Last Update : 18-October-2012, Thursday

 

આર્મસ્ટ્રોંગનું તેના કેન્સર ફાઉન્ડેશનના ચેરમેન પદેથી રાજીનામું
આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

આર્મસ્ટ્રોંગને બચાવવા ૫ લાખ ડોલર ચુકવ્યા હોવાના આક્ષેપ બાદ સ્પોન્સરે પણ છેડો ફાડયો

ઓસ્ટીન/પેરિસ,તા.૧૭
સાઇકલિંગ સહિત વિશ્વના રમતજગતમાં ખળભળાટ મચાવનારા લેજન્ડરી સાઇકલીસ્ટ આર્મસ્ટ્રોગના ડ્રગ વિવાદની ઘણી ઘેરી અસર પડી છે. આર્મસ્ટ્રોંગે પ્રતિબંધિત ડ્રગ લઇને ૧૯૯૯ થી ૨૦૦૫ સુધીના ટુર ડી ફ્રાન્સના ટાઇટલ જીત્યા હતા તેવા આરોપ સાબિત કરીને યુએસ એન્ટી ડોપિંગ એજન્સીએ તેના ટાઇટલ પાછા લઇ લીધા હતા. જો કે આર્મસ્ટ્રોંગ આટલા લાંબા સમય સુધી કેવી રીતે ડોપ ટેસ્ટમાંથી બચી શક્યો અને તેના ડોપ ટેસ્ટની વિશ્વસનીયતા સામેના પ્રશ્નાર્થની સાથે સાથે ઇન્ટરનેશનલ સાઇકલીંગ યુનિયન પણ શંકાના ઘેરાવામાં આવી ગયું છે. હવે આ મામલે તેઓએ ખુલાસો કરવો પડે તેવું દબાણ સર્જયું છે.
દરમિયાનમાં આર્મસ્ટ્રોંગના ડોપ વિવાદને કારણે કેન્સરના અસરગ્રસ્તો માટે ચાલી રહેલા તેના ફાઉન્ડેશન 'લીવ સ્ટ્રોગ'ને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આર્મસ્ટ્રોગે તેના ફાઉન્ડેશનની એકાગ્રતા ભંગ ના થાય તે માટે ચેરમેનપદેથી રાજીનામું ધરી દીધું હતુ. યુએસ એન્ટી ડોપિંગ એજન્સીએ આર્મસ્ટ્રોંગ પર સાઇકલિંગમાં ભાગ લેવા પર આજીવન પ્રતિબંધ મુક્યો હતો. તેની સાથે સાત ટુર ડી ફ્રાન્સના ટાઇટલો સહિત તેની ૧૪ વર્ષની કારકિર્દીના તમામ રેકોર્ડને ઓફિસિઅલ રેકોર્ડ બુકમાંથી દૂર કરવાનો આદેશ કર્યો હતો. એજન્સીએ આર્મસ્ટ્રોંગના ૧૧ સાથીઓ સહિત કુલ ૨૬ જેટલા વ્યક્તિઓના નિવેદનોને આધારે આ નિર્ણય લીધો હતો.
આર્મસ્ટ્રોંગે તેના પોઝિટીવ બ્લડ રિપોર્ટને છુપાવવાના માટે લાંચ આપી હોવાનો આક્ષેપ કેટલાક નિવેદનોમાં કરવામાં આવ્યો છે. સાઇકલીંગ યુનિયનના ભૂતપૂર્વ વડા સામે પણ પ્રશ્નાર્થ સર્જાવા પામ્યો છે. હજુ ગઇકાલે જ આર્મસ્ટ્રોંગના મેજર સ્પોન્સર સામે આક્ષેપ થયો હતો કે, તેમણે અમેરિકન સાઇકલીસ્ટનો પોઝિટીવ ડ્રગ ટેસ્ટ દબાવવા માટે તે સમયના સાઇકલિંગ યુનિયનના વડા વેર્બ્યુગેનને પાંચ લાખ ડોલર ચુકવ્યા હતા. જો કે સ્પોર્ટસ સાથે સંકળાયેલી તે જાણીતી પ્રાયોજક કંપનીએ તો આ દાવાને નિરાધાર ગણાવ્યો હતો, જે પછી આજે તેણે આર્મસ્ટ્રોગ સાથેના સંબંધોનો પણ અંત આણી દીધો હતો.
યુએસ એન્ટી ડોપિંગ એજન્સીએ એવી પણ માગણી કરી હતી કે, તેઓ આર્મસ્ટ્રોંગના જુના ડોપ ટેસ્ટ માટેના કેટલાક સેમ્પલનું ફરી પરિક્ષણ કરાવે. જો કે યુનિયન આ માટે આર્મસ્ટ્રોંગની મંજુરી વિના કંઇ કરી શકે તેમ નથી. વધુમાં યુનિયને ૨૦૦૨ અને ૨૦૦૫માં ડોપિંગની તપાસ માટે આધુનિક ટેકનોલોજી વસાવવા માટે આર્મસ્ટ્રોંગ પાસેથી જ કુલ મળીને ૧.૨૧ લાખ ડોલરની મદદ લીધી હતી. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીના એક ભૂતપૂર્વ વડાએ પણ યુનિયનની ઝાટકણી કાઢતાં કહ્યું હતુ કે, તેઓ આર્મસ્ટ્રોંગની પ્રવૃત્તિ તરફ સાવ ઉદાસિન રહેતા હતા, જે ચિંતાજન્માવે તેવું હતુ.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ટ્વેન્ટી-૨૦ની લોકપ્રયિતાની સાથે ફિક્સિંગના જોખમમાં પણ વધારો

આર્મસ્ટ્રાંેગ ડોપ વિવાદઃસાઇકલીંગ યુનિયનની ભુમિકા શંકાના ઘેરામાં

ચેમ્પિયન્સ લીગ ઃ ટાઇટન્સે ૫૯ રનથી ઓકલેન્ડને પરાજય આપ્યો
યશ ચોપરા તેમની કારકિર્દીના અંતિમ ગીતનું શૂટિંગ કદાચ નહીં કરી શકે
ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનમ કપૂરે બનારસના વણકરોની મુલાકાત લીધી
આલિયા ભટ્ટને ઇત્તર પ્રવૃત્તિમાં રસ ખરો પણ અભ્યાસમાં જરાય નહોતો
'સન ઓફ સરદાર' સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર જોડવાનો સલમાન ખાનનો નિર્ણય
માંદગીના બિછાને પડેલા યશ ચોપરાની સંભાળ રાખવાની જવાબદારી રાણી મુખર્જીએ ઉપાડી
તાજમહલમાં ભવ્ય સત્કાર-સમારંભ ઃ બોલીવૂડની અનેક હસ્તીઓ ઊમટી
૭૮ ટકા મુંબઇવાસીઓ વિટામિન 'ડી'ની ઊણપથી પિડાય છે ઃ સ્ત્રીઓની સંખ્યા વધુ

મરાઠવાડામાં રૃા. ૨૦૦૦ કરોડનું વધુ એક સિંચાઇ કૌભાંડ પ્રકાશમાં

જુંદાલને જોતાં જ કસબે અરે જુંદાલભાઈ આપ ઈધર એમ કહ્યું
મુંબઈમાં ૨૬/૧૧એ થયેલા હુમલામાં આઈએસઆઈ અને એલઈટીનો હાથ
સેન્સેક્ષ-નિફટીની સાંકડી વધઘટે નિરસતા ઃ પાવર, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, ઓટો શેરોમાં પસંદગીનું આર્કષણ
સોના-ચાંદીમાં તહેવારોની ખરીદી વધતાં ભાવો ઉછળ્યા ઃ વિશ્વ બજારમાં પણ ચમકારો
 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved