Last Update : 18-October-2012, Thursday

 

સરકાર વિરુદ્ધ સનદી અધિકારી


ભલે એને આખરી કે નિર્ણાયક પુરાવો ન ગણાય, પણ ૧૯૯૧ની બેચના હરિયાણા કેડરના આઇ.એ.એસ. અશોક ખેમકાની ૨૧ વર્ષમાં ૪૨ વાર બદલીઓ થઇ છે, એ કંઇક તો સૂચવે છે. સરકારી ખાતાંમાં, ખાસ કરીને આઇ.એ.એસ.ના સ્તરે બદલીઓ હંમેશાં સજાના ભાગરૃપે થાય એ જરૃરી નથી. ખુદ અશોક ખેમકાએ પણ કહ્યું છે કે તેમની બધેબધી બદલીઓ પ્રામાણિકતાથી કામ કરવાના લીધે અને અન્યાયની સામે પડવાના કારણે થઇ નથી. પરંતુ તેમની છેલ્લામાં છેલ્લી બદલી એ જ કારણસર થઇ હોય એવું અત્યારે જણાય છે. ભારતમાં એવું ભાગ્યે જ બને કે રાજ્ય સરકારના વિવાદાસ્પદ નિર્ણયો સામે અવાજ ઉઠાવનાર અફસર પોતાની બદલી થયા પછી મુખ્ય સચિવને પત્ર લખવાની સાથોસાથ સાંજ પડયે ટીવી ચેનલ પર પણ દેખાઇ જાય. ખેમકાએ તેમની લાક્ષણિકતા પ્રમાણે, ટીવી ચેનલો પર નિરાંતે ફક્ત મુલાકાત આપીને જ નહીં, કેન્દ્રિય મંત્રી હાજર હોય એવી ચર્ચામાં પણ ભાગ લઇને નવો ચીલો પાડયો છે.
હરિયાણા સરકારને સંડોવતા રોબર્ટ વાડ્રા-ડીએલએફ કંપની વચ્ચેના જમીનસોદાની વાત તો હમણાં બહાર આવી, પણ ખેમકાના મતે હરિયાણાનાં ગામડાંની આવી કંઇક જમીનો સરકારે ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓને પધરાવી દીધી છે. તેની લેતીદેતીમાં ઉદ્યોગપતિઓ અને સરકારી અફસરો કમાઇ ગયા હોવાનો નિર્દેશ પણ ખેમકાએ કર્યો. વાડ્રા અને ડીએલએફની વિગતે તપાસ કરવાની તેમની હિલચાલના પગલે બદલીનો હુકમ છૂટયો હોવાનું પણ જણાયું છે. વાડ્રાની કંપનીએ ખરીદેલી જમીન ડીએલએફને વેચી દીધા પછી પણ, વાડ્રાએ જૂના નામે જમીનના ડેવલપમેન્ટનું લાયસન્સ રીન્યુ કરવા અરજી કરી હતી. હરિયાણા સરકારે એ મંજૂર રાખી. એટલે વાડ્રાને નહીં, પણ જમીનના અસલ માલિક ડીએલએફને જમીન ડેવલપ કરવાનો પરવાનો મળી ગયો. કંપનીઓનાં નામો અને જમીનની માલિકીમાં થયેલા ગોટાળાભર્યા ફેરફાર અને ખાસ તો, પોતે જમીન વેચી દીધા પછી એ જમીનનું ડેવલપમેન્ટ લાયસન્સ રીન્યુ કરાવી લેવું, એ વાડ્રાનું પગલું નિયમોની દૃષ્ટિએ ટકી શકે એવું ન હતું. એટલે, બદલીની અસરને કારણે હોદ્દો છોડતાં પહેલાં રેવન્યુ ડીપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે ખેમકાએ છેલ્લું કામ વાડ્રા-ડીએલએફનો સોદો રદ કરવાનું કર્યું.
હવે હરિયાણા સીડ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નીમાયેલા - અને રેવન્યુ વિભાગમાંથી દૂર કરાયેલા- ખેમકાએ છૂટથી ટીવી ચેનલ અને અખબારોને આપેલી મુલાકાતો પરથી તેમનો લડાયક મિજાજ સ્પષ્ટ થઇ જાય છે. પોતાની આંખ સામે ખોટું ન થવા દેવા માટે જાણીતા ખેમકા તેમની લડાયક વૃત્તિ અને તેમાં પ્રસાર માધ્યમોનો સાથ મેળવવા માટે જાણીતા છે. સરકારના બધા હુકમોનું નીચી મુંડીએ પાલન કરવાને બદલે કે હા જી હા કરવાને બદલે, ખેમકા જનહિતમાં પોતાને ઠીક લાગે એવું જ કરવા ટેવાયેલા છે. ભૂતકાળમાં મુખ્ય મંત્રી સુદ્ધાંના હુકમોનો અમલ કરવાની તેમણે ચોખ્ખી ના પાડી દીધી છે. પોતાના વિરોધ પ્રદર્શનની નોંધ લેવાય તેની ચીવટ પણ એ રાખે છે. તેમના એક સહકાર્યકરે એક અખબારને જણાવ્યા પ્રમાણે, એક પ્રસંગે બદલી પછી તેમને સત્તાવાર વાહનની સુવિધા ન મળી, ત્યારે તેમણે સાયકલ લઇને ઓફિસે જવાનું શરૃ કર્યું અને પત્રકારોને તેની જાણ પણ કરી.
એ ખરું કે પ્રામાણિકતાથી લડતા ખરાવાદી માણસો માટે પ્રસાર માધ્યમોનો અતિરેક નુકસાનકારક નીવડી શકે છે. શરૃઆતમાં તેમની લડતને મજબૂત બનાવનાર આ જ પરિબળ ભવિષ્યમાં તેમની વિશ્વસનીયતાને જોખમાવી પણ શકે છે. મુંબઇના ભૂતપૂર્વ કમિશનર જી.આર.ખૈરનાર તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ ખેમકાના કિસ્સામાં અત્યારે પ્રસાર માધ્યમો દ્વારા તેમની ઝુંબેશ મજબૂત થાય એ તબક્કો ચાલી રહ્યો છે. બદલી પછી ચેનલ પરની એક ચર્ચામાં કેન્દ્રિય મંત્રીની સાથે ભાગ લઇ રહેલા ખેમકાને મંત્રીશ્રીએ આચારસંહિતાની યાદ અપાવીને ચીમકી પણ આપી હતી કે એ પોતે કેન્દ્રીય મંત્રી હોવાથી કશું કરી શકે નહીં, પણ રાજ્ય સરકાર તેમના આ વર્તનની નોંધ લઇ શકે છે. મતલબ, ટીવી પર ચર્ચામાં ઉતરવાનાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો.
પરંતુ જાહેરમાં આવી ચીમકી આપવામાં આવે, ત્યારે સરકારને પણ વધારે સાવધાન રહીને પગલાં ભરવાં પડે છે. અત્યારે હરિયાણા સરકારે અફસરોની બદલીને પોતાનો વિશેષાધિકાર ગણાવીને એ મુદ્દે નમતું જોખવાની ના પાડી છે, તો ખેમકાએ એક જગ્યાએ ઓછું બે વર્ષ કામ કરવું પડે એ નિયમ આગળ કરીને લડત ઉપાડી છે. પરંતુ બન્ને પક્ષો સમજે છે કે મુદ્દો ફક્ત ખેમકાનો કે ફક્ત હરિયાણા સરકારનો નથી. આ જંગ સરકારની કઠપૂતળી બનવાનો ઇન્કાર કરતા સનદી અધિકારી વિરુદ્ધ સરકારના સંદેહાસ્પદ ઇરાદાનો છે. તેમાં સરકાર એકાદ અધિકારી સાથે કિન્નાખોરી રાખતી દેખાય, તો તેની ગંભીર અસરો પડી શકે છે. મોટા ભાગના અફસરો સરકારની સામે પડવાને બદલે, સાથે રહીને કામ કાઢી લેવાનું વધુ પસંદ કરતા હોય ત્યારે સરકારની ખોટી નીતિને અંદર રહીને પડકારનારા ખેમકા જેવા અફસરો આવકાર્ય છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved