Last Update : 18-October-2012, Thursday

 
દિલ્હીની વાત
 

છબી સુધારવા માટે કેબિનેટ પુનર્રચના પર મદાર
નવીદિલ્હી,તા.૧૭
સોનિયા ગાંધી અને રાહુલની રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથેની બેઠકોએ લાંબા સમયથી પડતર અને છેલ્લી ગણાતી કેબિનેટની પુનર્રચના વિષેની અફવાને ઇંધણ પુરૃં પાડયું છે. એ શુક્રવારે થઇ શકે અથવા રાષ્ટ્રપતિ પશ્ચિમ બંગાળમાંના એમના વતનમાં દુર્ગાપૂજાનો કાર્યક્રમ પૂરો કરીને પાછા આવે એ પછી હાથ ધરી શકાય. આ પુનર્રચનાને અસાધારણ બનાવનારો મુદ્દો રાહુલના પ્રધાનમંડળમાં સંભવિત સમાવેશ છે. જો કે એ વિષે નકારાત્મક સંકેતો પણ મળ્યા છે. વડાપ્રધાને એમને પ્રધાનમંડળમાં જોડાવા માટે જણાવ્યું છે રાહુલના ટેકેદારોને લાગે છે કે જો તેઓ આમ આદમીને મદદરૃપ થઇ શકે એવું ખાતું લેતો પક્ષને લાભ થશે. ડીએલએફ-વાઢેરા સોદા અને કાયદાપ્રધાન ખુર્શીદનું તપાસઆધીન ટ્રસ્ટ વગેરે જેવા કૌભાંડ અને કટોકટીઓથી કોંગ્રેસ પક્ષ ઘેરાયો છે. એ રીતે પણ કેબિનેટ પુનર્રચના મહત્વપૂર્ણ બની છે. હરિયાણાના આઇએએસ અધિકારીએ અશોક ખેમકાએ કરેલા પર્દાફાશ પછી ડીએલએફ- વાઢેરા સોદાના મુદ્દાએ ગંભીર વળાંક લીધો છે એ નોંધનીય છે.
પડકાર રૃપ કાર્ય
જો કે વડાપ્રધાન સામે પડકારરૃપ કાર્ય ઉભું છે. પાયાનો પ્રશ્ન એ જ રહે છે કે કલંકિત, બિનપ્રભાવક તેમજ આડેધડ નિવેદનો દ્વારા પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મૂકનારા પ્રધાનોને પડતા મૂકવાથી વડાપ્રધાન જાદુઇ કામ કરી શકશે? તદુપરાંત, ખાતાની ફાળવણી કઠિન કાર્ય બની રહેવાની છે. અડધો ડઝન પ્રધાનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે. અગાઉથી અલગ રીતે આ વખતે ૧૪ ખાતા ખાલી છે. તૃણમૂલ કોંગ્રેસે રીટેઇલમાં એફડીઆઇના મુદ્દે ટેકો પાછો ખેંચતા છ પ્રધાનોએ તો હમણા જ ખાતા છોડયા છે. ડીએમકેને એના ખાલી સ્થાનો ભરવામાં રસ નથી. આથી વડાપ્રધાન ખાસ તો રાહુલ જુથમાંથી અનેક નવા ચહેરાને લઇ શકશે, પરંતુ આ જુવાનિયા પરિણામો દર્શાવે એવી કામગીરી કરી શકશે? એ લાખો ડોલરનો પ્રશ્ન છે.
પુનર્રચનાની ઝાળ પ્રધાનોને સ્પર્શી
કેટલાક પ્રધાનોએ એમના પડતર કાર્યો પતાવવા માંડયા છે. શાસ્ત્રી ભવનમાં બેસતા એક પ્રધાને છેલ્લા બે દિવસમાં તમામ ફાઇલનો નિકાલ કરી નાખ્યો છે. સીજીઓ કોમ્પલેક્સમાં બેસતા અન્ય પ્રધાને એમના અધિકારીઓને તમામ બાકી કામ પુરા કરવા જણાવી દીધું છે. કેટલાક જુનિયર પ્રધાનો એમને સોંપાયેલા કામથી ખુશ નથી. એમને મોટી ભૂમિકા જોઇએ છે.
ડીએમકેની વિમાસણ
યુપીએના એક મુખ્ય સાથીદાર ડીએમકેના સંસદીય પક્ષના નેતા ટી.આર. બાલુ પ્રધાનમંડળમાં જોડાવા માટે ખુબ ઉત્સુક છે. જો કે તેઓ કમનસીબ છે કારણ કે ડીએમકેની બે બેઠકો ખાલી હોવા છતાં પક્ષના નેતા કરૃણાનિધિ એમાં જોડાવાના વિરોધી છે. બાલુ માટે વધુ ખરાબ મુદ્દો એ છે કે જો ડીએમકે પ્રધાનમંડળમાં જોડાવાનું નક્કી કરે તો પણ વડાપ્રધાનનો બાલુના સમાવવાનું બહુ ગમશે નહિ. થોડા વર્ષો અગાઉ બાલુ એમના કુટુંબની કંપનીઓ માટે ગેસ જોડાણો મેળવવા માટ એમના હોદ્દાનો ઉપયોગ કરતા ઉભા થયેલા વિવાદમાં પકડાયા હતા. વડાપ્રધાને યુપીએ-૧ના કાર્યકાળ દરમિયાન બાલુ વિષે થયેલી ફરિયાદોના પગલે ૨૦૦૯માં એમને પાછા પ્રધાનમંડળમાં લીધા નથી.
જોષીને RAC ની ટિકિટ
માર્ગ પરિવહન ઉપરાંત રેલમંત્રાલયનો વધારાનો ચાર્જ સંભાળતા સી.પી.જોશીના સ્ટાફે આખોદિવસ ટ્રાન્સપોર્ટ ભવન અને રેલ ભવન વચ્ચે દોડાદોડ કરવી પડે છે. તેઓ દિવસનો પ્રથમ અર્ધો ભાગ ટ્રાન્સપોર્ટ ભવનમાં બેસે છે. જ્યારે બાકી અર્ધો દિવસ રેલભવનમાં બેસે છે. જો કે એમાના કેટલાક જોશીને ઉચ્ચ કક્ષાનું રેલ ખાતુ મળવા વિશે એટલા આશાવાદી છે કે એમણે રેલભવનમાં રૃમ શોધવાનું શરૃ કર્યુ છે. આના લીધે કેટલાક વરિષ્ઠ રેલ અધિકારીઓ એમને ટુચકો કરી રહ્યાં છે કે તમારા પ્રધાન જોશી પાસે આરએસી ટિકિટ છે. એટલે કે રીઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન વાળી ટીકીટ છે. એટલે કે જો કોઇ પ્રવાસી પોતાની માત્ર રદ કરે તો પ્રધાનને રીઝર્વેશન મળીરહે. એમની પાસે કન્ફર્મ ટિકિટ નથી.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved