Last Update : 18-October-2012, Thursday

 

ભ્રષ્ટાચારની બાબતમાં રાષ્ટ્રીય એકતા

વિચાર વિહાર - યાસીન દલાલ
- એવા જલદ પગલાની જરૂર છે કે કલંકિત વ્યક્તિ ચૂંટણી જ ન લડી શકે

 

ડીઝલ અને રસોઈ ગેસના ભાવ વધારાથી ઉભી થયેલી કટોકટીમાંથી કેન્દ્ર સરકાર પૂરેપૂરી બહાર આવી નથી તેમ ઉથલી પડી પણ નથી. મમતા બેનરજીએ ટેકો પાછો ખેંચી લીધો કે તરત મુલાયમસંિહે જાહેર કર્યું છે કે અમારો ટેકો ચાલુ રહેશે. મમતાનો મુખ્ય વાંદો એફ.ડી.આઈ. એટલે કે છૂટક ક્ષેત્રે વિદેશી નાણાનો રોકાણનો હતો. આ અંગે પણ નિષ્ણાતોમાં મતમતાંતર પ્રવર્તે છે. એક વર્ગ એમ માને છે કે છૂટક વેપાર ક્ષેત્રે વિદેશી નાણું આવવાથી હજારો છૂટક દુકાનો બંધ થઈ જશે અને વોલમાર્ટ જેવી વિદેશી કંપનીઓને અઢળક ફાયદો થશે. ડાબેરીઓ આમ માને તે સ્વાભાવિક છે. પણ કેટલાક તટસ્થ નિરીક્ષકો પણ આમ જ માને છે. બીજો એક વર્ગ એમ કહે છે કે વિદેશી મૂડીરોકાણથી ખેડૂતો અને નાના દુકાનદારોને ફાયદો થશે. ખેડૂતો ખેતીમાંથી વચેટીયા નીકળી જશે અને પરિણામે ખેડૂતોને પોતાના ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવો મળશે. આ લોકો એમ પણ ક હે છે કે ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશોમાં આવી જોગવાઈ છે જ અને એનાથી એ દેશનો લાભ જ થયો છે.
દરમ્યાન કોલગેટ એટલે કે કોલસાના કૌભાંડમાં જે વિગતો બહાર આવી રહી છે તે કોઈને પણ ચોંકાવી દે તેવી છે. એક વિગત એવી છે કે એમાં સૌથી મોટો લાભ ખૂદ કોલસા પ્રધાન શ્રી પ્રકાશ જયસ્વાલના દીકરા મનોજને થયો છે. એનાથી પણ વઘુ ચોંકાવનારી વાત એ છે કે એમને કોલસાના કૌભાંડમાં લાયસન્સ આપવાની ભલામણ ઝારખંડના કે મુખ્યપ્રધાન મઘુ કોડાએ કરી હતી. ઝારખંડમાં ભાજપનું શાસન છે અને મઘુ કોડા ભાજપના મુખ્યમંત્રી છે. મતલબ કે ભ્રષ્ટાચારની બાબતમાં ભાજપ અને કોંગ્રેસે હાથ મિલાવી લીધા છે. આ નવાબજાદાનું પોતાનું વિમાન છે અને દસ અત્યંત મોંઘી મોટરકાર એમની પાસે છે. ઉપરાંત નાગપુરમાં કરોડોની કંિમતના અનેક ફ્‌લેટ એમની પાસે છે અને છતાં જયસ્વાલને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે શરમાવાને બદલે એમણે શિફતથી એમણે એ ઉડાવી દીધો અને કહ્યું કે આ બાબતની તપાસ થશે અને દોષિતોને સજા થશે પ્રશ્ન એ છે કે તપાસનો સવાલ જ ક્યાં છે જે થયું છે તે ઉઘાડેછોગે થયું છે. આ કોલસાના ખોદાણના પરવાના અપાયા ત્યારે કોલસાનું ખાતુ ખુદ વડાપ્રધાન પાસે હતું. હવે શ્રીપ્રકાશ જયસ્વાલ પાસે છે.
કોઈ રહસ્ય કથા જેવી આ વાર્તા છે અને બીજું પાત્ર નવીન જીંદાલનું છે. તેઓ કોંગ્રેસના સાંસદ છે. એમને પણ કરોડોનો કોન્ટ્રાક્ટ કોલસાનો મળ્યો હતો અને એની ભલામણ કોણે કરી હતી? ઓરિસ્સાન મુખ્ય પ્રધાન નવીન પટનાયકે કરી હતી. પટનાયક પણ બિન કોંગ્રેસી મુખ્યપ્રધાન છે. જીંદાલ સામે બીજો આક્ષેપ એ છે કે પોતાની ખાણોમાંથી જે કોલસો મળતો હતો એમાંથી વીજળી જે ભાવે પડતી હતી એનાથી આઠ-દસ ગણો ભાવ એ વસુલતા હતા. જીંદાલ પણ કરોડપતિ હતા હવે અબજોપતિ થઈ ગયા છે. આપણા રાજકારણીઓ કેટલા નફ્‌ફટ છે એ જાણવા માટે એક દાખલો લઈએ. એક ટી.વી. ચેનલનાં પત્રકાર એમની પાસે ગયા ત્યારે એમણે તોછડાઈથી કહ્યું કે તમે જે બતાવો છો એ બઘું બકવાસ છે. આ પછી એ જ ચેનલનં ફોટોગ્રાફર ગયા ત્યારે કેમેરાને એમણે ધક્કો મારીને પછાડી દીધો.
સંસદમાં આ કૌભાંડનો મુદ્દો આવ્યો ત્યારે ભાજપના સભ્યોએ ઘોંઘાટ કરીને ચર્ચા જ થવા દીધી નહીં. સરકારનું કહેવું હતું કે અડધો ડઝન કોંગ્રેસી મુખ્યપ્રધાનોએ પણ કોલસાનાં લાયસન્સની હરરાજીનો વિરોધ કરેલો એટલે ભાજપને હવે આ મુદ્દે બોલવાનો અધિકાર જ નથી. જો ચર્ચા થાય તો આની વિગતો બહાર આવે. દરમ્યાન સી.બી.આઈ.એ પણ આ અંગે દરોડા ચાલુ કરી દીધા છે. શ્રી જયસ્વાલના મોટા દીકરા અરવંિદની પૂછપરછ થઈ ગઈ છે. હવે કૌભાંડનો આરોપ છે એની પૂછપરછ થશે. કોઈપણ લોકશાહી દેશ માટે આ ભારે શરમજનક ઘટના છે.
ેએક જમાનામાં કોલસાની ખાણો ખાનગી ક્ષેત્રમાં હતી. ખાણ માલિકો પોતે જ કોલસો કાઢીને લોકોને આપતા ત્યારે કોલસાનો ભાવ બે રૂપિયે મણ હતો. દરમ્યાન શ્રીમતી ગાંધીએ રાષ્ટ્રીયકરણ નીતિ શરૂ કરી. બેંકોની સાથે કોલસાની ખાણોનું પણ રાષ્ટ્રીયકરણ કર્યું અને પછી કોલસાના ભાવ કૂદકે ને ભૂસકે વધતાં જ ગયા. ઉપરથી ખાણ માફિયાઓનો કબજો થઈ ગયો. સૂર્યદેવસીંગ આ ક્ષેત્રે જાણીતું નામ હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી ચંદ્રશેખરનો એ ખાસ મિત્ર હતો. આ મુદ્દો એક જમાનામાં ખૂબ ચગેલો. ધીમે ધીમે વમળ બદલાયા અને સરકાર પોતે કોલસો કાઢવામાં નિષ્ફળ જવા માંડી. અંતે એણે કોલસાની ખાણોના લાયસન્સ શરૂ કર્યા. વિવાદ એ થયો કે હરરાજીથી કેમ લાયસન્સ ન અપાયાં? આ મુદ્દે જ ભાજપે સંસદ દિવસો સુધી ખોરવી નાંખી. કેગનો અહેવાલ આવ્યો જેમાં કહેવાયું છે કે હરરાજીથી લાયસન્સ અપાયા હોત તો સરકારને એક લાખ એંશી હજાર કરોડનો ફાયદો થાત. જાણવા જેવી વાત એ છે કે હવે સી.બી.આઈ.એ એન.ડી.એ. શાસનમાં કોલસાના લાયસન્સ અપાયા એની પણ તપાસ શરૂ કરી દીધી છે. સરકારનું કહેવું એમ છે કે એન.ડી.એ. વખતે પણ આ જ રીતે લાયસન્સ અપાયા હતા. સી.બી.આઈ.નું કહેવું છે કે હજી આ પ્રકરણમાં નવા કડાકાફડાકા થવાનાં બાકી છે અનેક સંસદ સભ્યો તેમજ અનેક પ્રધાનો અને એમના સગાંઓએ લાગવગથી લાયસન્સ મેળવી લીધા છે અને રાતોરાત કરોડપતિ થઈ ગયા છે.
પ્રશ્ન માત્ર કાયદાનો નથી પણ નીતિમત્તાનો પણ છે. અને એમાં પણ આપણે પાછા પડીએ છીએ. ભ્રષ્ટાચારના આરોપમાંથી ખરડાયેલા નેતાઓ જામીન ઉપર છૂટે અને એમને જુદી જુદી સંસદીય સમિતિઓમાં સભ્યપદ આપી દેવાય એ કેવુ? ભૂતપૂર્વ ટેલીકોમ પ્રધાન શ્રી એ. રાજા અત્યારે આવી રીતે સંસદીય સમિતિમાં બેસી ગયા છે. એ જ રીતે રમતોત્સવ કૌભાંડમાં ૮૦ હજાર કરોડ ખાવાના જેમની ઉપર આરોપ છે એવા સુરેશ કલમાડી પણ એક સમિતિમાં બેસી ગયા છે. દલીલ એવી થાય છે કે જેમની સામે ભ્રષ્ટાચારના આરોપ હોય એમને સંસદીય સમિતિમાં ન નીમી શકાય એવો કોઈ કાયદો નથી. પણ પ્રશ્ન એ છે કે જાહેર નીતિમત્તાના ધોરણ આપણી સંસદમાં નથી? અન્ના હઝારે અને એમના સાથીઓએ કહ્યું કે ચૌદ પ્રધાનો ભ્રષ્ટ છે અને દોઢ સો જેટલા સાંસદો પણ ભ્રષ્ટ છે ત્યારે સંસદમાં હોબાળો મચી ગયો હતો અને એમની સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહીની ધમકી અપાયેલી હતી. હવે એ જ સંસદસભ્યોને પ્રજા પૂછે છે કે તમે કેવી પ્રણાલિકાઓ પાડી રહ્યા છો. સંસદમાં ૫૪૨ સભ્યો છે તેમાંથી બીજા કોઈ ન મળ્યા કે આ કલંકિત સભ્યોની નિમણૂંક થઈ? જ્યાં સુધી માણસ ગુનેગાર ન ઠરે ત્યાં સુધી નિર્દોષ ગણાય એ દલીલ અહીં ચાલે તેમ નથી. હવે એવા જલદ પગલાની જરૂર છે કે કલંકિત વ્યક્તિ ચૂંટણી જ ન લડી શકે. આવા જલદ કાયદા સિવાય આપણું જાહેર જીવન શુઘ્ધ થવાનું નથી.
શ્રી અરવંિદ કેજરીવાલે તાજેતરમાં રોબર્ટ વાઢેરા ઉપર એવો આક્ષેપ કર્યો છે કે એમણે ડી.એલ.એફ. નામની કંપની પાસેથી ગેરકાનૂની લાભ મેળવીને પાંચસો કરોડની સંપત્તિ એકઠી કરી છે. શ્રી વાઢેરા સોનિયા ગાંધીનો જમાઈ અને પ્રિયંકાનો પતિ છે. કેજરીવાલનું કહેવું છે કે શ્રી વાઢેરાએ પચાસ લાખના રોકાણથી કંપની શરૂ કરી હતી. પાંચ વરસમાં એમની કંપનીની મિલકતો પાંચસો કરોડને આંબી ગઈ છે. ટી.વી. પરની ચર્ચામાં પ્રભુ ચાવલાએ ધડાકો કર્યો કે ડી.એલ.એફ.વાળો મુદ્દો તો માર્ચ મહિનાથી જ બહાર પડી ગયો હતો. શ્રી કેજરીવાલે અત્યારે ઠેઠ એની જાહેરાત કેમ કરી? બીજો મુદ્દો એ છે કે ડી.એલ.એફ. પાસેથી સસ્તામાં ફ્‌લેટ માત્ર વાઢેરાએ નથી લીધા પણ બીજા અનેક સાંસદોએ પણ લીધા છે. નહીંતર ભાજપ આ મુદ્દે અત્યાર સુધી ચૂપ ન રહે. ટી.વી.ના એન્કરે પૂછ્‌યું કે તમે આ મુદ્દે અદાલતમાં કેમ નથી જતા. કેજરીવાલે જવાબ ઉડાડતા કહ્યું કે દરેક નાના મોટા મુદ્દે અદાલતમાં જવું જરૂરી નથી. પણ એમને કોણ કહે કે આ મુદ્દો નાનો નથી. પાંચસો કરોડની મિલકતનો છે. બીજું કેજરીવાલ એમ કહે કે સી.બી.આઈ. અને આવકવેરા ખાતું સરકારી હુકમો મુજબ ચાલે છે તો સુપ્રિમ કોર્ટમાં જતાં એમને કોણ રોકે છે? કદાચ કેજરીવાલે અન્નાથી છૂટા પડીને જુદો રાજકીય પક્ષ સ્થાપ્યો છે એટલે રાતોરાત પ્રસિઘ્ધિ મેળવવા માટે આવા ગતકડાં કરતા હોય.
આ બાજુ ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ ચૂંટણી પ્રચારમાં એવો ધડાકો કર્યો છે કે શ્રીમતી સોનિયા ગાંધીએ આઠ વિદેશી પ્રવાસમાં રૂપિયા અઢારસો કરોડ વાપરી નાંખ્યા છે એટલે સનસનાટી મચી ગઈ. બીજીબાજુ એક માહિતી કાર્યશીલ શ્રી વર્માએ ખુલાસો કર્યો કે આ માહિતી મેં માંગી છે પણ હજી સુધી એનો જવાબ મળ્યો નથી. એટલે મોદી ખોટુ બોલે છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર અને માહિતી કમિશ્નરે સત્તાવાર ખુલાસો કર્યો કે સોનિયાજીના વિદેશ પ્રવાસ પાછળ સરકાર એક રૂપિયો પણ ખર્ચ્યો નથી. બઘું ખર્ચ સોનિયાજીએ પોતે જ ઉઠાવ્યું છે. આપણા એલચી ખાતાઓએ એમની સરભરા પાછળ થોડાક લાખ ખર્ચ્યા છે પણ એ આંકડો એક કરોડનો પણ નથી.
આમ અત્યારે દેશમાં કૌભાંડો અને જુઠ્ઠાણાઓની મોસમ ચાલે છે. ભાજપના પ્રમુખ ગડકરી ઉપર એવો આરોપ છે કે એમણે મહારાષ્ટ્રની એક યોજના માટે કોન્ટ્રાક્ટ મેળવવા એક મિત્રની ભલામણ કરેલી. આ કોન્ટ્રાક્ટર એમના નજીકના મિત્ર છે એટલે વાત ગંભીર બની જાય છે. પણ આભ ફાટ્યું હોય ત્યાં થીંગડા કેટલા દેવા? બધા રાજકીય પક્ષો વિવાદોમાં ઘેરાયેલા છે. ક્યાંક ભલામણોનો દોર છે તો ક્યાંક ભ્રષ્ટાચારની બોલબાલા છે. દરેક ભ્રષ્ટાચારમાં બે રાજકીય પક્ષો સરખી રીતે સંડોવાયેલા હોય છે. કેન્દ્રમાં કેગ દ્વારા ભ્રષ્ટાચાર ખૂલ્લો પડ્યો એની સામે ભાજપ બૂમરાણ કરે છે તો એ જ ભાજપ ગુજરાતમાં કેગનો અહેવાલ દબાવી દે છે અને રાજ્યપાલની સૂચનાથી રજૂ કરે છે તે પણ વિધાનસભાના છેલ્લા દિવસે છેલ્લા કલાકમાં. આ પછી વિધાનસભાનું સત્ર સમાપ્ત થઈ જાય છે. આમ દરેક પક્ષના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા છે. આમાં લોકશાહી મજબૂત કેવી રીતે બને અને જાહેરજીવન શુઘ્ધ ક્યાંથી થાય? આપણી સાડા છ દાયકાની શાસન વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ છે. લોકો ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રાસી ગયા છે એને સારો વિકલ્પ જોઈએ છે. આવો કોઈ વિકલ્પ સમયસર નહીં મળે તો લોકોની ધીરજ ખૂટી જશે. અત્યાર સુધી વડાપ્રધાનથી માંડીને શરદ પવાર અને ચિદંબરમ સુધીના નેતાઓ ઉપર ચપ્પલ અને જુતાઓ ફેંકાયા છે. શરદ પવારને દિલ્હીના એક નાગરિકે જાહેરમાં તમાચો માર્યો છે. વડાપ્રધાનના ભાષણમાં એક નાગરિકે શર્ટ કાઢીને બેંચ ઉપર ઉભા થઈને બૂમો પાડી હતી કે મોંઘવારી ઘટાડો અને ડીઝલના ભાવ ઘટાડો. આજે આવી ઘટનાઓ એકલદોકલ બને છે પણ આવતી કાલે આવી ઘટનાઓ દેશભરમાં વિકરાળ સ્વરૂપ લઈ લે તો નવાઈ નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 

 

 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved