Last Update : 18-October-2012, Thursday

 

એ સુવર્ણયુગમાં અદાકારોનો પણ મોટો ફાળો હતો....

સિનેમેજિક - અજિત પોપટ
 

 

આજે આવરદાનો સાતમો દાયકો વટાવી ચૂકેલા સંગીતકાર ખય્યામે એક વાત સરસ કરી હતીઃ 'લગભગ ૧૯૫૮માં રજૂ થયેલી નિર્માતા- નિર્દેશક રમેશ સહગલની ફિલ્મ 'ફિર સુબહ હોગી'ના સંગીત માટે મને પસંદ કરવામાં આવેલો. પરંતુ રમેશજીએ વિવેકપૂર્વક કહેલું કે તમારી તર્જો રાજસાહેબ (રાજકપૂર) સાંભળીને ઓક્કે કરશે. મૂકેશજી અને આશા ભોંસલેએ ગાયેલા ટાઇટલ ગીત 'વો સુબહ કભી તો આયેગી...' માટે મેં છએક તર્જ બનાવી હતી. રાજ કપૂર આવ્યા. નમસ્તે.. કૈસે હો... જેવી ઔપચારિકતા પતાવીને સીધા કામની વાત પર આવી ગયા-રમેશને મુઝે બતાયા કિ ટાઇટલ તૈયાર હૈ. ચલિયે, સુનાઇયે... એ સિગારેટના ધૂમાડા કાઢતા રહ્યા અને જોતજોતાંમાં મારી ચાર-પાંચ તર્જ રજૂ થઇ ગઇ. છઠ્ઠી તર્જ શરૃ થઇ અને રાજસાહેબ બેઠક પર ટટાર થયા. તેમની આંગળીઓ વચ્ચે સિગારેટ સળગતી રહી, એ એકધ્યાન થઇ ગયા. એ તર્જ પૂરી થઇ ત્યારે કહ્યું યે લાસ્ટવાલી તર્જ રખ લો. મૂકેશના કંઠમાં એ ગીત બે મિનિટ અને પાંચ સેકંડ ગવાયું અને મૂકેશ-આશાના કંઠમાં ત્રણ મિનિટ અને ૩૮ સેકંડ....ટાઇટલ ઓક્કે થઇ ગયા પછીનાં ગીતોમાં બહુ પ્રોબ્લેમ ન આવ્યો...'
તો યહ બાત હૈ. આપણે જેને ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ કહીએ છીએ એમાં એ સમયના અદાકારોનો પણ પરોક્ષ ફાળો ગણી શકાય. પહેલી ટૉકી (બોલપટ) ૧૯૩૧માં આવી. પ્લેબેક સિંગીંગ લગભગ ૧૯૩૫-૩૬માં આવ્યું. એ સમયના કલાકારોમાં મોટું નામ જેમનું લેવાય એવા અશોક કુમાર ખપ પૂરતું સૂર-લયનું જ્ઞાાન ધરાવતા હતા. (એમણે ગાયેલું અછૂત કન્યાનું ગીત મૈં બન કી ચિડિયાં...અને આશીર્વાદનું રેલગાડી..જાણીતાં છે.) અશોક કુમાર જેને કમસૂરા (સૂર ઓછો લાગે તેવો ) કહેતા એ કિશોર કુમાર પાછળથી લેજંડ ગણાઇ ગયો. દાદામોની પછીના દાયકે આવેલા કે એલ સાયગલ, એમની નબળી નકલ જેવા આવાઝ દે કહાં હૈ ફેઇમ સુરેન્દ્રનાથ, નૂરજહાં, સુરૈયા, ઉમાદેવી (ટુનટુન), જોહરાબાઇ અંબાલેવાલી અને અમીરબાઇ કર્ણાટકી પણ સંગીતનાં જાણકાર હતાં. આઝાદી પછીના ટોચના કલાકારો દિલીપ-રાજ-દેવ ત્રણે સંગીતના કાનસેન હતા. દેવ આનંદ તો લાહોરની કૉલેજના વાર્ષિકોત્સવમાં સાયગલનાં ગીતો સુદ્ધાં ગાતા. દિલીપકુમારને તેજ મિજાજના સંગીતકાર સજ્જાદ હુસૈન સાથે ઠેરી ગયેલી એ હકીકત જાણીતી છે. રાજ કપૂર અને શમ્મી કપૂર સંગીતના ઊંડા અભ્યાસી હતા એ જગજાહેર હકીકત છે. અભિનેત્રીઓમાં નરગિસ (એની માતા જદ્દનબાઇ એક સમયે તવાયફ હતાં એટલે બેબી નરગિસ)ની રગેરગમાં સંગીત ધબકતું હતું. મીનાકુમારી, નૂતન (એણે તો એકાદ-બે ફિલ્મોમાં ગીતો પણ ગાયાં) પણ સંગીતની સમજદાર. વૈજયંતીમાલા, આશા પારેખ, પદ્મિની, વહીદા રહેમાન અને હેમા માલિની જેવી અભિનેત્રીઓ શાસ્ત્રીય નૃત્યની સાધકો હતી એટલે એમની પણ સંગીતની સમજ પૂરતી હતી. આ સંજોગોમાં આ કલાકારો સંગીતકારો પાસેથી પોતાને જોઇતી વસ્તુ મેળવી શકે એ સ્વાભાવિક છે. કોમેડિયન મહેમૂદના પિતા મૂમતાઝ અલી બોમ્બે ટોકિઝ (જ્યાં અશોકકુમાર, દિલીપકુમાર વગેરેનું ઘડતર થયંુ એ)માં ડાન્સ ડાયરેક્ટર હતા. લતાજીને રાતોરાત ટોચની ગાયિકા બનાવનારું ગીત આયેગા આનેવાલા (ફિલ્મ મહલ) આપનારા સંગીતકાર ખેમચંદ પ્રકાશ પણ મૂળ તો ડાન્સ ડાયરેક્ટર હતા. ગુરુદત્ત પણ ડાન્સનો અચ્છો અભ્યાસી હતો એમ દેવ આનંદ કહેતા.
આ સંજોગોમાં સંગીતકારોએ પણ રીતસર પસીનો પાડવો પડતો. આજની પેઢીનાં ટીનેજર્સને ખ્યાલ પણ નહીં આવે કે એ જમાનામાં એટલે કે ૧૯૩૧થી લગભગ ૧૯૬૦ વચ્ચેના સમયગાળામાં રંગભૂમિ અને શાસ્ત્રીય સંગીતની બેઠકો સિવાય મનોરંજનનું કોઇ સાધન ઉપલબ્ધ નહોતું. સુગમ સંગીતની બેઠકો તો આપણા અવિનાશ વ્યાસ અને ભારતીય વિદ્યા ભવને 'આ માસનાં ગીતો' જેવા કાર્યક્રમો દ્વારા શરૃ કરી. એટલે દિલીપ-રાજ-દેવ જેવા કલાકારો મ્યુઝિક કોન્ફરન્સો સાંભળી સાંભળીને પૂરતા પ્રમાણમાં સંગીતના 'કાનસેન' થઇ ચૂક્યા હતા. એને કારણે જ પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી કોઇ સાજિંદોરેકોર્ડિંગ રૃમની બહાર જઇ ન શકે એવો હિટલરી વટહુકમ રાજ કપૂરના રેકોર્ડિંગ વખતે રહેતો. 'ઘર આયા મેરા પરદેશી...' (ફિલ્મ આવારા)નું રેકોર્ડિંગ અઢારથી વીસ કલાક ચાલ્યું હતું એનું કારણ પણ આ જ. દરેક મોટા કલાકારને એક યા બીજા સંગીતકાર સાથે અચ્છું ટયુનિંગ હતું. રાજને શંકર જયકિસન સાથે, દિલીપને નૌશાદ સાથે અને પાછળથી કલ્યાણજી આણંદજી સાથે તો દેવને એસ ડી બર્મન સાથે. જો કે દેવ અભિનિત અને નિર્મિત શરૃની ફિલ્મોમાં ઉસ્તાદ અલી અકબર ખાં, જયદેવ, ઓ પી નય્યર (સીઆઇડી) વગેરેએ સંગીત આપેલું. પાછળથી એસ.ડી.આવ્યા. આ પરંપરાને કારણે જ નાસિર હુસૈનની ફિલ્મ 'તીસરી મંજિલ' વખતે સંગીત માટે આરડીને પસંદ કર્યાનું જાણવા મળ્યું ત્યારે શમ્મી કપૂરે (ડિટ્ટો ફિર સુબહ હોગી ખય્યામ-રાજકપૂર ) એવો આગ્રહ રાખેલો કે મને તર્જો સંભળાવો. રાજની જેમ શમ્મી કપૂર પણ મોટે ભાગે શંકર જયકિસન કે ઓપીનો દિવાનો હતો.
(વધુ આવતા શુક્રવારે)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 

 

 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved