Last Update : 19-October-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૯-૧૦-૨૦૧૨, શુક્રવાર
આસો સુદ પાંચમ, શ્રી પંચમી

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૦ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૨ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૭ મિ. (સૂ) ૭ ક. ૨૫ મિ. (મું) ૭ ક. ૨૩ મિ.
જન્મરાશિ ઃ- આજે રાત્રે ૯ ક. ૧૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- જ્યેષ્ઠા રાત્રે ૯ ક. ૧૬ મિ. સુધી પછી મુળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા, ગુરૃ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર- રાત્રે ૯ ક. ૧૬ મિ. સુધી વૃશ્ચિક પછી ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ.આ/૨૭
માસ-તિથિ-વાર ઃ- આસો સુદ પાંચમ ને શુક્રવાર.
- આજે નવરાત્રિનો ચોથો દિવસ.
- શ્રી પંચમી. ઉપાંગ લલિતા વ્રત.
- વિંછુંડો રાત્રે ૯ ક. ૧૬ મિ. સુધી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૩ રોજ
પારસી શહેનશાહી ૧૩૮૨ ખોરદાદ માસનો ૩ રોજ અર્દીબહેસ્ત

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધામાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. ઉતાવળ કરવી નહીં. માતૃપક્ષની, મિત્રવર્ગની ચિંતાને લીધે ઉચાટ રહ્યા કરે.

 

વૃષભ ઃ અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં મહત્વના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. પેટની તકલીફ અનુભવાય.

 

મિથુન ઃ નોકરી-ધંધામાં હરિફવર્ગ, આપની ઈર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયત્નો કરે. આપની દોડધામ-શ્રમમાં વધારો થાય.

 

કર્ક ઃ માનસિક પરિતાપ, વિચારોની દ્વિધાને લીધે મહત્ત્વના નિર્ણયો લેવાની બાબતમાં ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખવી.

 

સિંહ ઃ જમીન-મકાન-વાહનની લે-વેચમાં ઉતાવળ કરવી નહીં. યાત્રા-પ્રવાસમાં અન્યના દોરવાયા દોરવાઇ જવામાં નુકસાની થાય નહીં તેની તકેદારી રાખવી.

 

કન્યા ઃ આપના યશ-પદને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી. ભાઇભાંડુ વર્ગ તરફથી આપની મુશ્કેલી-ચિંતામાં વધારો થાય. ગળામાં દર્દ-પીડા રહે.

 

તુલા ઃ કૌટુંબિક-પારિવારીક, સામાજિક-વ્યવહારિક પ્રશ્ને આપને ચિંતા-દોડધામ-ખર્ચ અનુભવાય. સંયુક્ત ધંધામાં વાદ-વિવાદથી સંભાળવું.

 

વૃશ્ચિક ઃ દેશ-પરદેશના કામમાં, અગત્યની મિલન-મુલાકાતમાં, મહત્વના નિર્ણયો લેવાની બાબતમાં ઉતાવળ ના કરવી. ચર્ચા-વિચારણા કરી લેવી.

 

ધન ઃ કોર્ટ-કચેરીના પ્રશ્ને આપની મુશ્કેલીમાં વધારો થાય. રાજકીય-સરકારી કામમાં રૃકાવટ-વિલંબ અનુભવો. ખર્ચ વધતાં નાણાંભીડ અનુભવો.

 

મકર ઃ આપે દિવસ દરમ્યાન ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. વધુ પડતા આત્મવિશ્વાસમાં વાણીની સંયમતા રાખવી.

 

કુંભ ઃ સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વૈચારિક મતભેદ અનુભવાય. નોકરીમાં કામકાજ કરો પરંતુ ધાર્યું પરિણામ મેળવવામાં મુશ્કેલી પડે.

 

મીન ઃ ભાઇભાંડુ વર્ગ- નોકર-ચાકર વર્ગની તકલીફના લીધે ધાર્યા પ્રમાણેનું કામ કરવામાં મુશ્કેલી રહે. મહત્વની મુલાકાતમાં ધીરજ રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૯-૧૦-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મવર્ષ જેમ-જેમ પસાર થતું જાય તેમ-તેમ આપની પ્રતિકૂળતામાં વધારો થતો જાય. નોકરી-ધંધામાં આપની કામગીરી કરો તેમ પ્રતિકૂળતાઓનો અહેસાસ થતો જાય. વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજન ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું. ધંધામાં આંધળું જોખમ કરવું નહીં. નવું કોઇ નાણાંકીય જોખમ વધારવું નહીં. નોકરીમાં - ધંધામાં - સરકારી - ખાતાકીય તપાસમાં ફસાઇ ના જાવ તેની તકેદારી રાખવી. આપની યશ-પ્રતિષ્ઠાને હાનિ પહોંચે નહીં તેની તકેદારી રાખવી. સંયુક્ત ધંધામાં, સંયુક્ત મિલકત અંગેના પ્રશ્ને આપે વાદ-વિવાદથી, મનદુઃખથી સંભાળવું પડે. સ્ત્રીવર્ગને ઘર-પરિવારની, પતિ-સંતાનની ચિંતા અનુભવાય. વિદ્યાર્થીંબંધુને વર્ષ દરમ્યાન ચિંતા-પરિતાપ રહે.

 

સુપ્રભાતમ્

- જે રાજા પોતાનાં તથા બીજાઓનાં બળ અને નબળાઈ જોઈને બંને વચ્ચેનું અંતર સમજી શકતો નથી તેનો તેના શત્રુઓ તિરસ્કાર કરે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને એક દિવસ પોતાના દિકરા લલ્લુને કહ્યું, ''આજ દિવસ સુધી તેં એક પણ એવું કામ નથી કર્યું કે જેથી મારું માથું ઊંચું રહે.''
''કેમ પપ્પા એમ કહો છો?'' લલ્લુ જવાબમાં બોલ્યો, ''મેં એક દિવસ તમારી પથારીમાં તમે સૂતેલા ત્યારે તમારા માથા નીચે બે ઓશિકા મૂકીને તમારું માથું ઊંચું નહોતું કર્યું?''

[Top]
 

આજ ની રેસીપી

દશેરા-દિવાળીનાં અવનવાં મીઠાઈ-ફરસાણની મિજબાની

માવા ટોસ્ટ

 


સામગ્રી ઃ ૭-૮ બ્રેડની સ્લાઈસ, ૧ વાટકી છીણલો માવો, ૧ વાટકી બાફેલી સમારેલી પાલક,થોડા વાટેલા મરી, ૨ ચમચા ટામેટાનો સોસ, ૨ ટામેટા, ૧ ચમચો માખણ, ૧/૨ ચમચી મીઠું.

 

રીત ઃ બ્રેડની સ્લાઈસને ગોળ કાપી લો. સ્લાઈસ પર થોડું મોખણ લગાવો. પાલક અને ટામેટાનો સોસ મિક્સ કરીને સ્લાઈસ પર લગાવી દો. માવો ભભરાવી દો. વાટેલા મરી નાખી બેક કરો. ટામેટાં કાપીને સજાવો અને ફરી બેક કરી પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved