Last Update : 18-October-2012, Thursday

 

રોબર્ટ વઢેરાના 'મેંગો પિપલ' !

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- જુઓ ! રોબર્ટ વઢેરા ગુગલમાં સર્ચ કરે છે... મેંગો પિપલ કેવા હોય ? આમ આદમી ક્યાં મળે ?

 

સોનિજીના જમાઈ રોબર્ટ વઢેરાએ એની ફેસબુક પર 'મેંગો પિપલ, બનાના રિપબ્લિક' એવી વાહિયાત કોમેન્ટ કર્યા પછી અચાનક એમની ફેસબુક જ બંધ કરી દીધી!
એ પછી આખી કેન્દ્ર સરકાર આ જમાઈશ્રીની વકીલાત કરવા ઉતરી પડી છે પરંતુ જમાઈશ્રી કેમ ચૂપ છે?
કમ સે કમ એમણે બ્લોગ લખવાનું ચાલુ રાખ્યું હોત તો જરા મઝા પડત! એની વે, એમને બદલે અમે એ કામ કરી રહ્યા છીએ...
વાંચો, રોબર્ટ વઢેરાનો કાલ્પનિક બ્લોગ.
* * *
૮ ઓક્ટોબર
વ્હાય ધ બ્લડી ઈન્ડિયન્સ આર આફટર મિ ?
મેં એવું તે શું કહી દીધું ? આઈ જસ્ટ સેઈડ ''મેંગો પિપલ...'' સો, વોટ ઈઝ રોંગ વિથ મેંગો પિપલ ?
એટલે મને થયું કે લેટ મિ ફાઈન્ડ આઉટ.
વૉટ ઈઝ ધ મિનીંગ ઓફ મેંગો પિપલ ?
મેં ગુગલમાં સર્ચ માર્યું... એન્ડ લો! સૌથી પહેલી ઈન્ફો ખુલી. ઈટ સેઈઝ, સૈફ અલી ખાનના મુવી 'લવ આજ કલ'માં મેંગો પિપલનું એક ગાયન છે!
ધેટ્સ ઈટ? બસ? હવે શાંતિ ?
ઈવન ગુગલ સેઈઝ, મેંગો પિપલ ઈઝ જસ્ટ અ સોંગ. ઓકે?
* * *
૯ ઓક્ટોબર
મારો સાળો બહુ શાણો છે. (એણે લગન નથી કર્યાં એટલે નહિ, આમ જ સાલો, શાણો છે.) એ મને કહેતો હતો ડૂડ, મેંગો પિપલનું હિન્દીમાં ટ્રાન્સલેશન કર.
આઈ સેઈડ, આઈ ડોન્ટ નો હિન્દી. વ્હાય શુડ આઈ નો હિન્દી ? મારે કંઈ પોલિટીક્સ સ્પીચો નથી આપવાની હોતીઃ ''મેરે પ્યારે ભાઈઓં, ઔર બહનો...'' (આઈ ગેસ, મારો સાળો આ 'મેરી પ્યારી બહનોં'ના કેચમાં જ કુવારો રહી ગયો!) એની વે, વ્હાય શુડ આઈ નો હિન્દી ?
અરે હિન્દી છોડો, હું ઈટાલિયન પણ નથી જાણતો. તોય તારી મમ્મીનો જમાઈ થયો ને!
સો, ધીસ ડૂડ, રાહુલ ટેલ્સ મિ કે 'મેંગો પિપલ'નો હિન્દીમાં મતલબ થાય છેઃ આમ આદમી.
આઈ સેઈડ ઃ ''વાઉ! હાઉ કેન એ આદમી બિ આમ? આઈ મિન, એક મેન, મેંગો કૈસે બનતા હૈ ?''
રાહુલે જરા મને સિરીયસ લુક આપીને કીધું ''બડી, આમ આદમી ઈઝ અવર યુએસપી.''
નાવ, ધેટ્સ ઈન્ટ્રેસ્ટીંગ ! મેં કીધું ''ડૂડ, જો મેંગો પિપલ તમારી યુનિક સેલિંગ પ્રોપોઝિશન છે તો તમે વેચો છો શું ?''
રાહુલે આંખ મારીને મને કીધું ''ધેટ્સ ધ હોલ ફન. આપણે કશું વેચતા જ નથી, કશું ખરીદતા પણ નથી. કારણ કે બધું આપણા બાપનું છે !''
મેં ગોગલ્સ સરખા કરીને કીધું ''એમાં નવી વાત શું કીધી ? બટ યુ સ્ટીલ ડિડ નોટ ટેલ મિ, હુ ઈઝ આમ આદમી ?''
રાહુલે ફરી આંખ મારી. મને કહે ''સર્ચ ફોર યોરસેલ્ફ ડૂડ...''
એ જતો રહ્યો. નાવ, વ્હેર ડુ આઈ ફાઈન્ડ ધીસ... 'આમ આદમી' ?
* * *
૧૦ ઓક્ટોબર
ઓકે. સો ફાઈનલી આઈ હેડ ટુ ગુગલ...
મેં ગુગલમાં 'આમ આદમી' ટાઈપ કરીને સર્ચ મારી. ૧,૪૭,૬૪૨ રિઝલ્ટસ...
ઓ માય ગોડ ! યુ મિન ટુ સે, આ દેશમાં એક લાખ સુડતાલીસ હજાર છસ્સોને બેંતાળીસ 'આમ આદમી' છે? બ્લડી શીટ !!
બટ વૉટ ધ હેલ, હું સોનિયાનો જમાઈ, અહીં કોમ્પ્યુટર સામે બેસીને ૧,૪૭,૬૪૨ રિઝલ્ટ્સનો સ્ટડી કરું ? એમ આઈ અ બ્લડી કલર્ક ? શું હું કોઈ સરકારી ખાતાનો કારકુન છું ?
નથિંગ ડુઈગ.
છતાં મેં ઉપર-ઉપરથી જોયું. એન્ડ લો... સરપ્રાઈઝ! જેટલી અન્ડરલાઈન પર હું ક્લિક મારું છું કે તરત મારી સાસુજી, મારો સાળો, મારા સસરાજી, મારા વડ સસરા, વડ સાસુ... મારા આખા ઈન-લો ફેમિલીના ફોટોગ્રાફ્સ અને સ્ટેટમેન્ટ્સ જ નીકળે છે! વાઉ!! ધે મસ્ટ હેવ ડન સમ બિગ રિસર્ચ ઓન આમ આદમી !!
મને તો ખબર જ નહિ, કે મારાં સાસરિયાં આટલા બધા 'પીએચડી ટાઈપ્સ' હશે. એની વે, આગળ ક્લિક કરતાં બીજા સ્ટુપિડ ઈડિયટ પોલિટીશીયન્સનાં સ્ટુપિડ ડાચાં દેખાવા લાગ્યાં ! એ બબૂચકો પણ આમ આદમીની જ કથાઓ માંડીને બેઠા હતા.
ટુ બિ વેરી ઓનેસ્ટ, મેં કદી ઈન્ટરનેટ ઉપર આટલું સર્ચ કર્યું જ નથી. નોટ ઈવન સ્પોર્ટસકાર એન્ડ સ્પોર્ટસ બાઈક... કારણ કે એ બધું નેટ પર આવે એ પહેલાં તો મને ગિફ્ટમાં મળી જાય છે!
બટ ઓનેસ્ટલી, મેં ઓગણીસ મિનીટ માટે નેટ ઉપર સર્ચ કર્યું... મને ક્યાંય 'આમ આદમી'નો ફોટો તો જોવા જ ના મળ્યો!
પછી મને થયું લેટ મિ ટ્રાય 'ફેસબુક...'
* * *
૧૧ ઓક્ટોબર
હલો!! હેલો ધેર? ઈઝ ધેર એનીબડી નેઈમ્ડ આમ આદમી? યાર, ફેસબુક ઉપર આમ આદમીનો કોઈ એકાઉન્ટ જ નથી? તો ગુગલ શું બ્લફ મારતું હતું ?
ઓ, પછી સ્લોલી-સ્લોલી આઈ રિયલાઈઝડ... કે ગુગલ ઉપર જે ૧,૪૭,૬૪૨ રિઝલ્ટ હતાં એ 'અબાઉટ' આમ આદમી હતા! મતલબ કે આમ આદમી 'વિશે' જે કંઈ બોલાયું છે, લખાયું છે, ચર્ચાયું છે કે પૂછાયું છે એની માત્ર 'વાતો' હતી...
આમ આદમી તો ક્યાંય હતો જ નહિ! વોટ શીટ!
નહિ યાર, તમે જ મને કહો.... યે તો સરાસર અન્યાય હૈ... મૈં ને જીસ 'આમ આદમી' કા નામ લિયા થા, (ગલતી સે) વો કહીં હૈ હી નહીં ! નોટ ઈવન ઈન ગુગલ !
બટ રાહુલ ટોલ્ડ મિઃ ''ડૂડ, ધેર આર અ ફ્યુ આમ આદમી...''
* * *
૧૨ ઓક્ટોબર
ધેટ રાહુલ ફેલો ઈઝ સ્માર્ટ. (નોટ બિકોમ હિ ઈઝ નોટ મેરીડ. એ જો મારા કરતાં સ્માર્ટ હોત તો બ્રિટનના પ્રાઈમ મિનીસ્ટરની છોકરીને ના પરણ્યો હોત? હોહોહો...)
બટ ધેટ ડૂડ શ્યોરલી નોઝ, અ ફ્યૂ થિંગ્સ. મને કહે છે ''રોબર્ટ, આમ આદમી હોતા હૈ ! ડેફીનેટલી હોતા હૈ ! ઈન ફંક્ટ મેં મિલા હું ઉન સે...''
આઈ સેઈડ ''વાઉ!! આર ધે સમ કાઈન્ડ ઓફ સુપર ડુપર વી-વી-વી-વીઆઈપી ? વિથ ઝેડ ટ્રિપલ પ્લસ સિક્યોરીટી એન્ડ ઓલ ?''
તો રાહુલ તૂચ્છકારથી હસીને કહે છે ''યુ આર કમ્પ્લીટલી રોંગ... આમ આદમી ઈઝ, માય ફ્રેન્ડ, જસ્ટ પ્લેઈન... સિમ્પલ... નો ફ્રીલ્સ... આમ આદમી.''
''ઓ યા ?''
''ઓ યા. જો તારે આમ આદમીને જોવો હોય તો તારે થોડી તકલીફ લેવી પડે.''
''લાઈક વોટ ?''
''યુસી, તારે કોઈ આદિવાસી જંગલ એરિયામાં જવું પડે... અને ત્યાંની કોઈ ઓથેન્ટિક ઝુંપડીમાં બેસીને... કોઈ રીયલી ઓથેન્ટિક આદિવાસી જોડે ફૂડ ખાવું પડે.''
''ઓકે.'' મેં કીધું ''ફૂડ તો હું મારું લઈ જઈ શકું ને?''
''નોનોનો...'' રાહુલ બોલ્યો ''ફૂડ પણ ઓથેન્ટિક આમ આદમીનું હોવું જોઈએ.''
''ઓ, આઈ સી...'' હું બબડતો રહ્યો ''આઈ સી...''
રાહુલને લાગ્યું કે હું જરા ડરી ગયો છું એટલે એણે મને બીજો ઓપ્શન આપ્યો. એણે કહ્યું ''રોબર્ટ, યુ કેન ટ્રાય અનધર પ્લેસ.''
''વિચ પ્લેસ?''
''લોકલ ટ્રેન.''
''લોકલ ટ્રેન?''
''યા, લોકલ ટ્રેન. મેં સાંભળ્યું છે કે એમાં તો જ્યાં જુવો ત્યાં આમ આદમી જ હોય છે !''
''નોનોનોનોનો.'' હું ડરી ગયો. મેં કહ્યું ''આઈ વુડ રાધર ગો ટુ સમ રિમોટ આદિવાસી હટ. એટ લિસ્ટ આઈ કેન હેવ માય સિક્યોરીટી અરાઉન્ડ.''
''ધેટ્સ રાઈટ.'' રાહુલ બોલ્યો, ''સો વ્હેન આર યુ પ્લાનિંગ ટુ સી એન આમ આદમી ?''
* * *
... બસ, આ જ પ્રોબ્લેમ છે.
હું ચપટી વગાડું ત્યાં બંગલો, ગાડી, ફલેટ, કેશ, વિમાન, હેલિકોપ્ટર બધું જ હાજર થઈ જાય છે. પણ આમ આદમી? બ્લડી હેલ... મારે એની પાસે 'જવું' પડશે ?
જોકે મેં ડિસીસન લઈ લીધું છે. હું એક દિવસ એ આમ આદમી પાસે જઈશ અને એને કહીશ ઃ
''ડૂડ, સોરી આઈ કોલ્ડ યુ મેંગો પિપલ... બટ, તને સારું લગાડવા હું તારા માટે 'એપલ' અને 'બ્લેકબેરી' લાવ્યો છું !''
* * *
- ઓહ, ધેટ રિમાઈન્ડ્સ મિ, પેલા ડીએલએફની જેમ આ 'એપલ' અને 'બ્લેકબેરી' કંપનીઓએ મને હજી સુધી કોઈ લોન કેમ નથી આપી?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 

 

 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved