીને રૃ.૧૧૧.૪૫, એચડીઆઈએલ રૃ.૨.૯૫ વધીને રૃ.૧૦૫.૫૦, શોભા ડેવલપર્સ રૃ.૯.૩૦ વધીને રૃ.૩૬૫.૪૦, ડીએલએફ રૃ.૪.૨૫ વધીને રૃ.૨૦૫.૨૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃ.૭.૧૦ વધીને રૃ.૫૯૮.૯૦ રહ્યા હતા.
તહેવારોની સીઝને કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીઃ સી. મહેન્દ્ર, ટાઈટન, રાજેશ એક્સપોર્ટસ, ગીતાંજલી વધ્યા
તહેવારોની સીઝન સાથે બજારનું સેન્ટીમેન્ટ પણ સુધરી આવ્યું હોઈ કન્ઝયુમર ડયુરેબલ્સની માગમાં વધારાની અપેક્ષાએ શેરોમાં સતત લેવાલી વધી હતી. સી. મહેન્દ્ર એક્સપોર્ટસ રૃ.૧૨.૫૫ તેજીએ રૃ.૧૧૨.૧૦, રાજેશ એક્સપોર્ટસ રૃ.૭.૭૫ ઉછળીને રૃ.૧૩૧.૦૫, બજાજ ઈલેકટ્રીકલ્સ રૃ.૫.૮૫ વધીને રૃ.૨૩૦.૫૫, ગીતાંજલી જેમ્સ રૃ.૫.૯૫ વધીને રૃ.૩૮૧.૧૫, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ રૃ.૩.૬૫ વધીને રૃ.૨૭૭.૯૫ રહ્યા હતા.
ઓટોમોબાઈલ શેરોમાં પણ નવા મોડલો- તહેવારોની લેવાલીઃ ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં પણ તહેવારોની સીઝને સાથે ઓટો કંપનીઓ નવા કાર મોડલો બહાર પાડીને ગ્રાહકોને આર્કષવા સફળ રહેતા ઈન્વેસ્ટરોની લેવાલી વધી હતી. ટાટા મોટર્સ દ્વારા મન્ઝા નવા ઓપ સાથે રજૂ કરાતા અને નવી કારો માટે પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યાનું જાહેર થતાં રૃ.૫.૩૦ વધીને રૃ.૨૭૦.૨૦, એકસાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૪.૧૫ વધીને રૃ.૧૬૨.૭૦, હીરો મોટોકોર્પ રૃ.૩૪.૨૦ વધીને રૃ.૧૮૩૯.૫૦, કયુમિન્સ ઈન્ડિયા રૃ.૬.૮૦ વધીને રૃ.૫૦૫.૫૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ માંસાંગયોંગની રેક્સટોન એસયુવી રજૂ કરતા રૃ.૧૦.૩૫ વધીને રૃ.૮૩૬.૫૫, મારૃતી સુઝુકી અલ્ટો ૮૦૦ રજૂ કરતા રૃ.૬.૦૫ વધીને રૃ.૧૩૭૫.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્ષ ૧૪૨.૮૪ પોઈન્ટની તેજીએ ૧૦૩૪૨.૬૪ રહ્યો હતો.
ચીનના આંકડાએ લંડન મેટલ પાછળ મેટલ શેરોમાં આર્કષણઃ કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ વધ્યા
ચીનના ઉત્પાદનના આંકડા સારી વૃધ્ધિના આવતા મેટલ શેરોમાં પણ લંડન મેટલ એક્સચેન્જ પાછળ તેજી આવી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૯.૯૫ વધીને રૃ.૭૩૬.૪૫, હિન્દાલ્કો રૃ.૧.૩૫ વધીને રૃ.૧૧૭.૯૦, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧.૧૦ વધીને રૃ.૧૦૧.૧૫, જિન્દાલ સ્ટીલ રૃ.૪.૪૦ વધીને રૃ.૪૧૭.૪૦, ટાટા સ્ટીલ રૃ.૪.૧૦ વધીને રૃ.૪૧૧.૬૫, સેસાગોવા રૃ.૧.૩૫ વધીને રૃ.૧૭૧.૦૫, કોલ ઈન્ડિયા રૃ.૫.૮૫ વધીને રૃ.૩૫૯.૩૫ રહ્યા હતા.
એસીસીનો નેટ નફો અપેક્ષાથી ઓછો ૫૨ ટકા વધ્યોઃ શેર ઘટયોઃ સેન્ચુરી ટેક્સટાઈલ રૃ.૨૨ ઉછળ્યો
સિમેન્ટમાં એસીસી દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૨ અંતના ત્રીજા માસિકમાં ડીઝલના ભાવમાં તીવ્ર વધારા સાથે રોડ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, અન્ય કાચા માલના ભાવમાં વધારો સાથે, મંદ વેચાણથની અસર થઈ છે. કોન્સોલિડેટેડ ધોરણે ટર્નઓવર ૧૧.૯૦ ટકા વધીને રૃ.૨૫૫૫.૯૦ કરોડ અને ચોખ્ખો નફો ૫૧.૯ ટકા વધીને રૃ.૨૪૧.૯૬ કરોડ થયા છે. શેર રૃ.૭.૬૦ ઘટીને રૃ.૧૪૨૦.૦૫ રહ્યો હતો. જ્યારે સેન્ચુરી ટેક્સટાઈલ્સ રૃ.૨૧.૫૫ ઉછળીને રૃ.૪૦૩.૧૦, જયપ્રકાશ એસોસીયેટસ જયપી સિમેન્ટને વેચવા આદિત્ય બિરલા ગુ્રપ સાથે વાટાઘાટે રૃ.૪.૦૫ ઉછળીને રૃ.૯૫.૧૫ રહ્યા હતા.
ટીસીએસ પરિણામ પૂર્વે રૃ.૨૪ ઉછળી રૃ.૧૩૦૫ઃ એમ્ફેસીસ, વિપ્રો ઘટયાઃ ઈન્ફોસીસ વધ્યો
આઈટી શેરોમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (ટીસીએસ)ના આવતીકાલે શુક્રવારે ૧૯, ઓક્ટોબરના બીજા ત્રિમાસિકના પરિણામ પૂર્વે લેવાલી હતી. શેર રૃ.૨૩.૭૫ વધીને રૃ.૧૩૦૫.૨૦, ઈન્ફોસીસ રૃ.૮.૦૫ વધીને રૃ.૨૩૭૫.૮૦ હતા. જ્યારે વિપ્રો રૃ.૬.૯૫ ઘટીને રૃ.૩૪૬.૨૫, એમ્ફેસીસ એનએસઈ એફએન્ડઓમાંથી બહાર થતાં રૃ.૭.૨૫ ઘટીને રૃ.૩૯૭.૧૦, ટેક મહિન્દ્રા રૃ.૧૦.૮૫ ઘટીને રૃ.૯૩૯.૫૫ હતા.
એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બન્ને શેરોમાં ઉછાળે વેચવાલઃ એફઆઈઆઈની રૃ.૬૯ કરોડની વેચવાલી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૬૮.૮૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૨૩૩૬.૩૫ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૪૦૫.૨૨ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૧૮૪.૫૬ કરોડના શેરોની વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૨૦૮.૯૬ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૩૯૩.૫૨ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
સ્મોલ- મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીઃ ૧૭૨૭ શેરો પોઝિટીવઃ ૨૨૯ શેરોમાં ઓનલી બાયર
સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં પણ ફરી વ્યાપક લેવાલીના આર્કષણે માર્કેટ બ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૯૮ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૭૨૭ અને ઘટનારની ૧૧૨૫ રહી હતી. ૨૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૬૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા
ત્રિપુરામાં 'આધાર' આધારિત એટીએમથી ચુકવણીનો આરંભ

મધુબની હિંસામાં ૩૦ FIR ૧૭ શખ્સોની ધરપકડ

સુપ્રીમે રાહુલ ગાંધી સામેની બદનક્ષીયુક્ત ફરીયાદ ફગાવી
ભાજપ ભ્રષ્ટાચાર સામે લડવાનો ડોળ કરે છેઃ સોનિયા ગાંધી
શેરોમાં ફરી વ્યાપક તેજીઃ બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૮૧ ઉછળીને ૧૮૭૯૨
ડોલરના ભાવો ઉછળતાં સોના-ચાંદીમાં તહેવારો ટાંકણે આગળ ધપતી તેજી
ગિરવે મૂકાયેલા શેરોનું વેચાણ રૃ. ૬૦૦ કરોડની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું
ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં બે અઠવાડિયાનું રોકાણ કરશે

લાયન્સને હરાવીને સીડની સિક્સર્સ ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં

વ્યસ્ત ક્રિકેટ, પ્રવાસ અને તાવ વખતની બેદરકારી ભારે પડી ઃ ક્રોવ
પીટરસન ભારત પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ
ટર્મિનેશનની કાયદેસરતાનો નિર્ણય આર્બિટર કરશે ઃ બોમ્બે હાઇકોર્ટ

જમીન અધિગ્રહણ કાયદો પ્રોજેક્ટોની ગતિ ધીમી પાડી દેશે

એફસીઆરએ બિલ મંજૂર ન થાય ત્યાં સુધી ગુવાર વાયદો ચાલુ ન કરોઃ એસોચેમ
 
 

Gujarat Samachar Plus

ભાંગડાના તાલ સચવાયા પણ સ્ટેપ બદલાયા
મોબાઇલમાં પણ ગરબાના સાત સૂરો
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
વાલીડાં જો જે મારો મેકઅપ ભૂસાય ના...
નવરાત્રિની રમઝટ સાથે હોટલનો ચટાકો
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved