Last Update : 18-October-2012, Thursday

 

નવી ચેનલ ! 'નમો સોનિયાજી...'

- મન્નુ શેખચલ્લી


... આખરે આપણા મુખ્યમંત્રીજીની 'નમો ગુજરાત' ચેનલ ચાલુ થઇ ખરી !
પણ હવે કોંગ્રેસવાળાઓ એમાં જાતજાતના વાંધા-વચકા કાઢીને કાંકરા નાખવાની કોશિશ કરી રહ્યા છે. અમે તો કહીએ છીએ કે ભાઈ, તમે ય તમારી પોતાની એક ચેનલ ચાલુ કરી નાંખોને ? (રૃપિયાની ક્યાં ખોટ છે ?)
ધારો કે કોંગ્રેસની એક ચેનલ ચાલુ થાય તો એ કેવી હશે...
* * *
એનું નામ 'નમો સોનિયાજી' હશે. અને તમામ ધાર્મિક ચેનલોની જેમ અહીં સવાર-સાંજ સોનિયાજીની આરતી પ્રસારિત થશે.
* * *
સવાર-સાંજ બે વાર સોનિયાજીનાં જે દર્શન થશે તે તો રેકોર્ડેડ હશે. બાકી 'લાઇવ' દર્શનો તો ચૂંટણી પહેલાં એકાદ વાર થાય તો થાય નહિતર ભયો ભયો...
* * *
આ ચેનલ પર રાહુલ બાબા પણ દર્શન આપશે. પરંતુ કંઈ 'ઉપદેશ-બુપદેશ' નહિ આપે. હા, રેંટિયો કાંતવાનું ડેમોન્સ્ટ્રેશન કે પછી 'પંચમહાલ એકઝોટીક ફૂડ'નો રિવ્યુ જરૃરથી આપશે.
* * *
ખાસ નોંધ ઃ- તમારું ઘરનું ઘર હોય કે ના હોય પણ આ ચેનલ જોવા માટે 'ઘરનું ટીવી' આપવાની કોઇ સ્કીમ નથી.
* * *
'ઘરનું ટીવી'ની સ્કીમ બહાર પડવાની હશે તો પહેલાં એનાં ફોર્મ બહાર પડશે. એ ફોર્મ ભર્યા પછી જો તમને ટીવી 'લાગે' તો મળે પણ ખરું ! પણ એનો આખો આધાર કોંગ્રેસ જીતે એના પર છે.
જો ના જીતે તો ઘરનું ટીવી ઘેર ગયું...
* * *
'નમો સોનિયા' ચેનલ ઉપર 'જનતાના સવાલો' નામનો એક સ્પેશીયલ ફોન-ઇન પ્રોગ્રામ હશે. જેમાં તમે ડાયરેકટ વડાપ્રધાનને ગમે તે ફરિયાદ કરી શકશો.
- જવાબમાં વડાપ્રધાન ચુપચાપ બેસી રહેશે !
* * *
દર રવિવારે એક મહાએપિસોડ હશે... 'જમાઇ બચાવો !' એમાં દેશના ધૂરંધર કોંગ્રેસી નેતાઓ, મિનીસ્ટરો અને મુખ્યપ્રધાનો જમાઇનો (પોતાના જમાઇનો નહિ યાર, એક જ જમાઇનો !) બચાવ કરશે ! જય હો...
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved