Last Update : 18-October-2012, Thursday

 
મહારાષ્ટ્રની મહાલૂંટના મહારથીઓમાં કોણ કોણ?
- રૃપિયા ૭,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦નું પાણીની નેહરોનું કૌભાંડ
- ભાજપ અને એનસીપીના નેતાઓએ એ સાત ખર્વ રૃપિયાનો ભ્રષ્ટાચાર કરીને રૃપિયા વહેંચી ખાધા

૭૦ હજાર કરોડ રૃપિયા!
જનતાની આપણી લોહી પરસેવાની કમાણીના રૃપિયા!
૭૦ હજાર કરોડ એટલે ૭ ઉપર ૧૧ મીંડા!
લૂંટનારા કોણ?
મહારાષ્ટ્રના સત્તાધારી પક્ષના અને વિરોધ પક્ષના.
મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને એનસીપી એટલે શરદ પવારનો પક્ષ છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કોંગ્રેસના છે અને ઉપમુખ્યપ્રધાન એનસીપીના છે.
મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ પણ બે છે... શિવસેના અને ભાજપ. દસ વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં એ બન્ને સાથે સત્તા પર હતા અને ત્યારે પેલા બન્ને વિરોધપક્ષે હતા.
સત્તા પર કે વિરોધમાં ભલે ગમે તે પક્ષ હોય કે ગમે તે નેતા હોય પણ આપણને, જનતાીને, દેશને લૂંટવામાં એ બધા એક થઇ જાય છે. ભાગીદાર હોય છે. ''તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ''!
આ જે ૭૦ હજાર કરોડ રૃપિયાનું કૌભાંડ છે એ ૨૦૦૯થી ૨૦૧૨ દરમ્યાન મહારાષ્ટ્રમાં ખેતી માટે નહેર યોજનાઓનું છે. ચોમાસા કે વરસાદ ઉપર આપણા ખેતીપ્રધાન દેશે આધાર રાખવો પડે છે એ રાખવો ન પડે. (ગુજરાતમાં પણ જાહેર યોજનાઓનું ઘણું મોટું કૌભાંડ ભાજપના રાજ્યમાં થયું છે પણ ગુજરાતમાં વિરોધ પક્ષ નબળો બની રહ્યો છે એટલે એ માટે ઉહાપોહ મહારાષ્ટ્ર જેવો થતો નથી)
આની સામે ૭૦,૦૦૦ કરોડ રૃપિયા આપણા જનતાના પરસેવાના ખર્ચ્યા છતાં ૨૦૧૨માં મહારાષ્ટ્ર સરકારના ઈકોનોમિક સર્વે પ્રમાણે ફક્ત ૦.૧ ટકો જ નહેરો વધી હતી.
આની સામે મહારાષ્ટ્રના વિજય પાન્ધારે નામના ચીફ એન્જીનીયરે ૨૦૧૨ના મે મહિનામાં બ્યુગલ ફૂંકીને જાહેર કરેલું કે રૃપિયા ૩,૫૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૩ ખર્વ ૫૦ અબજ) નેહર યોજનાના નામે રાજકારણીઓ, નોકશાહો અને કોન્ટ્રાક્ટરોએ ભેગા મળીને ચાંઉ કરી ગયા છે.
મહારાષ્ટ્રમાં લગભગ સિંચાઇ યોજનાના ૧૨૦૦ કરતાં વધુ પ્રોજેક્ટ વર્ષોથી પૂરા થયા વિનાના પડયા છે એ એમને એમ પડયા રહ્યા અને આ ૭૦ હજાર કરોડ રૃપિયા ચવાઇ ગયા.
હજારો લાખો ખેડૂતોને સિંચાઇ યોજનાઓનો જ આધાર હોય છે. નેહરો અને બંધો જ એમની જીવાદોરી ગણાય. આ ભ્રષ્ટાચારી રાજકારણીઓના કારણે એ ખેડૂતોને ભૂખે મરવાનો અને આપઘાત કરવાનો દિવસ આવે છે.
આ ભ્રષ્ટાચારીઓમાં સૌથી મોખરે મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યપ્રધાન વત્તા સિંચાઇપ્રધાન અજીત પવાર છે. કેન્દ્રના અન્નપ્રધાન અને નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલે એનસીપીના સ્થાપક અને પ્રમુખ છે એ શરદ પવારના ભત્રીજા અજીત પવાર છે. એ ૧૯૯૯થી ૨૦૧૦ સુધી મહારાષ્ટ્રના ઈરીગેશન મિનીસ્ટર સિંચાઇપ્રધાન રહેલા.
તેઓ રૃપિયા ૧ કરોડ કરતાં વધુ કિંમતના દરેક ટેન્ડર ઉપર પોતાની સહી કરીને જ ટેન્ડર પાસ કરાવતા. અજીત પવારે ભ્રષ્ટાચાર આચરવાની દિશામાં બીજું પગલું એ ભરેલું કે, દરેક પ્રકારની ફાઇલ સીધી એમની પાસે રજૂ કરવી. અજીત પવાર સરકારના નિયમો અને કાયદાઓનો ભંગ કરતા હતા એટલે અમલદારોએ એમને વારંવાર ચેતવેલા પણ અજીત પવાર કોઇનું માનતા નહીં. પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને કામ શરૃ કર્યા પહેલાં એડવાન્સ રૃપિયા આપવા નહીં... એવા સરકારી નિયમને એમણે અધ્ધર ચઢાવી દીધેલો. એ રીતે એમણે કરોડો અબજો રૃપિયા કોન્ટ્રાક્ટરોને એડવાન્સ પેટે આપી દીધેલા. (ગુજરાતમાં ભાજપની મ્યુનિસિપાલિટી, પંચાયતો સુધી આ કૌભાંડ ફેલાયેલું છે.) એ જ રીતે અજીત પવાર કોન્ટ્રાક્ટરોને બાંધકામ માટેના ટ્રકથી માંડી પાવડા સુધીના સાધનો ખરીદવાના પણ રૃપિયા આપતા હતા. (કેવો મોટો ભ્રષ્ટાચાર? કોન્ટ્રાક્ટરને માલસામાનના રૃપિયા મળે, કામ શરૃ કર્યા વિના એડવાન્સ રૃપિયા મળે પછી એણે કરવાનું શું? પાછી પ્રધાનની ભાગીદારી. ગુજરાતમાં પણ આમ જ ચાલે છે અને કેન્દ્રમાં પણ એમ જ ચાલે છે. લૂંટો, ભાઇ લૂંટો!)
આ ભ્રષ્ટાચાર વધારવા અજીત પવારે ૩૨ સિંચાઇ યોજનાની ખર્ચની કિંમત રૃપિયા ૨૦,૦૦૦ કરોડ જેટલી વધારી દીધી. (કોના...?)
આ ભાવ વધારવામાં અજીત પવારે ઈરીગેશન સેક્રેટરી, ઈરીગેશન ડીપાર્ટમેન્ટની સમિતિ વગેરેને બાજુએ કરીને અજીત પવારે બધી યોજનાઓ પોતાની સહીથી મંજુર કરવા માંડેલી. એ પછી પવારે યોજનાઓ મોડી થાય કે યોજનાઓમાં ગાબડા પડે એની સામે આંખ મિંચામણા કરેલા.
જે ઓફિસરોએ ભ્રષ્ટાચાર કરવા સામે વાંધો લીધેલો એને પવારે બાજુ પર ધકેલી દીધેલા અને જે કોન્ટ્રાક્ટરોના કામો સામે વાંધો લીધેલો એમને પવારે રક્ષણ આપેલું.
પવારે ૨૦૦૭માં ૧૪૧ નવી સિંચાઇ યોજનાઓ અને ૨૦૦૮માં ૮૩ નવી સિંચાઇ યોજનાઓને મંજૂરી આપેલી. જેમાંની ૯૮ ટકા યોજનાઓ હજી સુધી શરૃ જ થઇ નથી છતાં એ બધી યોજનાઓના કોન્ટ્રાકટરોને એડવાન્સ પેટે અબજો રૃપિયાની તથા માલસામાન ખરીદવા માટે કરોડો રૃપિયા અજીત પવારે આપણા જનતાના આપી દીધા છે! (કોના...?)
આ કૌભાંડ કેવડું મોટું છે અને એનો તાગ મેળવવો મુશ્કેલ છે. ''ઈરીગેશન''ની જૂની યોજનાઓ પવારે બંધ કરાવેલી (કારણ કે એમાં લાંચ ન મળે કારણ કે એમાં લાંચ અગાઉના પ્રધાને લઇ લીધી હોય.) અને નવી યોજનાઓને ફટાફટ મંજુર કરવા માંડેલી કારણ કે નવી યોજનામાં એ અજીત પવાર ૬થી ૭ ટકા ''કીકબેક'', ''કમીશન'' ટૂંકમાં, લાંચ લેતા હતા.
સિંચાઇ યોજનાઓના કોન્ટ્રાકટ છ સાત કોન્ટ્રાક્ટરને જ અપાતા હતા. (ગુજરાતમાં પણ ભાજપ સરકાર અને ભાજપ મ્યુનિસિપાલિટીઓ એમ જ કરે છે. વિરોધ કરનારા વિરોધ કરે એટલે એમને મનાવી લેવામાં આવે છે) એ બધા કાં તો ભાજપના હતા અથવા એનસીપીના હતા. એ કોન્ટ્રાક્ટરો પાંચ વર્ષ પહેલાં હજાર કે લાખોપતિ હતા અને અજીત પવારની ''કૃપા''થી બધા આજે ખર્વોપતિ થઇ ગયા છે. (આપણા દેશના બધા નાના મોટા રાજકારણીઓની આ જ સ્થિતિ છે. ગુજરાત, બિહાર, મધ્યપ્રદેશ વગેરેના મુખ્યપ્રધાનો અથવા માયાવતી જેવા કે બીજા પ્રધાનો અને નેતા થઇ ગએલાઓ આજે હેલિકોપ્ટરોમાં ફરે છે એ એક જમાનામાં સાયકલ કે સ્કુટર ઉપર ફરતા હતા. એવા અસંખ્ય દાખલા છે એમાંનો એક દાખલો સૌરાષ્ટ્રના એક બહેન ધારાસભ્યનો છે. એ ચૂંટાયા પહેલાં નાનકડી દસ બાય દસની રૃમમાં રહેતા હતા અને એમના પતિ કોઇ જીનમાં ક્લાર્કત હતા. આજે એમની પાસે ત્રણ ચાર બંગલા છે, એસેન્ટ, સ્વીફ્ટ અને ઈનોવા જેવી મોટરો છે. ટૂંકમાં, આવક કરતાં મૂડીમિલકતના કેસ આપણા દેશના એકેએક રાજકીય નેતા ઉપર કરી શકાય તેમ છે... પછી એ કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય કે બીજા કોઇપણ પક્ષનો ભલે હોય. રાજકીય પક્ષની ઓફિસનો પટાવાળો પણ કલેકટર અને ડીએસપીને દબડાવતો હોય છે.)
આ ભ્રષ્ટાચારનો લાભ જેમને અજીત પવારે આપેલો એમાં મુખી છે ભાજપના સંસદસભ્ય અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગડકરીના નિકટના દોસ્ત તથા આરએસએસના સ્વયંસેવક અજય સંચેતી, બીજા છે ભાજપના ધારાસબ્ય અને સંઘના (આરએસએસ) સ્વયંસેવક મીતેશ, ત્રીજા છે એનસીપીના ધારાસભ્ય સતીશ ચૌહાણ અને ચોથા છે એનસીપીના ધારાસભ્ય જ સંદિપ બાજોરીયા.
ભાજપ પ્રમુખ ગડકરીને જેની સાથે ભાગીદાર હોવાની શંકા રાખવામાં આવે છે એ અજય સંચેતી એક નાના કોન્ટ્રાક્ટરમાંથી આજે રૃપિયા ૩૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૩૦ અબજ) સુધીના સિંચાઇના કોન્ટ્રાક્ટ મેળવવાની હેસીયત પહોંચ્યા છે.
એમને કોન્ટ્રાક્ટ મળ્યા પછી અજીત પવાર કોઇને પણ પૂછ્યા - ગણકાર્યા વિના કોન્ટ્રાક્ટની રકમ કરોડો રૃપિયા વધારી આપતા હતા. (આખા દેશમાં બધે આમ જ ચાલે છે)
એમની કંપની ૨૦૦૬ના સપ્ટેમ્બર સુધી શક્તિકુમાર એમ. સંચેતી લિમિટેડ તરીકે ઓળખાતી હતી. એ પછી એમણે એમએસએસ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ કરી નાંખી.
સરકારનો નિયમ છે કે એજ કંપનીને ત્રણ કોન્ટ્રાક્ટથી વધુ કામ ન મળે એટલે સંચેતીએ કંપનીના જૂના અને નવા નામે કોન્ટ્રાક્ટો મેળવવા માંડયા (બધી કંપનીઓ એમ જ કરે છે. એ પછી એક મોટું કૌભાંડ છે જે વર્ષોથી ચાલે છે) એ રીતે કંપનીના જૂના નામે સંચેતીને ૨૦૦૬ પછી રૃપિયા ૧૩,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૩ અબજ)ના કોન્ટ્રાક્ટ મેળવ્યા. (કામ કર્યા વગર)
૨૦૦૭ના ૨૩ માર્ચે એમણે ગોસીખુર્દ નેહર યોજનાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો. પહેલાં એ ફક્ત ૯૪ કરોડ રૃપિયાનો જ કોન્ટ્રાક્ટ હતો પણ પછી એ વધારીને રૃપિયા ૧,૩૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧ ખર્વ ૩૦ અબજ)નો કરાયો છે. મહારાષ્ટ્રની આ નેહર યોજના સૌથી મોટી અને સૌથી મોંઘી નેહર (સિંચાઇ) યોજના છે. એ માટે કેન્દ્રએ રૃપિયા ૬૦૦૦ કરોડ આપેલા છે. અત્યાર સુધીમાં એની ઉપર રૃપિયા ૧ ખર્બ અને ૩૦ અબજ ખર્ચાય ચુક્યા છે પણ કામ હજી સુધી ૫૨-૫૫ ટકા જેટલું જ થયું છે.
આ યોજનામાં સંચેતી અને મિતેશ ભાગોડિયા ભાગીદાર છે. આ બંને ભાગીદારો સંઘના સ્વયંસેવક ઉપરાંત ભાજપના પ્રમુખ ગડકરીને અને સંઘને માલામાલ કરતા એ બેમાંના એકને (એટલે સંચેતીને) બીજાનો વિરોધ હોવા છતાં સંસદસભ્ય બનાવ્યા અને મિતેશને મહારાષ્ટ્રમાં ધારાસભ્ય બનાવ્યા. (સંસદમાં લોકસભાના સભ્ય બનવા ચૂંટણી લડવી પડે અને રાજ્યસભાના સભ્ય દરેક રાજકીય પક્ષ રાજ્યોમાં પોતાની સંખ્યાના હિસાબે સભ્યો મોકલી શકે. સંચેતીને એ રીતે સભ્ય બનાવ્યા છે. સંસદના રાજ્યસભાના સભ્યની મુદત ૭ વર્ષની હોય છે જ્યારે લોકસભાના સભ્યની મુદત પાંચ વર્ષની અથવા લોકસભા વહેલી ભંગ થાય તો ત્યાં સુધીની હોય છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ધારાસભ્ય ચૂંટણી લડીને થવાય છે જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનપરિષદ પણ છે જેમાં પક્ષ નક્કી કરે એ સીધો સભ્ય ચૂંટણી લડયા વિના થઇ જાય છે. ગુજરાતમાં વિધાનસભા જ છે વિધાન પરિષદ નથી)
આ જે ગોસીખુર્દ નેહર યોજના છે અને મહારાષ્ટ્રનો જે દુષ્કાળ પ્રદેશ છે અને જ્યાં વધુમાં વધુ ખેડૂતો પાક નિષ્ફળ જતો હોવાના કારણે દરમહિને ૨૫-૨૫૦ આપઘાત કરે છે એ વિદર્ભ પ્રદેશને પલ્લવિત કરવા માટેની છે. એ નેહર યોજના માટેનો બંધ અગાઉથી તૈયાર થઇ ગયો છે પણ ખાયકીના કારણે નેહરોમાં ભંગાણ પડેલું હોવાથી નેહરમાં પાણી નથી છોડવામાં આવતું.
આ કારણે લગભગ ૧૯૩ ગામ દુકાળનો ભોગ બનેલો છે.
સંચેતીએ એ ઉપરાંત ૨૦૦૯ના ૧૨ ઓગસ્ટે પેનગંગા સિંચાઇ યોજનાનો રૃપિયા ૯૨૬ કરોડનો કોન્ટ્રાક્ટ મેળવ્યો. એ માટે એમણે કામ શરૃ કર્યા પહેલાં રૃપિયા ૧૨૦ કરોડ આપવામાં આવેલા. (એ માટે અજીત પવારે લાંચ ન લીધી હોય એવું ન બને. અને લાંચ લીધાના પુરાવા નથી હોતા. કેટલાક લાંચ લેનારા કહેતા હોય છે કે... ''પુરવાર કરો તો હું બધું છોડી દેવા તૈયાર છું.'' ઘણાં ભોળીયાઓ એ માની લે છે. એ એમ નથી વિચારતા કે લાંચ લીધા કે આપ્યાના તે કંઇ પુરાવા હોતા હશે? અનુમાનના આધારે જ બધું પકડાતું હોય છે.)
એ ગોસેખુર્દ નેહર યોજનામાં જમણા કાંઠાની નેહરોમાં સંચેતીએ એવું નબળું કામ કરેલું કે ઘણા ઠેકાણે ગાબડા પડી ગયા હતા છતાં હજી સુધી એની સામે કશાં પગલાં નથી લેવાયા.
નીચેથી ઉપર સુધી એ હપ્તા એટલે ફંડ પહોંચાડે એટલે એમને ઉપર ચઢાવવામાં આવે છે અને જેઓ ફંડ ન પહોંચાડે એને ભાજપ ટિકિટ પણ નથી આપતો. કોંગ્રેસે પણ એવા પાપ કરેલા પણ એને મર્યાદા પાળેલી જ્યારે ભાજપે તો કોઇની મર્યાદા કે કોઇનો ડર પણ નથી રાખ્યા. ખરાબ એટલે ભ્રષ્ટ બધા જ છે પણ વધુ ઓછું ભ્રષ્ટ કોણ છે એ જોવાનું છે!)
ઉલટાનું એ પછી પેન ગંગાની સિંચાઇ યોજના માટે રૃપિયા ૩૨,૦૦,૦૦,૦૦,૦૦૦ (૩૨ અબજ)નું કામ સંચેતી, બાજોરીયા, સતીશ ચૌહાણ અને નિસાર ખત્રી નામના કોન્ટ્રાક્ટરોને આપ્યું.
આ બધા કૌભાંડો અને ભ્રષ્ટાચારોની તપાસ કરવા ઈરીગેશન ડીપાર્ટમેન્ટના પ્રિન્સીપલ સેક્રેટરી એમ.કે. વાદનારેના વડપણ નીચે નીમવામાં આવી. (''ચોરનો ભાઇ ઘંટી ચોર''... ચોરને જ ન્યાયાધિશ બનાવ્યો!) એણે રિપોર્ટ ૨૦૧૦ના જૂનમાં આપ્યો ત્યારનો ધૂળ ખાતો પડયો છે.
આ તો, થોડીક વિગતો રૃપિયા ૭૦,૦૦૦ કરોડના ભ્રષ્ટાચારની આપી. ૧૦ વર્ષ સુધી એક પ્રધાને દેશને આ રીતે લૂંટયો. (આ તો મહારાષ્ટ્રની એકલાની જ એક જ વિભાગના એક પેટા વિભાગની જ વાત છે. આવું તો આખા દેશમાં ગુજરાત હોય કે આસામ હોય, ઝારખંડ હોય કે રાજસ્થાન હોય, કર્ણાટક હોય કે બિહાર હોય, દિલ્લી હોય કે પંજાબ હોય, દરેકેદરેક ઠેકાણે ચાલે છે... લૂંટો ભાઇ લૂંટો! જ્યાં હાથ નહીં પણ નજર નાંખો એટલે ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર છે!)
ગુણવંત છો. શાહ

 

નવી શોધ
પાર્કિનસન રોગનો સચોટ ઉપચાર કરતા પગરખાં
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાએ એક એવા બુટ, પગરખાં, જાુતા બનાવ્યા છે કે જે પાર્કિનસન રોગનો સચોટ ઇલાજ કરે છે. પાર્કિનસનના રોગીના શરીરમાં ધુ્રજારી રહેતી હોય છે જે આ બુટ પહેરવાથી નથી રહેતી. આ જાુતાથી ૫૦ ટકા દવાઓ પણ નહીં લેવી પડે. અત્યાર સુધી ૭૦ દર્દીઓ ઉપર આ જાુતાનો પ્રયોગ કર્યો છે જે સફળ રહ્યો છે. દુનિયાભરમાં પાર્કિનસનના રોગના ઇલાજ માટે બુટનો આ પહેલો જ ઉપયોગ છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved